સરકારી પ્રેમ - ભાગ 6 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 6




મધુકર પોતાની જાતથી શકય એટલી નવરાશ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ‌ શું કરી શકાય? એ દિવસે જ ખુબ ભીડ હતી. બે વાગ્યા પછી થોડીવાર કાઉન્ટર બંધ કરી તો મધુકર લંચ કરી શક્યો.

"અરે યાર કેટલું કામ છે? આજે જમવાનું પણ માંડ નસીબ થયું. હજી એજન્ટો તો બાકી જ છે." મધુકર બબડે છે.

"જો મધુકર હવે તું વિચાર કર કે દસ દિવસ સરકાર બાબુના કેવા ગયા હશે?" રસ્તોગી સાહેબ અચાનક જ સાંભળી જાય છે.

"એટલે જ કહ્યું છે કે દબાણ અથવા પ્રેશરને સંભાળતા શીખી જાવ. જેમ જેમ‌ નોકરી કે પરિવારમાં આગળ વધશો‌ તો જવાબદારી કે દબાણ ઓછું થવાની બદલે વધતું જ જશે." રસ્તોગી સાહેબ ઉમેરે છે.

"આ તો લાખ રૂપિયાની વાત કીધી." મધુકર હસી પડે છે.

"જો આપણા એજન્ટને પ્લેટફોર્મ ટીકિટ આપવા બેસાડી દીધો છે. " રસ્તોગી સાહેબ બતાવે છે.

"પણ એ?" મધુકર પુછે છે.

" જો હું એક મેનેજર છું. મારે તારી સાથે જ બીજા કેટલા બધા લોકોને સાચવવું હોય છે. તારે પણ‌ અડધી કલાક મળવી જોઈએ." રસ્તોગી સાહેબ કહે છે.

મધુકર ના દિલમાં રસ્તોગી સાહેબ માટે ઈજ્જત વધી જાય છે. લંચ પછી મધુકર એજન્ટો નું કામ કરે છે તો એજન્ટ પ્લેટફોર્મ ટીકિટ તેમજ નાના મોટા બુકિંગ જોઈ લે છે. આજે મધુકર ને કોણ‌ જાણે કેમ એજન્ટો પર ગુસ્સો નથી આવતો.

આજે તો એજન્ટો‌ પરિવાર ના બેકાર દીકરા ની જેમ જે કયારેક તમારી મદદ કરે એમ મધુકર ની મદદ કરી રહ્યા હતા. મધુકર મોહન ખુબ ખુશ હતો. રાત્રે આઠ વાગ્યા ત્યારે મધુકર ની ભીડ પુરી થઈ ગઈ હતી અને આજે તેને જાણે કોઈ પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હોય એવી ખુશી થઈ હતી.

"હવે ઘરે જવાનું છે. લે તારા વીસ રૂપિયા." રસ્તોગી સાહેબ સમજાવે છે.

"આ પૈસા થી રઘુ ને કંઈક અપાવી દેજો. " મધુકર રઘુને પૈસા પકડાવી દે છે.

"હજી આ માણસ સંસાર ચક્રમાં સ્થાપિત નથી થયો. તું બહુ જ નસીબદાર છે રઘલા.." રસ્તોગી સાહેબ હસે છે.

ઘરમાં પહોંચી મધુકર વિચારી રહ્યો હતો કે તેને ખુબ સાંભળવા મળશે પણ સરિતા ની મમ્મી જયારે ટીફીન આપવા આવી ત્યારે મધુકર ની દશા નું વર્ણન કર્યું હોવાથી સરિતા સમજી ગઈ હતી અને એટલે જ મધુકર ને હવે કોઈ પ્રશ્ન પણ ન પુછાયા હતા. પણ મધુકર રાત્રે પણ બે કલાક મહેચ્છા નું ધ્યાન રાખવા જાગ્યો હતો.

ચાર વર્ષ પછી 
આમ જ જીવન જીવવાની કળા વિકસાવી મહેચ્છા હવે ચાર વર્ષની થવા આવી હતી. આ સમય દરમ્યાન મધુકર મોહન દિલ્હીમાં જ બીજા રેલ્વે સ્ટેશન પર બદલી પામે છે. સરિતા અને મહેચ્છા પણ તેમની સાથે જ નજીક ક્વાર્ટરમાં રહે છે.

આ ચાર વર્ષના સમયગાળામાં મધુકર મોહન એ વાતનું વિશેષ ધ્યાન રાખે છે કે મહેચ્છા ના બાળ મગજમાં કોઈ જાતની ખોટી માહિતી કે માન્યતાઓ ઘર ન કરી શકે. એ બીજી બધી છોકરીઓ સાથે રમે અને મોટી થાય પણ ખોટું ન શીખે. સરિતા પણ મધુકર ની ઈચ્છા જાણતી હોવાથી મહેચ્છા ને હમેશાં જ પ્રોત્સાહન આપતી.

આજે મહેચ્છા માટે શાળામાં પ્રવેશ કરવા માટે મધુકર મોહન, સરિતા અને મહેચ્છા બે ત્રણ જુદી જુદી શાળાઓમાં જવાના હતા.

સૌ પ્રથમ તો મધુકર મોહન દિલ્હીમાં એ વખતની મોંઘીદાટ પ્રાઈવેટ શાળામાં મહેચ્છા ના એડમિશન માટે પહોંચી જાય છે. શાળાની બહાર જ એમ્બેસેડર અને ફિયાટ જેવી એ જમાનાની મોંઘી ગણાય તેવી કારો પાર્ક કરેલી હતી.

