ઇસ્લામિક સ્ટોરી - 15 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇસ્લામિક સ્ટોરી - 15

ઈસ્લામિક સ્ટોરી 15

     દેડકાઓના અઝાબથી ત્રાસી ગયેલા ફિરઓને બીજા એક માણસને હઝરત મુસા(av)પાસે મોકલાવ્યો.
એ માણસે મુસા પાસે આવીને કહ્યુ.
"ઓ મુસા.અમે આ દેડકાઓના અઝાબ થી ત્રાસી ગયા છીએ.મહેરબાની કરીને તારા અલ્લાહને કહે કે આ અઝાબને રોકી લે."
"અલ્લાહ તો પરમ કૃપાળુ અને અતી દયાળુ છે એ ચોક્કસ અઝાબને રોકી લેશે.પણ અમારા બની ઇસરાઈલોનુ શુ?" 
મુસાએ એ માણસને પૂછ્યુ.
ફિરઓનના એ માણસે જવાબ આપતા કહ્યુ.
"ફિરઓને કહ્યુ છે કે તે બની ઇસરાઈલો ને આઝાદ કરવા તૈયાર છે.અને એ તારા અલ્લાહ ઉપર ઈમાન પણ લઈ આવશે"
મુસાએ આંખો બંધ કરીને અલ્લાહને ગિરિયાઝારી કરી.
"યા અલ્લાહ.રોકી લે આ અઝાબને." 
અને થોડીક જ વારમા દેડકાઓ ગાયબ થઈ ગયા.
હઝરત મુસા ફરીથી ફિરઓન પાસે ગયા 
"ફિરઓન.હજી તને મહોલત આપવામાં આવે છે.તૌબા કરી લે.અલ્લાહની શરણમા આવીજા.બની ઇસરાઈલોને આઝાદ કરી દે." 
પરંતુ આ ફિરઓન હતો.અહંકારમા ચુર એક પછી એક અલ્લાહના મોઝીઝાઓ નજરે જોયા છતા અલ્લાહ આગળ ઝૂકવા એ તૈયાર ન હતો.અને ન તો બની ઇસરાઈલોને એ આઝાદ કરવા માંગતો હતો.એણે ફરીથી સ્પષ્ટ શબ્દોમા કહ્યુ.
"હરગીઝ નહિ.બની ઇસરાઈલોને અગર હું છોડી દઉં તો મારુ કામ કોણ કરશે? મારા માણસોને આટલી મહેનત મજૂરી કરવાની આદત નથી.અને તૌબા કે માફી માંગવાનો તો સવાલ જ નથી."
મૂસાએ ફરી એકવાર જતા જતા ચેતવણી ઉચ્ચારી.
"તો હવે એક વઘુ અઝાબ માટે તૈયાર રહેજે ફિરઓન."
મુસાના ત્યાંથી ચાલ્યા ગયા બાદ ફિરઓન અને ફિરઓનીઓ ઉપર એક નવી અને ભયંકર મુસીબત આવી. એમને પાણીને બદલે લોહી દેખાવા લાગ્યુ.એ પાણી પીવાનુ હોય કે પછી નાહવાનું હોય.કે રસોઈ બનાવવાનુ હોય એમને પાણી દેખાતુ જ બંધ થઈ ગયુ. કુવા તળાવો અને નદીઓમા જાણે લોહી જ વહેતુ હોય તેમ તેઓને લાગતુ.
એ બધા ફિરઓનીઓ પોતાની સમસ્યા સાથે ઝૂઝતા હતા ત્યારે હઝરત મુસા એક એક ઇઝરાયલીઓને મળીને કઈ રીતે મિસરથી નીકળી શકાય એની યોજના બનાવી રહ્યા હતા.
     એ જાણી ગયા હતા કે ફિરઓન ક્યારેય પોતાની રાજી ખુશીથી બની ઇસરાઈલોને આઝાદ હરગીઝ નહિ કરે એટલે આવતી કાલની મધ્ય રાત્રે ફિરઓનીઓ સુતા હોય ત્યારે નીકળી જવુ એવુ એમણે નક્કી કર્યુ.
  બીજે દિવસે ફરી એકવાર આ લોહીના અઝાબથી ત્રાસેલા ફિરઓને પોતાના એક માણસને હઝરત મુસા(av)પાસે મોકલ્યો.
એ માણસે મુસા આવીને કહ્યુ.
"એ મુસા.ફિરઓને કહેરાવ્યું છે કે આ લોહીના અઝાબને પાછો લઈ લે.તુ જે કહીશ તે માનવા ફિરઓન તૈયાર છે." 
મુસા જાણતા હતા કે ફિરઓન ફક્ત ઝૂઠા વાયદાઓ સિવાય કંઈ કરતો નથી પણ તે છતા તેણે અલ્લાહ પાસે દુઆ કરી.
"યા અલ્લાહ.આ ફિરઓની પરથી લોહિનો અઝાબ હટાવી લે." 
અને આ રીતે લોહીનો અઝાબ પણ દૂર થયો.
પણ આ વખતે મુસા ફિરઓન પાસે ના ગયા.કારણકે એમને ફિરઓનના જવાબની જાણ હતી.
બની ઇસરાઈલીઓ સાથે બનાવેલી યોજના અનુસાર મધ્યરાત્રીએ એ લોકો મિસરથી દુર જવા નીકળી પડ્યા.
સવારે જ્યારે ફિરઓનને જાણ થઈ કે બધા બની ઇસરાઈલીઓ મિસર છોડીને જતા રહ્યા છે.તો એ ક્રોધે ભરાયો.એણે પોતાની સેના તૈયાર કરી અને કહ્યુ.
"બની ઇસરાઈલીઓ આપણી આંખોમાં ધુળ નાખીને આપણે સુતા હતા ત્યારે અહીંથી ચુપચાપ નીકળી ગયા છે.પણ એ લોકો બહુ દુર નહિ ગયા હોય કારણ કે એ લોકો પગપાળા સફર કરે છે અને આપણે આપણા ઘોડા અને બગીઓ પર સવાર થઈને એમનો પીછો કરીશુ તો બહુ જલ્દી એમને પકડી પાડીશુ." 
અને ફિરઓન એના લાવ લશ્કર સાથે નીકળી પડ્યો બની ઇસરાઈલીઓને પકડવા.
રાતા સમુદ્ર પાસે બની ઇસરાઈલીઓ પહોંચવા આવ્યા હતા.ત્યારે એમને પોતાની પાછળની દિશામા ધૂળની ડમરીઓ ઉડાડતુ આવતુ ફિરઓનનુ લશ્કર દેખાયુ 
બની ઇસરાઈલીઓ ફિરઓનના ભયથી કાંપવા લાગ્યા.મૃત્યુના ડરે અમુક લોકો તો બબડવા પણ લાગ્યા.
"એય મુસા અમે તારી વાતમા આવીને તારી સાથે ભાગ્યા ન હોત તો સારુ હોત ત્યા ભલે અમે ગુલામી કરતા હતા પણ જીવતા તો હતા.હવે આ ફિરઓન આપણને જીવતા નહિ મુકે.