વિદ્યાનો વિનાશ Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિદ્યાનો વિનાશ

વિદ્યાનો વિનાશ

એક જુગારી યુવાન અને એક મહાન યોગી વચ્ચેની આ કથા વિદ્યાના અમૃતને શંકાના વિષથી કેવી રીતે ઝેર બનાવી દે છે, તેનું અમર ચિત્ર છે — જે વાંચ્યા પછી તમારું હૃદય વિદ્યા અને વિશ્વાસના સાચા અર્થને ફરીથી શોધવા માટે તલપાપડ થઈ જશે.

ઉજ્જૈનનગરીના રાજા ચંદ્રસેનના રાજ્યમાં પંડિત હરિપ્રસાદ નામના વિદ્વાન બ્રાહ્મણ વસતા હતા. તેમનો એકમાત્ર પુત્ર તેજપાલ જુગારના નશામાં ડૂબેલો હતો. જુગારની લત એવી લાગી હતી કે એક દિવસ તેણે પિતાનું સર્વસ્વ જુગારમાં ગુમાવી દીધું. ક્રોધમાં આવીને પંડિતે તેને ઘરની બહાર કાઢી મૂક્યો.

 

अक्षैर्मा दीव्यः कृषिमित्कृषस्व वित्ते रमस्व बहु मन्यमानः ।

तत्र गावः कितव तत्र जाया तन्मे वि चष्टे सवितायमर्यः ॥ ઋગ્વેદ (અક્ષ સૂક્ત - ૧૦.૩૪.૧૩)

જુગારના પાસાઓથી રમીશ નહીં. તારી ખેતી (કે મહેનતનું કામ) કર. તેનાથી જે ધન મળે તેમાં જ ખૂબ સંતોષ માનીને આનંદિત રહે. હે જુગારી! ત્યાં જ તારી ગાયો (સંપત્તિ) છે અને ત્યાં જ તારી પત્ની (પરિવારનું સુખ) છે - આવું પરમ પૂજ્ય સૂર્યદેવ મને કહી રહ્યા છે.

 

द्यूते पराजितो राजा वनं प्रव्राजितो मुनिः ।

सर्वस्वहरणं दुःखं द्यूताद्व्यसनाद्भवेत् ॥

જુગારના કારણે રાજા (યુધિષ્ઠિર) પણ હારી ગયા અને તેમને મુનિની જેમ વનમાં ભટકવું પડ્યું. જુગારના વ્યસનથી માણસનું સર્વસ્વ (બધું જ) હરાઈ જાય છે અને અંતે માત્ર ભારે દુઃખ જ હાથ લાગે છે.

 

द्यूतं एतत् पुराकल्पे सृष्टं वैरकरम् महत्।

तस्मात् द्यूतम न सेवेत हास्यार्थम् अपि बुद्धिमान्॥ — (मनुस्मृति ९.२२७)

પ્રાચીન કાળમાં (બ્રહ્માજી દ્વારા) ઉત્પન્ન કરાયેલો આ જુગાર પરસ્પર મોટું વેર-ઝેર (શત્રુતા) ઊભું કરનારો છે. તેથી, કોઈ પણ બુદ્ધિશાળી માણસે રમત-ગમતમાં, મનોરંજન કે હાસ્ય-મજાક ખાતર પણ ક્યારેય જુગાર ન રમવો જોઈએ.

 

તેજપાલ વન્ય પ્રદેશમાં ભટકતો ભટકતો એક નિર્જન સ્થળે પહોંચ્યો. ત્યાં એક તેજસ્વી યોગી — સિદ્ધનાથ — ધ્યાનમગ્ન બેઠા હતા. તેજપાલની હતાશા જોઈને યોગીએ પૂછ્યું, “બાળક, આવું દુઃખી મુખ કેમ?”

તેજપાલે આંસુ સારતાં પોતાની સમગ્ર કથા કહી. યોગી તેના પર હસ્યા અને બોલ્યા, “પહેલાં કંઈ ખાઈ લે.”

