ટેરર ૨૬ - ભાગ 2 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટેરર ૨૬ - ભાગ 2

હસન પોતાના લેપટોપને ચાલુ કરીને એક મેલ આઈ ડી ખોલે છે. તેમાં એક મેઈલ આવેલો હોય છે. મેઈલમાં એક ફાઈલ મોકલી હોય છે. તે ફાઈલ ડાઉનલોડ કરી હસન જોવા લાગે છે અને એમાં ભારતીય પ્રધાનમંત્રી ની સ્પીચ હોય છે જેમાં ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કાશ્મીરમાં કરવાની ઘોષણા હોય છે. 

હસન ફરીથી તે ઘેઘૂર અવાજ વાળી વ્યક્તિને ફોન કરે છે. 

"તહખાના દેખ લિયા ભાઈજાન... " હસન કહે છે. 

"જન્નત ભી મહફૂઝ નહીં હૈ... " તે ઘેઘૂર અવાજ કહે છે. 

"આનેવાલે દિનોં મે ગરમી બઢનેવાલી હૈ...માલીક ઔર નૌકર દોનો પરેશાન..."હસન કહે છે. 

"દીવારો કે ભી કાન હોતે હૈ... અલ્લાહ હાફીઝ" તે ઘેઘૂર અવાજ ફોન મુકી દે છે. 

ભારત નું જાસૂસી મુખ્ય મથક:

"સર, પી ઓ કે પાસેથી એક વાયરલેસ મેસેજ પકડાયો છે. પ્રધાનમંત્રી ના સંબોધન ના કલાક પછી જ. " એક અધિકારી ભારતીય જાસૂસી એજન્સી ના વડા ને માહિતી આપતા કહે છે. 

"આ મેસેજ ને ડીકોડ કરો અને જે બે લોકો વચ્ચે વાતચીત થઈ રહી છે એ લોકોનું લોકેશન શોધી કાઢો. નક્કી આ આતંકવાદી હુમલો કરવાનો કોઈ પ્લાન છે. "ભારતીય જાસૂસી એજન્સી ના વડા આદેશ આપે છે. 

ભારત નું એન્ટી ટેરરિસ્ટ મુખ્ય મથક:

" સર, હમણાં જ જાસૂસી વિભાગના અધિકારી તરફથી એક બાતમી મળી છે કે વાયરલેસ મેસેજ કાશ્મીર સરહદે થી પકડાયો છે. તે લોકો ડી કોડ કરી રહ્યા છે. "એક અધિકારી ભારતીય એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના પ્રમુખ ને બાતમી આપે છે. 

" સરહદ ઉપર કોઈ પણ હિલચાલની પાછળ પુરુ ધ્યાન આપો. જુના બાતમીદારોને એકટીવ કરો. "એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના પ્રમુખ આદેશ આપે છે. 

ભારત નું મુખ્ય જાસૂસી મથક:
આખા વાયરલેસ મેસેજ ને વાતચીતમાં ફેરવીને તેને ડીકોડ કરવામાં આવે છે. જે ઘેઘૂર અવાજ હોય છે તે પાકિસ્તાન સરહદ પાસે થી એક આતંકવાદી કેમ્પનું લોકેશન બતાવે છે. જયારે બીજા વ્યક્તિ કે જેનું નામ હસન હતું તેનું લોકેશન સાઉદી અરેબિયા બતાવે છે. 

એક મીટીંગ બોલાવામાં આવે છે. ભારતીય જાસૂસી સંસ્થા ના વડા આખી વાતચીતને ડીકોડ કરી સમજાવતા કહે છે:

"આપણા દેશ સામે ૨૬ જાન્યુઆરીએ આતંકવાદી હુમલો થવાનો છે. પહેલી વાતચીતમાં તારીખ નું પુછપરછ કરાઈ છે. એ તારીખ પછી જે ફાઈલ મોકલી છે એ ભારતીય પ્રધાનમંત્રી નું સંબોધન છે. એટલે ૨૬ તારીખ નક્કી છે. 

જે તહખાના ની વાત થઈ છે એ મેઈલ આઈ ડી છે. એ જ મેઈલ આઈ ડી પર ફાઈલ મોકલી છે. જે જન્નત ની વાત થઈ છે એ કાશ્મીર માટે છે કેમ કે કાશ્મીર ને જન્નત કહેવાય છે. જે ગરમી વધવાની વાત થઈ છે એ પ્રમાણે વિસ્ફોટક લેવા ની વાત કરાય છે. 

જે માલીક ની વાત છે એ ઈગ્લેંડ ની વાત છે. જે નૌકર ની વાત છે એ ભારત ની વાત છે. કેમ કે અંગ્રેજી શાસનમાં આપણે ગુલામ હતા. એટલે બન્ને દેશો ના પ્રમુખ ને નિશાન બનાવાશે. દીવારો એટલે કે વાયરલેસ વાતચીત ને પકડી શકાય છે. 

