સરકારી પ્રેમ - ભાગ 62 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 62

નવનીત પણ વિચાર કરવા લાગ્યો કે શું થઈ રહ્યું હતું? અચાનક જ તેને રોનક શ્રીવાસ્તવ ની યાદ આવી પણ એ તો આજે જ દિલ્હી બદલી લઈને જતો રહ્યો છે. અમિત પારેખ પણ‌ બીજા વિભાગમાં બદલી લઈને જતો રહ્યો હતો.

"શું વિચાર આવ્યો?" પ્રીતમ સિંહ પુછે છે.

"બસ આ રમતને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. રોનક શ્રીવાસ્તવ અને તેનો સચિવ પણ ચુંટણી સમયે જ અંહીથી બદલી લઈને જતા રહ્યા." નવનીત કહે છે.

"સર આપણી ઓફીસ ની બહાર લોકોની ભીડ ઉમટી રહી છે. શું થયું?" પ્રીતમ સિંહ પુછે છે.

નવનીત બહાર જોવે છે તો પચાસ થી સો લોકોનું ટોળું નવનીત ના નામના સાઈન બોર્ડ ની સાથે ભષ્ટ્રાચાર ના આરોપ લગાડી "નવનીત હાય હાય.." એમ બૂમો પાડી રહ્યા હતા.

એમ.એલ.એ પોતાના પ્લાન પ્રમાણે નવનીત ની ઓફીસ ની બહાર જ મીડિયા ને પણ બોલાવી ચુક્યો હતો. રોષે ભરાયેલા લોકો નવનીત ને મળવા માટે માંગી રહ્યા હતા.
પ્રીતમ સિંહ નવનીત ને સામે જોવે છે તો નવનીત ભુતકાળમાં સરી પડે છે.

ત્રણ મહિના પહેલા 
નવનીત, રોનક શ્રીવાસ્તવ અને એમ.એલ.એ ત્રણેય વચ્ચે દારૂની મિત્રતા સારી એવી થઈ ગઈ હતી.રોનક શ્રીવાસ્તવ એક રાત્રે નવનીત ને પોતાના ઘરે બોલાવી એક પ્લાન સમજાવે છે.

" જો નવનીત હવે તું આપણા ખાસ મિત્ર જેમ જ છે. આખી જીંદગી સરકારી નોકરી કરીને જે પૈસા કમાઈશ એ કરતા એક જ વારમાં કંઈક મોટું કરી શકીએ તો?"

"એટલે હું કંઈ સમજ્યો નહીં. " નવનીત કહે છે.

"આપણી પર એમ.એલ.એ સાહેબ નો હાથ છે. તારે બસ હું કહું એમ જ કરવાનું છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"મારે શું કરવાનું છે?" નવનીત પુછે છે.

"સિરોહી જેમ તને ખબર જ છે કે ખાણ વિસ્તાર માટે ખુબ પ્રખ્યાત છે. અંહી ઘણા બધા ખાણ મજુરો દેશના અલગ અલગ રાજ્યોમાં થી આવે છે. દરેક વ્યક્તિને પોતાના ઘરનું સપનું તો હોય જ છે.

સિરોહી ના બહાર ના વિસ્તારમાં ખાણ ક્ષેત્ર નજીક જ કેન્દ્ર સરકાર ની માલિકી ની જમીનનો એક મોટો ટુકડો છે. કલેકટર તરીકે મને આ વિષે માહિતી છે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

"મારે શું કરવાનું?" નવનીત પુછે છે.

"હું આ સરકારી જમીનને કેન્દ્ર સરકાર તરફથી ખાણ મજુરો ની વસાહત માટે આપવામાં આવી છે એ વાત આ મજુરો વચ્ચે ફેલાવી દઈશ. એ બધા ઓછા ભાવે રહેવા લાયક પોતાનું ઘર મળી જશે એ લાલચમાં આપણે જે કહીશું એ ભાવ આપવા તૈયાર હશે.

પછી આપણે એ પૈસા લઈને થોડું ઘણું બાંધકામ પણ કરવાનું. થોડા સમય પછી સરકારે આ જમીન બીજી કોઈ યોજના હેઠળ આપી દીધી છે એમ સમજાવી વાત વાળી લેવાની. " રોનક શ્રીવાસ્તવ સમજાવે છે.

" પણ આ તો ખોટું કહેવાય ને? આપણે કેટલા બધા લોકોને દગો આપશું." નવનીત કહે છે.

" જો સમાજસેવા જ કરવી હતી તો સાધુ સંત બનવું જોઈએ. આ તો આપણા ત્રણેય નો ફાયદો અને સરખો ભાગ. કોઈને વર્ષો સુધી ખબર પણ નહીં પડે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

નવનીત થોડો વિચાર કરે છે પણ એને રિતેશ દેખાય છે અને ખબર નહીં કેમ પણ એ આ માટે તૈયાર થઈ જાય છે. 
એ પ્લાન પ્રમાણે જ રોનક શ્રીવાસ્તવ ખાણ ના મજુરો ને કેન્દ્ર સરકાર ની વસાહત યોજના માટે માહિતી આપે છે અને નવનીત પાસે તેમને મોકલી આ યોજના ની વિશ્વસનીયતા વિષે પણ ખાતરી આપી દે છે.

