લોભનું વિષ અને કર્મનું ફળ Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોભનું વિષ અને કર્મનું ફળ

 

લોભના સુવર્ણ પર્વત પર બેઠેલો વેપારી, જ્યારે પોતાના પુત્રના અંતિમ શ્વાસમાં તેની જ લૂંટેલી દયાની યાદ આવે છે, ત્યારે સમજાય છે કે અપ્રમાણિક પૈસો માત્ર વિષ જ છે – જે પીવનારને પણ મારી નાખે છે. વાંચો આ કરુણ ગાથા, જે તમારા હૃદયને હલાવી દેશે!

 

હરિયાણાના રોહતક શહેરમાં, જ્યાં બજારોની ધમાલ અને માણસોના મહત્વાકાંક્ષા ની  હરીફાઈ સતત ચાલતી હોય, ત્યાં એક મેડિકલ સ્ટોરના માલિક હતા સુરેશકુમાર વર્મા. તેમની દુકાન માત્ર દવાઓનું કેન્દ્ર નહોતી, પરંતુ લોભનું શિખર  હતું. સફેદ કોટમાં વીંટળાયેલા તેમના હાથમાં દયાને સ્થાન નહોતું, માત્ર નફાની ગણતરી હતી.

“મારો સ્ટોર સફળતાની ટોચ પર હતો. આર્થિક સમૃદ્ધિના પર્વત પર હું આસન પર બેઠો હતો. જમીનો ખરીદી, પ્લોટો લીધા અને સ્ટોર સાથે આધુનિક લેબોરેટરી પણ ખોલી. પરંતુ હું અહીં સત્ય છુપાવીશ નહીં – હું અત્યંત લોભી હતો. તબીબી વ્યવસાયમાં દયા નહીં, માત્ર અતિરેકી નફો જ જોઈતો હતો.”

 

लोभः सर्वगुणान् हन्ति।

લોભ માણસના બધા સારા ગુણોને નષ્ટ કરી નાખે છે.


सुमहान्त्यपि शास्त्राणि धारयन्तो बहुश्रुताः । छेत्तारः संशयानां च क्लिश्यन्ते लोभमोहिताः ।।

लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते । लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ।। (नारायणपण्डितसंगृहीत हितोपदेश)

ઘણાં મહાન શાસ્ત્રોને પણ કંઠસ્થ કરનારા, બહુ જાણકાર અને શંકાઓના સમાધાન કરનારા વિદ્વાનો પણ,લોભથી મોહિત થઈને (લોભના અંધકારમાં ફસાઈને) મહાન ક્લેશ અને દુઃખ ભોગવે છે.

લોભ એ માનવ જીવનનું સૌથી મોટું વિષ છે. લોભી વ્યક્તિ ભલે કેટલો પણ વિદ્વાન હોય, તેનું જ્ઞાન તેને બચાવી શકતું નથી. લોભ તેને ક્રોધ, કામના, ભ્રમ અને અંતે વિનાશ તરફ લઈ જાય છે. લોભ જ બધા પાપોનું મૂળ છે.
“મોટા ભાગના લોકો જાણતા નથી કે ૧૦ રૂપિયાની દવા સરળતાથી ૭૦-૮૦ રૂપિયામાં વેચાઈ જાય છે. પરંતુ જો કોઈએ બે રૂપિયા પણ ઘટાડવાની વિનંતી કરી હોય તો હું ગ્રાહકને સીધો ના પાડી દેતો. હું દરેકની વાત નથી કરતો, માત્ર મારી જ વાત કરું છું.”

વર્ષ ૨૦૦૮ની તપતી ઉનાળાની એક દિવસે, એક વૃદ્ધ માણસ – જેમનું નામ હતું લક્ષ્મણ પ્રસાદ – ધ્રુજતા હાથે દુકાનમાં પ્રવેશ્યા. તેમણે કંપતા હાથે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન આપી. મેં દવાઓ તૈયાર કરી – બિલ આવ્યું ૫૬૦ રૂપિયા. વૃદ્ધે બધા ખિસ્સા ખાલી કર્યા, પણ માત્ર ૧૮૦ રૂપિયા જ હતા. તેમની આંખોમાં આંસુ અને અવાજમાં વેદના હતી.

