બે ખેલાડી Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે ખેલાડી

મહેશ રાઠોડ.
    આજે બહુ જ ખુશ હતો.બચપણથી એનુ સ્વપ્ન હતું કે એ રાષ્ટ્રીય ટીમ વતી ક્રિકેટ રમે.અને એનુ એ સ્વપ્ન હવે પુરૂ થવા જઈ રહ્યું હતું.
રાષ્ટ્રીય સિલેક્સન કમિટી તરફથી તેને આજે જ લેટર મળ્યો હતો કે 
"શ્રીલંકા સામેની અગામી ટુર મા ચઉદ ખેલાડી ઓની યાદીમાં તમને પણ સામેલ કરવામાં આવે છે." 
લેટર વાંચીને મહેશ મનોમન ઝુમી ઉઠ્યો હતો.રણજી ટ્રોફીની મેચો માં તો એનુ પ્રદર્શન હમેશા સારું જ રહ્યું છે...અને હવે એ ઈન્ટરનેશનલ મેચો મા પોતાનો ડંકો વગાડવાની મહત્વાકાંક્ષા રાખતો હતો.      
  ચઉદ ખેલાડીઓની યાદીમાં તો પોતાનુ નામ આવી ચુક્યુ હતું.બસ હવે જરૂરત હતી આખરી ઈલેવનમાં સમાવેશ થવાની. 
એ જાણતો હતો કે ઘણાં ખેલાડીઓનો સમાવેશ ચઉદની નામાવલીમા તો થઈ જાય છે પણ બધા નવા ખેલાડીઓ આખરી ઈલેવનમાં રમવાને નસીબદાર નથી થતા.શુ પોતે નસીબદાર થઈ શકશે?એક પ્રશ્ન ઘોળાયો એના મગજમાં.અને એનો જવાબ પણ એના મગજે જ એને આપ્યો. 
"હા પોતે નસીબદાર થઈ શકે છે.જો એક અવરોધ વચ્ચે ના આવે તો.." 
અને એ અવરોધ હતો.   
સંતોષ કાંબલે. 
ચઉદખેલાડીઓની નામાવલીમા નવોદિત તરીકે મહેશની સાથોસાથ જ કાંબલેને પણ સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને મહેશ જાણતો હતો કાંબલેની કાબેલિયતને.
એક ઓલરાઉન્ડર તરીકે પોતના કરતા સંતોષના વધારે ચાન્સીસ લાગતા હતા મહેશને.
અને જો ખરેખર એવું થયું.અને એ પેહલી જ મેચમાં સારું પરફોર્મ કરી ગયો તો?
 તો આખરી ઇલેવનમાં જગ્યા મેળવવા અને રાષ્ટ્રીય ટીમ વતી રમવા માટે વધુ ઈંતઝાર પોતાને કરવો પડશે.અને મહેશ વધુ ઈંતઝાર કરવા બિલકુલ તૈયાર ન હતો.અને એક મનોમન મક્કમ નિર્ણય લીધો રાઠોડે.
એણે કાંબલેને ફોન જોડ્યો.   
"હેલ્લો.કાંબલે.હું રાઠોડ બોલું છું. કૉંગ્રેચ્યુલેશન.શ્રીલંકાની ટુરમાં તારા સિલેક્શન બદલ."
"થેન્ક્સ.રાઠોડ.તને પણ કૉંગ્રેચ્યુલેશન."
"હેલ્લો.કાંબલે.મારે તને રૂબરૂ મળીને અભિનંદન આપવાછે.તું અત્યારે મારે ત્યાં આવી શકશે."  
"સૉરી યાર.મારી પણ તને રુબરુ મળવાની ઈચ્છા છે.પણ અત્યારે હું ઘેર એકલો જ હોવાથી તારે ત્યાં આવી શકું એમ નથી.પણ હા તું ચાહે તો મારે ત્યાં આવી શકે છે."  