મધુકર મોહન અને ‌સરિતા તો શાળા ની પ્રોપર્ટી અને જાજરમાન બિલ્ડિંગ જ જોઈને ખુશ થઈ જાય છે. મહેચ્છા ને ઝુલા અને લપસણી ગમે છે. ફોર્મ ભરી દીધા પછી મહેચ્છા પહેલા જ મધુકર મોહન અને સરિતા ને ઈન્ટરવ્યુ માટે બોલાવાય છે.

બન્ને જણ ને સામાજિક અને રાજનૈતિક પ્રશ્ન પુછાય છે તો એ તો સારી રીતે જવાબ અપાય છે પણ‌ જેમ જ આર્થિક પરિસ્થિતિ વિષે પુછવામાં આવે છે તો મધુકર મોહન સમજી જાય છે કે આ શાળામાં મેળ નહીં પડે. 

જો બાળક ને માપવા કરતા માતા પિતા ની આર્થિક પરિસ્થિતિ માપવામાં આવે તો એ શાળા નહીં પણ શિક્ષણ નો બિઝનેસ છે. મધુકર મોહન અને સરિતા હવે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે જાય છે.

સરકારી શાળામાં તો મહેચ્છા ને કોઈ જાતના પ્રશ્ન પુછ્યા વગર જ પ્રવેશ આપવા માટે પરવાનગી આપી દેવાય છે. પણ ન તો શિક્ષકો માં કોઈ જાતની ભલીવાર હતી કે ન તો તેમણે વિધાર્થીઓ ની હાજરી કે પ્રગતિ ની કોઈ ચિંતા‌ હતી. મધુકર મોહન સમજે છે કે બાળકને મુળભુત એટલે કે પાયા નું શિક્ષણ જ જો કાચું મળશે તો એ આગળ જતાં કંઈ ન કરી શકે.

જો તમારો પાયો જ મજબૂત ન હોય તો બિલ્ડિંગ મજબૂત કેમ બની શકે? એ જ વિચાર થી હવે મધુકર સરિતા સાથે રેલ્વે ની જ સેન્ટ્રલ બોર્ડ શાળામાં જાય છે. અંહી રેલ્વે ના કર્મચારી હોવાથી તેમને પ્રવેશ મેળવવો અઘરો ન હતો.

વળી કેન્દ્રીય બોર્ડ હોવાથી શિક્ષકો સારી ગુણવત્તા ધરાવતા હતા. તેમણે સૌથી પહેલાં મહેચ્છા ને એ.બી.સી.ડી તેમજ જુદા જુદા રંગોના નામ પુછ્યા.મહેચ્છા બધું જ જાણતી હોવાથી સાવ આસાનીથી પરિક્ષા પાસ કરી લે છે.

વળી અર્ધ સરકારી સંસ્થા હોવાથી ફીસ પણ સામાન્ય જ હતી. મધુકર મોહન આજે ખુબ ખુશ હતો. તેનો અને સરિતા નો પણ‌ ઈન્ટરવ્યુ થયો પણ‌ એમાં આર્થિક પરિસ્થિતિ આટલી મહત્વની ન હતી. શિક્ષણ પણ ગુણવત્તાસભર હતું અને વિધાર્થીઓ પણ મધ્યમવર્ગીય તેમજ રેલ્વે કર્મચારીઓ ના હોવાથી મહેચ્છા ને વાંધો ન આવતો.

આજે મધુકર મોહન રાત્રે ઘરે પહોંચી સાવ થાકી ગયા હતો. પણ મહેચ્છા ના એડમિશન ની ખુશી હતી.સરિતા પણ ઘરમાં બધાને મહેચ્છા ના શાળા પ્રવેશ ની માહિતી આપે છે તો દાદી ને નથી ગમતું પણ નાની અને મામા ખુશ થાય છે.

બીજા દિવસે સવારે જ મધુકર મોહન તૈયાર કરી મહેચ્છા ને દેવી સરસ્વતી ની પુજા કરાવે છે.આજે મહેચ્છા નો શાળાનો પ્રથમ દિવસ હતો પણ એમ લાગ્યું જાણે મધુકર મોહન પ્રથમ વખત ભણવા જતો હોય!!‌મધુકર તેને ઘણું બધું સમજાવે છે તો સરિતા ગુસ્સે થઈ જાય છે.

"તમને નથી લાગતું કે આપણી દીકરી પણ વધારે અપેક્ષાઓ રાખી રહ્યા છો. એ હજી તો ચાર વર્ષની જ છે. પણ કેટલી બધી વસ્તુઓ શીખી ગઈ છે.

આજે એનો પહેલો દિવસ છે. એને થોડી મજા પણ કરવા દો. એ એક બાળક છે. "

" ના. તારી વાત તો સાચી છે. પણ હું ઈચ્છું છું કે મારી દીકરી હંમેશા આગળ રહે. પણ વધુ પડતું અપેક્ષાઓ નું ભારણ‌ તેને હેરાન કરી શકે." મધુકર સમજી જાય છે.

પ્રથમ દિવસ થી જ મહેચ્છા શાળા માં છવાઈ જાય છે. બધી જ પ્રવૃત્તિઓ અને શિક્ષણમાં હંમેશા આગળ રહેતી ‌મહેચ્છા તેના શિક્ષકો ની પ્રિય હતી. મધુકર અને સરિતા પણ મહેચ્છા ને ભણતર સાથે રમવા માટે પણ સતત પ્રેરણા આપતા. 

ત્રણ વર્ષ પછી 

મધુકર મોહન ની બદલી હવે નજીક જ આગ્રા નામના શહેરમાં થઈ જાય છે.