સરકારી પ્રેમ - ભાગ 48 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 48

"એટલે જ નાણાં મંત્રી મને પહેલા જ દિવસે બોલાવી બધી અટપટી ફોર્મ્યુલા ની વાતચીત કરી રહ્યા હતા. " નવનીત કહે છે.

"હા સર. તમે એટલે જ કંઈ બોલ્યા નહીં એ જ સારું કર્યું." પ્રીતમ સિંહ કહે છે.

"મને આપ રાજસ્થાન ના જિલ્લા પ્રમાણે કૃષિ જમીન, ઉધોગ ની જમીન તેમજ સરકારી અને પ્રાઇવેટ જમીન કેટલી છે એ બધા વિષે આખો રિપોર્ટ મને બે દિવસ પછી એટલે કે સોમવારે આપજો." નવનીત કહે છે.

"સર પણ આ રિપોર્ટ શું કામ જોઈએ?" પ્રીતમ સિંહ પુછે છે.

"બસ બધી વાત તમને સમજાવવાની જરૂર નથી. હું જેટલું કહું એટલું જ કરો." નવનીત કહે છે.

"જો તમને યાદ ન હોય તો રિતેશ નામનો યુવાન ડેપ્યુટી કલેકટર તરીકે સિરોહી જિલ્લામાં વરણી પામ્યો હતો પણ છ મહિના પછી એણે આપઘાત કર્યો હતો. આપની પત્ની પણ હજી ત્યાં જ છે." પ્રીતમ સિંહ આગાહ કરે છે.

"એ જૂની વાતો છે. પણ મારી રિપોર્ટ સાથે રિતેશને શું કરવું?" નવનીત પુછે છે.

"સર એ વખતે રિતેશ જી પણ આવી જ કોઈ રિપોર્ટ પર કામ કરી રહ્યા હતા. આ જમીન પ્રકરણ થી દૂર જ રહો તો સારું." પ્રીતમ સિંહ કહે છે.

"અરે તમે સમજતા નથી હું શું કરવા માગું છું." નવનીત કહે છે.

"જે કરો એ ધ્યાન થી કરજો." પ્રીતમ સિંહ કહે છે.

"તમે બસ‌ બધો જ ડેટા ભેગો કરો. હું સોમવારે મળીશ." નવનીત ફટાફટ ઘર તરફ નીકળી જાય છે.

બીજા દિવસે શનિવાર હોવાથી મહેચ્છા ને ઓફીસ જવાનું ન હતું અને રોનક શ્રીવાસ્તવ સર ને કહી દીધું હોવાથી મહેચ્છા અને નવનીત બન્ને રિસોર્ટ માં પહોંચી જાય છે.

નવનીત અને મહેચ્છા રિસોર્ટ માં પહોંચી જાય છે તો નવનીત અને મહેચ્છા નું સ્વાગત કરવા માટે હોટેલ સ્ટાફ તૈયાર હોય છે. નવનીત કારમાં જ મહેચ્છા ને કહે છે:

"જો જે હમણાં જ આખી ટીમ તૈયાર હશે. આપણો રોફ જ એવો છે." 

"હા હો‌ રેવન્યુ કલેકટર સર." મહેચ્છા કહે છે.

કાર પહોંચી પછી બે જણા જેમાં કે રિસોર્ટ મેનેજર પણ હતો એ તરત જ નવનીત અને મહેચ્છા ને ફુલો ના બુકે સાથે સ્વાગત કરે છે. નવનીત તો સાતમા આસમાને હતો. તેને આ બધા માન સન્માન ખુબ જ ગમી રહ્યા હતા.

મહેચ્છા ને આ બધું બહુ ગમતું ન હતું. એ પોતાની રીતે બધાને નમસ્કાર કરી આગળ વધી રહી હતી ત્યારે જ અમુક સ્ત્રીઓ મહેચ્છા ને ઓળખી જાય છે અને મળવા આવવા નો પ્રયત્ન કરે છે. પણ હોટેલ સ્ટાફ ના પાડે છે.

"એમને આવવા દો." મહેચ્છા કહે છે. નવનીત ને આ નથી ગમતું.

મહેચ્છા બધી સ્ત્રીઓને મળી થોડીવાર વાતચીત કરે છે અને નવનીત સાથે પણ‌ ઓળખાણ કરાવે છે. નવનીત અણગમો વ્યક્ત કરી રહ્યો હોય એમ નમસ્કાર કરે છે. પોતાના રૂમમાં પહોંચી ગયા પછી નવનીત મહેચ્છા પર ગુસ્સે હતો.

"શું છે આ બધું?" નવનીત પુછે છે.

"આપણે લોકો હવે સામાન્ય માણસો નથી. તારી સાથે હું પણ હોઉ છું. તું સિક્યોરિટી ચેન તોડી પેલી મહિલાઓને મળવા દોડી જાય છે. કોઈ હથિયાર ધારી હોય તો?" નવનીત પ્રશ્ન કરે છે.

"તારી ખબર નથી પણ હું તો હજી પણ સામાન્ય જ છું અને રહેવાની. આપણે પ્રજા ના જ સેવકો છીએ અને જો તેમના થી જ દૂર રહીએ તો એમના દુ:ખ અને તકલીફો ને કેવી રીતે સમજી શકીએ?" મહેચ્છા કહે છે.

"તું કંઈક વધારે જ સેવા કરી રહી છે. હવે થોડી પતિદેવ સાથે મોજ મજા પણ માણી લે." નવનીત કહે છે.