"તારે ત્યાં અત્યારે ખરેખર કોઈ નથી?"
મહેશે ખાત્રી કરવા પુછ્યુ.
તો સામેથી સંતોષે પણ ગ્રીન સિંગલ આપ્યું.
"ત્રણ ચાર કલાક તો એકલો જ છું"       
"તો ઠીક છે.હું દસ મિનિટમાં પોહચુ છું." 
દસ જ મિનિટમાં કાંબલેના ઘરની ડોરબેલ રણકી.
કાંબલેએ દરવાજામાં જ ઉત્સાહ ભેર રાઠોડનું હાથ મેળવીને સ્વાગત કર્યું.                        
"આવ રાઠોડ આવ.તું ખરેખર ખેલદિલ ઈન્સાન છો.તું જાણે છે કે આખરી ઇલેવનમાં તારો યા મારો કોઈ એકનો જ ચાન્સ લાગે એમ છે.તે છતાં તું મને અભિનંદન આપવા મારે ત્યાં આવ્યો.એ જ બતાવે છે કે.તારું હર્દય કેટલું વિશાળ છે."          
એક રહસ્યમયી મુસ્કાન મહેશના ચેહરા ઉપર આવી.વાણીમાં મધ ટપકાવતા એ બોલ્યો.   
"હું જાણું છું કાંબલે કે.મારા કરતાં તું વધારે કાબેલ છો.અને હું ઈશ્વરને પ્રાથના કરું છું કે.આખરી ઇલેવનમાં પ્રથમ ચાન્સ તને જ મળે."   
પોતાની પ્રશંસા સાંભળીને શરમાય ગયો કાંબલે. 
પોતાના સ્થાનેથી ઉઠતા એ બોલ્યો.
"થેંક્યું રાઠોડ.હવે બોલ શુ લઈશ.ચા. કોફી.કે ઠંડુ?"                       
"કોફી ચાલશે."  
મહેશે ત્વરિત ઉત્તર આપ્યો.અને સંતોષ કોફી બનાવવા.રસોડામાં ગયો.    
પાંચ જ મિનિટમાં.કોફીના બે કપ હાથમાં લઈને એ આવ્યો.અને કપ ટેબલ પર મૂકીને એણે કહ્યુ.
"લે રાઠોડ.જો જોઈએ મેં કોફી કેવીક બનાવી છે?" 
એમ કહીને એ બેસવા જતો હતો ત્યાં મહેશ એને રોક્યો.          
"પ્લીઝ કાંબલે.એક ગ્લાસ પાણી મળશે?"
"અફકોર્સ કેમ નહીં?"  
કાંબલે કિચનમાં પાણી લેવા ગયો. 
અને મહેશે સ્ફુર્તિ દેખાડી.ખિસ્સામાંથી એક નાની બાટલી કાઢી અને કાંબલેના કપમાં ખાલી કરી નાખી. 
કાંબલે પાણી લઈને આવ્યો.
એના હાથમાંથી.
" થેન્ક્સ"       
કહીને મહેશે ગ્લાસ લઈ લીધો અને પાણી એકી શ્વાસે ગટગટાવી ગયો અને પછી બંને એ એકબીજા સામે સ્મિત કર્યું. 
અને પોતાના કપ હોઠે માંડ્યા. 
કપ માંડ અડધા ખાલી થયા હશે.
ત્યાં બંનેના હાથ પોત પોતાના ગળા તરફ લંબાયા. 
પ્રશ્નાર્થ ભરી નજરે બંનેએ એકબીજા તરફ જોયુ. 
પહેલા મહેશે થોથવાતી જીભે પૂછ્યું.          
"તો તે પણ?"       
કાંબલેએ જાણે એનો જ પડઘો પાડયો.  
"તો તે પણ?"     
અને બંને એકી સાથે પોતપોતાના સ્થાને ઢળી  પડ્યા....                               

                        *સમાપ્ત*