પ્રેમ બોલે છે. Esha Hajola દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ બોલે છે.

એવું નથી કે તારી યાદ નથી આવતી…

સાચું કહું તો, રોજ આવે છે યાર.

પણ હવે અંદરથી એક અવાજ આવે છે

“બસ, હવે મૂકી દે… ક્યાં સુધી રાહ જોઈશ?”

નક્કી કરું છું કે તને ભૂલી જાઉં, આ બધામાંથી બહાર આવી જાઉં…

પણ પછી બીજા જ દિવસે ફરી તારી યાદ આવી જાય,

અને હું ફરી એ જ જગ્યાએ ઉભી રહી જાઉં ક્યારેક લાગે છે,

આ રીતે આખી જિંદગી તને યાદ કરતી રહીશ

અને તને ભૂલવાની રાહ જ જોતી રહીશ.

ખબર નથી, ક્યારે બહાર આવીશ આ બધામાંથી…

પણ જ્યારે પણ બહાર આવીશ ને,

ત્યારે કદાચ દુનિયા મારા માટે નવી હશે નવી શરૂઆત, નવી જિંદગી…

પણ એ દુનિયામાં તું ક્યાંય નહીં હોય સાવ ભુલાવી દઈશ

બસ, હવે એ દિવસની રાહ જોઈ રહી છું...

તું થોડા સમય માટે આવીયો

મને યાદોના બંધનમાં બાંધી

અને પછી ચાલી ગયો સાચું કહું તો,

તારું આ રીતે આવવું અને જતું રહેવું

મને જરાય પોસાયું નથી.❤️‍🩹

કેટલીક વાતો એવી હોય છે ને, જેને શબ્દોમાં કહેવી બહુ મુશ્કેલ હોય છે… છતાં આજે મન થયું કે બધું કહી દઉં. પણ ક્યાંથી શરૂ કરું અને ક્યાં ખતમ કરું, એ જ સમજાતું નથી.

અને જ્યારે પણ કંઈક કહેવાની કોશિશ કરું, ત્યારે મારી આંખો પહેલા જ સાબિત કરી દે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું… એ આંખો આંસુ ના રૂપ મા તારા પ્રત્યે નો પ્રેમ પ્રગટ કરે છે

પણ હવે આ આંખોને શું ખબર કે જો મારી લાગણીઓની આટલી કદર હોત, તો આજે આ બધું કહેવાનું મતલબ ના હોત. કોઈ દિવસ મારી લાગણીઓ રડીને સાબિત પણ ન કરવી પડત. 💔

હા આ તારા માટે છે,

જીવનસાથી એટલે જીવનના સુખ-દુઃખમાં હંમેશા સાથે ઊભો રહેતો સાથી. જીવન માત્ર સુંદર દેખાવથી નહીં, પરંતુ સારા સંસ્કાર, જ્ઞાન, સમજણ અને વિશ્વાસથી સુંદર બને છે. ફૂલ સુંદર હોય છે, તેની સુગંધ સૌને આકર્ષે છે, પરંતુ એક દિવસ તે કરમાઈ જાય છે. જ્યારે સારા સંસ્કાર, પ્રેમ અને સમજણ જીવનભર સાથે રહે છે. તેથી માત્ર બાહ્ય સુંદરતા નહીં, પરંતુ સારા વિચારો અને સારા સ્વભાવને જીવનસાથી પસંદ કરવાનો આધાર બનાવવો જોઈએ. અને મે એ આધાર તારા મા જોયો છે સાચો જીવનસાથી એ છે, જે દરેક પરિસ્થિતિમાં હાથ પકડીને સાથે ચાલે અને તારા પાસે એ સાથ મે અનુભવ કરીયો છે અને જીવનને ખુશીઓથી ભરી છે 

કોઈ પૂછે કે પ્રેમ એટલે શું! તો કહી દેજે કે તેને જોયા પછી બીજા ને જોવાનું મન ના થાય એ પ્રેમ.

એવું નથી કે તારા પહેલાં કોઈ ગમ્યું નથી, ગમ્યાં પણ એ લોકોને જોઈને જે દિલમાં લાગણી ના આવી, એ તને જોઈને આવી. આમ તને જોઈને મન અને દિલમાં એક જ વાત આવી ગઈ કે ચાલ લગન કરી લઈ હવે. ભાવ લખાતા નથી આવડતા મને, પણ બસ એટલું કહીશ કે હવે તું મળી જાય તો જીવન ની સફર સાથે મળીને સંપૂર્ણ કરીએ.

દુખો આવ્યા તો શું થયું, હિંમત હજી જીવંત છે,

થાક્યા પગલાં છતાં પણ દિલમાં હજી જોશ ભરેલો છે.

અંધકાર કેટલો પણ હોય, એક દિવસ તો હારશે,

જે હિંમતથી લડે છે જીવનમાં, એ જ સાચે જીતશે.

હું પોતે ઈશા બોલું છું અને તમને સાંભળવું છું

Esha Hajola


નાની સાયરી

તારી સાથે વાત કરું ત્યારે સમય ક્યાં પસાર થઈ જાય છે, ખબર જ નથી પડતી. તારી એક સ્માઈલ મારા દિવસને ખાસ બનાવી દે છે. તું પાસે હોય કે દૂર, મારા વિચારોમાં હંમેશાં તું જ રહે છે. પ્રેમ એટલે માત્ર સાથે રહેવું નહીં, પણ દૂર રહીને પણ એકબીજાને દિલથી અનુભવવું. ❤️.