ટેરર ૨૬ - ભાગ 3 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટેરર ૨૬ - ભાગ 3

જુની ફાઈલો ચેક કરતાં દિલાવર ખાન નામના કમાન્ડર નો ઉલ્લેખ મળે છે. આ કમાન્ડર નો એક આતંકી મુઠભેડમાં આંખ જતી રહી હતી. તે છેલ્લા ઘણા સમયથી ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. 

આર્મીની બે કંપનીઓ ને કારગિલ ના સરહદી ગામડાઓમાં સઘન  પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપવામાં આવે છે. જેમ બને તેમ બાતમી મેળવવા માટે વેશપલટો કરીને ગામોમાં લગ્ન પ્રસંગો મા શોધખોળ કરવા માટે કહેવામાં આવે છે. પાંચમા દિવસે લગભગ દસેક જેટલા લગ્ન પ્રસંગો હતા. 

બધા લગ્ન ની વિગતો એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા ને આપવામાં આવી. કોઈ પણ જાતની શંકા જાય એમ કશું લાગતું ન હતું. દરેક ગામમાં વર અને વધુ પણ ઓળખાય ગયા. કોઈ જાતનું પગેરું મળતું ન હતું. આર્મીને પણ પેટ્રોલિંગ કરી કોઈ સફળતા ન મળી. 

ત્યારે જ એક બાતમીદારે માહિતી આપી કે કારગિલ નજીક ના પઠાનકોટ ગામમાં લગ્ન થઈ ગયા પછી એક ધર્મગુરું ના દર્શન કરવા માટે નવદંપતી ને લઇ જશે. એ ગુરૂ એક આંખ જ ધરાવે છે. આ બાતમી સાંભળતા જ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા એ માહિતી આપી કે નક્કી આ ધર્મગુરુ જ આતંકી કમાન્ડર દિલાવર  ખાન છે. શસ્ત્રો ની લેણા દેણી આ મુલાકાત મા જ થશે. 

આર્મી ની કંપની ને એલર્ટ આપવામાં આવ્યો. હવે આ ઓપરેશન ખૂબ જ સાવચેતી રાખીને પાર પાડવો પડે. એટલે જ પહેલા અમુક બાતમીદારોને વેશપલટો કરીને ધર્મગુરું ની સભા મા હાજરી આપવા મોકલવામાં આવ્યા. 

ધર્મગુરું ની સભામાં આજુબાજુના ગામોમાં થી પણ અસંખ્ય લોકો આવ્યા હતા. જો કોઈ નાની સરખી ભૂલ થાય તો કેટલીય મોટી જાનહાનિ થાય. બાતમીદારો ગામવાસીઓ સાથે વાતચીત કરી માહિતી મેળવી રહ્યા હતા કે આ ધર્મગુરું અચાનક જ પ્રકટ થયા છે. તેમની એક આંખ થી જ તેઓ તેજસ્વી બનીને બધી જ જાતની તકલીફો દૂર કરે છે. જે નવદંપતી ને આજ દર્શન આપવામાં આવશે એમનું આગળ નું લગ્ન જીવન સુખી થઈ જશે. 

થોડી વાર રાહ જોયા પછી નવદંપતી આવી પહોચે છે. વધુ ને એક પાલખીમાં ખૂબ જ ધૂમધામથી લઈ જવામાં આવે છે. વર ને પણ ખૂબ જ ધૂમધામથી લઈ જવામાં આવે છે. એક ગોળાકાર કક્ષમાં ધર્મગુરું નવદંપતી ને આશિર્વાદ આપે છે. સભામાં હાજર ગામલોકો ખૂબ ઉત્સાહથી નવદંપતી ને આવકારે છે. થોડી વાર પછી ધર્મગુરું ને ફરીથી સમાધિમાં જવાની વાત કરવામાં આવે છે. હવે બાતમીદારો આર્મીની કંપની ને ઈશારો કરે છે. ધર્મગુરું એક પાલખીમાં જાય છે. 

એક આર્મીની કંપની સભા થી થોડી દૂર ધર્મગુરુંનો રસ્તો રોકે છે. ધર્મગુરું ના સરઘસમાં રહેલા લોકો વિરોધ કરે છે પણ આર્મીની કંપની ચકાસણી કરવા માંગે છે. ત્યારે જ અચાનક ગોળીઓ ચાલવા લાગે છે. 

સામેસામે ફાયરીંગ થાય છે. એક કલાક ની મુઠભેડ પછી આર્મીની જીત થાય છે. ધર્મગુરું જે પાલખીમાં લઈ જવાયો હતો એમાં શસ્ત્રો મળે છે. ધર્મગુરું ને ઘાયલ અવસ્થામાં પકડી લેવામાં આવે છે. અમુક બાતમીદારો ને ગામોમાં મોકલી આપવામાં આવે છે, જેથી જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ ની હિલચાલ જોવા મળે તો તરત જ પકડી લેવાય. 

એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા એક મહત્વની જાહેરાત કરે છે:

"મળેલી માહિતી ને આધારે આજે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને દિલાવર ખાન ને પકડી લેવામાં આવ્યો છે. આર્મીની ટીમ એ દસ જેટલી એકે ૪૭ રાઈફલ અને થોડો દારૂ ગોળો પણ કબજે કર્યા છે. "

આ સુચના સાંભળીને ભારતીય જાસૂસી સંસ્થા ના વડા શ્રી અશોક બસુએ પ્રતિક્રિયા આપતા કહ્યું:

"મને લાગે છે કે કયાંક આપણે ચુકી ગયા. જેટલા શસ્ત્રો પકડી લીધા છે એનાથી તો કોઈ શેરીની લડાઈ પણ ન લડી શકાય... લાગે છે બીજી કોઈ મોટી સંખ્યા આપણા ધ્યાન બહાર નીકળી ગઈ અથવા તો જાણી જોઈને આતંકવાદી સંગઠનો આપણું ધ્યાન અંહી દોરી બીજી કોઈ મોટી યોજના નું કાવતરું ઘડી રહ્યા છે. 

કમાન્ડર દિલાવર ખાન ને કડકાઈથી પુછપરછ કરો તો આગળ નો પ્લાન ખબર પડશે. "

એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા પણ અશોક બસુએ જે વાત કરી તેની સાથે સંમત થાય છે. જે બાતમીદારો ગામમાં પાછા ફરી ગયા હતા ચકાસણી કરવા લાગ્યા હતા તેમને પણ કોઈ બીજી શંકાસ્પદ હિલચાલ જોવા ન મળી. જે નવદંપતી ને આશિર્વાદ આપ્યા હતા તેમણે પણ પોતાને કંઈ જ ખબર ન હોવાનું જણાવ્યું. હવે બધો જ આધાર કમાન્ડર દિલાવર ખાન ના નિવેદન પર હતો. 

એક જમાનામાં ખુબ ખુંખાર રહેલા દિલાવર ખાન નો આજ નો સમય ખૂબ નાજુક ચાલી રહ્યો હતો. દસેક વર્ષ પહેલાં આર્મીની એક મુઠભેડમાં તે પોતાની એક આંખ ખોઈ બેઠો પણ ભાગવામાં સફળ રહ્યા હતા. પછી તે થોડા સમય માટે ગાયબ થઈ ગયો હતો પણ ઘણા આતંકી હુમલામાં તેનું મગજ સંડોવાયેલ હતું. 

દિલાવર ખાન ને પુછપરછ કરવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના મોટા અધિકારીઓ પાસે લઈ જવામાં આવે છે. સમય પણ હવે બહુ નથી. ૨૬ જાન્યુઆરી ને ત્રણ જ દિવસ બાકી છે. કાલે ઈગ્લેંડ ના પ્રમુખ ની ટીમ પણ આવી જશે. અધિકારીઓ દિલાવર ખાન ની બને એટલી કડકાઈથી પુછપરછ કરે છે પણ તે એક જ નિવેદન આપે છે. તેનું નિવેદન કંઈક આમ હોય છે:

"મને આગળ ના પ્લાન ની કોઈ જ માહિતી નથી. મને તો ફક્ત એટલું કહેવા માટે આવ્યું હતું કે તારે જે શસ્ત્રો મળે તે લઈને ભારતીય શહેર કારગિલ તરફ ભાગવાનું છે. અમે આગળ થી શસ્ત્રો લઈ લેશું. 

એક નવદંપતી ને આશીર્વાદ આપવા માટે આપણે યોજના બનાવીને આ શસ્ત્રો ની હેરાફેરી કરશુ. જો કોઈ હુમલો થાય તો શસ્ત્રો ને બચાવી લેવા માટે બહુ પ્રયત્ન ન કરતો. મને તો આશ્ચર્ય એટલા માટે થયું કે આટલા શસ્ત્રો થી કોઈ પણ મોટી આતંકી ઘટના ને કરી ન શકાય. આ તો મારી ખુશનસીબી છે કે હું બચી ગયો બાકી આ શસ્ત્રો બચાવતા હું મરી પણ ગયો હોત... હું છેલ્લા બે વર્ષ થી એક ધર્મગુરું બનીને નાની નાની આતંકી ઘટનાઓ ને પાર પાડતો હતો. એમના માટે હું હવે નકામા જેવો જ છું... "

લાઈ ડીટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવે છે. દિલાવર ખાન સાચું કહી રહ્યો હોય છે. આ બધી જ માહિતી સાંજ સુધીમાં બન્ને ભારતીય જાસૂસી સંસ્થા અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડાઓ ને આપી દેવામાં આવે છે. આ તરફ સાંજે ભારતીય મીડિયા પર ન્યુઝ આવે છે:

"કારગિલ ના સરહદી વિસ્તારમાં એક જોઈન્ટ ઓપરેશન હાથ ધરી શસ્ત્રો પકડી લેવામાં આવ્યા છે. આ શસ્ત્રો ૨૬ જાન્યુઆરી ના દિવસે આતંકી હુમલા માટે વાપરી શકાય તેવી બાતમી હતી.  ખુંખાર આતંકવાદી દિલાવર ખાન ને પણ ઝડપી લેવાયો છે. ભારતીય જાસૂસી સંસ્થા અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ને અભિનંદન!! "

ઈગ્લેંડ ના એક ઘરમાં આ સમાચાર સાંભળ્યા બાદ હાસ્ય નું મોજું ફરી વળે છે.