"બસ હમણાં જ નીકળી જાઉં છું." નવનીત કહે છે.
આખા રસ્તે એક તરફ નવનીત મહેચ્છા ની જિલ્લા કલેકટર તરીકે ની નિમણુંક થી ખુબ ખુશ હતો અને બીજી તરફ સિરોહી ના કામકાજમાં તેને મહેચ્છા નો સામનો કરવો પડશે એમ વિચાર કરી દુ:ખી હતો.
નવનીત ઘરમાં પહોંચી જાય છે તો મહેચ્છા પણ નવનીત નું સ્વાગત કરવા માટે તૈયાર હતી. નવનીત જેમ જ મુખ્ય દરવાજો ખોલે છે તો ડાઈનીગ ટેબલ પર જાતજાતની ખાવાની વસ્તુઓ જોઈ હતપ્રભ બની જાય છે.
એક તરફ પાઉંભાજી તો એક તરફ કેક અને ઠંડા પીણા. વળી ખુરશીઓ પર સજાવટ કરી હતી. મહેચ્છા પણ આકર્ષક લાગતી હતી.
"જા ફટાફટ તૈયાર થઈ જાવ. પછી હું ભાજી ગરમ કરી પાઉ શેકી લઉ. આપણે સરસ રીતે ખાવું છે."મહેચ્છા કહે છે.
"પણ કોઈ નોકર ને કહી દે ને?" નવનીત પુછે છે.
" આજે બધા ની રજા. ફક્ત આપણે બન્ને જ છીએ." મહેચ્છા કહે છે.
"આજે તું ખુબ ખુશ લાગી રહી છે. શું થયું છે?" નવનીત પુછે છે.
"તમને ખબર તો છે કે કાલે જ મારો ઓર્ડર આવવાનો છે. પહેલીવાર જ હું સિરોહી ની કલેકટર બનીશ. એટલે ખુબ ખુશ થઈ આજે પાઉં ભાજી ખાવાનો પ્લાન કર્યો છે." મહેચ્છા કહે છે.
" સરસ. હું તૈયાર થઈ જાઉં." નવનીત કહે છે.
નવનીત ના ચહેરા પર મહેચ્છા જેવી તેજસ્વીતા ન હતી. નવનીત કદાચ ભવિષ્યમાં આવનાર આફત વિષે સમજી ચુક્યો હતો.એ નાહી ધોઈને પછી ડીનર કરવા બેસી જાય છે.
મહેચ્છા આજે ખરેખર દિલથી રસોઈ બનાવી હતી. નવનીત અને મહેચ્છા પોતાની પ્રથમ મુલાકાત ની વાતો યાદ કરીને ખુબ ખુશ થાય છે. મહેચ્છા પણ બીજા દિવસે કલેકટર તરીકે ઓફીસ પહોંચી ત્યારે બધા સ્ટાફે અભિવાદન કર્યું. રોનક શ્રીવાસ્તવ પોતે મહેચ્છા ને પોતાની ઓફીસમાં બોલાવી ચાર્જ લેવા માટે આમંત્રણ આપે છે.
મહેચ્છા પણ માની જાય છે. મહેચ્છા કોમ્પ્યુટર પર પોતાની નિમણૂંક માટે જે જરૂરી ફોર્મ ભરવાના હતા એ ભરી લે છે.આ તરફ નવનીત હવે મુખ્ય નાણાં સચિવ નો જવાબ આવવાની રાહ જોવે છે.
નવનીત પોતાની ઓફીસમાં જ અકળામણનો અનુભવ કરી રહ્યો હતો. પોતાની મહેનતથી બનાવેલી રિપોર્ટ તેણે મુખ્ય નાણાં સચિવને મોકલી હતી પણ હજી સુધી કોઈ જવાબ આવ્યો ન હતો.
પ્રીતમ સિંહ અચાનક જ નવનીત ને શુભેચ્છાઓ આપે છે તો નવનીત કંઈ સમજી નથી શકતો.
"શું થયું?" નવનીત પુછે છે.
"સર તમારી પત્ની કલેકટર બની ગઈ છે. એટલે જ શુભેચ્છાઓ આપી રહ્યો છું." પ્રીતમ સિંહ કહે છે.
"ઓ કે." નવનીત કહે છે.
"સર તમે ખુબ ચિંતા માં લાગો છો?" પ્રીતમ સિંહ પુછે છે.
"આ બધી રાજકીય રમતો નો વિચાર કરી રહ્યો છું. રાજસ્થાન રાજ્યમાં કઈ સરકાર આવશે?" નવનીત આડકતરી રીતે પુછે છે.
"સર આ એક મહિના માટે આપ ખુબ શાંતિ થી સમય પસાર કરો. પોતાની મહેનતથી બનાવેલી રિપોર્ટ પણ સાચવી રાખો. " પ્રીતમ સિંહ કહે છે.
" તમે આ રિપોર્ટ વિષે કેવી રીતે જાણો?" નવનીત હતપ્રભ બની જાય છે.
"સર આપ કેવી વાત કરો છો? હું આ રેવન્યુ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી રાજસ્થાન રાજ્ય ને જોઈ રહ્યો છું. આપને જે પણ મુખ્ય નાણાં સચિવ ના ફોન આવે છે તે હોટ લાઈન નું સીધું નિયંત્રણ મારી પાસે છે."પ્રીતમ સિંહ કહે છે.
"તમને બધી વાતચીત ખબર છે?" નવનીત હતપ્રભ બની જાય છે.
