સરકારી પ્રેમ - ભાગ 41 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 41

"તમને લોકોને ખબર નથી. કોઈ નવયુવાન કલેકટરની હમણાં થોડા સમય પહેલા જ અંહી નિમણૂક કરવામાં આવી હતી. એ થોડા સમયમાં જ અંહીંના કામકાજ થી કંટાળી ગયો અને આપઘાત કરી બેઠો.

આજકાલ તો સમાચારો પણ‌ એ જ બતાવે છે. કલેકટર બનવું કેટલું અઘરું છે અને બિચારા આટલું ભણી લીધા પછી પણ જો પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત ન કરી શકે તો શું થાય?" ટેક્સી ડ્રાઈવર કહે છે.

"ઓ કે. સિરોહી જિલ્લામાં મુખ્યત્વે કયો વેપાર ધંધો થાય છે?" નવનીત પુછે છે.

"સર સિરોહી જિલ્લામાં મુખ્યત્વે ખેતી અને આરસ તેમજ ચુના પથ્થર ની ખાણો છે. એ સાથે જ પર્યટન પણ સામેલ છે." ટેક્સી ડ્રાઈવર કહે છે.

"નવનીત હવે બસ કર. મને ઊંઘ આવે છે." મહેચ્છા કહે છે.

મહેચ્છા ને ગુસ્સે જોઈને નવનીત સમજી જાય છે. પછી નવનીત ચુપચાપ ટેક્સી ની બહાર જોઈ ચુપચાપ વિચારો માં લાગી જાય છે. થોડીવાર પછી જ સિરોહી જિલ્લાનું સર્કીટ હાઉસ આવી જાય છે.

ટેક્સી ઊભી રહેતા બે યુવાનો જે પટાવાળા જેમ લાગી રહ્યા હતા એમણે આગળ વધીને નવનીત અને મહેચ્છા નું અભિવાદન કર્યું અને પછી સામાન લઈ લીધો.  ટેક્સી ડ્રાઈવર સમજી જાય છે કે નવનીત અને મહેચ્છા કોઈ મોટા ઓફીસરો લાગે છે.

"શું સાહેબ? મારી મજા લેતા હતા." ટેક્સી ડ્રાઈવર કહે છે.

"ના. હું તો ખરેખર પુછપરછ કરી રહ્યો હતો. " નવનીત કહે છે.

નવનીત અને મહેચ્છા સર્કીટ હાઉસમાં પોતાના રૂમમાં ચેક ઈન કરી લે છે.ખુબ જ સરસ બેડ અને મોટા બાથરૂમ સાથે એક મોટો હોલ અને આલીશાન બાલ્કની હતી. નવનીત તો જાણે અંજાઈ જાય છે.

સાંજે સિરોહી શહેરમાં આંટો મારવા જતા મહેચ્છા અને નવનીત પાણી પુરી ની મજા લે છે. પછી રાજસ્થાનની પ્રખ્યાત દાળ બાટી પણ ખાય છે. આખી સાંજ ક્યાં વીતી જાય છે એ ખબર જ નથી પડતી.

રાત્રે રૂમમાં પહોંચી મહેચ્છા મધુકર અને સરિતા ને ફોન કરે છે.

"પપ્પા કાલથી હું ખરેખર સાચા અર્થમાં આઈ.એ.એસ ના નામ પ્રમાણે જ કામ નું પ્રશિક્ષણ લેવાની છું. આ જગ્યા સિરોહી રાજસ્થાન અને ગુજરાતની સરહદે છે. સાવ અલગ જ પ્રદેશ છે. " 

"જો દીકરી જ્યારથી તમારા મિત્ર ની મૃત્યુ વિષે મને માહિતી મળી છે ત્યારથી હું પણ ખુબ જ ગભરાઈ ગયો છું. તમે બન્ને એકબીજાની સાથે જ રહેજો." મધુકર કહે છે.

"પોતાનું ધ્યાન રાખજે. તું એક યુવતી છે." સરિતા પણ કહે છે.

મહેચ્છા આગળ વિડિયો કોલ કરી આંખો રૂમ બતાવે છે. મધુકર અને સરિતા મહેચ્છા ની પ્રગતિ થી ખુબ ખુશ થાય છે.

બીજા દિવસે સવારે 
નવનીત અને મહેચ્છા બન્ને સરકારી જીપમાં કલેકટર ઓફીસ પહોંચી જાય છે. કલેકટર કચેરી સાવ સામાન્ય સરકારી કચેરી ની જેમ જ હતી. ચારેય બાજુ ખુબ ખુલ્લી જગ્યામાં પાર્કિંગ અને બે માળનું જુના જમાનાનું બિલ્ડિંગ.

નવનીત અને મહેચ્છા ના ઓળખપત્ર ની ચકાસણી કરી લીધા પછી તેમને અંદર જવા દેવા માટે પરવાનગી આપવામાં આવે છે. નવનીત અને મહેચ્છા કલેકટર સર રોનક શ્રીવાસ્તવ ની હેઠળ ટ્રેનિંગ લેવાના હતા.

બન્ને ઓફીસ ની અંદર જવા પહેલા પી.એ પાસે એપોઈન્ટમેન્ટ લઈ લે છે. લગભગ અડધો કલાક પછી જ બન્ને નો વારો આવે છે.

"મેં આઈ કમ ઇન સર ?" નવનીત અને મહેચ્છા દરવાજો ખોલતા પુછે છે.

"જી જરૂર. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

બન્ને જણા બેસી જાય છે. પછી પોતાની ફાઈલ રોનક શ્રીવાસ્તવ સર ને આપે છે. રોનક શ્રીવાસ્તવ સર આમ તો પાંત્રીસ વર્ષની વયના જ હતા પણ બહોળો‌ અનુભવ ધરાવતા હતા.

