(આ વાર્તા પૂનરવિવાહ ઉપર આધારિત છે.અને સંપુર્ણ પણે કાલ્પનિક છે.પૂનરવિવાહ કરવા એ કોઈ અપરાધ નથી. લેખક નું તો એમ માનવું છે કે. સ્ત્રી અથવા પુરુષને જીવનસાથીની જરૂર જુવાનીમા હોય છે એના કરતા પણ વધુ બુઢ્ઢાપામાં હોય છે) ................ ............. નયના બેને. પાણી પીને ગ્લાસ મટકાના બુઝારા ઉપર મુક્યો.સહસા તેમની નજર સોસાયટી ના ગેટ ઉપર પડી.અને એમનું હૃદય એક ધબકારો ચુકી ગયું. એમની પુત્ર વધુ સ્મૃતિ.રીક્ષા માંથી ઉતરીને.રીક્ષામાં બેસેલા કોઈ યુવાનને. ફ્લાઈંગ કિસ આપીને બાય બાય કરી રહી હતી. નયના ક્રોધથી કંપવા લાગી. આ લક્ષણ મારી વહુના.? ઘરમાં પગ મૂકે એટલી વાર છે. બરાબરની ખબર લવ છું એની. કેવા સોનેરી દિવસો હતા એ.નયના બેન ભુતકાળમાં સરી પડ્યા.અને અઢી વર્ષ પહેલાં એમના જીવનમાં ભજવાયેલું એ દ્રષ્ય ફરીવાર જાણે એમની નજર સમક્ષ તરી આવ્યું. "મમ્મી. શુ તું મારા પ્રમોશન થી ખુશ નથી.?"ધીરેને નારાજગી ભર્યા સ્વરે પુછેલું. "અરે. આ તું શું બોલે છે.દીકરાની તરક્કી થી કઈ માં ખુશ ના હોય.?" "તો તું અમારી સાથે ફરવા આવવાની કેમ ના પાડે છો.?" જવાબમાં નયનાએ હસી પડતા કહ્યું. "અરે ગાંડા.તારા હજી તો નવા નવા લગન થયા છે. તમો વરઘોડિયા સાથે હું આવું એ કંઈ સારું લાગે.?" "એ હું કંઈ ના જાણું.તારે અમારી સાથે આવવું જ પડશે." ધીરેને પોતાની જીદ પકડી રાખી. પણ નયના પણ મક્કમ હતી.હવે ધીરેનને ઠપકો આપતા બોલી. "ગાંડા ન કાઢ.આ તમારી હનીમૂન ટ્રીપ કહેવાય."અને પછી નાના બાળકને ફોસલાવતા હોય એમ બોલ્યા. "બીજી વાર હું તમારી સાથે ચોક્કસ આવીશ હો." અને પછી ધીરેન અને સ્મૃતિ.કંપની એ આપેલી પ્રમોશન ટ્રીપ ઉપર કુલું મનાલી ઉપડી ગ્યા.અને એમના ગયાના ત્રીજા જ દિવસે ધીરેનના અકસ્માતે થયેલા મૃત્યુના સમાચાર આવ્યા. નયના અને સ્મૃતિ ઉપર જાણે આભ તૂટી પડ્યું. ધીરે ધીરે સમય વહેતો ગયો. નયનાને પોતાના કરતા સ્મૃતિની ચિંતા વધુ સતાવતી હતી. એ જાણતી હતી કે સ્મૃતિ ની સામે આખી જિંદગી પડી છે. નયનાને ફિકર હતી સ્મૃતિના ભવિષ્ય ની.ધીરેનના મૃત્યુના છ મહિના વીતી ગયા પછી.એક દિવસ નયનાએ.વહુ સ્મૃતિને પાસે બેસાડીને કહેલું. "બેટા. તું હજુ નાનું બાળ છો.તારે હજી આખો જનમારો કાઢવાનો છે.તું કેતી હો તો. તારા માટે કોઈ સારું પાત્ર શોધું.?" પોતાના સાસુની વાત સાંભળીને સ્મૃતિ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગેલી.
