અદ્રશ્ય શત્રુ: ધ લેવલ ૩ - ડિજિટલ હૈસ્ટ
QR સ્કેનની પાછળ છુપાયેલો સૌથી મોટો સ્કેમ
મીઠાપુર પરમાણુ ઊર્જા મથકને 'ઓમેગા પ્રાઇમ' ના વિનાશક પ્લાનમાંથી બચાવ્યાને હજુ ૨૪ કલાક પણ નહોતા થયા. સાયબર સેલના કમાન્ડ સેન્ટરમાંથી નીકળીને કબીર, ડિજિટલ ફ્રોડ ઈન્વેસ્ટિગેશનના હેડ ઓફિસર રવી અને આર્યા સાંજે ઓફિસ અવર્સ પતાવી સી.જી. રોડ પર આવેલી એક શાંત કોફી શોપમાં રિલેક્સ થવા બેઠા હતા. કબીરે હજુ ગઈકાલે જ પોતાનો જૂનો ફોન ટેરેસ પરથી ફેંકી દીધો હતો, એટલે આજે તે નવા સેક્યોર ડિવાઈસ સાથે ટેબલ પર બેઠો હતો.
"તને ખરેખર લાગે છે કબીર કે ઓમેગા પ્રાઇમ આટલી જલ્દી ફરી હુમલો કરશે?" આર્યાએ કોફીનો મગ હાથમાં લેતા પૂછ્યું.
"એણે મેસેજમાં લખ્યું હતું—વી વિલ મીટ ઇન લેવલ ૩*, કબીરે ગંભીર થઈને કોફીની ચુસ્કી લીધી. "તે શારીરિક રીતે અદ્રશ્ય છે, પણ ડિજિટલ સ્પેસમાં તે હંમેશા આપણી આસપાસ છે."
હજુ આર્યા કંઈક બોલે તે પહેલાં જ ડિજિટલ ફ્રોડ ઈન્વેસ્ટિગેશનના હેડ ઓફિસર રવી ના સિક્યોર ફોનની રીંગ લાઉડ સ્પીકર પર રણકી ઉઠી. સાયબર સેલની ઓફિસથી કોલ્સ આવવાના શરૂ થઈ ગયા હતા.
"સર, વી હેવ અ કેઓસ! (સર, બજારમાં ભારે અફરાતફરી છે!)" સામે છેડેથી કંટ્રોલ રૂમના ઓફિસરનો અવાજ હાંફતો હતો.
રવીએ કપ ટેબલ પર મૂકતાં પૂછ્યું, "શાંતિથી બોલ, શું થયું?"
"એક સાથે... છેલ્લા ૧૫ મિનિટમાં ૧૫૦થી વધુ કોલ આવ્યા છે. કાલુપુર માર્કેટ, લાલ દરવાજા, આશ્રમ રોડ અને આપણે જ્યાં બેઠા છીએ તે સી.જી. રોડના ફાસ્ટ ફૂડ સ્ટોલ અને રોડ સાઈડ સ્ટોરના ઓનલાઇન QR પેમેન્ટ બાયપાસ થઈ રહ્યા છે! ગ્રાહકો પેમેન્ટ કરે છે, ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાય છે, પણ વેપારીઓના ખાતામાં એક રૂપિયો પણ જમા નથી થતો!"
કબીર અને આર્યા તરત જ એલર્ટ થઈ ગયા. કબીરે રવી તરફ જોયું, "રવી, આ કોઈ લોકલ ગ્લીચ નથી. આ એક સોશિયલ એન્જિનિયરિંગ હૈસ્ટ છે!"
હજુ રવી આ વિગત સમજે ત્યાં જ ઓફિસના મુખ્ય કમ્પ્યુટર નેટવર્ક પરથી ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ બેંક 'ઝેનપે (ZenPay)' ના ચીફ સિક્યોરિટી ઓફિસરનો ઈમરજન્સી મેસેજ ફ્લેશ થયો. અમદાવાદના પર્ટીક્યુલર લોકેશન પરથી લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન રીડાયરેક્ટ થઈને કોઈ અજ્ઞાત એકાઉન્ટ્સમાં જઈ રહ્યું હતું. પેનિક રોકવા માટે 'ઝેનપે' એ મધ્ય ગુજરાતનું પેમેન્ટ સર્વર સસ્પેન્ડ કરી દીધું. ક્ષણભરમાં જ માર્કેટમાં દોડાદોડ મચી ગઈ.
બુમાબુમ અને દોડાદોડ વચ્ચે કબીર, આર્યા અને રવીની ટીમ સાયરન વગાડતી બ્લેક સ્કોર્પિયો ગાડીઓ લઈને સીધા લાલ દરવાજા માર્કેટ તરફ દોડી. લોકલ પોલીસ સાથે ઇન્સ્પેક્ટર ઝાલા પણ ત્યાં પહોંચી ગયા હતા, જે હવે કબીરની ટેકનિકલ ક્ષમતા પર પૂરો ભરોસો રાખતા હતા.
