પ્રકરણ ૭ : મ્યાનમારનું ગાઢ જંગલ—'જનરલ થાન શ્વે' નો અડ્ડો
જનરલ થાન શ્વેના સીધા પડકારે દિલ્હી હેડક્વાર્ટર્સમાં બેઠેલા આઈ.બી. ચીફ અય્યર સરના હોશ ઉડાવી દીધા હતા. આગામી ૪૮ કલાકમાં ભારતીય કરન્સી માર્કેટને ક્રેશ કરવાનો ગ્લોબલ ક્રિપ્ટો એટેક લોન્ચ થવાનો હતો. આ કટોકટીની સ્થિતિમાં ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી કે કાયદાકીય કાગળિયાં કરવાનો સમય નહોતો. અય્યર સરે નવી દિલ્હીથી વિપુલને સેટેલાઇટ ફોન પર ફાઇનલ ઓર્ડર આપ્યો, "વિપુલ, આ સત્તાવાર ઓપરેશન નથી. જો મ્યાનમારમાં પકડાયા તો ભારત સરકાર તમારી ઓળખ નકારી દેશે. ગો હેડ, ન્યુટ્રલાઇઝ ધ ટાર્ગેટ."
મેઘાલયની ગુફાઓમાંથી નીકળીને વિપુલ અને તેની ચાર કમાન્ડોની ટીમ કાળા રંગના સ્પેશિયલ ઓપ્સ યુનિફોર્મમાં સજ્જ થઈ ગઈ. અય્યર સરે આપેલા પ્રાઇવેટ જેટ એ અરુણાચલના ગુપ્ત મિલિટ્રી બેઝ પરથી ઉડાન ભરી. આ જેટમાં ખાસ પ્રકારની 'સ્ટીલ્થ ટેક્નોલોજી' હતી, જે મ્યાનમાર સૈન્યના રડારને જામ કરી શકે તેમ હતી.
થાઇલેન્ડ અને મ્યાનમારની સરહદ નજીક, ઇન્ટરનેશનલ એરસ્પેસમાં જેટે રાત્રે ૩ વાગ્યે ઊંચાઈ પકડી. વિપુલ અને તેના સાથીઓએ ઓક્સિજન માસ્ક પહેર્યા, પોતાની Sig Sauer v2 રાઇફલ્સ પીઠ પાછળ કસીને બાંધી અને ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએથી મ્યાનમારના ખતરનાક 'શાન સ્ટેટ' ના ગાઢ જંગલોમાં પેરાશૂટ જમ્પ લગાવ્યો.
ધુમ્મસ અને વરસાદની વચ્ચે વિપુલની ટીમે જંગલની મધ્યમાં સાયલન્ટ લેન્ડિંગ કર્યું. પેરાશૂટ છુપાવીને તેઓ નાઇટ-વિઝન થર્મલ ગોગલ્સ ચડાવીને આગળ વધ્યા. આ એ જ ગોલ્ડન ટ્રાયેંગલ નો હાર્ટ-એરિયા હતો, જ્યાં મ્યાનમાર, લાઓસ અને થાઇલેન્ડની સરહદો ભેગી થતી હતી અને રુઆક તથા મેકોંગ નદીઓનો સંગમ થતો હતો.
હવામાં હજારો ટન કાચા અફીણ અને કેમિકલ્સની તીવ્ર ગંધ ફેલાયેલી હતી. પહાડોની ખીણમાં માઇલો સુધી અફીણના લાલ-સફેદ ફૂલોની ખેતી લહેરાતી હતી.
જંગલની વચ્ચે બનેલો જનરલ થાન શ્વેનો કિલ્લો લશ્કરી છાવણી જેવો હતો. ચારેય બાજુ કટોકટીની સુરક્ષા, વૉચ-ટાવર્સ, હેવી મશીનગન્સ અને લાઈવ વાયરની વાડ હતી. આ કિલ્લાની અંદર જ એ સુપર-કમ્પ્યુટર લેબોરેટરી હતી, જ્યાંથી કરોડો રૂપિયાની મેથામ્ફેટામાઇનનું ગ્લોબલ ટ્રેડિંગ થતું હતું અને ડિજિટલ મની લોન્ડરિંગના ક્રિપ્ટો વોલેટ્સ ઓપરેટ થતા હતા.
વિપુલે ટીમ સાથે કિલ્લાના પાછળના ભાગે પહાડી કોતરની આડ લીધી.
તેમણે કાનમાં વાયરલેસ કમ્યુનિકેટર સેટ કર્યું અને સાયબર એક્સપર્ટને કિલ્લાના ઈલેક્ટ્રિકલ ગ્રીડ પર સાયબર એટેક કરવાનો ઈશારો કર્યો. સાયબર એક્સપર્ટે 'રાસ્પબેરી પાઇ' ડિવાઇસથી કિલ્લાના પાવર સપ્લાય અને વાયરલેસ કેમેરા નેટવર્કને આગામી ૧૦ મિનિટ માટે લુપ પર નાખી દીધું. કિલ્લામાં અચાનક અંધારું છવાઈ ગયું.
