છાંયો - 9 - ભયંકર સત્ય Kuraso દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છાંયો - 9 - ભયંકર સત્ય

રાત્રિના લગભગ બે વાગ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં હજુ પણ લાઇટો ચાલુ હતી.

અર્જુન પોતાની કેબિનમાં બેઠો હતો.

ટેબલ પર અનેક ફાઇલો ખુલ્લી હતી.

ચાર હત્યાઓ.

ચાર લોકો.

અને એક જ નામ.

છાંયો.

અર્જુન ફરી એકવાર તે જૂની ફાઇલ ખોલે છે.

પંદર વર્ષ પહેલાનો અકસ્માત.

ફોટોમાં એક કાર રોડ પર ઊભી હતી.

થોડા અંતરે ત્રણ મૃતદેહ પડેલા હતા.

એક પુરુષ.

એક સ્ત્રી.

અને એક બાળકિ .

અર્જુન ધીમે બોલ્યો:

“આ કેસમાં કંઈક ખોટું છે…”

તે જ સમયે કરણ કેબિનમાં આવ્યો.

તેના હાથમાં નવી ફાઇલ હતી.

“સર… એક મહત્વની માહિતી મળી છે.”

અર્જુન તરત ઊભો થયો.

“શું?”

કરણ બોલ્યો:

“તે રાત્રે માત્ર એક કાર નહોતી.”

અર્જુન ચોંકી ગયો.

“શું?”

કરણ બોલ્યો:

“એક્સિડન્ટ રિપોર્ટ મુજબ ત્યાં બે કાર હતી.”

“એક કાર વિક્રમ શાહની હતી…”

“અને બીજી કાર…”

કરણ થોડા પળો માટે અટક્યો.

અર્જુન પૂછે છે:

“બીજી કાર કોની હતી?”

કરણ બોલ્યો:

“રાકેશ મ્હેતા ” 

અર્જુનના મનમાં એક જ વિચાર આવ્યો.

“એટલે કે…”

“આ અકસ્માત એક અકસ્માત નહોતો.”

કરણ ધીમે બોલ્યો:

“હા સર…”

“શાયદ આ એક કવર-અપ હતો.”

અર્જુન તરત માયરાને ફોન કરે છે.

થોડી જ પળોમાં માયરા ઓફિસમાં આવી જાય છે.

અર્જુન તેને આખી માહિતી કહે છે.

માયરાની આંખો મોટી થઈ ગઈ.

“તો તેનો અર્થ…”

“આ પાંચેય લોકો કંઈક છુપાવી રહ્યા હતા.”

અર્જુન માથું હલાવે છે.

“અને કદાચ એ જ કારણ છે કે હવે કોઈ તેમને મારી રહ્યો છે.”

માયરા થોડા સમય સુધી વિચારમાં પડી ગઈ.

પછી તેણે ધીમે કહ્યું:

“પણ એક પ્રશ્ન હજુ બાકી છે.”

અર્જુન પૂછે છે:

“કયો પ્રશ્ન?”

માયરાએ કહ્યું:

“આદિત્ય પંદર વર્ષ ક્યાં હતો?”

તે જ સમયે શહેરના બહારના વિસ્તારમાં એક જૂનું અનાથ આશ્રમ હતું.

એક વૃદ્ધ માણસ ત્યાં બેસેલો હતો.

તેનું નામ હતું ફાધર જોસેફ.

તે રાત્રે જૂના રેકોર્ડ્સ જોઈ રહ્યો હતો.

અચાનક દરવાજા પર કોઈએ ટકોરા માર્યા.

ફાધર જોસેફ ધીમે દરવાજો ખોલે છે.

બહાર એક માણસ ઊભો હતો.

તેના ચહેરા પર શાંતિ હતી.

ફાધર જોસેફ તેને જોઈને થોડા પળો માટે ચૂપ રહી ગયા.