" તમે જ્યારે સૌથી પહેલી ગેરરીતિ ઉદયપુર ખાતે પકડી હતી એ વિષે મને જાણ ન હતી પણ એ પછી મેં બધી જ માહિતી હોટલાઈન પર નાણાં સચિવ સાથે વાતચીત વખતે લઈ લીધી હતી. નાણાં સચિવ જ તમારી પર નજર રાખવા માટે મને સમજાવી ચુક્યા છે." પ્રીતમ સિંહ ઘટસ્ફોટ કરે છે.
"આ તો ખોટું છે. " નવનીત હકીકત જાણી હતપ્રભ બની જાય છે.
"હું એટલે જ તમને કહેતો હતો કે મને માહિતી આપતા રહેજો. પણ તમે પોતાની જાતને આ વ્યવસ્થા થી ઊંચા સમજી રહ્યા છો." પ્રીતમ સિંહ કહે છે.
"મેં જે રિપોર્ટ મોકલ્યા છે એ?" નવનીત પુછે છે.
"તમને શું લાગે છે કે મુખ્ય નાણાં સચિવ ને દેશના ૩૨ રાજ્યમાં થી રાજસ્થાન પર જ શું કામ અત્યારે ધ્યાન આપવાની જરૂર છે? શું બીજા રાજ્યોમાં નાણાં ની જરૂર નથી?" પ્રીતમ સિંહ પુછે છે.
"એ મારી પાસેથી રાજ્ય સરકાર ની ખોટી ગતિવિધિઓ વિષે માહિતી મેળવવા માંગતા હોય." નવનીત કહે છે.
"તમે હજી નવા નિશાળીયા છો. આ રાજ્યમાં ચુંટણી થવાના આરે જ્યારે છ મહિના નો સમય બાકી હતો ત્યારે જ તમને અંહી નિમણૂંક આપવામાં આવી. તમે એમ.એલ.એ સાથે ઘરોબો કેળવ્યો એ કેન્દ્ર સરકાર ના નાણામંત્રી ને ન ગમ્યું. ગમે તેમ પણ તમે તો કેન્દ્ર સરકાર ના માણસ છો.
એ જ બહાને તમને ગેરરીતિઓ શોધવા માટે પ્રેરિત કરી પછી છ મહિના સુધી તમને એજ કામમાં વ્યસ્ત રાખી રાજ્ય સરકાર વિરુદ્ધ બધા પુરાવા એકઠા કર્યા. હવે આ જ રિપોર્ટ નાણાં સચિવ કેન્દ્ર સરકાર ના નાણામંત્રી ને આપશે." પ્રીતમ સિંહ સમજાવે છે.
"આ બધું શું થયું?" નવનીત હતપ્રભ બની જાય છે.
"હવે કેન્દ્ર સરકાર કે જે એક અલગ રાજકીય પક્ષ ની છે એ રાજય સરકાર સામે આ જ રિપોર્ટ થી ચુંટણી દરમિયાન વિરોધ પક્ષ બની પ્રચાર કરશે. તમારી રિપોર્ટ એ મુખ્ય નાણાં સચિવ માટે રાજસ્થાન ની ચુંટણી જીતવાનું એક સાધન છે." પ્રીતમ સિંહ સમજાવે છે.
"હવે મારું શું થશે?" નવનીત પુછે છે.
" જો સર તમે રાજ્ય સરકાર ના નિશાના પર આવી જ જશો. એટલે બને ત્યાં સુધી હાલ એક મહિના સુધી કોઈ જાતની તપાસ કે ખોટા કામમાં હાથ ન નાખતા. એક મહિના પછી જે સરકાર આવે એ પ્રમાણે આપણે પણ બદલી જવાનું." પ્રીતમ સિંહ સમજાવે છે.
"આ તો ખોટું છે ને? આમ તો આ દેશ કેવી રીતે આગળ વધી શકે?" નવનીત પુછે છે.
ત્યારે જ પ્રીતમ સિંહ ટી.વી આંગળી ચીંધીને નવનીત ને બતાવે છે.ન્યુઝ આવી રહ્યા હતા.
" રાજસ્થાન ની ચુંટણી માં આજે વિરોધ પક્ષે રાજ્ય સરકાર પર રાજ્યના અલગ અલગ શહેરોમાં નાણાકીય ગેરરીતિઓ આચરી કેન્દ્ર સરકાર ને ૨૦૦ કરોડની ખોટ કરી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
રાજ્ય ના બાહોશ રેવન્યુ અધિકારી નવનીતજી ની ધમાકેદાર રિપોર્ટથી રાજ્ય સરકાર આ ચુંટણીમાં ભારે મુશ્કેલીનો સામનો કરી શકે છે."
હજી તો આ સમાચાર પુરા પણ થયા ન હતા કે નવનીત પર એમ.એલ.એ સાહેબ નો ફોન આવી જાય છે.
"નવનીત આ તે શું કર્યું? તને અમે પોતાના મહેમાન તરીકે રાખ્યો અને તે આવડી મોટી ગદ્દારી કરી. પણ હવે તે આ રાજ્યનો પ્રેમ જોયો છે."
"પણ હું તો મારી નોકરી જ કરી રહ્યો હતો. આપની સાથે મારે કોઈ જાતની તકલીફ નથી. " નવનીત કહે છે.
"તકલીફો અને મુશ્કેલીઓ તો હવે શરૂ થઈ છે." એમ.એલ.એ ફોન કાપી દે છે.
"રિતેશ પણ આમ જ ફસાઈ ગયો હતો. આ દેશમાં વ્યવસ્થા જ માણસને ભષ્ટ્રાચાર આચરવા માટે મજબૂર બનાવી દે છે." પ્રીતમ સિંહ કહે છે.