ઉમા - ઈતિહાસ ની સ્ટુડન્ટ
રવિ - ઉમા નો મિત્ર
પ્રોફેસર ભટ્ટ - ઈતિહાસકાર
અનામી - પ્રોફેસર ભટ્ટ ની દીકરી
પ્રોફેસર રાવ - ઈતિહાસકાર
પી.એસ. નાયર - પોલિટિશિયન્સ
ઓય ઉમા સાંભળ! આ જો શું છે ? રવિ એક કાગળને જોઈ ને કહ્યું.
જોવા દે શું છે તારી પાસે, ઉમા એ રવિ પાસેથી કાગળ લઈને જોવા લાગી.
હજી તો ઉમા કાગળ જોઈ જ રહી હતી ત્યાં તો રવિ ઉમા ને કહેવા લાગ્યો કંઈક નો નકશો લાગે છે. રવિ મને શાંતી થી જોવા દે! એટલે ખબર પડે કે આ નકશો કઈ વસ્તુ નો છે. ઉમા નકશા ને ચારે બાજુ થી ફેરવી ફેરવીને જોઇ રહી હતી, જાણે કોઇ મોટી નેશનલ ટ્રેઝર હન્ટર હોય. ત્યાં જ અચાનક રવિ ની નજર એક પેટી ઉપર પડે છે પણ એ ની ઉપર ટાળું લાગેલું હતું એટલે રવિ આમતેમ ચાવી શોધવા માટે બધું સામાન ઉંચકવા લાગ્યો, ઘણું શોધ્યા પછી પણ એને ક્યાંય ચાવી મળી નહીં. રવિ એ ઉમા ને કહ્યું ઉમા આ પેટીની ચાવી ક્યાંય મળતી નથી.
રવિ તું હવે આ પેટીના તાળાં ને તોડી નાખ એટલે એમાં જે કંઈ પણ હોય આ નકશા ને લગતું તો આપણને એ કામ માં આવે. રવિ તાળું તોડવા માટે કંઈ શોધવા લાગ્યો એને એક લોખંડ નો સળીયો મળી ગયો. એણે મહા મહેનતે તાળું તોડી નાખ્યું, અને પેટીમાં જોવા લાગ્યો. ઉમા આમાં તો કશું જ નથી. ઉમાએ આવી ને બધું જોવા લાગી ત્યાં જ પેટીની ઉપર એને એક ખૂણામાં કંઈ ઉંચકાયેલ જોયું એણે રવિ ને કહ્યું રવિ ત્યાં ખૂણામાં જો ને કંઈક છે.
રવિ એ પેટીના ખૂણે હાથ લગાવીને જોયું ત્યાં તો એક લાકડાં નું ખાસ પ્રકારનું ખાનું હતું, રવિ એ એ ખોલી ને એમાં જે કંઈ પણ હતું એ બહાર કાઢ્યું તો એમાં થી એક ડાયરી અને એક નાનું પથ્થરનું લોકેટ હતું, જેનાં પર શંખ ની નિશાની હતી. રવિ એ લોકેટ સાઈડમાં મૂકી ને ડાયરી ખોલી ને પહેલું પાનું ખોલ્યું.
પહેલા જ પાનાં ઉપર એક નકશો દોરેલો હતો એ પણ હાથે થી, ઉમા આજો આમાં પણ એક નકશો છે રવિ એ કહ્યું. ઉમા રવિ પાસે આવીને જોવાં લાગી અણે તરત જ રવિ ને કહ્યું આતો આપણને જે નકશો મળયો છે એનાં જેવો જ છે ફર્ક તો બસ એ છે કે આ ખાલી હાથે થી દોરેલો છે.
રવિએ જેમ બીજું પાનું પલટાવીને વાંચવા નો પ્રયત્ન કર્યો પણ એને કશું સમજાતું નહોતું. કારણકે એ કોઈ જુદી જ ભાષામાં લખ્યું હતું. ઉમા આમાં જે કંઈ પણ લખ્યું છે એ સમજાતું નથી, ઉમાએ પણ ડાયરી લઈ ને વાંચવા નો પ્રયત્ન કર્યો પણ એને પણ કંઈ સમજાતું નહોતું. ઉમા એ આખી ડાયરી નાં પાનાં એક પછી એક કરી ને ફેરવવા લાગી. બે-ચાર પાનાં ફેરવતાં જ એક પાનાં ઉપર એક ચિત્ર બનાવ્યું હતું. એવી જ રીતે આખી ડાયરી નાં પાનાં ઉપર હતું થોડાંક પાનાં ઉપર કંઈક લખેલું અને થોડાંક પાનાં ઉપર ચિત્રો ને ચિન્હો હતાં.