રવી અને આર્યા સીધા એક મોટા ફાસ્ટફૂડ સ્ટોલ પર પહોંચ્યા. રવીએ કાઉન્ટર પર રાખેલા બ્લુ કલરના 'ઝેનપે' ના QR કોડ સ્ટેન્ડને બારીકાઈથી જોયું. રવીની પારખુ આંખોએ તરત જ પકડી પાડ્યું—અસલી ફાઈબર QR કોડની ઉપર એક બહુ જ પાતળું, હાઈ-ગ્રેડ ગ્લોસી સ્ટીકર ચોંટાડેલું હતું!
"માય ગોડ..." આર્યાએ સ્ટીકર ઉખાડતા કહ્યું. "તેમણે સિસ્ટમ હેક નથી કરી, તેમણે ફિઝિકલ લોકેશન હેક કર્યું છે!"
"ઝાલા સાહેબ! તાત્કાલિક આખા માર્કેટમાં એનાઉન્સમેન્ટ કરો," રવીએ આદેશ આપ્યો. "બધા ફાસ્ટ ફૂડ, રોડ સાઈડ ના નાના મોટા વેપારીઓ પોતાના ક્યુઆર કોડ ચેક કરે. જેના પર પણ સ્ટીકર હોય તે ઉખાડી નાખે."
બીજી તરફ, કબીર ગાડીમાં બેસીને પોતાના લેપટોપથી 'ઝેનપે' ના લાઈવ સર્વર સાથે કનેક્ટ થયો. તેની આંગળીઓ કીબોર્ડ પર વીજળીની ઝડપે દોડી રહી હતી.
"રવી, આર્યા... આ સ્કેમ મની કોઈ સામાન્ય ચોરના ખાતામાં નથી જઈ રહી," કબીરની આંખો સ્ક્રીન પર સ્થિર થઈ. "આ પૈસા એક સાથે ૫૦ થી વધુ અલગ-અલગ ડમી બેંક એકાઉન્ટ્સમાં વિભાજિત થઈ રહ્યા છે અને ત્યાંથી સેકન્ડોની અંદર ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ થાય છે. પણ આ કોડિંગની પેટર્ન... આ એ જ 'Self-Evolving AI Autonomous Worm' ના અંશો છે જે આપણે ગઈકાલે ન્યૂક્લિયર પ્લાન્ટમાં જોયા હતા! આ ઓમેગા પ્રાઇમની નવી જાળ છે.
સાયબર ક્રાઇમની ટેકનિકલ ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી કાલુપુર માર્કેટમાંથી સ્ટીકર ચોંટાડનાર ગ્રાઉન્ડ લેવલના એક ચરસી છોકરાને દબોચી લીધો. તેની પૂછપરછ અને કબીરના આઈપી (IP) ટ્રેકિંગની મદદથી કડીઓ જોડાતી ગઈ. કાવતરાના અસલી માસ્ટરમાઇન્ડ રાહુલ અને અમિતનું લાઈવ લોકેશન ટ્રેસ થઈ ગયું—સાબરમતી રિવરફ્રન્ટ પાસે આવેલી એક પોશ કોમર્શિયલ બિલ્ડિંગનો ટોપ ફ્લોર!
જેવી રવી, કબીર અને આર્યાની ટીમે ઓફિસનો હાઈ-ટેક બાયોમેટ્રિક દરવાજો તોડીને અંદર પ્રવેશી, તેઓ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા.
મુખ્ય દીવાલ પર વેબ સિરીઝ 'મની હેસ્ટ' ના માસ્ટરમાઇન્ડ 'ધ પ્રોફેસર' નું એક વિશાળ, આકર્ષક પોસ્ટર લગાવેલું હતું, અને તેની બાજુમાં લાલ 'ડાલી માસ્ક' લટકતું હતું. શાતિર ઠગો—રાહુલ અને અમિત—પોતાના લેપટોપની સ્ક્રીન સામે જોઈને પાગલોની જેમ હસી રહ્યા હતા. સ્ક્રીન પર આંકડા રોકેટની જેમ વધી રહ્યા હતા: ૨૫ લાખ... ૩૦ લાખ... ૩૫ લાખ!
"આપણે જીતી ગયા રાહુલ! આ આખા શહેરની કમાણી આપણી છે!" અમિતે હવામાં ક્યુઆર કોડના વધેલા સ્ટીકરો ઉડાડતા બૂમ પાડી.
"હેન્ડ્સ અપ! ડોન્ટ મુવ!" રવીની ગન સીધી રાહુલના કપાળ પર હતી. આર્યાએ અમિતને કોર્ડન કરી લીધો.
રાહુલ અને અમિતના હોશ ઉડી ગયા. લેપટોપ સ્ક્રીન પર હજુ ફાઇનલ ક્રિપ્ટો ટ્રાન્સફરનું 'Confirm' બટન દબાવવાનું બાકી હતું. અમિતે હસતાં હસતાં કહ્યું, "તમે મોડા પડ્યા ઓફિસર. જો તમે આ લેપટોપને અડશો, તો ઓટો-ડિસ્ટ્રક્ટ કોડ આખા સર્વરને વાઇપ આઉટ કરી દેશે અને પૈસા કાયમ માટે ગાયબ થઈ જશે!"