"મમ્મી. હું ધીરેનને આ જનમ માં ભુલી શકું એમ નથી. પ્લીઝ.આ વાત ફરી ક્યારેય ન ઉચ્ચારતા આપણે સાથે મળીને. આ જીવન ગુજારશું. તમે મારો સહારો બનજો. હું તમારો સહારો બનીશ." નયનાને અઢી વર્ષ પહેલાં ના સ્મૃતિના એ શબ્દો યાદ આવી ગયા.ડોરબેલ વાગતા જ નયનાએ દરવાજો ખોલ્યો.સ્મૃતિ ઘરમાં દાખલ થઈ અને સોફા ઉપર બેસી.ઘડીક પેહલા જે ક્રોધનો દાવાનળ નયનાના હર્દય માં.સળગી ઉઠ્યો હતો.એ સ્મૃતિના માસુમ ચેહરાને જોઈને શાંત પડી ગ્યો. એમને વાસ્તવિકતા નું ભાન થયું.ફક્ત ત્રેવીસ વર્ષની છે આ છોકરી.લગ્નના બેજ વર્ષમાં. રોડ એક્સિડેન્ટ માં.ધીરેન મૃત્યુ પામ્યો.અને એ વિધવા થઈ.ભર વંસતે એની જિંદગી પાનખર જેવી ઉદાસ અને બેરંગ બની ગઈ હતી. ધીરેનના મૃત્યુના છ મહિના બાદ. પોતે સ્મૃતિને સમજાવેલી.કે એ બીજા લગ્ન કરી લે.પણ ત્યારે એ તૈયાર ન હતી.આ વાત ને અઢી વર્ષ વીતી ચુક્યા હતા.અને આજે.એના જીવનમાં કોઈનું આગમન થયું છે.તો પોતે શા માટે એનાથી નારાજ થાય? શા માટે પોતે એના પ્રેમ ને ખુશીથી વધાવી ન લે?.સ્મૃતિને મારે સાસુ નહીં. પણ માં બનીને સમજવી જોઈએ.સ્મૃતિ માટે એ પાણીનો ગ્લાસ લઈ આવ્યા.
"લે બેટા. પાણી પી." "અરે મમ્મી હું લઈ લેત ને." નયના સ્મૃતિની બાજુમાં બેઠી.સ્મૃતિના બન્ને હાથ પોતાના હાથમાં લઈને. એણે હળવાશથી. ઘણા જ પ્રેમથી પુછ્યુ. "કોણ હતો તારી સાથે રીક્ષામાં બેટા?." આશ્ચર્ય થી અવાક થઈ ગઈ સ્મૃતિ.એની છાતીના ધબકારા વેગ થી ધબકવા લાગ્યા.ચોરી કરતા ચોર રંગે હાથે પકડાય જાય.પછી જે હાલત ચોરની હોય. એવી જ સ્થિતિ અત્યારે સ્મૃતિની હતી.નયનાએ ગભરાઈ ગયેલી વહુના માથે હાથ પસરાવતા પ્રેમાળ સ્વરે કહ્યું "ડર નહીં બેટા. હું તારી સાથે છું.પુનલગ્ન એ કંઈ અપરાધ નથી. કોઈ પાપ પણ નથી. એ તારો અધિકાર છે. અને હું પોતે. તારી સાસુ નહીં પણ તારી માં થઈ ને તારા લગ્ન કરાવીશ.બોલ બેટા. કોણ છે એ.?" જવાબમાં સ્મૃતિ નયનાને બાઝી પડી. એનું હૈયું ભરાય આવ્યું. અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. રડતી સ્મૃતિના વાસાને નયના પ્રેમથી પસરાવવા લાગી.સ્મૃતિ થોડીવારે સ્વસ્થ થઈ.પોતાની આંખોના આશુઓને એણે લુછયા.પછી એણે નયનાને કહ્યું.
"એ તમારા ફ્રેન્ડ. રાધિકા માસી નો દીકરો આલોક છે.બે મહિના પહેલા એણે મને પ્રપોઝ કરેલું.પણ ત્યારે મેં એને ના પાડેલી.પણ મમ્મી.પછી હું કયારે એના તરફ ખેંચાઈ ગઈ એનું મને ભાન જ ના રહ્યું." રડમસ સ્વરે સ્મૃતિ બોલી. "આ તો બહું સારી વાત છે.આલોક જેવો છોકરો મને જમાઈના રૂપે મળતો હોય તો બીજું જોવે શુ?હુ આજે જ રાધિકા ને મળું છુ." નયનાએ ખુશ થતા કહ્યું.