"તો મિસ્ટર નવનીત અને મિસ મહેચ્છા. આપ બન્ને આઇ.એ.એસ ટ્રેનિંગ માટે એક વર્ષ સુધી અંહી જ રહેવાના છો. આપને બંન્ને ને સર્કીટ હાઉસ કેવું લાગ્યું?" રોનક શ્રીવાસ્તવ પુછે છે.

"સર જે પ્રકારે સિરોહી જિલ્લો છે એ પ્રમાણે તો ખુબ જ સરસ છે. " નવનીત કહે છે.

"હા સર મને પણ ગમે છે." મહેચ્છા કહે છે.

"હવે મારી બેનરજી સર સાથે વાતચીત થઈ ગઈ. હું તમને બન્નેને એક મહિના માટે સિરોહી જિલ્લો આપીશ. પછી એક મહિના માટે તમારે બીજા જિલ્લામાં ટ્રેનિંગ લેવાની છે. એમ તમને અલગ અલગ બાર મહિના માટે અલગ અલગ જગ્યાએ પ્રશિક્ષણ આપવામાં આવશે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

"પણ‌ સર મને તો અંહી ખુબ મજા આવી‌. " નવનીત કહે છે.

"જે પણ થાય આપ એક મહિના થી વધુ અંહી રહી શકો નહીં. હા જો બહુ વધારે ગમી જાય તો અંહી જ નિમણૂંક લઈ લેજો. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

"એ તો સમય જ બતાવશે." મહેચ્છા કહે છે.
નવનીત અને મહેચ્છા પછી કલેકટર ઓફીસ ની અંદર પોતાની જગ્યાએ બેસીને બધા ઓફીસ ના કામકાજ ને શીખવા માટે પ્રયત્ન કરે છે.

રોનક શ્રીવાસ્તવે સ્ટાફ ને કોઈ પણ ગુપ્ત ફાઈલ મહેચ્છા અને નવનીત સાથે શેર કરવા માટે ના પાડી દીધી હતી.મહેચ્છા અને નવનીત પણ પહેલા દિવસથી જ સ્ટાફ ની આડોડાઈ સમજી રહ્યા હતા. પણ હાલ ટ્રેનિંગ હોવાથી  વધુ ગુસ્સો કરવાનો મતલબ ન હતો.

એક મહિના પછી 
આમ ને આમ ટ્રેનિંગ દરમિયાન સિરોહી નો એક મહિનો પુરો થયો. નવનીત અને મહેચ્છા આજે આબુ રોડ નામના શહેરમાં જવાના હતા.

નવનીત અને મહેચ્છા એકબીજાની સાથે વાતચીત કરી રહ્યા હતા. રોનક શ્રીવાસ્તવ વિષે બન્ને મંતવ્ય રજૂ કરી રહ્યા હતા.

"મને તો રોનક શ્રીવાસ્તવ ખુબ જ ખંધો અને લુચ્ચાઈ થી ભરપુર વ્યક્તિ લાગે છે.એ આપણે બન્નેને જાણે કોઈ ક્લાર્ક હોય એમ જ ચીતરવા નો‌ પ્રયત્ન કરી રહ્યો હતો. રિતેશ એનો આસીસટન્ટ હતો અને એની વિષે મને કોઈ દિવસ કંઈ વાત કરતો ન હતો. "નવનીત કહે છે.

"હા મને પણ‌ તેનો‌ વ્યવહાર ખુબ જ વિચિત્ર લાગ્યો. સાંજે પાંચ વાગ્યે જ પાછા જવા માટે સમજાવી દેતો. જાણે આપણે કોલેજના વિદ્યાર્થીઓ છીએ." મહેચ્છા કહે છે.

"હવે તો સમય આવ્યે જ સિરોહી જિલ્લામાં આવી શકાય છે. " નવનીત કહે છે.

એક વર્ષ પછી 
આમ જ નવનીત અને મહેચ્છા એક એક મહિના સુધી અલગ અલગ જિલ્લાઓમાં પોતાની ટ્રેનિંગ પુરી કરી પછી મસુરી પાછા પહોચી જાય છે. અંહી તેમને પોતાની ફાઈનલ રિપોર્ટ બનાવી બેનરજી સર ને આપવાની હતી.

નવનીત અને મહેચ્છા ની મસુરી ની ટ્રેનીંગ પુરી થઈ ગઈ હતી. હવે કાલે બધા જ ટ્રેનિંગ આઈ.એ.એસ ઓફીસરો ને નિમણૂક આપવા‌નો સમય હતો.

એ જ રાત્રે મહેચ્છા નવનીત ને ફોન કરી પોતાની પાસે બોલાવે છે. નવનીત અને મહેચ્છા લગભગ એક ક્લાક સુધી મસુરી ની ઘાટીઓ ને જોઈ વાતચીત કરે છે ત્યારે જ મહેચ્છા કહે છે:

"આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ. મારી મમ્મી સરિતા આમ તો આ સંબંધ થી ખુશ નથી. પણ જો હવે વધુ મોડું કરીશું તો વધુ તકલીફ પડી શકે."

"પણ મહેચ્છા રિતેશને મારે ન્યાય અપાવવો‌ છે. હજી લગ્ન એ ઉતાવળ હશે. " નવનીત કહે છે.

"આઈ.એ.એસ ઓફીસર પણ માણસ જ છે. એની પણ વ્યક્તિગત જીંદગી હોય છે. " મહેચ્છા ઊભી થઈ જાય છે.