સરકારી પ્રેમ - ભાગ 40 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 40

નવનીત અને મહેચ્છા માટે બેનરજી સર ના આ શબ્દો થોડા હેરાન કરવા વાળા હતા.નવનીત નો તો જીગરી મિત્ર હતો. રિતેશ ને આમ જીવનમાં દરેક ડગલે ને પગલે સંઘર્ષ પછી જ સફળતા મળી.

એક તો પ્રેમમાં નિષ્ફળતા મળ્યા પછી ખુબ મહેનત કરી આઈ.એ.એસ બની ગયો પણ આમ અચાનક જ રિતેશ ની મૃત્યુ કેવી રીતે થઈ એ વાત કોઈ સમજી ન શક્યું. નવનીત અને મહેચ્છા પણ રિતેશને અંતિમ વિદાય આપવા માટે તેના ઘરે જવા માટે નીકળી જાય છે.

નવનીત ની આંખો માં હજી ય છેલ્લા પાંચ વર્ષથી રોજ રાત્રે તેની સાથે જોડાયેલી વાતચીત અને બીજી બધી યાદો તાજી થઈ જાય છે. નવનીત પોતાની જાતને સંભાળી જ નથી શકતો. પણ હવે તેની સાથે મહેચ્છા હતી.

રાજસ્થાન થી રિતેશ ના ઘરે તેનો મૃતદેહ પહોંચાડવામાં આવે છે. પોલીસ પ્રાથમિક તપાસમાં તો આ બધું આપઘાત હોવાનું બહાર આવે છે. રિતેશની લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવે છે.

રિતેશના માતા પિતા તો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા.પોતાના એક ના એક પુત્ર ને ગુમાવવાથી કેટલું દુ:ખ થાય એ તો ફક્ત માતા પિતા જ સમજી શકે.  એ લોકોને પણ રિતેશ આપઘાત કરે એ વાત સાચી લાગતી ન હતી.

નવનીત પણ રિતેશ સાથે આમ લગભગ દરેક બે ત્રણ દિવસ પછી વાતચીત કરતો પણ તેણે ક્યારેય કોઈ તકલીફ હોવાની વાત કરી ન હતી. રિતેશના મૃતદેહને જોઈ નવનીત ભાંગી પડે છે. મહેચ્છા તેને સાંત્વના આપે છે.

રિતેશની સળગતી ચિતા જોઈને નવનીત પોતાની જાતને રોકી નથી શકતો અને મનોમન કહે છે:
"મારા પરમ મિત્ર તારી સાથે જે પણ થયું એ‌‌ હું જાણીને જ રહીશ. હું તને ન્યાય અપાવીશ." 

નવનીત અને મહેચ્છા રિતેશના પરિવાર સાથે થોડો સમય ગાળીને પછી મસુરી જવા માટે નીકળી જાય છે. આખા રસ્તે નવનીત ગુમસુમ હતો. મહેચ્છા પણ તેની સાથે જ હતી. 

નવનીતને વારંવાર રિતેશની મમ્મી ના વિલાપ યાદ આવી રહ્યા હતા.
"જો તું ન કરી શકે તો આ નોકરી શું કામ લીધી? આપણા જીવનમાં પરિવાર પણ એટલો જ જરૂરી છે. અમે બે રોટલી ઓછી ખાઈ લેતા પણ‌ તું તો અમારી સાથે જ હોત."

"મારે બેનરજી સર સાથે મળીને પોતાની ફિલ્ડ ટ્રેનિંગ અંહી રાજસ્થાનમાં જ કરવી પડશે. હું પણ રિતેશ ની જેમ જ દબાણ અનુભવ કરવા માંગું છું. " નવનીત કહે છે.

"શું વિચાર કરે છે?" મહેચ્છા પુછે છે.

"કંઈ નહીં.સુઈ જા." નવનીત કહે છે.

મસુરી ખાતે એકેડમીમાં પહોંચી ગયા પછી બીજા દિવસે બેનરજી સર પોતાની કેબિનમાં બેઠા હતા ત્યારે જ નવનીત પ્રવેશ કરે છે.

"આવો નવનીત. બોલો શું થયું?" બેનરજી સર પુછે છે.

"મારે રિતેશ વિષે માહિતી જોઈએ છે." નવનીત કહે છે.

"શું?" બેનરજી સર પુછે છે.

"સર રિતેશ ને ક્યાં પોસ્ટ કેવી રીતે આપવામાં આવી?" નવનીત પુછે છે.

"જો તારી પોસ્ટીગ અલગ છે. રિતેશના પોસ્ટીગ વખતે ખાણ ખનીજ મંત્રાલયમાં વધુ જગ્યાઓ હતી. એટલે રિતેશ એ ક્ષેત્રમાં હતો. હવે તો વાત અલગ છે." બેનરજી સર કહે છે.

"સર મારી વાત સમજો. રિતેશ આપઘાત ન કરી શકે. એની સાથે શું બન્યું એ હું જાણવા માગું છું. "નવનીત કહે છે.

"તને પોતાના જીવ ની નથી પડી." બેનરજી સર કહે છે.

"સર આ શું કહો‌‌ છો?" નવનીત પુછે છે.
"હા એનું ખુન થયું છે. પણ કોણ પુરવાર કરશે?" બેનરજી સર પુછે છે.

"સર મારે રિતેશને ન્યાય અપાવવો‌ છે." નવનીત કહે છે.

"જો હજી પણ વિચારી લે. " બેનરજી સર કહે છે.

