સરકારી પ્રેમ - ભાગ 35 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 35

"એ શું હોય?" રિતેશને આશ્ચર્ય થયું.

"આઈ.એ.એસ બનવું એ પહેલો પ્લાન છે. જો આઈ.એ.એસ ન બની શક્યો તો પ્લાન બી. એટલે કે હું શું કરીશ?" નવનીત કહે છે.

"એ શું ખોટું કહે છે? " રિતેશ સમજાવે છે.

"તને મહેચ્છા જેવી યુવતી નહીં મળે મિત્ર." રિતેશ ઉમેરે છે.

"હા પણ એને માટે મારે પોતાની જાતિ‌ માટે સાંભળવું ન પોસાય. એક વખત આઈ.એ.એસ બની જાઉં પછી બતાવીશ." નવનીત કહે છે.

"હા તારા કર્મ ને બોલવા દે. " રિતેશ સમજાવે છે. પછી બન્ને ફોન મુકી દે છે.

આ તરફ રાત્રે મહેચ્છા પણ નવનીત ના વિચિત્ર વર્તન થી દુ:ખી હતી. એ સમજી શકતી ન હતી કે શું તકલીફ પડી હશે? ત્રણ મહિના પછી મુલાકાત ની મજા કંઈક ઓર જ હોય છે. પણ હાલ ઈન્ટરવ્યુ ની તૈયારી કરવાની હોવાથી મહેચ્છા આ વાત નવનીત ને પુછવામાં ક્ષોભ અનુભવે છે.

બીજા દિવસે નિયત સમયે જ બન્ને દિનકર દાસગુપ્તા ને ત્યાં પહોંચી પછી ઈન્ટરવ્યુ માટેનું ફોર્મ તેમજ બીજી બધી માહિતી ભરી પછી એકબીજાને આપી દે છે. નવનીત અને મહેચ્છા એકબીજાની સામે અભ્યાસ ઈન્ટરવ્યુ લે છે. પછી પોતાના વિચારો દિનકર દાસગુપ્તા ને જણાવે છે.

દિનકર દાસગુપ્તા બન્ને ના સારા નરસા પાસા સમજાવી પછી એ બન્નેને ઘરમાં જ સાક્ષાત્કાર ની તૈયારી કરવા માટે સમજાવે છે. દિનકર પણ સમજી જાય છે કે હવે બન્ને વચ્ચે કોઈ તકલીફ લાગે છે.

પંદર દિવસ પછી 
આ સમયગાળામાં મહેચ્છા અને નવનીત એકબીજાની સાથે જરૂરી વાતચીત ફક્ત મેસેજ થકી કરી રહ્યા હતા. એ દિવસે સવારે જ યુ.પી.એસ.સી ( યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) ની ઓફીસમાં બન્ને એકબીજાને દસ વાગ્યે મળવા માટે સમય આપ્યો હતો. મહેચ્છા સરિતા અને મધુકર ના આશીર્વાદ લઈને સમયસર પહોંચી જાય છે. જ્યારે નવનીત પણ દસ વાગ્યે પહોંચી જાય છે.

પહેલા પ૦ વિધાર્થીઓ ને અગ્યાર વાગ્યે થી સાક્ષાત્કાર માટે લઈ જવાના હતા. મહેચ્છા નવનીત ને ઓલ ધ બેસ્ટ કહીને ભેંટી પડે છે. નવનીત પણ પોતાની જાતને સંભાળી લેતા ફક્ત હાથ હલાવી શુભેચ્છાઓ આપે છે.

મહેચ્છા આજે સાવ સરળ અને અસરકારક લાગે એવા વાદળી રંગના સલવાર સુટ માં સજ્જ હતી. જ્યારે તેની સાથે બીજી અમુક યુવતીઓ કોર્પોરેટ કંપની ની અંદર પહેરાય તેવા ફોર્મલ કપડાં પહેરીને આવી હતી.

બધા જ વિદ્યાર્થીઓ ને લાઈન પ્રમાણે બેસાડી દેવામાં આવે છે. એક પછી એક તેમના દ્વારા ભરવામાં આવેલા મુખ્ય ફોર્મ તેમને બતાવવામાં આવે છે. પછી જો નામ કે બીજી કોઈ વિગત માં ભુલ હોય તો સુધારવા માટે કહેવામાં આવે છે.

એક વખત બધી જ ચકાસણી થઈ ગયા પછી એક પછી એક એમ કરીને બધા ને અંદર જવા માટે સુચના આપવામાં આવે છે. 

મહેચ્છા નો ઈન્ટરવ્યુ 
મહેચ્છા નો લગભગ બે કલાક પછી જ વારો આવી જાય છે. મહેચ્છા ધીમે થી રૂમનો મુખ્ય દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરે છે તો સામે એક મોટી પેનલ વિરાજમાન હતી. મહેચ્છા આત્મવિશ્વાસ સાથે આગળ વધી પછી બેસવા માટે પરવાનગી માંગે છે:

"શું હું બેસી શકું?" 

"જી." પેનલ ના વડા કહે છે.

મહેચ્છા ને આખી પેનલ સાથે વાતચીત કરી તેમની ઓળખાણ કરાવવામાં આવે છે.પછી મહેચ્છા પોતાની ઓળખાણ આપે છે.

પ્રશ્ન ૧:
"આપ શું કામ આઈ.એ.એસ બનવા માંગો છો?"
મહેચ્છા:
" મારું નામ જ મહેચ્છા એટલે કે મહાન ઈચ્છા.મારા પપ્પા આઈ.એ.એસ બનવા માંગતા હતા પણ અમુક કારણોસર તે બની ન શકયા. એટલે તેમણે મને આઈ.એ.એસ બનવા માટે પ્રેરિત કરી.