હવે રવિ અને ઉમા ની ખરી મુશ્કેલી શરૂ થઈ,એક તો આ નકશો શેનો હતો એ મૂંઝવણ અને એક તો આ ડાયરી કોની હશે એમાં શું લખ્યું છે. હવે આપણી મદદ કોણ કરશે . ત્યારે જ ઉમા બોલી પડી પ્રોફેસર ભટ્ટ એમને કદાચ આના વિશે ખબર હશે.
રવિ અને ઉમા બધુ સામાન લઈને પ્રોફેસર ભટ્ટ ના ઘરે જવા નીકળ્યા, પ્રોફેસર ના ઘરે પહોંચીને દરવાજો ખખડાવ્યો. એક છોકરી એ દરવાજો ખુલ્યો.
તમને કોનું કામ છે એ છોકરી એ પૂછ્યું? રવિ એ કહ્યું પ્રોફેસર ભટ્ટ નું અમને કામ છે, એ ઘરમાં છે?
એ છોકરીએ કહ્યું હા એ ઘરે છે, એ એમના સ્ટડી રૂમમાં છે. તમે અહીં બેસો હું એમને બોલાવી લાવું છું. એ છોકરી ઘરમાં અંદર જઈને પ્રોફેસર ભટ્ટ ને કહે છે તમને મળવા કોઈક આવ્યું છે, પ્રોફેસર ભટ્ટ એમના રૂમ માંથી બહાર નીકળે છે અને ઉમા ને જોતા જ કહ્યું ઉમા તું અહીં કેમ ? ઉમા એ પ્રોફેસર ભટ્ટ ને ડાયરી આપતા કહ્યું કે અમને આ ડાયરી તમારી પાસે લઈ ને આવી છે. ઉમા ના હાથ માંથી ડાયરી લઈ ને પ્રોફેસર ભટ્ટે કહ્યું આમાં એવું તો શું છે જે તને અહીં લઈ આવ્યું? તમે જ જોઈ લો આમાં ખરેખર છે શું કેમકે અમને તો કશું સમજાતું નથી. પ્રોફેસર ભટ્ટે ડાયરી નું પહેલું પાનું ખોલ્યું અને જોયું તો એક નકશો હતો. તરત જ એમને બીજું પાનું પલટાવીને વાંચ્યું તો એમનો ચહેરો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો ઉમા તને આ ડાયરી ક્યાં થી મળી ? તરત જ પ્રોફેસર ભટ્ટે પ્રશ્ન કર્યો. આ ડાયરી અમને દાદાની પેટીમાંથી મળી હતી. પ્રોફેસર ભટ્ટ એક પછી એક પાનાં પલટાવવા લાગ્યા અને ધ્યાનથી વાંચવા લાગ્યા. લગભગ પોણા કલાક સુધી એ ડાયરી વાંચતા રહ્યા. પછી એમને ઉમા ને કહ્યું આ શું છે તને ખબર છે આ મારી વર્ષો સુધી કરેલાં સંશોધન નું સંક્ષિપ્ત નિરૂપણ છે.
આ ડાયરીમાં મેં જે વર્ષોથી છુપાયેલા ખજાના ની જ શોધ કરી રહ્યો હતો.
એની પૂરેપૂરી જાણકારી આપી છે. દરેક માહિતી વિસ્તારપૂર્વક આ ડાયરીમાં લખેલી છે આ ડાયરી એ ખજાના સુધી કઈ રીતે પહોંચવું ક્યાંથી જવું
કેમક જવું ત્યાં સુધી જવામાં પડતી મુશ્કેલીઓ બધી માહિતી આ ડાયરીમાં આપેલી છે.
મારા સંશોધન મુજબ આ ડાયરી આપણને ખજાના સુધી લઈ જશે અને આવી જ રીતે બીજા બે ખજાના પણ ને રિસર્ચ કરીને એની જાણકારી મેળવી છે પણ આપણે પહેલાં આ ખજાના થી શરુઆત કરીએ. ખરેખર કહું તો પહેલા મને વિશ્વાસ નહોતો કે આ અસ્તિત્વ ધરાવે છે પણ આ ડાયરી આ વાતનું પ્રમાણ આપે છે કે ખરેખર આ ખજાનો અસ્તિત્વ જ છે હવે મારા સંશોધને પ્રમાણેની આવશ્યક નથી. હવે મારે આ શોધને આગળ વધારવી પડશે જેથી કરીને હું પુરવાર કરી શકું કે મારી વર્ષોની મહેનત એળે નથી ગઈ હવે મારે ખજાનાની શોધમાં જવું પડશે એકદમ પ્રશન પ્રફુલ્લિત ચહેરે એકીશ્વાસે પ્રોફેસર ભટ્ટે આ બધાને કહ્યું.....
