સોલમાં છુપાયેલું ઝેર
પ્રકરણ ૧ : કેમિકલ કીમિયો અને કાળો કારોબાર
અફઘાનિસ્તાન–ઈરાન સરહદ નજીક, પર્વતોની વચ્ચે છુપાયેલી એક ગુપ્ત કેમિકલ લેબ...
બહાર સશસ્ત્ર ગાર્ડ્સ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. અંદર અત્યાધુનિક મશીનોની વચ્ચે સફેદ લેબકોટ પહેરેલા કેમિસ્ટ્સ કરોડોની કિંમતનું નશીલું કેમિકલ તૈયાર કરવામાં વ્યસ્ત હતા.
એક બંધ પડેલા કેમિકલ વેરહાઉસમાં ભારે મશીનોનો ધીમો અવાજ ગુંજી રહ્યો હતો. અંદર હવામાં કેમિકલની તીવ્ર ગંધ ફેલાયેલી હતી. એક વિશાળ 3D બાયો-પ્રિન્ટર ધીમે ધીમે કામ કરી રહ્યું હતું. તેના પારદર્શક ચેમ્બરમાં એક કાળા રંગનું મોંઘું સ્પોર્ટ્સ સ્નીકર આકાર લઈ રહ્યું હતું.
મશીન સામે ઊભેલો માણસ સફેદ લેબકોટમાં હતો. તેનું નામ હતું ડૉ. હમીદ કુરેશી—એક પ્રતિભાશાળી કેમિસ્ટ, જે હવે અંડરવર્લ્ડ માટે કામ કરતો હતો.
ડૉક્ટર... માલ તૈયાર છે કે હજુ તારી સાયન્સની પૂજા ચાલે છે?" કાળુએ કડક અવાજમાં પૂછ્યું.
ડૉ. હમીદે સ્મિત કર્યું.
"સાયન્સને સમય લાગે છે... પણ જ્યારે તૈયાર થાય છે ત્યારે દુનિયાની દરેક સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ જાય છે."
કાળુએ ભ્રૂકુટી ચડાવી.
"વાતો ઓછી... ડેમો બતાવ."
ડૉક્ટરે ટેબલ પરથી એક સ્નીકર ઉપાડીને પારદર્શક સોલ તરફ ઈશારો કર્યો.
"જુઓ..."
તેણે ધારદાર બ્લેડ વડે સોલનો નાનો ભાગ કાપ્યો.
અંદર પારદર્શક જેલ જેવી લીલાશ પડતી પ્રવાહી દેખાઈ.
કાળુની આંખો પહોળી થઈ ગઈ.
"આ...?"
"લિક્વિડ કોકેઈન."
"કેટલી?"
"એક જોડીમાં દસ કરોડનું."
કાળુ અચંબિત થઈ ગયો.
"અને એરપોર્ટ સ્કેનર?"
"અંદર દેખાય છે માત્ર હાઈ-પોલિમર જેલ... પરંતુ તેની અંદર છે અત્યંત શુદ્ધ લિક્વિડ કોકેઈન."
કાળુ આશ્ચર્યથી બોલ્યો,
"એરપોર્ટના સ્કેનરમાં પકડાશે નહીં?"
ડૉ. હમીદ આત્મવિશ્વાસથી હસ્યો.
"સ્કેનરને માત્ર સ્પોર્ટ્સ શૂઝ દેખાશે... દસ કરોડનું ડ્રગ નહીં."
તેણે સ્નીકર હાથમાં લઈને કહ્યું,"એક જોડી... દસ કરોડ."
એ દરમિયાન સેટેલાઇટ ફોન વાગ્યો.
કાળુએ તરત ઉપાડ્યો."હા ભાઈ..."
સામેથી બિલાલ અફઘાનીનો શાંત પણ ખતરનાક અવાજ આવ્યો.
"હું મુંબઈ પહોંચી ગયો છું."
કાળુ સીધો ઊભો થઈ ગયો.
"ચાર્ટર્ડ ફ્લાઇટ સલામત ઉતરી ગઈ?"