પછી તેઓ ધીમે બોલ્યા:

“આદિત્ય…”

માણસ હળવું સ્મિત કરે છે.

“હેલો ફાધર.”

ફાધર જોસેફના ચહેરા પર ચિંતા દેખાઈ.

“તુ અહીં શા માટે આવ્યો છે?”

આદિત્ય ધીમે બોલ્યો:

“જૂના પ્રશ્નોના જવાબ લેવા.”

ફાધર જોસેફ ગંભીર અવાજમાં બોલ્યા:

“ભૂતકાળને જીવંત કરવાથી કંઈ સારું નથી થતું.”

આદિત્યની આંખોમાં એક અજબ ઠંડક હતી.

“ક્યારેક ન્યાય માટે ભૂતકાળને જીવંત કરવું પડે છે.”

ફાધર જોસેફ ધીમે ખુરશી પર બેઠા.

“તને બધું ખબર પડી ગયું છે?”

આદિત્ય બોલ્યો:

“હા.”

“તે રાત્રે માત્ર અકસ્માત નહોતો.”

“તે એક યોજના હતી.”

ફાધર જોસેફ ધીમે માથું ઝુકાવે છે.

“હા.”

“તારા પિતાએ વિક્રમ શાહના ગેરકાયદેસર ના ધંધા વિશે પોલીસને માહિતી આપી હતી.”


આદિત્ય: મારા પિતા તો એક સામાન્ય કામ કરતા તો પછી ??

ફાધર જોસેફ: પણ પહેલા તારા ફાથર એક ગુંડા હતા લગન થયા બાદ તારા માતા ના કહેવાથી તે બધું મૂકી ને શાંતિ ભર્યું જીવન જીવવા લાગ્યા ...જયારે તારી નાની બહેન ને કેન્સર નું ઓપરેશન હતું ત્યારે તારા ફાથર વિક્રમ શાહ પાસે થી પાંચ કરોડ માંગ્યા અને  જો નહિ આપે તો તેના ધંધા વિષે બધી માહિતી પોલિશ ને આપી દેશે 

“અને એ કારણે…”

“વિક્રમ શાહ તેમને રસ્તામાંથી હટાવવા માંગતો હતો.”

આદિત્યની આંખોમાં ગુસ્સો ચમક્યો.

“એટલે તેણે કાર ટક્કર મારી.”

ફાધર જોસેફ ધીમે બોલ્યા:

“ના .”
વિક્રમ શાહ સંજય મલ્હોત્રા ના નાજાયજ સન રાકેશ મહેતા નો ફાયદો ઉપાડ્યો

આદિત્ય: શું ?? રાકેશ મહેતા તેનો સન છે પણ તેનો ફાયદો કઈ રીતે ???

જોસેફ : એક રાત્રે રાકેશ તેના ફાધર પાસે થી હક માંગવા તેના ફાધર ના ઘેર જાય છે કારણકે તેના બબીઝ્નેસ્સમાં મોટો લોસ થયો હતો અને બરાબર તે જ સમયે સંજય મલ્હોત્રા અને વિક્રમ શાહ તારા ફાધર નો મર્ડર પ્લાન કરવા ભેગા થયા હતા એટલામાં રાકેશ ત્યાં આવી સંજય પાસેથી પૈસા માંગવા લાગ્યો સંજયે તેને ના પાડી તેને અબોલા ને કડવા વેણ કહી ત્યાંથી હાંકી મુક્યો વિક્રમ તરત પૂછે છે શું સંજય  ભાઈ તમારા દીકરા પ્રત્યે તમને પ્રેમ નથી કે શું ??  સંજય કહે છે ના સાવ એવી વાત નથી પણ એનો મતલબ એવો નથી કે તે દર વખતે ભૂલો કરે ને મારા પર બિલ ફાળે પછી સંજય પાછો મુદ્દા પર આવે છે, સાંભળ વિક્રમ હું આવખતે તારો સાથ નહિ આપું મારે કાદવ માં થી બારે રહેવું છે હું આવખતે ઈલેક્સન માં ભાગ લેવાનો છું તારે પૈસા જોતા હોય તો હું તને આપી દઈશ એનાથી વધારે હું કઈ નહિ કરી શકું પણ વિક્રમ ને  ખબર હતી કામ કેમ કરવાનું છે તે સીધો જ રાકેશ પાસે જાય છે અને કહે છે રાકેશ હું તને એટલા પૈસા આપીશ કે તારા બધા લોસ કવર થાય અને પાર્ટનર શિપ પણ આપીશ જેથી તારે ક્યારે પણ તારા ફાધર પાસે હાથ લમ્બો ના કરવો પડે રાકેશ કહે છે હું ગમે તે કરવા તૈયાર છું પછી વિક્રમ તારા ફાધર ના મર્ડર નો પ્લાન કરે છે 