પછી નવનીત અને મહેચ્છા રિસોર્ટ ની અંદર જ સ્વીમીંગ પુલમાં સ્નાન કરીને મજા માણે છે. આ તરફ રિસોર્ટ મેનેજર ને એક કર્મચારી કહે છે:

"સર બન્ને પતિ પત્ની આઈ.એ.એસ અધિકારીઓ છે. પણ બન્ને ની અંદર જમીન આસમાન નો ફેર છે. મહેચ્છા મેડમ લોકો ની ‌સાથે કેવી છુટથી મળે છે જ્યારે નવનીત સર તો પોતાની જાતને શું માને છે?"

"દરેક ને અલગ અલગ વ્યક્તિત્વ હોય છે. આપણે કોઈ ને વિષે ટિપ્પણી કરવાનો અધિકાર નથી. આપણું કામ રિસોર્ટ માં શ્રેષ્ઠ સેવાઓ આપવાનું છે." મેનેજર સમજાવે છે." મેનેજર જવાબ આપે છે.

નવનીત અને મહેચ્છા જ્યારે રૂમમાં પાછા આવે છે તો ટેડી બિયર સહિતના સોફટ ટોયઝ બેડ પર મુકેલ હતા. નવનીત પણ કંઈ સમજી ન શકયો.નવનીત રિસેપ્શન પર ફોન કરીને તપાસ કરે છે તો ખબર પડે છે કે રિસોર્ટ ના માલિક તરફથી મહેચ્છા માટે ગિફ્ટ હતી.

"તું જાણતી નથી કે આ ગિફ્ટ કોણે આપી છે?" નવનીત કહે છે.

"મને કોઈ નાની છોકરી સમજી રાખી છે? હું તો હંમેશા જ ખુબ પાકટ વય ની વ્યક્તિ પ્રમાણે વિચારું છું." મહેચ્છા કહે છે.

"તું મારી મહત્વાકાંક્ષા નથી સમજી શકતી." નવનીત કહે છે.

"શું? " મહેચ્છા પુછે છે.

"આ રેવન્યુ અધિકારી ની પોસ્ટ ખુબ મહત્વ ધરાવે છે. હું હજી અમુક પ્રોજેક્ટ વિષે તપાસ કરીશ. થોડા સમયમાં જ આપણે આ રાજ્યના પાવર કપલ બની જશું. મને રિતેશ ની સાથે શું થયું એ વિષે પણ ખબર પડશે." નવનીત કહે છે.

"પણ આ આંધળી દોટમાં મને ભૂલી ન જતો." મહેચ્છા હસે છે.

ત્યારે જ મહેચ્છા ના મોબાઈલ પર મધુકર ના નંબર થી ફોન આવે છે. મહેચ્છા હતપ્રભ બની ફોન ઉપાડે છે. સામે છેડે મધુકર જ હતો.

"પપ્પા આટલા દિવસો પછી?" 

"મમ્મી કેમ છે?" મહેચ્છા પુછે છે.

"એ આ દુનિયામાં નથી રહી. આજે સવારે જ કોઈ કાર ચાલક ની અડફેટે તે ચઢી ગઈ અને ગંભીર રીતે ઘાયલ બની ગઈ. થોડીવાર પહેલાં જ તે મૃત્યુ પામી." મધુકર કહેતા કહેતા રડી પડે છે.

"તમે જરાય ચિંતા ન કરો. હું હમણાં જ ત્યાં આવું છું." મહેચ્છા કહીને રડવા લાગી.

"શું થયું?" નવનીત પુછે છે.

મહેચ્છા રડીને નવનીત ને પકડી લે છે. પછી સરિતા ની આકસ્મિક મૃત્યુ વિષે માહિતી આપે છે તો નવનીત પણ દુઃખી થાય છે. નવનીત ને આમ‌‌ તો સરિતા સાથે નફરત હતી પણ‌ જે વ્યક્તિ હવે દુનિયામાં જ જીવતી ન હતી એની સાથે રાગ દ્વેષ રાખવાથી શું ફાયદો?સમાજ ના રિવાજો પ્રમાણે તો નવનીત ને જવું જ પડશે.

નવનીત મહેચ્છા ને હિંમત આપે છે. પછી એ તરત જ એમ.એલ.એ ના સેક્રેટરી ને ફોન કરીને સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન ની વ્યવસ્થા કરી દિલ્હી જવા માટે નીકળી જાય છે.

મહેચ્છા તો રડીને પોતાની જાત પર ફિટકાર વરસાવી રહી હતી. જ્યારે નવનીત તો છાતી ફુલાવીને ચાર્ટડ પ્લેન ની વ્યવસ્થા થઈ જવા પર ખુબ ખુશ હતો.સરિતા ની મૃત્યુ થી નવનીત ને કોઈ ફેર ન પડ્યો પણ‌ એ તો સામાજિક રીતિ રિવાજ નિભાવવા મહેચ્છા સાથે આવે છે.

દિલ્હીમાં પણ સિક્યોરિટી ની ગાડીઓ સાથે મહેચ્છા અને નવનીત મધુકર ના ઘર પાસે પહોંચી જાય છે ત્યારે લોકો બે ત્રણ લાલ બત્તી વાળી ગાડીઓ જોઈ ચર્ચા માં પડી જાય છે.

"દીકરી એ જીવતે જીવ તો સાચવ્યા નથી હવે આવવાથી શું ફાયદો?"