ઉમા આ બધું સાંભળી જ રહી અને એકીટસે પ્રોફેસર ને જોઈ રહી રવિ થી રહેવાયું નહીં એટલે તરત જ પ્રોફેસર ભટ્ટ ને કહ્યું ખજાનો? એટલે સોનું ચાંદી હીરા હતી ઝવેરાત એ બધું જ વાહ! પ્રોફેસર ભટ્ટે કહ્યું હોઈ શકે આ બધું જ મળે અને ના પણ મળે કેમકે આ વાતનો કોઈ પ્રમાણ નથી કે ત્યાં આ બધું જ હાજર હોય કદાચ આપણી પહેલાં જ કોઈ કયા ખજાનો શોધી લઈને બધું લઈને જતા રહ્યા હોય તો આપણે ખાલી હાથ પાછા પણ આવવું પડે એટલી વારમાં ઉમા બોલી તો આપણે રાહ કોની જોઈએ છે ચલો શોધવાની શરૂઆત કરીએ હું તો આ સાંભળીને જ એડવેન્ચરસ અનુભવ કરવા લાગી છું આ સાંભળીને પ્રોફેસર નકારમાં માથું હલાવવા લાગ્યા ના ના હું તમારામાંથી કોઇને લઇ જવાનો નથી હું એકલો જ આ જોખમ ભર્યા સફરમાં જઈશ. ઉમા થી રહેવાયું નહીં ઉમાએ થોડા ગુસ્સામાં કહ્યું કે જે કંઈ પણ હોય હું તમારી સાથે જ આવીશ, આ સાંભળીને અનામી બોલી
ઉઠી મારે પણ તમારી સાથે આવું છે
રવિ એ પણ ભારપૂર્વક કહ્યું હું પણ તમારી સાથે આવવાનો છે.
પ્રોફેસર ભટ્ટે કહ્યું કે તમે આવા માટે કહો છો પણ આ ઘણું ખતરનાક છે આમાં તમારો જીવ નો જોખમ તોળાઇ રહેશે હંમેશા!
એટલે તમારે કોઈએ પણ આવવાનું નથી, તમારે બધા અહીં જ રહેવાનું છે.
જો આમાં જીવ જવાનું જોખમ છે તો તમારે પણ જવાનું નથી? બધા એકી સાથે બોલી પડ્યા! જઈશું તો બધા સાથે જઈશું નહીતો કોઈએ પણ જવાનું નથી?
પ્રોફેસર ભટ્ટ બધા નો હાથ જોઈને ચુપ રહી ગયા હવે શું કહું એમને સમજાતું ન હતું થોડીવાર પછી એમણે કહ્યું હું વિચારી ને તમને કાલે જણાવીશ કે તમે મારી સાથે આવી શકો છો કે નહીં તે? ઉમા જે ડાયરી લાવી હતી એ લઈને જવા નીકળે છે ત્યાં તો પ્રોફેસર ભટ્ટ કહે છે કે આ મને આપતી જા મારે હજી અને ધ્યાનથી સ્ટડી કરવાની છે.
ઉમા ડાયરી આપીને રવી સાથે ઘરે જવા માટે નીકળી ગઈ.
પ્રોફેસર ભટ્ટ ડાયરી લઈને એમના સ્ટડી રૂમમાં જતા રહ્યા. આખી રાત એમણે ડાયરી અને એમને જે વર્ષોની મહેનત હતી એ જોડીને એક વિસ્તૃત વિગતવાર બીજો નકશો તૈયાર કર્યો ક્યાં શું છે? કેમક જવાશે? ક્યાંથી જવાશે? કેટલી મુશ્કેલીઓ આવશે? ક્યાં રોકાવું? વગેરે માહિતી એ નકશા સાથે નોંધ કરીને એમના બુટ ના તળિયાં નીચે એક ચોર ખાનામાં મૂકી દીધું.
સવાર પડતાંની સાથે જ ઉમા રવિ અનામી ત્રણે જણ બેઠકરૂમમાં ગોઠવાયા અને પ્રોફેસર ભટ્ટ ની રાહ જોવા લાગ્યા.
અડધા કલાકની રાહ જોડાવી પ્રોફેસર ભટ્ટ એક પુસ્તક અને કાગળ લઈને આવ્યા, બધા ઉત્સુકતા થી પ્રોફેસર ને જોવા લાગ્યા ને બધા એકીસાથે બોલી ઊઠ્યા આટલી વાર કેમ લાગી સાહેબ?
અમને કેટલી રાહ જોવડાવી તમે...