રાધિકાના ઘરે પોહચતા જ નયનાબેન તાડુક્યા.
"રાધિકા.એય રાધિકા.ક્યાં છે આલોક. એને હમણાં ને હમણાં મારી સામે હાજર કર." નયનાનો મિજાજ જોતા રાધિકા ગભરાઈ ગઈ.
"શુ. શુ થયું નયના?."
"પહેલા મારી સામે આલોકને હાજર કર." નયનાએ ક્રોધથી ડોળા તગતગાવતા પોતાની વાતને દોહરાવી. વિફરેલી સ્ત્રીનો એણે આબાદ અભિનય કર્યો. રાધિકાએ બાજુના ઓરડામાં બેસેલા આલોક પાસે જઈને ઉચાટ ભર્યા સ્વરે પુછયુ. "આલોક. શુ કર્યું છે તે? માસી કેમ તારા ઉપર ચિડાયેલા છે.?" આલોકને સમજતા વાર ના લાગી કે માસી મારા અને સ્મૃતિ વિશે જાણી ગયા લાગે છે.એ હાથ જોડી. ગરદન ઝુકાવી.નયનાની સમક્ષ ઉભો રહ્યો. "કોઈના ઘરની વહુને. પોતાની પ્રેમ જાળમાં ફસાવતા તને શરમ ન આવી.?" નયનાના વાકબાણથી ઘવાયેલા આલોકને.ખરેખર ઘણી શરમ આવી.ધરતી માર્ગ આપે તો એમાં સમાઈ જવાની ઈચ્છા એને થઈ આવી.અને રાધિકા તો આ સાંભળીને હેબતાય જ ગઈ.એના માન્યામાં આવે એવી આ વાત ક્યાં હતી. "નયના. આ શું બોલે છે તું?"
"એ પુછ તારા આ પરાક્રમી પુત્રને જ.કે શું એ સ્મૃતિને પ્રેમ નથી કરતો?" આલોક રડુ રડુ થઈ ગયો. "હા માસી. હું હું ચાહું છું સ્મૃતિને." એ માંડ માંડ બોલ્યો. "આ મને નહી. તારી માને કહે આલોક. કે તું અને સ્મૃતિ એક બીજાને ચાહો છો.અને તમે બન્ને એક બીજાને પરણવા માંગો છો.એ અગર પરમિશન આપે તો હું મારી વહુને એની વહુ બનાવવા તૈયાર છુ." આલોક ગભરાતા ગભરાતા એની મમ્મીના પગમાં જ બેસી ગયો.
"પ્લીઝ. મમ્મી."
"પણ સમાજ શુ કહેશે આલોક.?" રાધિકાએ પોતાનો ભય વ્યક્ત કર્યો.ત્યારે નયનાએ એને સમજાવતા કહ્યું.
"જુનવાણી ના બન રાધિકા.આપણે સમાજને નહીં. આપણા છોકરાવને ખુશ રાખવાના છે.તને સ્મૃતિ જેવી બીજી વહુ નહીં મળે. અને મને આલોક જેવો દીકરો."નયનાનું વાક્ય પુરુ થતા જ રાધિકા કિચનમાં ચાલી ગઈ.અને પ્લેટમાં સાકર લઈને આવી. "લે ત્યારે નયના. મોઢું મીઠું કર." "એમ સાકરથી હોય કાય?"એમ કહી ને નયનાએ થેલી માંથી કાજુ કતરી નું બોક્સ કાઢ્યું. ને રાધિકાને અંબાવતા બોલી. ".લે આનાથી મોં. મીઠા કરીયે."રાધિકાએ હસતા હસતા નયના ના હાથમાંથી બોક્સ લેતા કહ્યું. "તો તને ખાતરી હતી કે હું ના નહીં પાડુ." "હા. બિલકુલ મને વિશ્વાસ હતો કે મારી બહેનપણીએ મારા સારા કામોમાં હંમેશા મને સાથ આપ્યો છે અને હંમેશા આપશે."
સમાપ્ત