સરકારી પ્રેમ - ભાગ 36 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 36

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)
"આ યુવતી અસાધારણ છે. ફક્ત ૨૧ વર્ષની ઉંમરે આટલા બધા જ્ઞાન સાથે જ જીવન જીવવાની કળા પણ‌ શીખી ગઈ છે. 

રમખાણો વાળા સવાલમાં બધા લોકો એમ જ જવાબ આપતા કે અમે ‌શહેરના લોકો ની રક્ષા કરીશું. પણ આ યુવતીએ પ્રામાણિક રીતે સાચો જવાબ આપ્યો કે હું પહેલા પોતાના પરિવાર ને સુરક્ષિત કરી પછી જ શહેરમાં ધ્યાન આપીશ.

આ પેનલને સારું લગાડવા માટે ‌ખોટો જવાબ ન આપ્યો. આગળ જતાં દેશ માટે ખુબ જ સારી આઈ.એ.એસ અધિકારી સાબિત થશે. પોતાના વિષય ઈતિહાસ પર પણ સારી પકડ ધરાવે છે. ખરા અર્થમાં સમાજ માટે આઈ.એ.એસ જેમ ગેસ લીકેજ વાળું કામ પણ કરે છે.આ યુવતી આ પરિક્ષા ની ખોજ છે."

(મહેચ્છા ને બોલાવવામાં આવે છે)

પેનલ:
"અમે તમારા જ્ઞાન, હાજર જવાબી અને પ્રામાણિકતા થી ખુબ પ્રભાવિત થયા છીએ. અમારી સલાહ પ્રમાણે તમારા માતા પિતા એ એક શ્રેષ્ઠ નાગરિક તરીકે તમારો ઉછેર કર્યો છે. ઓલ ધ બેસ્ટ ફોર ફ્યુચર.

દેશ ને તમારી જેવી જ યુવતી અને આઈ.એ.એસ અધિકારીઓ ની જરૂર છે."

(મહેચ્છા બન્ને હાથ જોડીને)

"ખુબ આભાર સર અને મેડમ. મને તક મળતા દેશસેવા માટે બધું જ કરી છુટીશ." 

પેનલ:
"આપ જઈ શકો છો." 

(મહેચ્છા ફરી એ જ સૌજન્ય થી બહાર નીકળી જાય છે)

ઈન્ટરવ્યુ લીધેલા ૨૫ વિધાર્થીઓમાં થી ફક્ત મહેચ્છા ને જ ફીડબેક માટે બોલાવવામાં આવતા બીજા બધા વિદ્યાર્થીઓ મહેચ્છા ને ઘેરી વળે છે.

પણ પેનલ અંદર ના કેમેરા થી મહેચ્છા ને જવા માટે સમજાવે છે. મહેચ્છા નીકળી જાય છે.

મહેચ્છા નવનીત ને ફોન કરવા માટે પ્રયત્ન કરે છે પણ નવનીત નો ફોન લાગતો નથી. એ સીધી જ મધુકર ને ફોન કરી સમગ્ર ઈન્ટરવ્યુ વિષે માહિતી આપે છે. મધુકર અને સરિતા તો ખુબ ખુશ થાય છે.

મહેચ્છા નવનીત ને મળી પછી જ આવશે એમ જણાવે છે તો મધુકર પણ હામી ભરી દે છે.‌સરિતા ને આ ગમતું નથી પણ છેલ્લો દિવસ હોવાથી એ ચુપચાપ જ રહે છે.

હવે નવનીત નો વારો આવ્યો. નવનીત કોટ સુટ પહેરીને ઈન્ટરવ્યુ આપવા માટે આવ્યો હતો.

(નવનીત ધીમે થી દરવાજો ખોલી પ્રવેશ કરે છે)

(નવનીત સામે બીજી પેનલ હતી. નવનીત પહેલા પોતાનો પરિચય આપે છે અને પછી પેનલના નિર્ણાયકો‌ પોતાનો પરિચય આપે છે)

પ્રશ્ન ૧:
"આપ ઈજનેરી કોલેજમાં અભ્યાસ કરવા છતાં આઈ.એ.એસ શું કામ બનવા માંગો છો?"

નવનીત:
"સર ઈજનેરી વિષય મને ગમતો‌ હતો. પણ મારા પપ્પાની ઈચ્છા હતી કે હું આઈ.એ.એસ બની જાઉં. એમ પણ ઈજનેરી સાથે જ જો ભારતીય સંવિધાન અને સામાજિક સંસ્થાઓ વિષે માહિતી હોવી જરૂરી છે. "

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)

પ્રશ્ન ૨:
" તમે પોતાના વિષય વિષે કેમ આટલી બધા ફેરફાર કર્યો?"

નવનીત:
"સર હું ખોટું નહીં કહું. મારો પરમ મિત્ર રિતેશ ઈતિહાસ વિષય રાખી પછી મુખ્ય પરિક્ષા ની તૈયારી કરી રહ્યો હતો. ઈતિહાસ માં સારા ગુણો આવતા હોવાથી મને પણ એમ સમજાવી મેં ઈતિહાસ રાખવાનું નક્કી કર્યું. પણ હું મુખ્ય પરિક્ષામાં મેરિટ માં પ્રવેશ ન મેળવી શક્યો.

પછી મેં પોતાની જાતને સંભાળી અને મારી એક મિત્ર ની મદદથી મારી આ છેલ્લી તક માં ઈજનેરી ને મુખ્ય વિષય રાખી તૈયારી કરી. "

પેનલ:
" એટલે તમારી મિત્ર તમને તમારા કરતા વધુ સારી રીતે ઓળખે છે."