"મુવ... મુવ... મુવ!" વિપુલનો કમાન્ડો અવાજ ગૂંજ્યો.
વિપુલ અને તેની ટીમ બિલાડીની ઝડપે કિલ્લાની દીવાલ કૂદીને અંદર ઘૂસી ગઈ. થર્મલ સ્કોપની મદદથી અંધારામાં જ વિપુલે વૉચ-ટાવર પર બેઠેલા બે સૈનિકોને સાયલન્સર વાળી પિસ્તોલથી હેડ-શોટ મારીને નીચે પાડી દીધા. ટીમ સીધી મેઇન અન્ડરગ્રાઉન્ડ નાર્કો-લેબોરેટરી તરફ ધસી ગઈ. લેબની અંદર વિશાળ કાચના કન્ટેનર્સમાં કેમિકલ્સ ઉકળતા હતા અને કમ્પ્યુટર્સ પર ક્રિપ્ટો માઇનિંગના ટ્રાન્ઝેક્શન લાઈવ ચાલી રહ્યા હતા.
ત્યાં જ કિલ્લામાં ઇમરજન્સી સાયરન વાગી ગયું. જનરલ થાન શ્વેના સેંકડો સશસ્ત્ર કમાન્ડોએ વિપુલની ટીમને ઘેરી લીધી. સામસામે ભયાનક ફાયરિંગ શરૂ થઈ ગયું. ગ્રેનેડના બ્લાસ્ટથી આખી લેબોરેટરી ધ્રુજી ઉઠી.
વિપુલે પોતાની Sig Sauer v2 માંથી સતત ફાયરિંગ કરીને દુશ્મનોને પાછા ધકેલ્યા. કેમિકલના ડ્રમ્સમાં ગોળીઓ વાગતાં જ આખી લેબમાં આગ લાગી ગઈ. ઝેરી ધુમાડા વચ્ચે વિપુલે કંટ્રોલ રૂમનો લોખંડી દરવાજો તોડી નાખ્યો. અંદર જનરલ થાન શ્વે પોતાની સોનાની પ્લેટેડ એકે-૪૭ લઈને ઊભો હતો.
થાન શ્વેએ વિપુલ પર ફાયરિંગ કર્યું, પણ વિપુલે સાઇડ રોલ મારીને ડૉજ કર્યું. થાન શ્વે બીજી ગોળી ચલાવે તે પહેલાં જ વિપુલે સચોટ નિશાન સાધીને તેની છાતીમાં બે ગોળીઓ ઉતારી દીધી. જનરલ થાન શ્વે લોહીના ખાબોચિયામાં જમીન પર પટકાયો.
વિપુલે તુરંત જ થાન શ્વેના કલર પકડીને તેને હચમચાવ્યો, "બોલ, તારું ક્રિપ્ટો સર્વર ક્યાં છે? ભારતની કરન્સી માર્કેટ પર એટેક કરનાર અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે?"
થાન શ્વેના મોઢામાંથી લોહી વહી રહ્યું હતું. તે મરવાની અણી પર હતો, છતાં તેનો અવાજ ખૌફનાક હતો. તે ક્રૂરતાથી હસ્યો અને ધ્રુજતા હાથે બારી બહાર વહેતી મેકોંગ નદી તરફ આંગળી ચીંધી.
"ઇન્સ્પેક્ટર... તું બહુ ભોળો છે," થાન શ્વેએ હાંફતા હાંફતા અંગ્રેજીમાં કહ્યું. "તું જે સર્વર શોધે છે એ આ જંગલમાં નથી... આ ફેક્ટરી તો માત્ર એક મહોરું હતી. અસલી ડિજિટલ વાયરસ અને કરન્સી ક્રેશ કરવાનો સોર્સ કોડ તો અહીંથી દૂર, થાઇલેન્ડના બેંગકોક અને પત્તાયાના મધ્ય સમુદ્રમાં તરતી ૧૦૦ મિલિયન ડોલરની સુપર-યોર્ટ પર બેઠો છે... તેનું નામ છે 'સોમચાઇ લોપબુરી'!
જો તાકાત હોય તો દરિયાની વચ્ચે તેને રોકી બતાવો..."
આટલું બોલતા જ થાન શ્વેની આંખો સ્થિર થઈ ગઈ. કિલ્લામાં લાગેલી આગ હવે કમ્પ્યુટર સર્વર્સ તરફ વધી રહી હતી. વિપુલે જોયું કે જો તેઓ આગામી બે મિનિટમાં કિલ્લામાંથી બહાર નહીં નીકળે, તો આખી લેબોરેટરી સાથે તેઓ પણ રાખ થઈ જશે. રમત હવે જંગલમાંથી નીકળીને સમુદ્રના ઉછળતા મોજાં તરફ વળી ચૂકી હતી!
*(ક્રમશઃ...)*
આપના રીવ્યુ જરૂર આપજો.
આપને મારી બીજી નવલકથા ઓ અને વાર્તાઓ વાંચવી ગમશે તો આપ મારા પ્રોફાઈલ ને સર્ચ કરવા વિનંતી.