મહેચ્છા ના કાર્યની બધા જ ખુબ પ્રશંસા કરી રહ્યા હતા.મહેચ્છા ની ન્યુઝ પર ગતિવિધિઓ જોઈ નવનીત ખુબ ગુસ્સે થઈ જાય છે. તેને દિનકર દાસગુપ્તા સર યાદ આવી જાય છે.
એ કહેતા જ હતા કે મહેચ્છા ખરા અર્થમાં આઈ.એ.એસ અધિકારી બનવા લાયક છે. તેને સમાજ સુધારણા માં ખુબ રસ હતો. લીકેજ ની સમસ્યા નો ઉપાય મહેચ્છા ને લીધે જ થયો હતો.
મહેચ્છા સાંજે ઘરે પાછી પહોંચી ત્યારે નવનીત પહેલા થી હાજર હતો. આ વખતે નવનીત ની પાસે રિસોર્ટ ના બે દિવસ ના વાઉચર હતા. નવનીત ને પણ સરકારી બંગલા ની ઓફર મળી હતી પણ એ મહેચ્છા ના બંગલામાં રોકાઈ તેની જગ્યાએ કોઈ બીજી સુવિધાઓ લેવા માટે વિચાર કરે છે.
"આજે તો મારા કરતા પણ વહેલો આવી ગયો છે." મહેચ્છા ખુબ ખુશ થાય છે.
"હા પણ તું પાછી એવી જ બની ગઈ." નવનીત કહે છે.
"કેવી?" મહેચ્છા સમજી નહીં.
"અરે તારી અંદર સમાજસેવા ની ભાવના પાછી જાગૃત થઈ ગઈ છે. આ રોનક શ્રીવાસ્તવ તને ફસાવવા માંગે છે." નવનીત કહે છે.
"ના. તને ખબર નથી. રાજસ્થાનમાં ચાઈલ્ડ સેક્સ રેશિયો ખુબ જ ઓછો છે. મને આજે ફિલ્ડ માં જઈને આ વાત સમજાણી છે." મહેચ્છા કહે છે.
"અંહી સ્ત્રીઓ ની સંખ્યા પુરુષો ની સરખામણીએ ખુબ ઓછી છે. એ મને પણ ખબર છે. પણ તને શું?" નવનીત કહે છે.
"અરે હું આજે ગામની ઘણી બધી સ્ત્રીઓને મળી. એ બધાની એક જ ફરિયાદ હતી કે બાળક ના જન્મ પહેલાં જ ગામડાઓમાં જાતિની ઓળખ ઘણા ડોક્ટરો કરી આપે છે. જેથી જો છોકરી હોય તો તેને ગર્ભમાં જ મારી નખાય છે. આ જ તકલીફ ના લીધે જ્ઞાનકોશ યોજના હેઠળ લાભાર્થીઓને સરખો લાભ નથી મળતો." મહેચ્છા કહે છે.
"ઓ યાર તું લેક્ચર બંધ કર. જો તો ખરી આ હું આપણે બન્ને માટે શનિવારે અને રવિવારે રિસોર્ટ ના પાસ લેતો આવ્યો છું." નવનીત કહે છે.
"આ તો ફાઈવ સ્ટાર રિસોર્ટ છે. એક દિવસ ના વીસ હજાર. કોણે આપ્યા?" મહેચ્છા પુછે છે.
"એક બિઝનેસમેન ખુબ ખુશ થઈ આપી ગયો છે." નવનીત કહે છે.
"તે શું કર્યું?" મહેચ્છા પુછે છે.
"જે પણ કર્યું એ કાયદાકીય રીતે યોગ્ય હતું." નવનીત કહે છે.
મહેચ્છા નવનીત ના ગળે હાથ નાખી પછી સમજાવે છે:
"નવનીત ક્યારેય કોઈ મોટી ભૂલ ન કરી બેસતો.આ તક કોઈ ભાગ્યશાળી લોકોને જ મળે છે. આપણે ખુબ મહેનત કરી અંહી સુધી આવ્યા છીએ."
"મારી પર ભરોસો કર. ચલો હવે આજે દાલ બાટી નો પ્રોગ્રામ." નવનીત કહે છે.
એ રાત્રે બન્ને ચુપચાપ સામાન્ય માણસો બનીને નજીક જ દાલ બાટી ની હોટેલમાં પહોંચી જાય છે. પણ જમતી વખતે ન્યુઝ પર આવેલા ઈન્ટરવ્યુ જોઈ મહેચ્છા ને અમુક લોકો ઓળખી જાય છે. મહેચ્છા પણ એમની સાથે ફોટો પડાવે છે. નવનીત ને આ બધું ગમતું નથી.
પછી ઘરે પહોંચી નવનીત કહે છે:
" હવે તો આપણે બહાર જવાનું પણ અઘરું બની ગયું છે. તારી સમાજ સેવા પર કાબુ રાખ. મને જો મને કોઈ ઓળખે છે."
"જો નવનીત આ મીડિયા બોલાવવાનો આઈડિયા રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ નો હતો. હું કાલે જ ઓફીસ માં આ બધી વાતો કહી તેમને સમજાવીશ. પણ હું સમાજ સેવા તો કરતી જ રહીશ." મહેચ્છા કહે છે.
થોડીવાર લડીને પછી બન્ને સુઈ જાય છે. વળી નવનીત મહેચ્છા ને ધક્કો મારી પાડી દે છે. પછી બન્ને ભેગા મળીને એકબીજાની અંદર ઓતપ્રોત થઈને સુઈ જાય છે.
