આખરે સર્કીટ હાઉસમાં બન્ને પહોંચી જાય છે. પછી પ્રથમ વખત જ મિસ્ટર એન્ડ મિસિસ નવનીત ના નામ થી રૂમમાં રોકાય છે. એ રાત તેમની મધુરજની હતી.
નવનીત અને મહેચ્છા સમાજ ની ઉપેક્ષા કરી પોતાના સહજીવનની પ્રથમ રાત્રિએ ખુબ જ ખુશ હતા. પ્રથમ મિલન ની એ ક્ષણ તેમના પ્રેમની સાબિતી હતી. આજના સમયમાં જ્યારે શારિરીક પ્રેમ મનની ભાવનાઓ કરતા આગળ વધી જાય છે ત્યારે નવનીત અને મહેચ્છાએ આજ સુધી લક્ષ્મણ રેખા ઓળંગી ન હતી.
એ રાત્રે નવનીત અને મહેચ્છા એકબીજાની નજીક આવ્યા અને તમામ બંધનોમાંથી મુક્ત થઈ એકબીજાની અંદર ઓતપ્રોત થઈ ગયા. બન્ને મિત્રો હતા પછી પ્રેમમાં પડ્યા અને હવે બે શરીર અને એક જ આત્મા બની ગયા હતા.
બીજા દિવસે સવારે જ મહેચ્છા ઊઠીને નવ વાગ્યા સુધી તૈયાર થઈ જાય છે. નવનીત પણ મહેચ્છા સાથે જ નાસ્તો કરવા માટે નીચે આવે છે. એ જ વખતે મહેચ્છા ને લેવા માટે પારેખ સર લાલ બત્તી વાળી સરકારી જીપ મોકલે છે.
" અરે વાહ કલેકટર મેડમ.. જોતો ખરી કેવી જીપ તારી રાહ જોવે છે." નવનીત કહે છે.
"હા હો. બપોરના સમયે તારી પણ આવશે જ." મહેચ્છા કહે છે.
"હુ તો રેવન્યુ અધિકારી છું. " નવનીત કહે છે.
"પૈસા જ ને?" મહેચ્છા મજા લે છે.
બન્ને હસી પડ્યા. પછી બન્ને નાસ્તો કરી લે છે. મહેચ્છા પોતાના માતા પિતા ને ફોન કરવા માટે પ્રયત્ન કરે છે પણ કોઈ જવાબ નથી આપતું. મહેચ્છા મનોમન જ તેમને નમન કરે છે.
સફેદ રંગની લાલ બત્તી વાળી જીપમાં મહેચ્છા પોતાના સિરોહી ની ડેપ્યુટી કલેકટર તરીકે નિમણૂંક ના પહેલા દિવસે જ જતી હતી. થોડીવાર પછી જ કલેકટર ઓફીસ પાસે સ્ટાફ બહાર જ ઊભો હતો અને મહેચ્છા નું સ્વાગત કરવા તૈયાર હોય છે.
મહેચ્છા આજે પોતાની સાથે નિમણૂંક ઓર્ડર અને મીઠાઈ નું એક પેકેટ લઈને આવી હતી. સૌથી પહેલાં મુખ્ય સચિવ અમિત પારેખ આવીને મહેચ્છા નું અભિવાદન કરે છે. પછી આખી કલેકટર કચેરી ના સ્ટાફ સાથે પરિચય કરાવે છે.
રિતેશની મૃત્યુ ના લગભગ એક વર્ષ પછી જ કોઈ ડેપ્યુટી કલેકટર આવવાથી સિરોહી ની કલેકટર કચેરીના સ્ટાફ ને આજે ખુબ ખુશી હતી. મહેચ્છા બધા ની સાથે હસ્તધૂનન કરી પછી કલેકટર ઓફીસ માં પ્રવેશ કરે છે.
અમિત પારેખ મહેચ્છા ને રોનક શ્રીવાસ્તવ પાસે મોકલી આપે છે. રોનક શ્રીવાસ્તવ કોઈ મીટિંગ માં વ્યસ્ત હોવાથી મહેચ્છા ને રાહ જોવડાવે છે. મહેચ્છા એ સમય દરમિયાન જે ફોર્મ ભરવાના હતા એ બધા જ ભરીને પછી રોનક શ્રીવાસ્તવ ને મળવા જાય છે.
"શું હું અંદર આવી શકું?" મહેચ્છા પુછે છે.
"જી આપની જ ઓફીસ છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"સર હું પહેલા પણ.." મહેચ્છા કહે છે.
"હા હું ઓળખું છું. એક મહિના માટે તમે અને નવનીત અંહી આવ્યા હતા." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"હા સર. આપે ખુબ ધ્યાન રાખ્યું હતું." મહેચ્છા કહે છે.
"આજે તમે બધી જ પ્રવેશ પ્રક્રિયા પુરી કરી દો પછી આપણે કાલથી કામ ચાલુ કરશું. તમે તમારા બંગલા માં પણ કાલથી શિફ્ટ થઈ શકો છો." રોનક શ્રીવાસ્તવ કહે છે.
" સર મારા પતિ નવનીત છે." મહેચ્છા કહે છે.
"હા ખુબ અભિનંદન. પહેલીવાર જ એક આઈ.એ.એસ દંપતી જોઈ રહ્યો છું. ઐયર અને મારિયા ને ઓળખો છો?" રોનક શ્રીવાસ્તવ પુછે છે.
"હા સર મને નામ ખબર છે." મહેચ્છા કહે છે.
