બે જુલિયા, એક ચમચો Munavvar Ali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે જુલિયા, એક ચમચો

*ભાગ 1: જુલિયા કાકી - 1942, બ્રિટન*

પ્રારંભમાં પોલ કાકાએ જુલિયા કાકીને ખૂબ મદ કરી. તેમણે કાકીને અલગ-અલગ પ્રવૃત્તિઓ સૂચવી. 

સૌપ્રથમ પોલ કાકાએ તેમને ટોપી બનાવવાનો વ્યવસાય શરૂ કરવાનો પ્લાન સમજાવ્યો. પરંતુ જુલિયા કાકીને ટોપી બનાવવાનું કામ ખૂબ જ કંટાળાજનક અને નિરસ લાગ્યું. 

પછી પોલ કાકાએ સૂચવ્યું કે, "તમે એક એવી પ્રવૃત્તિ વિશે વિચારો જેમાં તમને શોખ પણ હોય અને તેમાં વધારે વિચાર કરવો ન પડે." 

કાકીને તરત જ યાદ આવ્યું કે તેમને રસોઈનો શોખ છે. તેમણે રસોઈકલામાં રસ દાખવ્યો અને કુકરી પ્રોગ્રામ વિશે માહિતી મેળવી. તેમના પોતાના ફળિયામાં જ તેમને ક્લાસ મળી ગયા. 

પરંતુ તે ક્લાસ 'બિગિનર્સ' માટે હતા. તેમાં એવા લોકો આવતા હતા જેમને માત્ર પૈસા કમાવવા માટે રસોઈ શીખવી હતી. જુલિયા કાકીને આ ગમ્યું નહીં. તેઓ સીધા પ્રિન્સિપાલ પાસે ગયા અને વાત કરી. 

પ્રિન્સિપાલે કહ્યું, "પ્રોફેશનલ ક્લાસ મોંઘા છે. તે તમને 600 પાઉન્ડમાં પડશે. જ્યારે તમારા હાલના ક્લાસ તો માત્ર 230 પાઉન્ડના છે. શું તમે તે કરવા માંગો છો?" 
કાકીએ હા પાડી. 

પ્રિન્સિપાલે ફરી ચેતવણી આપી, "તે ક્લાસમાં ફક્ત પુરુષો જ શીખવા આવે છે." 
તોય કાકીએ હિંમતથી કહ્યું, "મારે તે જ ક્લાસ કરવા છે. અને મારી હાલની ફી મને પાછી નથી જોઈતી." 

ફીના લોભમાં પ્રિન્સિપાલ માની ગયા અને કાકીને પ્રોફેશનલ ક્લાસમાં પ્રવેશ મળી ગયો. 

પહેલા જ દિવસે કાકી સવારે 7 વાગ્યાના ક્લાસ માટે સાડા છ વાગ્યે પહોંચી ગયા. તેમનો જુસ્સો જોઈને બધા હેરાન થઈ ગયા. 
શરૂઆતમાં તેમને ફક્ત કટિંગ શીખવવામાં આવ્યું. એક કલાકમાં 60 ડુંગળી કાપવાનું ટાસ્ક હતું. કાકી 40 જ કાપી શક્યા. 

પરંતુ તેમણે હાર ન માની. મહેનત અને પુરુષાર્થમાં માનનારા કાકી ઘરે ગયા અને મોડી રાત સુધી પ્રેક્ટિસ કરી. 
બીજા જ દિવસે સવારે તેમણે એક કલાકમાં 60 ડુંગળી કાપીને બતાવી દીધી. 

ટૂંક સમયમાં જ કાકીએ પ્રોફેશનલ ટીમમાં આગવું સ્થાન મેળવ્યું, કારણ કે બીજા પુરુષો પણ એવું રસોઈ કરી શકતા ન હતા જેવું કાકી બનાવી શકતા હતા. 

એકવાર તેઓ પાર્ટીમાં ગયા ત્યાં તેમને મહેમાનમાંથી એક સ્ત્રીએ બોલાવ્યા જેનું નામ સીમકા હતું. 

સીમકા એમની સાથે કામ કરવા માંગતી હતી, તેણે પોતાનો પરિચય આપ્યો બદલામાં કાકીએ પણ પોતાનો પરિચય આપ્યો. 

એ કહ્યું કે તે એક ચોપડી પ્રકાશિત કરવા માંગે છે અને તે કુકિંગને લગતી છે તો તેની સાથે કામ કરવા માટે તમે ખુશ છો? 

કાકીએ હકારમાં માથું હલાવ્યું.