આ લોકોનું શું પ્લાન છે એ ખબર નથી.. આ મીટીંગ ની તમામ માહિતી પી. એમ. ઓ ( પ્રધાનમંત્રી ઓફીસ) અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ને તરત જ મોકલી આપો. 

આ હસન ના મેઈલ આઈ ડી વિષે માહિતી મેળવી લો. તેને જાસૂસી મા રાખો. હજુ વધુ વાતચીત થશે.. ઓલ ધ બેસ્ટ. "


ભારતીય જાસૂસી સંસ્થા ના વડા શ્રી અશોક બસુએ બધા જ સક્રિય આતંકવાદી સંગઠનો ના કમાન્ડરો ની માહિતી મંગાવી જેટલું શકય થઈ શકે એટલી તેમના પર બાજનજર રાખવા માટે કહ્યું. 

ચારેક દિવસો વીતી ગયા પણ હજુ સુધી કોઈ આગળ ની કડી મળી રહી ન હતી. તેવામાં જ એક દિવસ ફરીથી હસન અને તે અજાણી વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે. 

હસન: " કૈસે હો ભાઈજાન?! પટાખે ભેજ રહા હું. "

તે ઘેઘૂર અવાજ વાળો વ્યક્તિ: " બસ ખેરિયત્ હૈ.... કહા ભેજ રહે હો?! "

હસન: " માલિક સે કહા હૈ ગાડી મે મછલી સાંસ કૈસે લેગી?! નૌકર કયા સમઝેગા?! "

તે ઘેઘૂર અવાજ વાળો વ્યક્તિ: " મૈ બતા દુગા.. ખુશીમે  શામીલ હોના.. "

હસન: " તારીખ પર જશ્ન મનાયેગે... એક આંખ સે અંધા બનાયેગા.... "

વાતચીત પૂરી થઈ જાય છે. ભારતીય જાસૂસી સંસ્થા આ વાતચીત ને ડીકોડ કરવામાં લાગી જાય છે. કેમ કે આવનારી ૨૬ તારીખ ની આતંકવાદી ઘટના નો પ્લાન આ વાતચીતમાં હતો. થોડી વાર પછી ભારતીય જાસૂસી સંસ્થા ના વડા શ્રી અશોક બસુએ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં વાતચીત ડીકોડ કરી ને સમગ્ર પ્લાન સમજાવામા આવ્યો. 

શ્રી અશોક બસુએ માહિતી આપતા કહ્યું:

"આપણે બધા જ છેલ્લા ચાર દિવસ થી હાઈ એલર્ટ પર છીએ. એટલે જ આપણે આતંકવાદી સંગઠનો ના પ્લાન વિષે જાણી શકયા છીએ. હવે આપણે બસ આ પ્લાન ને નિષ્ફળ બનાવો છે. આજે જે વાતચીત પકડાઈ છે એ ડીકોડ કરીએ તો કંઈક આવો પ્લાન છે:

પટાખે એટલે કે શસ્ત્રો મોકલવામાં આવશે કાલે. હવે તમે પુછપરછ કરશો કે કાશ્મીરમાં આવડી મોટી સરહદ પર કયા?! તો જવાબ છે
નૌકર એટલે કે આપણે નહીં સમજી શકે. 
માલિક એટલે કે અંગ્રેજી ભાષામાં ગાડી એટલે કાર અને માછલી જેનાથી સાંસ લે તે ગિલ. આમ તે જગ્યા છે કારગિલ

હવે આ શસ્ત્રો કેવી રીતે આવશે?! તો જવાબ છે ખુશીમાં. એટલે કે કોઈ પણ લગ્ન પ્રસંગે આ શસ્ત્રો ની લેણા દેણી કરવામાં આવશે. 
કોણ છે આ ઓપરેશન નો કમાન્ડર?! તો જવાબ છે જેની એક જ આંખ છે પણ અંધા બનાયેગા એટલે હાલ તે કાશ્મીરમાં જ સક્રિય છે . 

હવે આખો પ્લાન સમજો. કાલે કારગિલ ના સરહદી વિસ્તારમાં કોઈ લગ્ન પ્રસંગે કોઈ એક આંખ વાળા કમાન્ડર ની આગેવાની હેઠળ આ શસ્ત્રો ની લેણા દેણી થશે. 

આપણી પાસે કાલ નો જ દિવસ છે. કાલે ઈગ્લેંડ ના પ્રમુખ ના સીકયોરીટી એજન્ટ પણ આવી પહોચશે. ૨૬ તારીખમાં હવે ત્રણ જ દિવસો બાકી છે. 

હવે આપણે કારગિલ સરહદ પર ધ્યાન આપવું જોઈએ. કાલે જેટલા પણ લગ્ન પ્રસંગો છે એમાં  વેશપલટો કરીને તપાસ કરો. બે આર્મીની ટુકડીઓ ને એક આંખે આંધળા એવા કમાન્ડર ને શોધી કાઢવા લગાડી દો. "

આ માહિતી સાથે મીટીંગ પુરી થાય છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા આતંકી કમાન્ડર ને શોધી કાઢવા જુની ફાઈલો મંગાવે છે.