સરકારી પ્રેમ - ભાગ 44 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 44

"હેલ્લો.. હેલ્લો.." નવનીત કહે છે.

"શું થયું? હું એમ.એલ.એ. જ વાત કરું છું." સામે થી અવાજ આવે છે.

"ઓ કે સર." નવનીત હામી‌ ભરી દે છે.

પહેલા જ દિવસે મહેચ્છા નવનીત ને વેલકમ પાર્ટી આપવાની હતી. તે સાંજે સર્કીટ હાઉસમાં પહોંચી રૂમમાં નાની એવી કેક અને બીજી બધી વ્યવસ્થા કરી રાખે છે. થોડીવાર પછી જ સાત વાગ્યે નવનીત ફોન કરે છે.

"મહેચ્છા ક્યાં છે ?" 

" બસ હું હમણાં જ આવી છું.તુ ક્યારે આવીશ?" મહેચ્છા પુછે છે.

" મને આવતા આજે મોડી રાત થઈ જશે. હું હમણાં તો એમ.એલ.એ સર ને મળવા જાઉં છું. તું જમી લેજે. મારે અંહી જ ડીનર લેવાનું છે." નવનીત કહે છે.

"પણ તે કીધું નહીં. હવે અચાનક જ.." મહેચ્છા કહે છે.
" એમ.એલ.એ નો ખુબ આગ્રહ હતો. હું કેવી રીતે ના પાડી શકું?" નવનીત કહે છે.

"પણ મેં.." મહેચ્છા કંઈ પણ બોલે એ પહેલાં જ ફોન કપાઈ જાય છે.

મહેચ્છા જોરથી તકિયા પર હાથ પછાડીને ગુસ્સે થઈ જાય છે. પણ નવનીત ને શું કહી શકાય? મહેચ્છા મોડી રાત્રે પણ નવનીત ની રાહ જોઈ પછી કેક કાપવાનો વિચાર કરે છે.

આ તરફ નવનીત જેવો જ લાલ બત્તી વાળી કાર ની અંદર એમ.એલ.એ ના ઘરે પહોંચી જાય છે તો બહાર જ એમ.એલ.એ તેના સ્ટાફ ની સાથે નવનીત ની રાહ જોઈ ઊભો હતા. આ દૃશ્ય જોઈને નવનીત સાતમા આસમાને પહોંચી જાય છે.

"નમસ્કાર સર." એમ.એલ.એ નવનીત ને હાથ જોડીને કહે છે.નવનીત પણ ગર્વ થી જવાબ આપે છે.

નવનીત ની સાથે તેનો પણ સ્ટાફ ચાલે છે. નવનીત ને મળવા માટે સિરોહી ના ઘણા મોટા માથાઓ હાજર હતા. એમ.એલ.એ સાથે તેના સચિવ અને નવનીત સાથે પ્રીતમ સિંહ હતા. બધા ની સાથે જ નવનીત નો પરિચય કરાવવામાં આવે છે.

છેલ્લે નવનીત ને રોનક શ્રીવાસ્તવ પણ ત્યાં જ મળી જાય છે. નવનીત નમસ્કાર કરે છે તો રોનક મહેચ્છા વિષે પુછપરછ કરે છે. પણ નવનીત ને ખ્યાલ ન હતો કે મહેચ્છા ને પણ બોલાવી શકાઈ હોત.

એમ.એલ.એ ના બંગલા નો નજારો કોઈ ફાઈવ સ્ટાર હોટેલ થી ઓછો ન હતો. ચારેય તરફ લાઈટો અને લાઈવ સંગીત ની સાથે જાણે કોઈ ફિલ્મી પાર્ટી હોય તેમ બસો થી પાંચસો લોકો હાજર હતા. નવનીત એ તો આ બધું ફક્ત ફિલ્મોમાં જ જોયું હતું.

"આજે આપ સૌની સામે હું આપણા રાજસ્થાન રાજ્યના નવા રેવન્યુ ઓફીસર નવનીત જી ને રજુ કરું છું. ખુબ તાળીઓ સાથે એમનું સ્વાગત કરવામાં આવે." એમ.એલ.એ નવનીત નો હાથ પકડી કહે છે.

નવનીત તો આટલી બધી તાળીઓ ના ગડગડાટ થી અંજાઈ જાય છે. એ ચુપચાપ હાથ ઊંચા કરી અભિવાદન ઝીલતા નમસ્કાર કરે છે. 

"એમ.એલ.એ સર નો ખુબ આભાર. ખમ્મા ખણી.." નવનીત રાજસ્થાનની લોક ભાષામાં કહે છે. તાળીઓ નો બીજો ગડગડાટ ચાલુ થઈ જાય છે.

એમ.એલ.એ નવનીત ને પોતાની સાથે અંદર ની તરફ આવવા માટે ઈશારો કરે છે. અંહી અંદર એક મોટો હોલ હતો. જ્યાં દારૂ નો મિની બાર હતો. અંગ્રેજી સંગીત સાથે એમ.એલ.એ નવનીત ને આસન ગ્રહણ કરવા માટે ઈશારો કરે છે.

"ના સર. હું નથી પીતો." નવનીત કહે છે.

" અરે એમ ન હોય. આજે તમારા માનમાં જ પાર્ટી છે. જો તમે જ નહીં પીવો તો શું થાય?" એમ.એલ‌.એ પુછે છે.

"પણ ખરેખર?" રોનક શ્રીવાસ્તવ આવી જાય છે.

"અરે સર પણ ઘરે.." નવનીત કહે છે.