આ બાજુ કાકી પણ ધીરે ધીરે પ્રક્રિયા કરવા લાગ્યા. 

પહેલા સીમકાએ કહ્યું કે, "મારી એક મિત્ર છે જેને રસોઈ શીખવાડવા માટે એક ટીચરની જરૂર છે, તો તમારે ટીચર બનવું છે જે રસોઈ શીખવાડી શકે?" 

જુલિયા કાકીને આ વાત ગમી ગઈ અને તે રસોઈ શીખવવા માટે હા કહેવા લાગી. કાકી ખુશ થઈ ગયા.

બીજે દિવસે સવારે કાકીના ઘરે સંદેશો પણ આવ્યો. સંદેશામાં લખ્યું હતું કે તેને એક પુસ્તક છાપવા માંગે છે જેમાં તેમની રસોઈ માટેની બુક સિલેક્ટ કરવામાં આવી છે. 

સાંભળીને કાકી ખૂબ ખુશ થઈ ગયા અને રાતે કાકાને પણ બતાવ્યું. 

મની ઓર્ડર દ્વારા આઠસો ડોલર અમેરિકાથી મોકલવામાં આવ્યા હતા. 

પછીના દિવસે તેમની બહેન ત્યાં આવવાની હતી કાકીને મળવા, કેમ કે તેના લગ્ન લેવા આવવાના હતા. 

તો સવારે લેવા માટે ફટાફટ કાકા-કાકી લંડનના રેલ્વે સ્ટેશનએ પહોંચી ગયા. 

બહેનને જોઈને કાકી ખૂબ ખુશ થઈ ગયા કેમ કે છ વર્ષથી મળ્યા ન હતા. 

રેલવે સ્ટેશન પર ધુમાડા ઉડતા હતા કેમ કે તે વખતે સ્ટીમ એન્જિન હતા. 

બે બહેનો વચ્ચે આપણા પાતળા કાકા હતા. 
કાકાએ પોતાની બહેનનું અભિવાદન કર્યું અને તેઓ ઘરે રવાના થયા. 

આવતા પહેલા તેઓ એક હોટલમાં જમવા માટે ગયા. 
કાકીને જમવાનું ખૂબ ભાવ્યું. 

બહેનના લગ્ન વખતે પાર્ટી રાખવામાં આવી હતી અને લગ્ન લંડનમાં જ રાખવામાં આવ્યા હતા જેમાં કાકીના પરિવારજનો આવ્યા હતા. 

સસરાને જોઈને જમાઈ એટલે કે કાકા પોલ ખુશ ન થયા કેમ કે તેમના લગ્ન લવ મેરેજથી થયા હતા અને તેમના સસરાજી તે વાતથી માન્ય ન હતા. 

પોલ કાકા બધું આજે ભુલાવવા માંગતા હતા અને તેઓ કાકીને ડાન્સ કરવા લઈ ગયા.

જુલિયા કાકી પાસે તેમના જૂના ટીચર આવ્યા, પ્રિન્સિપાલ જે કડક હતા.

તેઓ આવીને કહેવા લાગ્યા કે તમારું આ પુસ્તક કોઈ ખરીદશે નહીં કેમ કે તેમાં ખૂબ ભૂલો છે અને તમે કુકિંગની કોઈ કૌશલ્ય જાણતા નથી.
એમ કહીને તેઓ મોટેથી હસીને ચાલ્યા ગયા. 

આ જોઈને કાકીએ પણ તેમની નકલ ઉતારી. 

પ્રિન્સિપાલની આ વાત સાચી પુરવાર નીવડી. 

અરે કાકી, સીમકા અને તેમની સહેલી પુસ્તક છપાવવા ગયા ત્યારે પ્રકાશકે છપાવવા માટે ના પાડી દીધી કારણ કે તે 700 પાનાની ચોપડી હતી. 

તેઓ વાચક મિત્રોને, ગૃહિણીઓને મદરૂપ થાય તેવી ચોપડી છાપવા માંગતા હતા અને આ ચોપડી એનસાયક્લોપીડિયા એટલે કે ગાઈડ હતી.

જેમાં પ્રથમ ચેપ્ટરમાં ગ્રીલ્ડ આઈટમો, બીજા ચેપ્ટરમાં ઈંડા અને ત્રીજા ચેપ્ટરમાં સૂપનો સમાવેશ થતો હતો. 

