DHAVA DODIYA'S : Last Conversion Dhaval Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DHAVA DODIYA'S : Last Conversion

રાજકોટના માધ્યમવર્ગીય સોસાયટીના એક શ્રુખલામાં વહેચાયેલ મકાનો ની સવાર એક શાંતિમય રીતે પડતી હોઈ છે. અહીંયા લોકો પોત - પોતાના કામથી કામ રાખે છે. સવારમાં અહીં રાત્રીના સ્મશાન જેટલી નીરવ શાંતિ કાયમ અખંડ રહેતી. એ સોસાયટીના છેલ્લા મકાન પણ શાંતિ બરકરાર રહેતી. એ મકાનમાં એક યુવક રહેતો હતો જે કોઈ ને કામ સિવાય બોલાવતો નહિ તેથી સોસાયટીના લોકોએ ભાગ્યે તેને બોલતા જોવે.

આ ઘરમાં સમયસર કચરા - પોતા ન થવાથી અહીં ફર્શ પર ધૂળ જમા થાઈ ગઈ હતી. તે મકાનના એક રૂમમાં તે યુવક સૂતો હતો. તેની આસ - પાસ લગભગ ૭૦૦ - ૮૦૦ થી પણ વધુ પુસ્તકો ની થપ્પીઓ ખડકાયેલ હતી. પલંગની બાજુમાં રહેલ લેંડલાઇન રણકી ઉઠે છે અને વાર્મિક ઉઠીને તેનું રિસિવર કાને રાખે છે.

“હુજુ સુધી સૂતો છે એલા! આજે તો વેહલું ઉઠવું તું ને યાર"
"કેમ કેટલા વાગ્યા?"
"લો મહારાજને કેટલા વાગ્યા તેની પણ જાણ નથી, ગાંજો મારીને સૂતો છે કે શું?"
"ના, શું થયું એ બોલને?"
" મને ખબર જ હતી! દુનિયાની બધી ખબર હશે પણ એક તારીખ યાદ નથી રહેતી ભાઈને "
"એવું બધું શું છે આજે?"
"આજે આપણો છેલ્લો દિવસ છે કૉલેજનો ભૂલી ગયો, સાથે ફેરેવેલ પણ છે."
"એતો ભૂલી જ ગયો"
"જલ્દીથી અહીં ગુડાને નહીંતર પ્રગતિ મારો જીવ ખાઈ જશે."
"તું ફોન મુકીશ તો આવીશ ને"

વાર્મિકએ રિસીવર મૂક્યું અને પલંગના છેડે બેસી આંખ બંધ કરી ઊંડા વિચાર કરી રહ્યો હતો. આ તેનું દરરોજનું છે તેને overthinking કર્યા જ કરે. તે જલ્દી થી નાહીને તૈયાર થય પોતાનો આડો થેલો જેમાં થોડા પુસ્તકો, પેનડ્રાઈવ અને એક ટેબ સિવાય બીજી ઘણી વસ્તુઓ હતી તે ખંભે નાંખે છે. ટેબલે પરથી પોતાનો મોબાઈલ લે છે અને કીપેડ ફોન પણ સાથે થેલામાં રાખી દે છે.કારની ચાવી લઈને તે કૉલેજ જવા નીકળી પડે છે.

વાર્મિક જયારે કૉલેજ પોહચે છે ત્યારે ત્યાં ફેરવેલ પાર્ટી શરુ ચાલુ થઈ ગઈ હોય છે. શિક્ષકો અને પ્રિન્સિપલ સ્ટેજ પર જે વિદ્યાર્થીઓ પેહલો નંબર અથવા કઈ અલગ કામ કર્યું હોઈ તેને ગિફ્ટ અને સમ્માનિત કરવામાં વ્યસ્ત રહેલ હોઈ છે. વાર્મિક કૉલેજ પોહચીને ત્યાંના બેન્ચ પર બેસી ગયો અને થેલા માંથી પુસ્તક કાઢી વાંચવા લાગ્યો. થોડીવારમાં તેનો મિત્ર મન આવે છે અને તેની સાથે પ્રગતિ પણ ચાલી આવ તી હતી. મન વર્મિકને તેના હાથમાં સર્ટિફિકેટ રાખ્યું જે તેને સ્ટેજ પર લેવા જવાનુ હતું તે સોંપતા મન બોલે છે કે,