"હા... ખાનગી ટર્મિનલ પરથી સીધો ફાર્મહાઉસ પર આવી ગયો છું."
બિલાલે સિગાર સળગાવી."માલ ક્યારે નીકળશે?"
"એક કલાકમાં રફીક દુબઈની કનેક્ટિંગ ફ્લાઇટ પકડી લેશે."
બિલાલ થોડો મૌન રહ્યો.પછી ધીમેથી બોલ્યો,
"કાળુ... આ ડીલમાં એક પણ ભૂલ નહીં થાય."
"ચિંતા ન કરો ભાઈ."
"જો રફીક પકડાશે..."
કાળુ વચ્ચે જ બોલ્યો,"...તો તે જીવતો પાછો નહીં આવે."
બિલાલના ચહેરા પર હળવું સ્મિત આવ્યું.
"સારું... હું મુંબઈમાં રાહ જોઈ રહ્યો છું."
ફોન કપાઈ ગયો.
થોડીવાર પછી ડ્રગ કેરિયર રફીક અંદર આવ્યો.
તેને જોઈને કોઈ કહી પણ ન શકે કે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ કેરિયર હતો.
રફીકના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો.
"સલામ."
ડૉ. હમીદે તેની સામે સ્નીકર્સ મૂક્યા.
"આ સામાન્ય જૂતા નથી... તારા પગમાં દસ કરોડનું સામ્રાજ્ય હશે."
રફીકે ધીમેથી પૂછ્યું,"જો એરપોર્ટ પર કોઈએ જૂતા ઉતારવા કહ્યું તો શું ?"
કાળુ તેની નજીક આવ્યો."ડર લાગે છે?"
"હા..."
"ડર રાખ... પણ યાદ રાખ, મુંબઈમાં બિલાલ ભાઈ તારી રાહ જોઈ રહ્યા છે."
રફીકે જૂતા પહેર્યા.
તેને ખબર નહોતી...
કે આ સ્નીકર્સ માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ તેના પોતાના મૃત્યુનો રસ્તો પણ બની શકે છે.
કાળુએ રફીક ને મુંબઈ કેવી રીતે પહોંચવું અને ત્યાં પહોંચી ક્યાં કેવી રીતે જવાનું પ્લાન તે શોર્ટમાં સમજાયું.
"મુંબઈ એરપોર્ટ... ગ્રીન ચેનલ... બહાર સફેદ BMW ઊભી હશે."
કાળુ એ ઉમેર્યું,
"ગાડીમાં બેસીને સીધો બિલાલ શેઠ ના ફાર્મહાઉસ પર ."
"અને રસ્તામાં?""કોઈ સાથે વાત નહીં."
"ફોન?""બંધ."
"પોલીસ રોકે તો?"
કાળુ હસ્યો."તું ખેલાડી છે... ગુનેગાર નહીં."
રફીકે ઊંડો શ્વાસ લીધો.
"સમજી ગયો ભાઈ."
કાળુનો ચહેરો અચાનક ગંભીર બની ગયો.
"અને સાંભળ..."
"જી?"
"આ જૂતાની કિંમત દસ કરોડ નથી..."
રફીક આશ્ચર્યથી જોઈ રહ્યો."...આ જૂતાની કિંમત તારો જીવ છે."
બીજા દિવસે સવારે સાત વાગ્યે.
મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ.
રફીક આત્મવિશ્વાસથી ચાલતો હતો.
સુરક્ષા સ્કેનર.ઇમિગ્રેશન.કસ્ટમ્સ.
બધું પાર થઈ ગયું.
એક અધિકારીએ માત્ર સ્મિત કરીને કહ્યું,
"હેવ અ નાઇસ ડે."
રફીક મનમાં હસ્યો."દસ કરોડ... અને કોઈને શંકા પણ નહીં."
એરપોર્ટની બહાર સફેદ BMW ઊભી હતી.
ડ્રાઈવરે માત્ર એક જ શબ્દ કહ્યું."બેસો."
રફીક અંદર બેસી ગયો.
ગાડી મુંબઈના ટ્રાફિકમાં ગાયબ થઈ ગઈ.