પછીના દિવસે કાકી સીમકા સાથે તેમની પાર્ટનરને મળવા નાસ્તાની દુકાને ગયા. ત્યાં તેનો મૂડ ખરાબ થઈ ગયો હતો તેથી તે રડતી હતી. કાકીએ કહ્યું કે આ રડે છે એટલે તમે કશું બોલશો નહીં એટલે સીમકા ચૂપ રહ્યા. 

પછી તેમનાથી રહેવાયું નહીં અને કહી દીધું કે તમારા કુકિંગમાં કોઈ હિસ્સો નથી અને અમારી બુકમાં પણ તમારી કોઈ ભાગીદારી નથી તેથી અમે તમારો 25% નો હિસ્સો લઈને તમને ફક્ત 10% આપીએ છીએ. 

આ વાત પર તેમની પાર્ટનર નારાજ થઈ અને કહેવા લાગી કે 18% તો હું લઈને જઈશ. 

તેના પરથી કાકીએ કહ્યું કે 12% થી વધારે નહીં. 
અને તમારું નામ પણ ખૂબ નીચે ઝીણા અક્ષરે લખવામાં આવશે. 

આ જોઈને પાર્ટનર મિત્ર વધુ નારાજ થયા.

રિચાર્ડને એમ્બસીમાં ફરીથી બોલાવવામાં આવ્યા, તેમના ટ્રાન્સફર વિશે વાત ચાલતી હતી અને સાથે તેમને થોડો માનસિક ત્રાસ આપવામાં આવ્યો. 

ઘરે આવીને કાકાએ બધી વાત કાકીને કરી તો તેઓ પણ થોડા મૂંઝાયા. 
કાકી કહેવા લાગ્યા કે આપણને ટ્રાન્સફર થતાં કેટલો સમય જશે? તો કાકાએ કહ્યું આઠ મહિના. તેથી કાકીએ કહ્યું કે મારી બુક છપાવતા મને બે વર્ષ લાગી જશે.

આ સાંભળી કાકા વધુ મૂંઝાયા.
વિચારવા લાગ્યા કરવું તો કરવું શું?

આ તરફ કાકીની સ્ટોરી જોનાસ નામની મહિલાએ સાંભળી લીધી.

કાકીની વાર્તાનું પુસ્તક પોતાના હસ્તક લઈ લીધું અને તેમાં રહેલી 64 નંબરની વાનગી બનાવવા ઘરે ટ્રાય કરી અને તે ખૂબ જ સ્વાદિષ્ટ બની. તેથી જોનાસ ખૂબ ખુશ થઈ અને કાકીના પુસ્તકની કોપી પોતાના માટે છાપી લીધી અને કાકીને તેમનું વળતર 1000 ડોલર આપી દીધું. 

બાદમાં એ આ વાત કાકાને કરી અને બંને ખુશ થઈ ગયા. 

વાર્તાના અંતે જણાવવામાં આવે છે કે કાકીનું તે પુસ્તક 49 આવૃત્તિ સુધી પહોંચી ગયું છે.

*ભાગ 2: જુલી પોવેલ - 1971, ફ્લોરીડા, અમેરિકા*

વાર્તા હવે 1971ના અમેરિકામાં શરૂ થાય છે. ફ્લોરીડા સિટીમાં જુલી અને તેના પતિ રિચાર્ડ એક રેસ્ટોરન્ટના ઉપરના માળે રહેતા હતા. રૂમના અભાવે તેમને આ જગ્યા મળી હતી. રોડ પર હોવાથી ત્યાં ટ્રાફિકનો અવાજ સત રહેતો હતો. 

જુલી સરકારી નોકરીમાં હતી. 'ઘાયલ વિભાગ'માં તે લોકોને ફોન કરીને પ્રોત્સાહન આપવાનું અને સલાહ આપવાનું કામ કરતી હતી. પરંતુ તેનું જીવન એકદમ ઘાટા પડ્યું જેવું હતું. તેથી તે જીવનમાંથી થોડો 'બ્રેક' લેવા માંગતી હતી. 

તેણે રિચાર્ડને પૂછ્યું, "હું મારી સાથે બીજી કોઈ પ્રવૃત્તિ કરું તો કેવું રહે?" 
રિચાર્ડે કહ્યું, "તું બ્લોગ લખવાનું શરૂ કર અને લેખિકા બની જા." 

જુલીએ પૂછ્યું, "શાના વિશે લખું?" 
રિચાર્ડે કહ્યું, "તારી રોજિંદી ઓફિસની પ્રવૃત્તિ વિશે લખ." 
જુલીએ ના પાડી. "એનાથી લોકો કંટાળી જશે. એના કરતાં હું મારા શોખ વિશે લખીશ. હું રસોઈ પર લખી શકું?" 
રિચાર્ડે કહ્યું, "આ તો ખૂબ સારો આઈડિયા છે." 