“કેમ ભાઈ! તે તારું સર્ટિફિકેટ પ્રિન્સીપલ પાસેથી કેમ ન લીધું ખબર છે કેટલી બધી તારીફ કરી રહ્યા હતા. “
“મને આમ કોઈ સમ્માનિત કરે તે ન ગમે”

વાર્મિક એ તે સર્ટિફિકેટને જોયા વિના જાણે તેને આની પરવાહ જ ન હોય તેમ પોતાના થેલામાં મૂકી દે છે પણ પ્રગતિ અને મનને આ જરાય પણ અજીબ ન લાગ્યું.

મનને જવાબ આપ્યા બાદ તે પ્રગતિ તરફ નજર કરે છે અને વાર્મિક તેની તરફ હેન્ડશેક કરવા માટે હાથ આગળ કરે છે. પ્રગતિ પણ હેન્ડશેક કરે છે.

વાર્મિક તેના હાથને મેહસૂસ કરીને અને તેની આંખમાં આંખ પરોવીને બોલ્યો, “પ્રગતિ”
પ્રગતિ પણ તેની આંખમાં આંખ નાખીને બોલે છે, “વાર્મિક”

થોડી વખત તે લોકો તેમ જ ઉભા રહે છે અને એકબીજાની આંખમાં કંઈક ગોતવાની મથામણ કરી રહ્યા હતા. મન તેમ ખલેલ પોહચાડતા કહે છે કે,

“માન્યું કે તમે લોકો એકબીજાને ઘણા મહિના બાદ મળ્યા છો તેનો મતલબ તે નથી કે આસપાસનું ભાન ભૂલી જાઓ.”
“ના.. ના.. એવું કઈ નથી આતો બસ……. “ આગળ કઈ કહેવાય જાય તે પહેલા તે હેન્ડશેક છોડે છે અને તેની વાત કાપતા મન કહે છે કે, “બસ… મને સફાઈ દેવાની જરૂર નથી સમજ્યો”

પ્રગતિ મનના હાથમા હાથ પરોવીને કહે છે કે, “ By the way તે એવુ કયું કામ કર્યું છે જેથી ખુદ પ્રિન્સિપલ તને આ સર્ટિફિકેટ આપી તને શુભેકચ્છા પાઠવા માંગે છે. એવું તે શું કર્યું છે, અમને તો કહે? “

વાર્મિક કઈ કહે તે પહેલા મન તેની વાતનો વળતો જવાબ આપતાં કહે છે કે, “હા કા તને તો હું કેહતા જ ભૂલી ગયો! આ આપણા વાર્મિકએ આપણી કૉલેજ તરફથી એક લેખન અથવા તો જેને લેખકો માટે સાહિત્યક સ્પર્ધામાં ખાલી ભાગ જ ન લીધો પરંતુ તેને પેહલો નંબર લાવી આપણી કૉલેજનું નામ સુધર્યું નહિતર છેલ્લા દસ વર્ષથી કૉલેજે આ પ્રતિષ્ઠા માટે તલ - પાપડ થઈ રહી હતી. જે આપણા મહાત્માએ આ mission impossible ને possible કરી બતાવ્યું છે એટલે તેમની આટલી ખાતીરદારી થાય છે, સમજી મારી જાન”

“ચાલો હવે! અહીંયા જ પાર્ટી મનાવીશુ કે શું? ત્યાં બધા આપણી રાહ જુવે છે.” પ્રગતિ બંને મિત્રોને ટોકતા કહે છે. મન વાર્મિકને ખેંચતા કહે છે, “ચાલ ભાઈ! અમારી ભેગો થોડી વાર મજા કરજે.” પણ વાર્મિક પોતાનો હાથ છોડાવતા કહે છે, “ના! ભાઈ તમે બંને જઈને એન્જોય કરો હું કાંટો બનવા નથી માંગતો.” 

“બસ ને કરી ધીધાને પારકા ખબર જ હતી. અરે ભાઈ મને પ્રગતિએ મને તમારા બંનેના વિશે બધી જાન કરી દીધી છે. “ મને ઠંડા કલેજે કહ્યું.