એક આઈ.એ.એસ બની પહેલા તો હું એક જાગૃત નાગરિક બની પછી જ દેશસેવા કરવા માગું છું. "

પેનલ:
"ખુબ સરસ જવાબ આપ્યો."

પ્રશ્ન ૨:
"આપ પ્રથમ પ્રયત્ન થી જ આટલી સારી તૈયારી કેવી રીતે કરી શક્યા? "

મહેચ્છા:

"સર જેમ મેં પહેલા પણ કહ્યું તેમ મારો ધ્યેય પહેલા થી જ આઈ.એ.એસ‌ બનવાનો હતો. નાનપણથી મારો ઉછેર એ રીતે જ કરવામાં આવ્યો. મારા પપ્પા મારા માર્ગદર્શક હતા. 

ઈતિહાસ મને પહેલા થી ખુબ ગમતું. વળી સોસાયટી ની નાની મોટી સમસ્યાઓમાંથી હું ઘણી વસ્તુઓ વ્યવહારીક રીતે શીખી."

પેનલ:
"કોઈ ઉદાહરણ આપી શકો?"

મહેચ્છા:
"કોચિંગ ક્લાસમાં નીચે જ ગંદા પાણીના લીકેજ ની સમસ્યા હતી. પણ બિલ્ડિંગ ના લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ રજુઆત કરતા ડરી રહ્યા હતા.તેમને એમ હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન વધારે ટેક્સ લગાડશે અને પછી જ કામ કરશે.મેં એમને સંવિધાન ના અનુચ્છેદ બતાવી હિંમત આપી અને સમસ્યા નું સમાધાન થયું કેમ કે એમાં ચોખ્ખું લખાણ હતું કે આવી સમસ્યાની તમામ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની જ છે."

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)

પ્રશ્ન ૩:
" ભારતીય ઈતિહાસમાં સૌથી મોટી ઘટના જેની અસર આજે પણ જોવા મળે છે?"

મહેચ્છા:
" સર ભારતીય ઈતિહાસમાં બે વખત સૌથી મોટા આક્રમણ થયા છે. સૌ પ્રથમ તો મુઘલ સામ્રાજ્ય વખતે અને પછી ઈંગ્લેન્ડ ની ઈસ્ટ ઈન્ડિયા કંપની ના લીધે.

આજે પણ આધુનિક ભારતના ઘણા રાજ્યોમાં તેમની નિશાનીઓ જેમકે કુતુબ મિનાર, તાજમહેલ તેમજ વિક્ટોરિયા મેમોરિયલ અને હાવડા બ્રીજ જોવા મળે છે."

પેનલ:
"ખુબ સરસ. ઈતિહાસ વિષય પર તમારી સારી પકડ છે."

પ્રશ્ન ૪:
"તમે જ્યારે સીડી ચઢીને ઉપર આવ્યા તો કેટલી સીડીઓ હતી?"

મહેચ્છા ( જરા પણ ગભરાયા વગર)
"સર આ ઈન્ટરવ્યુ હોલ ચોથા માળે છે. હું લીફટ થી આવી છું. પણ સામાન્ય જ્ઞાન તરીકે એક માળ ના અંતરે ૧૪ થી ૧૬ પગથિયાં હોય છે. એટલે ચાર માળની ઈમારત માટે ૫૬ કે ૬૪ પગથિયાં હોય શકે.

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)

પ્રશ્ન ૫:
"આપને ચેસ ની રમત સૌથી વધુ ગમે છે. જીવનમાં એનુ શું મહત્વ?" 

મહેચ્છા:
"સર ચેસ‌ દિમાગ ની રમત છે. એમાં તમારે વિરોધીઓ ની ચાલ ને સમજી પોતાની જાતને બચાવી રાખવા ચાલ ચાલવી પડે. જો સીધા રહીએ તો સૌથી પહેલાં કપાઈ જાય. 

એટલે ચેસ જીવનમાં દરેક ડગલે મક્કમ મનોબળ રાખી આગળ વધતા શીખવે છે. એ હિંમત અને આત્મવિશ્વાસ સાથે ચતુરાઈ અને રાજનિતિ પણ શીખવે છે."

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)

પ્રશ્ન ૬:
"દેશમાં હાલ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો શું છે?"

મહેચ્છા:
" હાલ દેશમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો છે વસ્તી વધારો. જો આપ પોતાની ભવિષ્ય ની પેઢીઓને સુખી કરવા માંગતા હોય તો વસ્તી વધારો રોકવો ખુબ જ જરૂરી છે.

બીજી બધી જ સમસ્યાઓને દૂર કરવા વસ્તી વધારો રોકવો જરૂરી છે."

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)

પ્રશ્ન ૭:
"જો શહેરમાં રમખાણો ફાટી નીકળે તો પહેલા તમે શું બચાવશો? તમારો પરિવાર કે શહેર?" 

મહેચ્છા:
" સર હું જરા પણ ખોટું નહીં કહું. હું સૌથી પહેલાં મારા પરિવાર ને સુરક્ષિત કરી પછી જ શહેરમાં મારી જવાબદારી નિભાવવા જઈશ. જો હું મારા પરિવાર ને જ તરછોડી દઉ તો મારા મગજમાં સતત તેમની ચિંતા રહે અને હું શહેરમાં પણ ધ્યાન ન આપી શકું."

પેનલ:
" ખુબ સરસ મહેચ્છા. તમે બહાર રાહ જ
જોવો. તમને ફીડબેક માટે બોલાવીશું."

(મહેચ્છા બધા ને નમસ્કાર કરી સૌજન્યથી નીકળી જાય છે)