તરત જુલીના મનમાં ખ્યાલ આવ્યો: તેની આદર્શ તો જુલિયા ચાઇલ્ડ છે, જેમણે પોતાનું રેસિપી પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. 

જુલીએ નક્કી કર્યું કે તે જુલિયા ચાઇલ્ડના પુસ્તકની 524 વાનગીઓ ખૂબ જ ઓછા સમયમાં બનાવીને બતાવશે. તેણે 365 દિવસમાં 524 રેસિપી પૂરી કરવાનો ટાર્ગેટ સેટ કર્યો. 

પહેલા દિવસે તેણે લખ્યું કે સામાન લાવવામાં તેને કેવી મુશ્કેલીઓ પડી. જેમ કે, બાફેલા પાંદડા તે મેટ્રો ટ્રેનમાં લઈ જઈ રહી હતી ત્યારે ઘણા લોકોને માથામાં વાગ્યા. તેણે બધાની માફી માંગી અને આ ઘટના પણ લેખમાં લખી. 

પછી તે માહિતીસભર સામગ્રી એકઠી કરવા લાગી. રેસિપીમાં વપરાતી વસ્તુઓ તે દૂર-દૂરથી લાવતી, તેને બનાવીને રિવ્યૂ પણ લખતી. લેખમાં તે બનાવતી વખતે પડેલા પડકારો અને સાથે-સાથે રોજિંદી ક્રિયાઓ વિશે પણ બે લીટી લખતી. 

શરૂઆતના 34 બ્લોગ પોસ્ટમાં કોઈ વાચક ન આવ્યો. તેની માતાએ ફોન કરીને કહ્યું, "આ બધા નાટક બંધ કર અને ફક્ત નોકરી પર ધ્યાન આપ. તારો ફોન નંબર આપ. તું નોકરી છે. એમાં જ સુખી થશે. તું જે પણ કામ હાથમાં લે છે તે અધૂરું મૂકી દે છે અને પછી ટેન્શનમાં આવીને ચૂપ થઈ જાય છે. આ બધું છોડી દે." 

પરંતુ જુલીએ માતાની વાત માની નહીં. તેણે લેખન ચાલુ રાખ્યું. 
દરેક બ્લોગ પોસ્ટ પછી તેના ટેરેસ પર પાર્ટી રાખતી, જેમાં તેના અને રિચાર્ડના અંગત મિત્રોને બોલાવવામાં આવતા. 

જુલી પોવેલ દરેક વાનગી બનાવવામાં ખૂબ મહેનત કરતી હતી. તેને વારંવાર પ્રયાસો કરતી અને અથાક પ્રયત્ન કરીને તે વાનગીને સફળ બનાવી દેતી. 

આ બધું તેના વાચકોને ગમી ગયું અને પછી તેના વ્યુઅર્સ વધવા લાગ્યા. તેના એક જ બ્લોગ પર એકવાર 14 કોમેન્ટ આવી. 

આ જોઈ તે એટલી ખુશ થઈ ગઈ અને પોતાની ઓફિસની મિત્રને કહ્યું કે તેને આવી રીતે સારા પ્રતિભાવ આવે છે. મારા મમ્મી ને મેં નંબર આપ્યો છે જે આ મુજબ છે: 8347981734

ઓફિસમાં એક દિવસ મધ્યાહન પછી, 
પ્રગતિ રિપોર્ટ માટેની એક બેઠક યોજવામાં આવી. જે નાસ્તાની મીટિંગ હતી જેમાં ચાર અલગ-અલગ ઓફિસમાં કામ કરતી સહેલીઓ આવી હતી જેમાં આપણી જુલી પોવેલ પણ ગઈ હતી. 

જુલી પોવેલ હાથમાં રહેલી ચોકલેટ સ્ટિક પકડીને ચાવવા લાગી તો તેની મિત્રએ ના પાડી અને કહ્યું કે બધા લોકો ખાય પછી આપણે ખાવાનું છે. 

બધી સહેલીઓ પોતાના ફોનમાં મશગૂલ હતી. 

જુલી પોવેલને આવું ગમતું ન હતું કેમ કે તે મિટિંગમાં બધાને સાંભળવા આવી હતી. 