“Oh……. ખોટું ન લગાડતો આ બધું થયું ત્યારે તમારી વચ્ચેના સંબંધો વિશે જાણ ન હતી.” વાર્મિકને થોડો અચંભો થયો પણ તેના ભાવ તેને મોઢા પર ન આવવા દીધા.

“Man… I Trust You” મને વર્મિકના ખંભા પર હાથ મુકતા કહ્યું.

એ ત્રણેય વચ્ચે આ વાતજ ચાલી રહી ત્યાં મનના બીજા મિત્રો આવીને તેને અને પ્રગતિને પાર્ટી જોઈન કરવા કહે છે.

“ચાલને મજા આવશે યાર”
“ના…ના…તમે જતા આવોને”
“કાં તારે અહીં કઈ કામ છે હે?”
“હા… તે છે જ ને મારે હજી બુકિંગ પણ કરાવવાનું બાકી છે.”
“હા એલા તે તો હું ભૂલી જ ગયો.”
“મારે તે બહાને ત્યાં જવાઈ પણ જાય અને આરવભાઈને મળાઈ જાઈને”

મને પણ તેને વધુ force કરવું યોગ્ય ન સમજ્યું તે પ્રગતિને પોતાની સાથે લઈને પાર્ટીમાં ચાલ્યો ગયો. વાર્મિક તેને જતાં જોઈ રહ્યો હતો આની ખબર પ્રગતિને હતી તેથી તે વાર્મિક તરફ જોયા વિના એક હલકી smile તેના મુખ પર આવી જાય છે. તેની આ smile મનના ધ્યાનમાં આવી જાય છે અને તે પ્રગતિને પૂછે છે કે,

“કેમ smile કેમ કરે છે મેં તો કઈ joke પણ નથી માર્યો ”
“ના… એમ જ બસ!” મનના પ્રશ્નથી બચવા કહે છે.
“તું કહે તમે ક્યાં જવાની ખીચડી પકવી રહ્યા હતા” પ્રગતિએ સામો પ્રશ્ન કર્યો.
“ક્યાય નહિ game zoneમાં”
“ત્યાં વળી કેમ તને ક્યારથી આ ચસ્કો ચડ્યો અને મને કીધું પણ નહિ”
“મને ક્યાં ચડ્યો છે પ્રગુ”
“તો પછી…”
“વર્મિકનો કાલે ફોન હતો કોઈ Resident Evil : Requiem નામની AAA game રિલીઝ થઈ છે અને તે કેહતો હતો કે બહુ સારી game છે. મને સાથે આવવા માટે પૂછતો હતો અને હું પણ આજે ખાલી જ હતો એટલે મેં પણ હા પાડી દીધી. સમજી પ્રગુ”
“હા મેં પણ સાંભળ્યું છે બહુ સારી horror game છે તેથી I’m excited too…”

બંને વાતો કરતા - કરતા જયારે હળવું music વાગી રહ્યું હતું ત્યાં પોહચી ગયા અને ભીડમાં તેઓ પણ જોડાઈ ગયા અને તેઓ પણ enjoy કરવા માંડ્યા હતા. આ તરફ વાર્મિક તે બંનેના ગયા બાદ પણ થોડી એમ જ ઉભો રહી ગયો અને ગહન વિચારોમાં ખોવાઈ ગયો. થોડી વરમાં તે બહાર આવી તે પોતાની બુકના છેલ્લા પન્ના વાંચી લઇને પોતાના કીપેડવાળા ફોનથી game zone માં ફોન કર્યો અને 05:00 થી 08:00 સુધીનું બુકિંગ કરાવી લીધું. તે પોતાની કારમાં બેસીને કારને બુક સ્ટોર તરફ દોડાવી મૂકી.

ત્રણેયની ત્રિપુટી સાંજના 05:00 વાગે મનના ઘરે ભેગા થઈ હતી અને ત્યાંથી ત્રણેય લોકો વાર્મિકની જ કારમાં game zone તરફ આગળ વધે છે. ત્યાં game zone માં નોર્મલ ડે હોવાથી કોઈ દેખાતું નોહ્તું બાકી વેકશન અથવા શનિ - રવિ અહીંયા પગ મુકવાની જગ્યા પણ ન હોઈ. Game zone નાનું હતું પણ ખુબ જ આકર્ષક લાગતું હતું એક બાજુ high confrigration વાળા pc અને એક બાજુ ps5 એક બે ભાગ હતા.