 


આદિત્ય : પણ આ બધું તમને કેમ ખબર ?? અને તમે મને શા માટે તમે એડોપટ કર્યો 

જોસેફ : પછતાવો ...કમનશીબે હું સંજય મલ્હોત્રા ને ત્યાં નોકર હતો જયારે આ બધી વાત થતી ત્યારે હું ત્યાંજ હતો મને દેખાય ગયું હતું હવે કોઈક નું મર્ડર થવાનું છે હું છાનોમાનો વિક્રમ ની ગાડીની ડેકી મા બેસી રાકેશ અને વિક્રમ ની વાત પણ જાણી ગયો


આદિત્ય : જો તમને ખબર હતી તો પછી મારા પરિવાર ને શા માટે ના બચાવ્યો 


જોસેફ : દીકરા તમને બચાવા મેં મારા મિત્ર ઇન્સ્પેટ કિરીટ ને સખડી વાત કહી તેણે મને કહ્યું ના આપડે આ વાતનો ફાયદો ઉપાડવો જોયે આપણે બને ને પરિવાર માટે રૂપિયા ની જરૂર છે વિક્રમ ને બોલાવી આપડે સમજી લઇ પેલા મને આ યોગ્ય ના લાગ્યું પણ લાલચ મા હું આવી ગયો અને વિક્રમ શાહ સાથે અમે મિટ્ટટિંગ કરી ઇન્સ્પેકટર કેસ ને રફા દફા કરશે અને હું કોઈ ને કહીશ નહિ અને અમને બને ને બે કરોડ રૂપિયા મળશે 

“અને પછી બધાને પૈસા આપીને કેસ દબાવી દીધો.”

રૂમમાં થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ.

આદિત્ય ધીમે બોલ્યો:

“હવે બધાનો હિસાબ પૂરો થઈ રહ્યો છે.”

ફાધર જોસેફ પૂછે છે:

“અને અંતે શું મળશે?”

આદિત્ય થોડું વિચારે છે.

પછી બોલ્યો:

“શાંતિ.”

તે જ સમયે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં અર્જુન એક મહત્વની માહિતી શોધે છે.

તે ફાઇલમાંથી એક ફોટો બહાર કાઢે છે.

ફોટોમાં પાંચ લોકો હતા.

અર્જુન ધીમે બોલ્યો:

“આ પાંચ લોકોમાંથી ચાર મરી ગયા…”

“પરંતુ પાંચમો માણસ હજુ જીવતો છે.”

કરણ પૂછે છે:

“કોણ?”

અર્જુન ધીમે બોલ્યો:

“વિક્રમ શાહ.”

અને ક્યાંક શહેરના અંધકારમાં…

એક માણસ ઊભો હતો.

તેના હાથમાં ફરી એક ફોટો હતો.

આ ફોટો પર એક જ ચહેરો બાકી હતો.

વિક્રમ શાહ.

આદિત્ય ધીમે બોલ્યો:

“હવે છેલ્લો અધ્યાય.”