" મહેચ્છા ને હું સમજાવીશ." રોનક શ્રીવાસ્તવ કહે છે.

" લ્યો હવે હું પેગ બનાવું છું." એમ.એલ.એ કહે છે.

" અરે સર.." નવનીત હાથ જોડીને બધા સાથે ચિયર્સ કરીને પી જાય છે. એક.. પછી..બે.. પછી ત્રણ ચાર એમ આખી બોટલ ખાલી થઈ જાય છે. નવનીત અંગ્રેજી સંગીત ના તાલે નાચતા નાચતા પોતાનું ભાન ભૂલી જાય છે.

એમ.એલ.એ પ્રીતમ સિંહ ને નવનીત ને કોઈ સ્ટાફ ની સાથે કારમાં સર્કીટ હાઉસ સુધી મુકવા માટે સમજાવે છે. રોનક શ્રીવાસ્તવ અને એમ.એલ.એ ખુબ જોરથી હસવા લાગ્યા.

આ તરફ અડધી રાત સુધી નવનીત નું કોઈ ઠેકાણું નથી હોતું. મહેચ્છા ને ટેન્શન હતું. નવનીત ફોન પણ  નથી ઉપાડતો. થોડીવાર પછી જ એક કાર સર્કીટ હાઉસમાં આવી ઊભી રહે છે. નવનીત લથડિયાં ખાતો ધીમે ધીમે કોઈ વ્યક્તિનો સહારો લઈને આગળ વધે છે.

મહેચ્છા રૂમની બારી થી આ દૃશ્ય જોઈને ખુબ ગુસ્સે થઈ જાય છે. પણ શું કરવાનું? નવનીત ને સ્ટાફ રૂમમાં મુકી જાય છે. મહેચ્છા પોતાના ખભા પર ટેકો આપીને નવનીત ને બેડ પર સુવડાવી દે છે. તેના પગમાંથી બુટ પણ કાઢી નાખે છે. નવનીત ખુબ જ ગંધ મારતો હતો. મહેચ્છા ને ઉલટી આવે છે. એ બાથરૂમમાં જઈને ઉલ્ટીઓ કરી પછી બહાર આવે છે તો નવનીત ઘસઘસાટ ઊંઘી ગયો હતો.

મહેચ્છા ગુસ્સે થઈ જાય છે. પછી કેક ને બારીની બહાર ફેંકી દે છે. મહેચ્છા પોતાની જાતને સંભાળી લે છે. પછી રાત્રે નવનીત ની તરફ જોઈ મધુકર અને સરિતા ને યાદ કરે છે. પણ બીજી જ ક્ષણે હિંમત એકઠી કરી લે છે.

બીજા દિવસે સવારે જ્યારે નવનીત ભાનમાં આવે છે તો એ મહેચ્છા ને શોધે છે. પણ મહેચ્છા હતી જ નહીં. આખા રૂમમાં ચારેય તરફ ફેલાયેલો કચરો અને કેક ના ટુકડા જોઈ નવનીત વાત સમજી જાય છે.

નવનીત સમય જોવે છે તો દસ વાગી ચુક્યા હતા. મહેચ્છા જરૂર જ કલેકટર ઓફીસ જવા માટે નીકળી ગઈ હશે. નવનીત વિચાર કરે છે કે શું કરવું? નવનીત પહેલા તો બ્રશ કરી પછી મહેચ્છા ને ફોન કરે છે. પણ‌ મહેચ્છા ફોન નથી ઉપાડતી.

નવનીત ત્યારે જ ટેબલ પર મૂકી રાખેલી એક ચિઠ્ઠી વાંચી લે છે. એમાં લખ્યું હતું:
" હું હવે ઓફીસ જાઉં છું. ઓફીસ થી પછી હું સીધી જ મારા નવા બંગલામાં શિફ્ટ થવાની છું. "

નવનીત સમજી જાય છે. એ ફટાફટ તૈયાર થઈ મહેચ્છા ની કલેકટર કચેરી જવા માટે વિચાર કરે છે ત્યારે જ પ્રીતમ સિંહ નો ફોન આવે છે.

"સર આજે બપોરે જયપુર ખાતે રાજ્યના નાણામંત્રી સાથે આપની મુલાકાત છે. ગાડી પહોંચવા ની જ છે.આપ તૈયાર થઈ જજો." 

"પણ હેલો.." નવનીત કંઈ સમજાવે એ પહેલાં જ ફોન કાપી નાખ્યો.

નવનીત ના છુટકે મહેચ્છા ને મેસેજ કરી પોતાની અચાનક જ આવી પડેલી મીટિંગ વિષે માહિતી આપે છે.મહેચ્છા પણ નવનીત ના મેસેજ નો કોઈ જવાબ નથી આપતી. નવનીત હવે સમજી જાય છે કે મહેચ્છા ને મનાવવી જ પડશે.નવનીત સર્કીટ હાઉસ ના મેનેજર ને તેનો સામાન પણ મહેચ્છા ના બંગલામાં શિફ્ટ કરવા માટે સમજાવે છે.

આ તરફ મહેચ્છા સિરોહી જીલ્લામાં સરકારી જમીન અને કબ્જે કરાયેલી જમીન વિષે અમિત પારેખ પાસેથી માહિતી માંગે છે તો અમિત પારેખ તેને રોનક શ્રીવાસ્તવ પાસે મળવા માટે કહી દે છે.

રોનક શ્રીવાસ્તવ કહે છે:
" મહેચ્છા આપને ગઈકાલે જ અંહી પગ મૂક્યો અને પહેલા જ દિવસે આટલી મોટી માહિતી માંગી?"