આપણે જે હવે મિશન છે એની જ તૈયારી કરી રહ્યો હતો આ કાગળ જોઈ રહ્યા છો આ કાગળ માં જે ઉમાને રવિ નકશો લાવેલા હતાં, એમાં મારી જે રિસર્ચ હતી જે ખૂટતી માહિતી મેં ભરીને નવો નકશો તૈયાર કર્યો છે. ચાલો હવે મારી સાથે આપણે થોડો સામાન લઈ આવીએ. જે આપણા ગંતવ્ય મા મા આપણને મદદરૂપ થાય. બધા માર્કેટ જવા માટે પ્રોફેસર ની ગાડીમાં ગોઠવાયા. જેમ ગાડી માર્કેટ તરફ આગળ વધી રહી હતી એવી જ રીતે ઉમા ના વિચારો આગળ વધી રહ્યા હતા, આ કેવો અનુભવ થવાનો છે? રોમાંચક સફર માં મજા આવશે કે કેમ?થોડી બીક પણ સતાવી રહી હતી કે આ સફર ક્યાં લઈ જશે? શું થશે? ખજાનો મળશે કે પછી એમ જ ખાલી હાથે પાછું આવું પડશે?
ત્યાં જ અચાનક ગાડીની બ્રેક વાગી ને ઉમાના વિચારોને પણ બ્રેક લાગી. ચાલો આપણે માર્કેટ તો પહોંચી ગયા પ્રોફેસર ભટ્ટ બોલ્યા અને બધાને એક લિસ્ટ આપીને કહે છે કે આ લિસ્ટ માં જેટલું પણ સામાન લખ્યું છે એ બધું લઈને ગાડી માં મૂકી દો. આ રહ્યા પૈસા બધા એક એક કરીને લિસ્ટમાં લખેલો સામાન લેવા માટે માર્કેટની અંદર જતાં રહ્યાં. બધાં ઘણી મુશ્કેલીથી લખેલો સામાન શોધીને કલાકે પાછાં આવ્યાં અને બધો સામન ગાડીમાં મૂકીને હાશકારો અનુભવ્યો. આટલી વારમાં તો તમે થાકી ગયા તો આગળનો મુશ્કેલીભર્યો રસ્તો કેમક પાર કરશો, ચાલો વાંધો નહીં તમને થોડું રાહત માટે નાસ્તો અને ઠંડું પીવડાવવું પડશે, એમ પણ બધાં એ ઘણી મહેનત કરી છે.આ સાંભળીને બધા એકીસાથે બોલી ઉઠ્યા! અરે આ તો બસ ખાલી એમ જ અમે બધા જ ગમે એવી મુશ્કેલી ભર્યો રસ્તો હશે એ પાર કરીશું, બોલીને બધા હસવા લાગ્યાં. પ્રોફેસર ભટ્ટ ગંભીર મુદ્રામાં બોલ્યા હસવાની વાત નથી પણ આ સાચે જ આ આ ખૂબ મુશ્કેલી ભર્યો રસ્તો હશે કારણકે આની પહેલા પણ જે લોકોએ આ ખજાનો શોધવાનો પ્રયત્ન કર્યો હતો એ લોકો જીવતા પાછા આવ્યા ન હતાં. હું તમને ડરાવવા માંગતો નથી પણ આ ખજાના વિશે કોઈ પણ વધારે જાણતું નથી અને કોઇએ ક્યાં પણ થોડું ઘણું લખ્યું છે એ લોકોએ પણ આ ખજાનાને જોયો નથી. આ બધી વાતો તો થતી જ રહેશે ચલો હવે નાસ્તો કરી લો. ભલે બધા એક રેસ્ટોરન્ટમાં જઈને નાસ્તો કરવા લાગ્યા નાસ્તો કરીને બધા ગાડીમાં ગોઠવાયા.
પ્રોફેસર ભટ્ટે જેમ ગાડી શરૂ કરી ત્યાં જ ઉમા નો એક સડસડાટ પ્રશ્ન ગોળીની જેમ છૂટ્યો,
શું કોઈ પણ આ ખજાનાને શોધી નહીં શકે કે ?
એવું નથી ઉમા પણ આ ખજાના વિશે લોકવાયકાઓ પુસ્તકો ઈતિહાસમાં લખાયેલું ઘણું છે પણ આ ખજાનાને હજુ સુધી કોઈએ જોયો નથી. ખજાનામાં શું કીમતી હશે ખજાનો શું હશે એ કોઈને પણ ખબર નથી.
મેં પણ કેટલાં પ્રયત્નો કર્યા રસ્તો શોધવાનો ખજાના સુધી પહોંચવાનો અને આજે ઘણા વર્ષો પછી તમારા કારણે મને નકશા ની મદદથી સફળતા મળી છે. હવે તો શોધીને જ ખબર પડશે કે ખરેખર ખજાનો છે કે આ બધી બસ અફવાઓ હતી.
ચાલો આ વાત અહીં પૂરી કરીએ અને હવે આપણે આવતીકાલે ખજાનો શોધવાની શરૂઆત કરીશું....
(ક્રમશ:....)