નવનીત:
"ના સર. હું તો વિચારતો જ હતો. પણ.."

પેનલ:
"બીજો સવાલ."
પ્રશ્ન ૩:
" ભારતમાં જાહેર સાહસો નું ખાનગીકરણ કરવું જોઈએ કે નહીં? "

નવનીત:
"જી સર. અમુક ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી લાવવા માટે અને આ જાહેર સાહસો નું પ્રદર્શન સારું કરવા માટે આ જરૂરી છે. પણ અમુક ક્ષેત્ર જેમ કે ખનિજ તેલ ખનન, પેટ્રોલ , ડીઝલ સંરક્ષણ તેમજ અન્ન પુરવઠા વગેરે પર સરકારી નિયંત્રણ જરૂરી છે."

(પેનલ અંદરોઅંદર ચર્ચા કરે છે)

પ્રશ્ન ૪:
"જો આપ આઈ.એ.એસ બની ગયા તો‌ સૌથી પહેલાં શું કામ કરશો?"

નવનીત:
"સર આ દેશમાં લોકો ના ખાવાના દાંત જુદા અને બતાવવાના જુદા છે. હું સૌથી પહેલાં કોઈ પણ જાતિભેદ ટિપ્પણી માટે અઘરામાં અઘરો કાયદો લાવીને જે પણ દોષિત હશે એને સજા કરાવીશ."

પેનલ:
"આપ લાગણીઓ થી ભરપુર છો."

નવનીત:
"શું ખોટું છે?"

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)

પ્રશ્ન ૫:
"તમે આ પેનલની અંદર સૌથી વધુ કોનાથી ડરો છો? શા માટે?"
નવનીત:(જરા પણ ગભરાયા વગર)
"આ જે મેડમ છે જે મારી બોડી લેન્ગવેજ નિરખી રહ્યા છે એમનાથી હું સૌથી વધુ ડરી રહ્યો છું. કારણકે એમના મનને કળવું ખુબ મુશ્કેલ છે. એ મારી બોડી લેન્ગવેજ પરથી મારા મનને કળવા નો પ્રયત્ન કરે છે.

એમ પણ સ્ત્રીઓ ને સમજવી ખુબ અઘરી છે."

પેનલ:
"તમારો પ્રેમ ભંગ થયો લાગે છે?"

નવનીત:
"સોરી સર." 

પ્રશ્ન ૬:
" આપ જો આ તકમાં પણ આઈ.એ.એસ‌ ન બની શક્યા તો? શું વિચાર છે?"

નવનીત:
"સર આ મારી છેલ્લી તક હતી. મેં પ્રિલિમનરી પરિક્ષામાં જ ખુબ સરસ પ્રદર્શન કરી મુખ્ય પરિક્ષામાં ઈજનેરી જેવો મુશ્કેલ વિષય રાખી મેરિટ માં ઈન્ટરવ્યુ માટે પસંદગી થવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

હવે જો ઇન્ટરવ્યુમાં હું નપાસ થયો તો કોઈ વાંધો નથી. મારી પાસે પ્લાન બી પણ‌ તૈયાર છે. હું હાલ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી કરું છું."

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)

પ્રશ્ન ૭:
" જો તમે આઈ.એ.એસ અધિકારી છો અને તમારા પિતા જ કોઈ ગુનામાં સંડોવાયેલા છે તો તમે શું કરશો?"

નવનીત:
" સર મારી માટે ભારતનું સંવિધાન સૌથી પહેલાં આવે છે. જો કોઈ વ્યક્તિ ગુનેગાર છે અને કોર્ટ પાસે પુરાવા પણ છે તો હું એને સજા આપવામાં પોલીસ ને પુરી મદદ કરીશ."

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)

પ્રશ્ન ૮:
"એક ગુજરાતી તરીકે તમે જાણો જ છો કે આઈ.એ.એસ પરિક્ષા ખુબ ઓછા યુવાનો આપે છે. શું કારણ હશે?"

નવનીત:
"સર ગુજરાત એક ખુબ જ પ્રગતિશીલ અને વિકસિત રાજ્ય છે.ઘણા યુવાનોને ભણતી વખતે જ આવી બધી પરિક્ષાઓ વિષે માહિતી નથી હોતી. વળી નોકરી આરામ થી મળી જાય છે. ઘણાખરા તો બિઝનેસમેન જ બની જાય છે. એક રીતે તો એ લોકો બેરોજગારી ઓછી કરે છે.

વળી જોને મારા ઘણા મિત્રો તો લગ્ન કરી પપ્પા પણ બની ગયા છે. 
(પેનલ હસે છે)

પેનલ:
"ઠીક છે. આપ બહાર જ રાહ જોવો.‌"

(નવનીત ખુબ સૌજન્યથી બહાર નીકળી જાય છે)

પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે:
" આ યુવાન ખુબ જ લાગણીશીલ છે. જાતિભેદ વિશે એ ખુબ જ સંવેદનશીલ છે. એટલે જ પોતાનું નામ પણ નવનીત જ રાખી ને ફોર્મ ભર્યું છે.

આમ તો પોતાના જીવનના છ અમુલ્ય વર્ષ આઈ.એ.એસ ની તૈયારી કરવા માં ખર્ચ કરી દીધા છે. હવે જો આ વખતે પણ નિરાશ થઈ ગયો તો કોઈ પગલું ન ભરી લે.

આમ તો તેને વિષય ની સારી પકડ છે. પણ કોઈ યુવતી ની સાથે પણ‌ એ ઉંદર બિલાડીની રમત રમી રહ્યો છે."