નવનીત ની ઓફીસ 
"સર ક્યાં ખોવાઈ ગયા?" પ્રીતમ સિંહ પુછે છે.
"મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એમ.એલ.એ પણ મારી સાથે સંડોવાયેલા છે. રોનક શ્રીવાસ્તવ પણ સંડોવાયેલો છે. " નવનીત કહે છે.

"પણ તમારી પાસે કોઈ પુરાવા છે?" પ્રીતમ સિંહ પુછે છે.

" એ છે પણ અને નથી પણ. પણ હા હમણાં તો હું ફસાઈ ગયો છું." નવનીત કહે છે.

મીડિયા બહાર લોકોની ભીડ વચ્ચે સવાલો કરી રહી હતી. 

" આપ સૌ નવનીત પર ક્યા આક્ષેપ લગાવી રહ્યા છો?" " શું નવનીત જ તમને લોભામણી જાહેરાતો આપી સરકારી જમીન પર ઘર બનાવી આપવાનું વચન આપી ફરી ગયો?" 

આ તરફ મહેચ્છાએ હજી તો પહેલા જ દિવસે પોતાની નવી જવાબદારી લઈને કામ શરૂ કર્યું ત્યારે જ એમ.એલ.એ સાહેબ ફોન કરે છે.

" મહેચ્છા ખુબ ખુબ અભિનંદન!! આપનું સિરોહી ના કલેકટરશ્રી તરીકે સ્વાગત છે. પણ આજથી જ તમને તકલીફ શરૂ થઈ ગઈ છે." 

" શું થયું સર. જરા ઓફીસ ની બહાર જોવો.આપના પતિએ ભલા ભોળા મજુરો ને હેરાન કરી તેમના પૈસા લૂંટી ખોટા વચનો આપી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે."એમ.એલ.એ સાહેબ કહે છે.

"શું વાત કરો છો? એ શક્ય જ નથી. આ બધી તમારી રાજનીતિ છે." મહેચ્છા ફોન મુકી દે છે.

મહેચ્છા તરત જ નવનીત ને ફોન કરે છે તો નવનીત ગભરાઈ જાય છે. નવનીતે આવી કોઈ પરિસ્થિતિ વિષે સપનામાં પણ વિચાર્યું ન હતું. નવનીત એમ.એલ.એ નો શિકાર કરવા માંગતો હતો પણ એ પોતે જ શિકાર બની ગયો હતો.

" નવનીત આ બધું શું છે?" મહેચ્છા પુછે છે.

" આ એમ.એલ.એ મને ફસાવવા માંગે છે. હું તેના પક્ષ વિરુદ્ધ ગેરરીતિઓ ની રિપોર્ટ કેન્દ્ર સરકારને આપી આવ્યો હતો એ માટે એ બદલો લે છે." નવનીત કહે છે.

"શું આમાં તું સંડોવાયેલો છે?" મહેચ્છા કડક શબ્દોમાં પુછે છે.

"એ તો હું.." નવનીત ફસાઈ જાય છે.

"શું?" મહેચ્છા પુછે છે.

" હા કે ના ?" મહેચ્છા ફરી પુછે છે.

"હા હું સંડોવાયેલો છું. પણ..." નવનીત કંઈ બોલી શકે એ પહેલાં જ મહેચ્છા ફોન કાપી દે છે. 

મહેચ્છા પોતાના સ્ટાફ ને જણાવી બહાર અવાજ કરતાં ટોળાની અંદરથી કોઈ પણ બે વ્યક્તિઓ ને મળવા માટે બોલાવે છે.
મહેચ્છા સામે આવી બે જણા ખુબ આક્રોશથી જોવે છે.મહેચ્છા તેમને બેસવા માટે જણાવે છે. મહેચ્છા ની આંખો શિસ્તથી ભરેલી હતી. 

"કલેકટર મેડમ આપનું ખુબ સારું નામ છે. આપ જ અમે ગરીબ મજૂરો ને ન્યાય અપાવી શકો છો. " બન્ને જણ કહે છે.

" શું થયું?" મહેચ્છા પુછે છે.

" અમારી ખાણ પાસેની  સરકારી જમીન પર સસ્તા ભાવે પોતાનું ઘર સરકાર બનાવી આપશે એમ કહી નવનીત સરે અમારી પાસેથી ત્રણ કરોડ જેવી માતબર રકમ ભેગી કરી છે. 

પણ હમણાં જ સમાચારો પ્રાપ્ત થયા છે કે આ બધું જ કૌભાંડ હતું. સરકારની આવી કોઈ યોજના જ ન હતી. અમે ગરીબ લોકો ક્યાં જઈએ?" બન્ને રડવા લાગ્યા.

"ઠીક છે. સૌથી પહેલાં તો કાયદા મુજબ આપ સૌ પોલીસ કેસ દાખલ કરો. પછી કોર્ટમાં કેસ ચાલશે અને તેના આદેશ પ્રમાણે જ હું કામ કરી શકું." મહેચ્છા લાગણીઓ પર કાબૂ મેળવી કહે છે.

"તમે અમારી મદદ કરશો‌ ને? આપ ડેપ્યુટી કલેકટર તરીકે ખુબ સરસ કામ કરી રહ્યા હતા. પણ હવે તમારા જ પતિ સામે એક્શન લેશો?" એક વ્યક્તિ પુછે છે.

"હું અંહી સિરોહી ની કલેકટર છું.નવનીત ની પત્ની હું ઘરમાં છું." મહેચ્છા કહે છે.