તેણે જાણ્યું કે સુગંધાનો નોકર આવ્યો નથી, તેથી સુગંધાને એકલા કોફી બનાવવી પડશે. 
બીજા પણ અલગ અલગ મુદ્દાઓ હતા. 
જે ચર્ચાનો વિષય હતા. 

જુલિયાની મૈત્રીએ એ કહ્યું કે તારું ઓફિસનું કામ કેમ ચાલે છે? 
સાથે સાથે તું કોઈ બીજી પ્રવૃત્તિ કરે છે તે સાચું છે? 

તેણીએ હા કહ્યું અને કહ્યું કે હું જુલિયા ચાઇલ્ડની દરેક વાનગીઓ બનાવવાની ચેલેન્જ લીધી છે.

હવે જુલી આગળની વાનગી બનાવવાની ટ્રાય કરે છે જે માટે ભરેલું ચિકન બનાવવા માંગતી હતી પરંતુ તે બે વાર ફેલ ગઈ. 

જેમાં એક વાર તે ચિકન લઈને જમીન પર બેસી પડી અને તે લપસી પડી, અને નાના બાળકની જેમ રડવા લાગી. 

આ જોઈને પતિ રિચાર્ડ પણ દુઃખી થયા, અને કહેવા લાગ્યા કે તારી ચિકન બગડી નથી, લાવ હું સાફ કરી આપું.

પછી તેમણે સાથ આપ્યો અને રાતે જમવા માટે મિત્રોને બોલાવી લીધા. 

બારીમાંથી બહાર તેમણે બધી વાનગીઓ લઈ જવાની શરૂ કરી. 

તેમણે ભરેલું ચિકન અને ચીઝ-ચોકલેટ વાળું ખાધું.

આ બાજુ જુલી દુનિયાભરની વિવિધ રેસીપીઓ ટ્રાય કરી રહી હતી પરંતુ તેને અમુક મૂંઝવણો દૂર થતી ન હતી. 

એકવાર તે ઝાલીવાળું મટન બનાવી રહી હતી જેમાં ઝાલી ઊંધી થઈ જતી હતી અને સરળતાથી નીકળતી ન હતી. તેને નવાર બનાવી દીધી હતી. 

અને તેના પતિએ તેનો મજાક ઉડાવ્યો તેથી તે વધુ નારાજ થઈ ગઈ અને પતિ સાથે અબોલા કરી લીધા. 

પતિ રિચાર્ડ પણ તેની વાતથી નાખુશ થયા અને ઘર છોડીને જતા રહ્યા. 

જુલી હવે ટેન્શનમાં આવી ગઈ અને રાતે તે પોતાના લેખમાં લખ્યું કે તૈયાર છે નાસ્તો કરવા આવી જાઓ. 

બે દિવસ પછી રિચાર્ડે આ પોસ્ટ વાંચી અને તે રાતે વરસાદમાં જુલી પોવેલને મળ્યા અને કહ્યું કે મને માફ કરી દે. તો તમે સામેથી માફી માંગતો જોઈ જુલી ખૂબ ખુશ થઈ અને બંને સાથે ઘરે જતા રહ્યા. 

પછી જુલી પોવેલ પોતાની આ ચેલેન્જમાં સફળ રહી અને તે 524 અલગ અલગ વાનગી બનાવી શકી.
એક વાચક મિત્રએ ખુશ થઈને જુલી પોવેલ માટે ચીલી સોસ અને ઘીનું પેકેટ મોકલ્યું.

અંતની નજીક કાકીને તેમની બહેનનો એક પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે જે બહેનના લગ્ન થયા હતા તે હવે એક છોકરાની મા થઈ ગઈ છે. 
કાકીએ આ પત્ર ઘરે વાંચ્યો અને ખુશીના માર્યા રડી પડ્યા.

તેને આવા અદભુત પ્રસંગ માટે જુલિયાના મ્યુઝિયમમાં જવાનું વિચાર્યું જ્યાં તેના આધારે એક વાસણો, હામામ-દસ્તો પણ સાચવીને રાખ્યા હતા.

તેણે ત્યાં પોતાના ફોટા પડાવ્યા અને તેની સાથે લાવેલું મીઠા વગરનું બટર લાવીને કાકીના ફોટો ફ્રેમ નીચે મૂકી દીધું.

અને પેલી છોકરી જુલી પોવેલ એ પણ હવે ચોપડીઓ છાપવા લાગી છે અને તે સરસ લેખક બની ચૂકી છે અને તેઓ હવે પીઝાની હોટલની ઉપરના મકાનમાં રહેતા નથી, હવે તેમણે પોતાનું મકાન લઈ લીધું છે.

--