"એ બન્ને હમણાં જ અલગ અલગ જગ્યાએ પોસ્ટ થયા છે. ઐયર ને કોઝીકોડ અને મારિયા ને મૈસુર મોકલી છે. તમે બન્ને ખુબ નસીબદાર છો કે એક જ રાજ્યમાં નિમણૂંક આપવામાં આવી છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"જી સર. પણ એકેડમી જેવી મજા તો ક્યાંય પણ નથી." મહેચ્છા કહે છે.
"એ તો તમારો હનીમૂન પીરિયડ હતો. એ બધું હવે ભુલી જાવ. એ બધી ચોપડી ની વાતો છે. વ્યવાહારીક જગતમાં એ બધું ન ચાલે. તમે ફક્ત મારી સુચનાઓ નું જ પાલન કરજો. મને અંહી પાંચ વર્ષ થઈ ગયા છે. જેથી એક બે વર્ષ પછી મારી બદલી પણ થઈ શકે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.
"જી સર. હું આપની વાતો સરખી રીતે સમજીશ." મહેચ્છા કહે છે.
"ચલો મારે એક મીટીંગ માં જવાનું છે. કાલે નવ વાગ્યે ઓફીસ માં પહોચી જજો." રોનક શ્રીવાસ્તવ કહે છે.
મહેચ્છા પણ કેબિન થી બહાર નીકળી જાય છે. મુખ્ય સચિવ અમિત પારેખ મહેચ્છા પાસે પહોંચી જાય છે.અમિત પારેખ મહેચ્છા થી જરૂરી માહિતી લઈને પછી તેને સમજાવે છે:
"જો મહેચ્છા મેડમ આમ તો તમે મારા ઇન્ચાર્જ છો પણ આજે અમુક મહત્વની વાતો સમજાવું છું. સૌથી પહેલાં તો રોનક શ્રીવાસ્તવ સર ને હું ત્રણ વર્ષથી વધુ સમય થી ઓળખું છું.
એ ક્યારેક નરમ તો ક્યારેક ગરમ અચાનક જ થઈ જાય છે. એમની સુચનાઓ ને કોઈ દિવસ અવગણતા નહીં.એ ખુબ જ વધુ ગુસ્સે થઈ જાય છે.
આપ એક યુવતી છો તો એ પ્રમાણે જ કામ કરો. આપ હીરો બનવાના પ્રયાસ કરતા નહીં. અંહી ની રાજનીતિ સમજી નહીં શકો. બસ જે સુચના મળે એમ જ કરજો.આપનો પરિવાર છે એ યાદ રાખવું."
"આ શું ધમકી છે?" મહેચ્છા પુછે છે.
"તમે જે સમજો એ જ છે. મને તમારી વિષે ઘણી બધી માહિતી છે. બસ આભાર." અમિત પારેખ કહે છે.
મહેચ્છા ને ગુસ્સો તો ખુબ આવે છે પણ એ નવનીત ને આ વાત જણાવા નથી માંગતી. અમિત પારેખ ખંધું હાસ્ય વેરીને પોતાના કામમાં લાગી જાય છે.
આ તરફ બપોર પછી નવનીત પણ પોતાની ઓફીસમાં નિમણૂક પત્ર લઈને પછી રેવન્યુ અધિકારી તરીકે કામ સંભાળી લે છે. આમ તો નવનીત જ રાજ્યમાં સૌથી મોટો ઓફીસર હતો પણ હજી તેને સિરોહી જિલ્લો અને બીજા બધા જીલ્લા માં કામ સમજાવવા પ્રીતમ સિંહ કરીને મુખ્ય સચિવ રાખવામાં આવ્યા હતા.
પ્રીતમ સિંહ બધી જ પ્રવેશ પ્રક્રિયા પુરી કરી પછી નવનીત ને એ જ દિવસે રેવન્યુ અધિકારી તરીકે નિમણૂંક અપાવી દે છે. પ્રીતમ સિંહ નવનીત ને સમજાવે છે:
"સર આ પોસ્ટ ખુબ જ ખતરનાક છે. રેવન્યુ એટલે આવક. આપ સમજી જ શકો છો કે આવક સાથે કેટલા બધા લોકો જોડાયેલા હોય?
વળી તમે તો આ રાજ્યની આવક કેન્દ્ર સરકાર તરફ મોકલવા વાળા છો. રાજ્ય સરકાર પોતાની નીતિઓ ચલાવી ઓછી આવક બતાવે જેથી ઓછી આવક જ કેન્દ્ર સરકાર પાસે જાય.
આપ સેન્ડવીચ ની જેમ હંમેશા જ દબાયેલા રહેશો.એક તરફ રાજ્ય સરકાર અને બીજી તરફ કેન્દ્ર સરકાર. જો બન્ને અલગ અલગ રાજનૈતિક પક્ષના હશે તો વધુ તકલીફ હશે.
એટલે જે પણ નિર્ણય લો એ ખુબ જ સમજી વિચારીને લેજો. મારી સાથે નક્કી કરી પછી જ પ્રેસ કોન્ફરન્સમાં કહેજો. હજી તમે નવા છો."
"ખુબ આભાર." નવનીત કહે છે.
ત્યારે જ નવનીત નો ફોન વાગ્યો. સામે ના છેડે સિરોહી ના એમ.એલ. એ હતા.
"મિસ્ટર નવનીત. ખુબ અભિનંદન. આજે રાત્રે અમારી સાથે જ ડીનર કરજો."
નવનીત વિચાર કરવા લાગ્યો.