બીજા દિવસે સવારે જ મહેચ્છા રોનક શ્રીવાસ્તવ ની ઓફીસ માં હતી. એ રોનક શ્રીવાસ્તવ સાથે વાતચીત કરી કોઈ પ્લાન કરવા માંગતી હતી.
"વાહ વાહ મહેચ્છા તમે તો ખુબ જ સરસ રીતે જ્ઞાન કોષ યોજનાના અમલીકરણ પાછળ મહેનત કરી રહ્યા છો. મને ખુબ જ ગમ્યું." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"સર મારી એક વાત જો તમે માની શકો તો?" મહેચ્છા પુછે છે.
"હા હા કેમ નહીં?" રોનક શ્રીવાસ્તવ પુછે છે.
"સર ઘણા ઘરોમાં સ્ત્રીઓ જ્યારે સગર્ભા હોય છે ત્યારે બાળકનું જાતિ પરિક્ષણ કરવામાં આવે છે.જો એ છોકરી હોય તો એને મારી નાખવામાં આવે છે. પણ છોકરો હોય તો નો પ્રોબ્લેમ." મહેચ્છા કહે છે.
"આ તો એક હકીકત છે. તમે શું કરવા માંગો છો?" રોનક શ્રીવાસ્તવ કહે છે.
"સર જો તમારી પરવાનગી હોય તો હું એક મહિલા ટાસ્ક ફોર્સ બનાવવા માંગું છું. " મહેચ્છા કહે છે.
"એ શું કરશે?" રોનક શ્રીવાસ્તવ પુછે છે.
"એ મહિલા ટાસ્ક ફોર્સમાં ગામની જ મહિલાઓ સામેલ હશે. એ સાથે જ પોલીસ કર્મચારી પણ છુપા વેશે ગામમાં કે નજીકના તાલુકાના ડોક્ટરો ને ત્યાં ગમે ત્યારે રેડ પાડી શકે છે. જે ડોક્ટર લિંગ પરિક્ષણ કરતા પકડાઈ જાય એનું લાઈસન્સ જપ્ત કરી તેને જેલમાં નાખી દેવામાં આવે. એ સાથે જ પરિવારના જે પણ વ્યક્તિ આવા પરિક્ષણ કરાવે એમને પણ સજા મળવી જોઈએ." મહેચ્છા કહે છે.
"વાહ મહેચ્છા વાહ. હું તારી પ્લાનિંગ અને સોશિયલ નેટવર્કિંગ ની કુનેહ માટે ખુબ અભિનંદન આપું છું. આજે જ એક જાહેરનામું બહાર પાડીને સિરોહી જિલ્લામાં ટાસ્ક ફોર્સ બનાવવાની જવાબદારી તને આપી દઉ છું." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"સર ખુબ આભાર." મહેચ્છા કહીને પછી બીજા ગામની મુલાકાત લેવા માટે નીકળી જાય છે.
મહેચ્છા ના ગયા પછી અમિત પારેખ રોનક શ્રીવાસ્તવ પાસે પહોંચી જાય છે. રોનક શ્રીવાસ્તવ ને જોઈ અમિત પારેખ પુછે છે:
" સર આ નવી સવી યુવતી ની વાતો માં ક્યાં આવો છો? તમારે વર્ષ પછી બદલી થવાની. હું પણ દિલ્હી જવાનો."
" અમિત તમે ગમે તે કહો પણ આ યુવતી માં ખરેખર કંઈક વિશેષ છે. જો એક જ દિવસમાં એણે સિરોહી ના ગામમાં જઈ કેટલી સરસ વાત શોધી કાઢી. આ યુવતી ખુબ આગળ વધશે.
સમાજ સાથે જોડાણ એની તાકાત છે. આપણે આ વિષયમાં તો એની મદદ કરી જ શકીએ. એ ભલે ત્યાં કરે આપણે અંહી એને મદદ કરી દેવાની.
આપણે ક્યાંય નડતી નથી અને સમાજ સુધારણા જ કરે છે ને." રોનક શ્રીવાસ્તવ કહે છે.
એ દિવસે સાંજે જ રોનક શ્રીવાસ્તવ ના આદેશ પ્રમાણે સિરોહી જિલ્લા માટે એક ઓર્ડર કાઢી આપે છે.આ આદેશ પ્રમાણે મહિલા પોલીસ કર્મચારી છુપા વેશમાં ગમે ત્યારે ડોક્ટર ને ત્યાં પહોંચી લિંગ ભેદ ની ચકાસણી થાય છે કે નહીં તે જાણી શકે છે.
આ તરફ નવનીત આજે પ્રીતમ સિંહ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે પ્રીતમ સિંહ આરસ ની ખાણો વિષે વાતચીત કરે છે તો નવનીત સિરોહી જિલ્લા નો નકશો જોઈ પછી આરસ ની ખાણો નો બધો ડેટા જોવા માંગે છે.
"સર જો આ રાજસ્થાન સરકાર ની આવક ની વિગતો છે. સૌથી વધુ જો કોઈ ક્ષેત્રમાં આવક થાય છે તો એ પર્યટન ક્ષેત્ર છે.
બીજા નંબરે આવે છે આરસ તેમજ સિમેન્ટ માટે લાઈમ સ્ટોન અને જીપ્સમ નામની ધાતુઓ ની ખાણો. ત્રીજા નંબરે કલાકૃતિઓ અને મ્યુઝિયમ આવે." પ્રીતમ સિંહ કહે છે.