ઈસ્લામિક સ્ટોરી 16
રાતા સમુદ્રના કિનારા પાસે હઝરત મુસા(av)અને બની ઇસરાઈલીઓ પહોંચવા આવ્યા હતા.અને ત્યારે એમને પોતાની પાછળની દિશામા ધૂળની ડમરીઓ ઉડાડતુ પોતાની દિશામા દોડતું આવતુ ફિરઓનનુ વિશાળ લશ્કર દેખાયુ.
બની ઇસરાઈલીઓ ફિરઓનના ભયથી થરથરવા લાગ્યા.કાંપવા લાગ્યા.મૃત્યુના ડરે અમુક લોકો તો આમ બબડવા પણ લાગ્યા.
"એય મુસા.અમે કાશ તારી વાતમા ના આવ્યા હોત.તારી વાતોમાં આવીને તારી સાથે ભાગ્યા ન હોત તો સારુ થાત ત્યા ભલે અમે મજદૂરી કરતા હતા. ફિરઓન અને ફિરઓની ઓની ગુલામી કરતા હતા પણ જીવતા તો હતા.હવે આ ફિરઓન અને તેનુ લશ્કર આપણને જીવતા નહિ મુકે."
હઝરત મુસાએ એ લોકોને હિંમત આપતા કહ્યુ.
"ડરો નહિ.અલ્લાહે આટ આટલા મોઝીઝાઓ દેખાડ્યા છતા અલ્લાહ ઉપર તમને વિશ્વાસ નથી?અલ્લાહ આપણી સાથે છે અને એ જરુર કોઈ ને કોઈ રસ્તો દેખાડશે."
અને એ વખતે અલ્લાહ તરફથી આકાશવાણી થઈ.
"મુસા.તારી અસા(લાઠી)સમુદ્રના પાણી ઉપર માર."
મુસાએ પોતાની લાઠી જેવી સમુદ્રના પાણી ઉપર મારી તેવો જ રાતો સમુદ્ર બે હિસ્સામા વહેંચાઈ ગયો.અને સમુદ્રના મોજા બન્ને તરફ પહાડની જેમ ઉંચકાઈને ઉભા રહી ગયા.
સમુદ્રમાં રસ્તો બની ગયો.
મૂસાએ બની ઇસરાઈલીઓને કહ્યુ.
"ચાલો દોડવા લાગો અલ્લાહે બનાવી આપેલા આ રસ્તા પર."
મુસા અને બની ઇસરાઈલીઓ સમુદ્રમાં થયેલા રસ્તા પર દોડવા લાગ્યા.
એ લોકો જ્યારે અડધાથી પણ વધારે સમુદ્રમાં ચાલ્યા હશે ત્યારે ફિરઓન પોતાના લશ્કર સાથે રાતા સમુદ્રના કિનારે પહોંચ્યો.એણે ત્યા સમુદ્રને બે હિસ્સામાં વહેંચાયેલો જોયો.મોજાઓ ઉંચા પહાડની જેમ બન્ને બાજુ રસ્તો કરીને ઉભા હતા.આ અલ્લાહનો એક ઓર મહાન મોઝીઝો હતો.આ જોઈને પણ અગર ફિરઓન અલ્લાહ પાસે તૌબા કરી લેતે તો પણ અલ્લાહ એને જરુર માફ કરી દેતે.કારણકે અલ્લાહ રહીમ અને રહેમાન છે.પણ ફિરઓને શુ કર્યુ?
એ અભિમાનીએ બની ઇસરાઈલીઓ અને મુસાને સમુદ્રમાં થયેલા રસ્તા ઉપરથી સામેના કિનારે જતા જોયા.તો એણે પોતાના લશ્કરને હુકમ આપ્યો.
"ચાલો જોર લગાવીને દોડો.એ બની ઇસરાઈલીઓ આપણા હાથમાંથી છટકવા ના જોઈએ.ચાલો આપણે આપણા ગુલામોને એમની ઔકાત દેખાડી દઈએ."
ફિરઓન અને તેનુ લશ્કર મુસા અને બની ઇસરાઈલીઓને પકડવા સમુદ્રમાં થયેલા રસ્તા ઉપર પોતાના ઘોડાઓ દોડાવવા લાગ્યા.
બીજી તરફ જેવા મુસા અને બની ઇસરાઈલીઓ સામેના કિનારે પહોંચ્યા કે ફરી એકવાર સમુદ્રનું પાણી જે બે ભાગમા વહેંચાઈને સ્થિર પહાડની જેમ ઉભુ હતુ.એ બન્ને બાજુએથી આંખના પલકારામાં એક થઈ ગયુ.ફિરઓન પોતાના હજારો સૈનિકો સાથે સમુદ્રમાં ગરક થઈ ગયો.બીજે કિનારે સહી સલામત પહોંચી ચુકેલા બની ઇસરાઈલીઓ ફિરઓનના અંજામને જોઈને અલ્લાહના સજદામા પડી ગયા.
અલ્લાહે કુરાનમાં ફરમાવ્યું છે કે.
"અમે બેશક ફિરઓનના શરીરને સમંદર માંથી બહાર કાઢીશુ.જેથી આવનારા લોકો માટે એ એક ચેતવણી બને.અને સબક લે ઘણા લોકો અમારી નિશાની ઓ પ્રત્યે બેદરકાર છે."
ઓગણીસમી સદીમાં અંદાજે અઢારસો એક્યાસીમા ઈજીપ્તના પ્રાચીન શહેર લક્ઝર પાસે આવેલા
*દેર અલ બહરી*
નામના સ્થળેથી પુરાતત્વવિદોને એક મમી મળી આવી.
મોટા ભાગના ઇતિહાસકારો અને ઇસ્લામિક વિદ્ધાનોનુ માનવુ છે કે એ મમી હઝરત મુસાના સમયના ફિરઓન ની જ છે.ફ્રાન્સના પ્રખ્યાત ડોક્ટર અને વિજ્ઞાનિક મોરિસ બુકાએ આ મમી ઉપર પરીક્ષણ કર્યું હતુ.એમના સંશોધન મા જાણવા મળ્યુ કે આ વ્યક્તિનુ મૃત્યુ સમુદ્રમાં ડુબવાના કારણે શ્વાસ રૂંધાવા થી થયુ હશે.એના શરીરમાંથી મીઠાનું પ્રમાણ પણ મળી આવ્યુ હતુ.
જે સાબિત કરે છે કે એ મળેલી લાશ યા મમી જે વ્યક્તિની છે તે સમુદ્રમાં જ ડુબીને મર્યો છે.
આટલી સદીઓ પછી પણ તેનુ શરીર સડયા વગર સુરક્ષિત રહેલુ છે એ એક ચમત્કાર જ છે.
હાલમાં ફિરઓનની મમી ઈજીપ્તની રાજધાની કેરોમાં આવેલ મ્યુઝિયમ
*નેશનલ મ્યુઝિયમ ઑફ ઇજિપ્શન સિવિલાઇઝેશન*
રાખવામાં આવી છે.
દર વર્ષે લાખો લોકો એ મમી જોવા જાય છે.
કુરઆનમાં અલ્લાહે કહેલી એ વાત સાબિત થાય છે કે.
"આવનારી પેઢીઓ માટે ફિરઓનની લાશ એક ચેતવણીનુ પ્રતીક બની રહેશે.
જુલ્મ અને જુલ્મીઓનો એક દિવસ જરુર ખાત્મો થાય જ છે એ વાત ફિરઓનની આ કહાની સાબિત કરે છે.
*અલ હમ્દોલિલ્લાહ*