વાર્મિક resident evil : requiem માં સ્ટોરી મોડ રમતો હતો અને આ બાજુ મન અને પ્રગતિ બંને mortal kombat રમી રહ્યા હતા જેમાં મન હજુ સુધી એક વાર પણ જીત્યો નોહતો.

પુરી ત્રણ કલાક બાદ તેઓ game zone માંથી બહાર આવ્યા. પ્રગતિ કારમાં બેસીને મનના ખંભા પર માથું ઢાળતા કહે છે કે,

“આજે તને હરાવવામાં મને માથું દૂખવા માંડ્યું”
“હા તો દુખે જ ને કેટલા અંધારા માં રમતા હતા!”
“વાર્મિક તને માથું નથી દૂખતું” પ્રગતિએ પ્રશ્ન કર્યો.
“ના!” ટૂંકો જવાબ આપ્યો.
“કેમ ભાઈ! તું કોઈ અલગ છે અમારાથી?” મને પ્રશ્ન કર્યો.
“હું રોજ - બરોજ અહીંયા આવતો હોવ છું જેથી ટેવાયેલો છું.”

વાર્મિક કારને બગીચા આગળ ઉભી રાખી દે છે. ત્રણેય અંદર જઈને એક બેન્ચ પર વાતો કરવા લાગે છે કે મનને અચાનક એક જરૂરી ફોન આવે છે જેથી તે દૂર વાત કરવા ચાલ્યો જાય છે. પ્રગતિ કહે છે કે,

“તો આગળનો સો plan છે? વાર્મિક” 
“આગળ તો…. હવે માસ્ટર પછી કંઈક કરીશું તે પહેલા એક novel લખવાની છે.”
“અરે ના! હું એના વિશે નથી કેહતી I mean તું move on થઈ કરીશ ને?”
“I think you know that”
“મારાં તારા મોઢા માંથી જ સાંભળવું છે.”
“well, મારાં માટે તમારી ખુશીથી વધુ કઈ important નથી.”
“તું હજી મને પ્રેમ કરે છે?”
“ના, પણ હું મારી પાસે જે પ્રગતિ છે તેને પ્રેમ કરતો રહીશ.”
“ક્યાં સુધી તું તારી જીદ પકડી રાખીશ…મને પણ દુઃખ થાય છે.”
“તમે મારાં પ્રેમને જીદ કહો છો?”
“તો બીજું શું કહું બોલ?”
“કોઈ કિશોરાવસ્થા માંથી યુવાવસ્થા માં આવેલ યુવકને પ્રેમ થાય ટ્વિવો પ્રેમ મેં તમને નોહતો કર્યો.”
“તો કેવો કર્યો તો?”
“સમર્પિત થઈ જવા વાળો અને અપેક્ષા રહિત પ્રેમ કર્યો હતો તમને”

પ્રગતિ આગળ કઈ ન બોલી ન શકી જાને વાર્મિકને સમજાવવું વ્યર્થ લાગ્યું હોઈ. તે કઈ જ બોલી ન શકી અને એમ જ બેસી રહી ત્યાં મન પોતાનો ફોન પતાવી આવે છે.

મન પ્રગતિના મનોભાવ પરથી જોઈ તેને કહે છે કે, “કેમ શું થયું?”

મન વાર્મિક તરફ જવાબની આશાએ જુવે છે પણ વાર્મિકનો ભાવહીન ચહેરો જોઈને સમજી જાય છે. તે લોકોને વાર્મિક મનના ઘરે ઉતારવા જાય છે અને છેલ્લીવાર હૅન્ડશેક કરે છે આના પછી ભગવાન જાને ત્રણેય પાછા ક્યારેય ભેગા થાઈ. આમ મન અને પ્રગતિ આગળ વધી જાય છે અને વાર્મિક પોતાની એકલવાઈ અને પ્રગતિની યાદો વાળી જિંદગીમાં પાછો પ્રવેશ મેળવે છે.

સમાપ્ત.....