“બેટા, મદદ કરો... મારી પાસે પૈસા ઓછા છે. મારી પત્ની ગંભીર બીમાર છે. અમારા બાળકો અમને પૂછતા પણ નથી. વૃદ્ધાવસ્થામાં હું તેને મરતી જોઈ શકતો નથી...” તેમનો અવાજ ભાંગી ગયો.

પરંતુ મારા  હૃદય પર લોભનું પથ્થર હતું. તેણે કઠોર અવાજે કહ્યું, “દવા પાછી મૂકી દો.” હકીકતમાં તે દવાઓની વાસ્તવિક કિંમત માત્ર ૧૨૦ રૂપિયા હતી. થોડો નફો કરીને પણ તે મેં વૃદ્ધને મદદ કરી  શકી હોત, પરંતુ લોભે મને અંધ કરી દીધો હતો.

ત્યારે જ બાજુમાં ઉભેલા બીજા એક ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને વૃદ્ધની દવા ખરીદી વૃદ્ધ ને આપી લીધી. પરંતુ મારા  મન પર કોઈ અસર ન થઈ. મેં  પૈસા લીધા અને દવા આપી.

સમય વીત્યો. વર્ષ ૨૦૦૯ આવ્યું. મારા એકના એક પુત્ર અર્જુનને મગજમાં ગાંઠ થઈ. પહેલાં તો કોઈને ખબર નહોતી, પણ જ્યારે ખબર પડી ત્યારે તે મૃત્યુની કિનારા  પર હતો. પૈસા વહેતા રહ્યા, પ્લોટ વેચાયા, જમીન વેચાઈ, અંતે સ્ટોર પણ વેચી દેવું પડ્યું. પરંતુ મારા દીકરા સોમની તબિયત સુધરી નહીં. ઓપરેશન થયું, પૈસા ખલાસ થયા. ડોક્ટરોએ કહ્યું, “ઘરે લઈ જાઓ, સેવા કરો. હવે આના પર કોઈ ઈલાજ નકામો છે.”

૨૦૧૨માં સોમ નું અવસાન થયું. આજીવન કમાયેલું બધું ખલાસ. ૨૦૧૫માં હું  પોતે લકવાથી ગ્રસ્ત થયો, ઈજાઓ થઈ. આજે જ્યારે મારી  દવાઓ  આવે છે ત્યારે તે દવાઓની વાસ્તવિક કિંમત જાણીને મારું હૃદય ધ્રૂજી ઊઠે છે.

એક દિવસ હું એક મેડિકલ સ્ટોર પર ગયો. ૧૦૦ રૂપિયાનું ઈન્જેક્શન ૭૦૦ રૂપિયામાં મળ્યું. મારા  ખિસ્સામાં માત્ર ૫૦૦ રૂપિયા હતા. ઈન્જેક્શન વિના પાછા ફરવું પડ્યું. તે ક્ષણે મને  તે વૃદ્ધની યાદ આવી. મારી આંખમાં આંસુ આવી ગયાં.

 

લોભના વિષે ડંખ માર્યો, કર્મનો ફળો પાક્યો, 

સુવર્ણના પર્વત ઢળી પડ્યા, હૃદયનું સોનું ખોવાયું. 

વૃદ્ધની આંખનું આંસુ આજે આંખમાં આવે, 

પ્રામાણિકતા વિના સંપત્તિ, માત્ર વેરાન રણ બની જાય.

 

સુરેશજી આજે લોકોને કહે છે, “પેટ ભરવા કમાવું તો ઠીક છે, પરંતુ અપ્રમાણિક રીતે નહીં. નબળાઓને લૂંટવાથી કંઈ મળતું નથી. **નરક અને સ્વર્ગ આ પૃથ્વી પર જ છે.** આજે હું નરક ભોગવી રહ્યો છું. પૈસા હંમેશા મદદ કરતા નથી. હંમેશા ભગવાનનો ડર રાખીને ચાલો. નાનો લોભ પણ મોટા દુઃખમાં ધકેલી દે છે.”

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।

कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥ भगवद्गीता १६.२१

આ ત્રણ વસ્તુઓ નરકમાં જવાના ત્રણ મુખ્ય દરવાજા છે અને આત્માનો સંપૂર્ણ વિનાશ કરનારી છે — કામ, ક્રોધ અને લોભ.

તેથી મનુષ્યે આ ત્રણેયને જ ત્યાગી દેવા જોઈએ.