"પૈસા ગાયબ થાય કે ના થાય, બેવકૂફો તમને કઈં નથી મળવાનું. તમારા આકાઓ નો પ્લાન તમને ડાલી માસ્કની જેમ મહોરું બનાવવાનો હતો. તમે વહેલા મોડા પકડાઈ જવાનાં એ તમારા આકા જાણતા હતાં અને એટલે જ તમને આ શોર્ટ કટ ટેક્નિક આપી હતી." આર્યા એ પેલા બન્નેની આંખોમાં આંખ પરોવી કડક શબ્દોમાં કહ્યું.
"ઓમેગા પ્રાઇમના ભરોસે કૂદવાનું બંધ કરો," કબીર ધીમેથી આગળ આવ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી એક નાની પેનડ્રાઈવ કાઢીને લેપટોપના સાઈડ પોર્ટમાં ભરાવી દીધી. "ગઈકાલે મેં જે 'Logic Bomb' બનાવ્યો હતો ને, આ તેની જ એન્ટી-ડોટ સ્ક્રિપ્ટ છે. ઓમેગા પ્રાઇમનો વાયરસ જેટલી સેકન્ડમાં પાસવર્ડ બદલે છે, આ સ્ક્રિપ્ટ તેનાથી દસ ગણી ઝડપે ડેટા પેકેટ્સને ફ્રીઝ કરી દે છે."
કબીરે જોરથી એન્ટર કી દબાવી. લેપટોપ સ્ક્રીન પર લાલ અક્ષરોમાં ફ્લેશ થયું: **"ACCESS DENIED TO OMEGA. SYSTEM REVERSED."**
રવીએ તુરંત જ ઝેનપે બેંકના ઓફિસરને લાઈવ કમાન્ડ આપ્યો: "ઓપરેશન સક્સેસફુલ. હોલ્ડ ધ ટ્રાન્ઝેક્શન એન્ડ રિવર્સ ધ મની!"
ગણતરીની મિનિટોમાં સ્કેમર્સના ડમી એકાઉન્ટ્સ ફ્રીઝ થયા અને ગ્રાહકો તથા વેપારીઓના અટવાયેલા આશરે ₹૩૫ લાખ સહી-સલામત રીતે તેમના અસલી માલિકોના ખાતામાં પરત (Refund) મોકલી દેવાયા. માર્કેટમાં વેપારીઓના મોબાઈલ પર એકસાથે મેસેજ રણક્યા—*Amount Credited Back*.
રાહુલ અને અમિતના હાથમાં લોખંડની હથકડીઓ ચમકી રહી હતી. ઇન્સ્પેક્ટર ઝાલા તેમને ગાડી તરફ લઈ જવા લાગ્યા. રવીએ ટેબલ પર પડેલું ડાલી માસ્ક હાથમાં લીધું, તેને ઉલટાવ્યું અને હસતાં હસતાં ગુનેગારો તરફ જોઈને કહ્યું, "ટેક્નોલોજી ગમે એટલી લેટેસ્ટ હોય, પણ કાયદાના હાથ તેનાથી પણ લાંબા હોય છે. ગેમ ઓવર, પ્રોફેસર્સ!"
પરંતુ કબીર હજુ પણ અમિતના મુખ્ય સર્વર મોનિટર તરફ જોઈ રહ્યો હતો. અચાનક, મની હેસ્ટના પ્રોફેસરના ડિજિટલ પોસ્ટરની પાછળ સ્ક્રીન ધ્રૂજી ઉઠી. દીવાલ પર લગાવેલા ત્રણ કર્વ્ડ મોનિટર્સ પર ફરીથી એ જ અનંતકાળનું પ્રતીક—**Ouroboros (પોતાની પૂંછડી ખાતો સાપ)** ઉપસી આવ્યું.
તેની નીચે લખાણ આવ્યું:
"આ તો માત્ર એક લોકલ ટેસ્ટિંગ હતું કબીર. ભારતના ફાઇનાન્સિયલ સેક્ટરની નબળાઈઓ સ્કેન થઈ ચૂકી છે. અસલી ડિજિટલ હૈસ્ટ તો હવે ગ્લોબલ ગ્રીડ પર શરૂ થશે... સી યુ ઇન લેવલ 4........"
કબીરે આર્યા અને રવી સામે જોયું. તેની આંખોમાં ગભરાટ નહીં, પણ એક અજેય પડકાર હતો.
"રવી, આર્યા... આ ચોરો તો માત્ર મોહરા હતા. ઓમેગા પ્રાઇમે આ સ્કેમ આપણી ક્ષમતા માપવા માટે કર્યો હતો," કબીરે મક્કમ અવાજે કહ્યું. "ઝાલા સાહેબને કહો કે કોફી તૈયાર રાખે... અસલી વૈશ્વિક જંગ હવે શરૂ થવાની છે!"
અદ્રશ્ય શત્રુ: લેવલ 4.............. (Coming Soon...)