"સર હું પહેલા પણ કસોટીઓ થી લડતો રહ્યો છું. આગળ પણ લડતો જ રહીશ. " નવનીત કહે છે.

"ઠીક છે. કાલે ફિલ્ડ પોસ્ટીગ વખતે તને અને મહેચ્છા ને નજીક રાખીશ." બેનરજી સર કહે છે.

બીજા દિવસે સવારે જ આઈ.એ.એસ ફિલ્ડ પોસ્ટીગ ની લીસ્ટ બહાર પડી જાય છે. નવનીત ને રાજસ્થાનના સિરોહી જીલ્લામાં રેવન્યુ ઓથોરિટી તરીકે ફિલ્ડ પોસ્ટીગ આપવામાં આવે છે. જ્યારે મહેચ્છા ને એજ જીલ્લામાં કલેકટર ઓફીસ માં ફિલ્ડ પોસ્ટીગ આપવામાં આવે છે.

"નવનીત આ શું છે?" મહેચ્છા પુછે છે.
"શું થયું?" નવનીત કહે છે.

"આ જે સિરોહી નું પોસ્ટ છે એ તે બેનરજી સર પાસેથી કરગરી ને લીધું લાગે છે. તને કલેકટર બનીને સમાજ સેવા કરવામાં શું તકલીફ છે?" મહેચ્છા પુછે છે.

"જો તું ગમે તેમ ન વાત કર. હા મને રિતેશ સાથે શું થયું એ જાણવામાં રસ છે. રિતેશને કોણે મારી નાખ્યો એ મારે જાણવું છે." નવનીત કહે છે.

" તને કંઈ થયું તો?" મહેચ્છા કહે છે.

"મને કંઈ નહીં થાય. તું ચિંતા ન કર. " નવનીત કહે છે.

"તને બધું જ મજા લાગે છે. હવે તું એકલો નથી. તારી સાથે હું પણ છું ને." મહેચ્છા કહે છે.

"હા. એટલે જ પ્રશિક્ષણ પુરું થયા પછી આપણે બન્ને લગ્ન કરી લેશું." નવનીત કહે છે.

"જો હું ના પાડું તો.." મહેચ્છા કહે છે.

"ગોળી મારી દઈશ." નવનીત કહીને હસવા લાગ્યો.
આ તરફ બેનરજી સર પણ સમજી ગયા હતા કે નવનીત પોતાના મિત્ર માટે કંઈક કરવા માંગતો હતો. નવનીત આજે ખુબ ખુશ હતો. આખરે ગમે તેમ પણ મહેચ્છા તેની સાથે લગ્ન ની વાત કરી ચુકી હતી.

બીજા દિવસે સવારે નવનીત અને મહેચ્છા પોતાના અલગ અલગ મિત્રો સાથે ફીલ્ડ પોસ્ટિગ માટે નીકળી જાય છે. મસુરી ની મનમોહક ઘાટીઓ થી રાજસ્થાન ના રણ સુધીની સફર ખેડવાની અલગ જ મજા હતી. 

હવે જ તેમની આઈ.એ.એસ ની તૈયારીઓ ની ખરી પરિક્ષા હતી. આજ સુધી પરિક્ષા માટે જે તૈયારી કરી હતી એ બધું જ અંહી વ્યવહારીક રીતે વાપરી કામ પુરા કરવાના હતા.

નવનીત અને મહેચ્છા જયપુર હવાઈમથક પર ઉતરી પછી કાર થી સિરોહી ના સર્કીટ હાઉસમાં જવા માટે નીકળી જાય છે. રાજસ્થાન સાવ અલગ જ ભારતીય રાજ્ય હતું. 

અંહી એક તરફ તો રણ ની અનંત સફર અને બીજી તરફ પૌરાણિક રાજાઓના કિલ્લાઓ ની ધરોહર ‌હતી. નવનીત અને મહેચ્છા બન્ને આઈ.એ.એસ ટ્રેની બનીને સિરોહી ખાતે આવ્યા હતા.

નવનીત અને મહેચ્છા માટે એકબીજાની કંપની જ તેમની પુરક હતી. નવનીત અને મહેચ્છા ટેક્સી માં નીકળી જાય છે.‌જયપુર થી સિરોહી નો લગભગ ત્રણ કલાક નો રસ્તો હતો. 

રસ્તામાં નવનીત એમ જ ટેક્સી ડ્રાઈવર સાથે વાતચીત કરવા લાગ્યો.
"અંહી ફરવા જવા માટે સારા સ્થળ ક્યાં છે? સિરોહી ની નજીક કોઈ પાર્ક છે? કોઈ પાણીનો ધોધ?" 

"અરે સાહેબ આ રણમાં તમને પાણી ન દેખાય તો ધોધ અને પાર્ક ક્યાં જોવા મળે? અંહી તો પર્વત છે અને જુના રાજાઓ ના કિલ્લા છે. " ટેક્સી ડ્રાઈવર કહે છે.

"આ રસ્તો કેવો સુમસામ છે? અડધી રાત્રે તો છોડો દિવસે પણ કોઈ દેખાતું નથી." મહેચ્છા કહે છે.

"અરે મેડમ અંહી તો આજકાલ કલેકટર પણ‌ સુરક્ષિત નથી. સામાન્ય લોકો ની હવે શું વિસાત?" ટેક્સી ડ્રાઈવર કહે છે.

"કેમ શું થયું?" નવનીત જરા નજીક જઈ પુછે છે.‌મહેચ્છા ને નથી ગમતું.