તેજપાલે ગર્વથી કહ્યું, “હું બ્રાહ્મણપુત્ર છું. અન્યની ભિક્ષા કેમ ગ્રહણ કરું? તમારો મારા પર પુત્રવત પ્રેમ હોય તો પીતૃવત કૃપા કરો.”

તેજપાલે પોતાની વાંકપટુતા વાપરી. સાકરની ભરેલી ગુણ પોતાના મુખમાંથી મધુર વાણી થી વહેતી કરી. યોગી નું હૃદય કરુણાથી ભરેલું હતું ને વળી તેજપાલ ની મીઠી વાણી પછી તો પુચવું જ શું?

યોગીએ મુદ્રા દ્વારા પોતાની સિદ્ધિને આહ્વાન આપ્યું. તરત જ એક અલૌકિક સુંદરી સિદ્ધિ થી પ્રગટ કરી. જે તેના માટે ભોજન ની વ્યવસ્થા કરે. પછી તેણે રહેવા માટે સોનાના મહેલનું નિર્માણ કર્યું. તેજપાલ તે રાત્રે ભોજન ઈત્યાદી કરી દિવ્ય સુખમાં રહ્યો. સવાર પડતાં બધું અદૃશ્ય!

સવાર પડતા જ તેજપાલે યોગીને કહ્યું, “મહારાજ, તે સ્ત્રી વિના હું જીવી શકીશ નહીં.” તેજપાલ પુત્રની જેમ જિદ્દ પર વળગી રહ્યો.

યોગી બોલ્યા, “તે તને એક વિદ્યા ખુદ પ્રાપ્ત કરવાથી મળશે અને તે વિદ્યા પાણીની અંદર ઊભા રહીને મંત્ર જપ કરવાથી મળશે. ખુબ કઠીન તપસ્ચર્યા છે. પરંતુ જ્યારે તે છોકરી તને મારી સિદ્ધિથી મળી શકે તેમ છે, તો પછી તું વિદ્યા પ્રાપ્ત કરીને શું કરીશ?”

તેજપાલે જીદ કરી, “ના, હું સ્વયં પ્રાપ્ત કરીશ.” બંને વચ્ચે હવે પિતા પુત્ર જેવો પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો.

संश्रद्धानाय भक्ताय विनीताय च दीयताम् ।

अपात्रे न प्रदातव्यं मृत्युरेव न संशयः ॥ શિવપુરાણ (વિદ્યેશ્વર સંહિતા)

 

જેમ ઝેરી સાપને દૂધ પીવડાવવાથી તેનું ઝેર વધે છે, તેમ કોઈ દુષ્ટ, અહંકારી કે કુપાત્ર માણસને જો મોટી વિદ્યા કે શક્તિ મળી જાય, તો તે તેનો દુરુપયોગ કરીને સમાજનો અને પોતાનો વિનાશ જ નોતરે છે. માટે જ્ઞાન આપતા પહેલાં સામેવાળી વ્યક્તિ પાત્રતા ધરાવે છે કે નહીં તે જોવું ખૂબ જરૂરી છે.

 

પરંતુ તેજપાલે ન માન્યું. યોગી તેને નદી કિનારે લઈ ગયા અને મંત્રો જણાવી દીધા અને કહ્યું કે “જ્યારે તું જપ કરતાં કરતાં માયાથી મોહિત થઈશ, ત્યારે હું તારા પર મારી વિદ્યાનો પ્રયોગ કરીશ. તે સમયે તું અગ્નિમાં પ્રવેશ કરી જજે.". ત્યાર બાદ તને સિદ્ધિ પ્રાપ્ત થઇ જશે.”

તેજપાલે જપ આરંભ કર્યો. થોડી જ વારમાં માયાએ તેને વીંટળી લીધો. તેણે અનુભવ્યું તે એક અન્ય બ્રાહ્મણપુત્ર તરીકે જન્મ્યો, તેના લગ્ન થયા, પુત્ર-પુત્રીઓ થયા. તે પોતાનું મૂળ જીવન ભૂલી ગયો.

ત્યારે જ યોગીએ પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો. ગુણાકર માયારહિત (મોહમુક્ત) થઈને અગ્નિમાં પ્રવેશ કરવા માટે તૈયાર થયો. એ જ સમયે તેણે જોયું કે પોતાને  મરતો જોઈને તેના માતા-પિતા અને બીજા લોકો રડી રહ્યા છે અને તેને આગમાં જતા રોકી રહ્યા છે."તેજપાલના મનમાં શંકા ઊઠી — “મારા મરવાથી આ બધાં મરી જશે. યોગીની વાત સાચી હશે કે નહીં?”

अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।

नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥  ગીતાજી - અધ્યાય ૪, શ્લોક ૪૦

 

"જે માણસ અજ્ઞાની છે, (શાસ્ત્રો અને ગુરુના વચનોમાં) શ્રદ્ધા વગરનો છે અને સદાય શંકાશીલ રહે છે, તે માણસ ચોક્કસપણે વિનાશ પામે છે. આવી શંકા કરનારી વ્યક્તિ (સંશયાત્મા) માટે ન તો આ લોકમાં કોઈ સુખ છે, ન પરલોકમાં કોઈ સદ્ગતિ છે અને ન તેને ક્યાંય શાંતિ મળે છે."

 

આ શંકાએ તેની સાધનાને અધૂરી રાખી. તે અગ્નિમાં ઘૂસ્યો તો અગ્નિ ઠંડી પડી ગઈ, પરંતુ વિદ્યા નષ્ટ થઈ ગઈ. તેજપાલ  આશ્ચર્યચકિત થઈને યોગી પાસે આવ્યો અને તેમને બધી હકીકત જણાવી દીધી. તેને કરેલો પ્રયત્ન સિદ્ધ થયો નહિ. માયાના પ્રભાવમાં અગ્નિ પ્રવેશ કરવાનો હતો ત્યાજ અગ્નિ શાંત થઇ ગયો. ને વિદ્યા સફળ ન થઇ.

નિર્મળ અને શુદ્ધ સંકલ્પ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેજપાલ ના  દિલમાં શંકા જાગી કે કોણ જાણે, યોગીની વાત સાચી હશે કે નહીં. આ સંકાએ તેને સિદ્ધિ મળી નહિ.

उत्तमस्य कुलीनस्य विद्या भवति भूषणम् ।

कुपात्रे सा विनश्यति सर्पमुखे क्षीरं यथा ॥

ઉત્તમ અને સંસ્કારી કુળના માણસ માટે વિદ્યા એક ઘરેણું (આભૂષણ) બને છે, પરંતુ એ જ વિદ્યા જ્યારે કોઈ કુપાત્ર (દુષ્ટ) વ્યક્તિને મળે છે ત્યારે તે નાશ પામે છે (અથવા વિનાશકારી બને છે), બરાબર એ જ રીતે જેમ સાપના મોઢામાં ગયેલું દૂધ (અમૃત હોવા છતાં) ઝેર બની જાય છે.

આ જોઈ યોગીએ કહ્યું, “લાગે છે કે તારા કરવામાં કોઈ ખામી (કસર) રહી ગઈ.”"

યોગીએ માયા ને ફરી બોલાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તે આવી નહીં.

વિદ્યા તો નિર્મળ જળ સમી, હૃદયના કુવામાં વસે,

શંકાના કાદવે તેને ઘેરે, તો સુકાઈ જાય છે તરસે.

અપાત્રે આપી તું જો વિદ્યા, તો સ્વયં ભિક્ષુક બની જા,

પાત્ર જાણીને જ આપજે રત્ન, નહીં તો વિનાશ થાય છે સર્વે.

 

તેજપાલ ની વિદ્યા એટલે નાશ પામી કે તેનો સંકલ્પ સુદ્ધ ન હતો ને ગુરુ પ્રત્યે સંકા હતી અને યોગીની વિદ્યા એટલા માટે નષ્ટ થઈ ગઈ કારણ કે તેણે અપાત્ર (કુપાત્ર) વ્યક્તિને વિદ્યા આપી હતી. આમ બંનેની વિદ્યા વિનાશ પામી.