સંતોષ અને અસંતોષ
सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥१४॥ શ્રીમદ ભગવદ ગીતા
"જે યોગી (મનુષ્ય) સદા સંતુષ્ટ રહે છે, જેનું મન અને ઇન્દ્રિયો તેના પોતાના વશમાં છે, જે ઈશ્વરની ભક્તિમાં દ્રઢ સંકલ્પવાળો છે અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ મને (પરમાત્માને) અર્પણ કરી દીધા છે, તેવો મારો ભક્ત મને અત્યંત પ્રિય છે."
એક નાના એવા ગામમાં એક બહુ સંતુષ્ટ ગરીબ માણસ રહેતો હતો. નામ હતું સુખદેવ. તે સંતુષ્ટ હતો તેથી સુખી પણ હતો. તેને ખબર પણ નહોતી કે હું ગરીબ છું. ગરીબી માત્ર તેમને જ ખબર પડે છે જેઓ અસંતુષ્ટ થઈ જાય છે. સંતુષ્ટ હોવાથી મોટી કોઈ સંપત્તિ નથી, કોઈ સમૃદ્ધિ નથી. તે માણસ બહુ સંતુષ્ટ હતો તેથી બહુ સુખી હતો, બહુ સમૃદ્ધ હતો. પણ એક રાત અચાનક દરિદ્ર થઈ ગયો. ન તો તેનું ઘર સળગ્યું, ન તો તેના ખેતરનો પાક નષ્ટ થયો, ન તેનું દિવાળું નીકળ્યું. પણ એક રાત અચાનક કોઈ કારણ વગર તે ગરીબ થઈ ગયો.
વાત એમ બની હતી , તે રાતે એક દાર્શનિક તેના ઘરે મહેમાન થયો અને તે દાર્શનિકએ હીરાની ખાણોની વાત કરી અને તેણે કહ્યું, પાગલ તું ક્યાં સુધી ખેતીબાડી કરતો રહેશે? પૃથ્વી પર હીરાની ખાણો ભરી પડી છે. તારી તાકાત હીરાની શોધ માં લગાડ, તો જમીન પર સૌથી મોટો સમૃદ્ધ તું જ હોઈ શકે છે.
તારે ઘેર અગણિત દાસ દાસીઓ હશે. થાકી જઇસ ત્યારે તને હાથ પગ દબાવી દેશે. દાસીઓ વિઝણો નાખશે. ઘર આગળ તને ફરવા લઇ જવા બાગી હશે. એક મોટું ચિત્ર ઉભું કર્યું. અત્યાર સુધી સંતુષ્ટતા ને કારણે વિચારજ નહોતો આવ્યો.
संतोषामृततृप्तानां यत्सुखं शान्तचेतसाम्।
कुतस्तद्धनलुब्धानामितश्चेतश्च धावताम्।।
જેમનું મન સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત અને શાંત છે, તેવું ઉત્તમ સુખ પૈસા પાછળ આંધળી દોટ મૂકતા લોભી લોકોને ક્યારેય મળતું નથી.
સમૃદ્ધ થવાના સપનાઓએ તેની રાત ખરાબ કરી દીધી. તે આજ સુધી ઠીકથી સૂતો હતો. આજે રાત ઠીકથી ન સૂઈ શક્યો. રાતભર જાગતો રહ્યો અને સવારે તેણે જોયું કે તે એકદમ દરિદ્ર થઈ ગયો છે, કારણ કે અસંતુષ્ટ થઈ ગયો હતો. આજ સુધી તેના મનમાં ખૂટતું હોય તેવી કોઈ પણ ચીજ ન હતી. હવે તેની પાસે પોતાની પાસે શું નથી તેની સૌથી મોટી યાદે હતી. હવે તેણે પોતાની જમીન વેચી દીધી, પોતાનું મકાન વેચી દીધું, બધા પૈસા એકઠા કરીને તે હીરાની ખાણની ખોજમાં નીકળી પડ્યો.
સાંભળ્યું છે કે બાર વર્ષ સુધી જમીનના ખૂણે ખૂણા પર તેણે શોધખોળ કરી, તેની સંપત્તિ સમાપ્ત થઈ ગઈ. હંમેશા આવું થાય છે. કસ્તુરી મૃગ ની જેમ. કસ્તુરી ની સુઘંધ માટે તે હરેક જગ્યાએ ભટકે છે ને કસ્તુરી તો તેની નાભી માં હોય છે. મફતની સંપત્તિની શોધમાં લોકો પોતાની સંપત્તિ ગુમાવી બેસે છે. તેની સંપૂર્ણ સંપત્તિ નષ્ટ થઈ ગઈ. તે ગામ ગામ નો ભિખારી થઈ ગયો. તે રસ્તા પર ભીખ માંગવા લાગ્યો. આમ એક મોટા નગરમાં એક દિવસ ભૂખના કારણે જ તેનું મૃત્યુ થઇ ગયું ને તે કરુણાંતિકા માં મરી ગયો.
न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते ॥
ભૌતિક સુખો પાછળ ભાગવાથી ક્યારેય સંતોષ મળતો નથી. સાચો સંતોષ બાહ્ય વસ્તુઓ મેળવવામાં નથી, પરંતુ ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવામાં છે.
બાર વર્ષ બાદ તે દાર્શનિક તે ગામમાં ફરીથી આવ્યો, સમૃદ્ધ માણસ તેના દાર્શનિક વિચારો સમજી ન શકવાને કારણે દરિદ્રી થઇ ગયો હતો. તત્વજ્ઞાન નું એવું છે જો સમજાય તો જીવન અમૃતમય બની જાય અને ન સમજાય તો અડધા ખાધેલા અન્ન જેવી હાલત થાય. દાર્શનિક તેના ઘર પાસે પહોંચ્યો અને તેણે જઈને પૂછ્યું કે અહીં સુખદેવ નામનો એક માણસ રહેતો હતો, તે અહીં રહે છે? લોકોએ કહ્યું, તે તો બાર વર્ષ થયા, જે રાતે તમે આ ઘર છોડ્યું એ જ દિવસે સવારે બીજા દિવસે તેણે પણ ઘર છોડી દીધું. તે હીરાની શોધ માં ચાલ્યો ગયો. અને હમણાં જ ખબર આવી છે કે તે દરિદ્રી થઈ ગયો હતો અને ભૂખ્યો એક મહાનગરીની ગલીઓમાં મરી ગયો. આ જમીન અને મકાન અમે ખરીદી લીધું છે. અમે તેના નિવાસી થઈ ગયા છીએ.
તે દાર્શનિકએ પીવાનું પાણી માંગ્યું અને થોડી વાર તે તે ઝૂંપડીમાં રોકાયો. તેણે જોયું કે તે ઝૂંપડીના ગોખલામાં એક બહુ ચમકદાર પત્થર મૂકેલો છે. તેણે તે ખેડૂતને પૂછ્યું, આ શું છે? તેણે કહ્યું, આ મારા ખેતરમાં, જે અમે સુખદેવપાસેથી ખરીદ્યું હતું, ત્યાં પડેલું મળી ગયું છે. તેણે કહ્યું, પાગલ, આ તો હીરો છે! શું એ જ જમીન પર મળ્યો છે, જે જમીનને સુખદેવ વેચીને ચાલ્યો ગયો? તેણે કહ્યું, હા, એ જ જમીન પર. પણ આ હીરો નથી, માત્ર ચમકદાર પત્થર છે અને અમે બાળકોના રમવા માટે ઉઠાવી લાવ્યા છીએ.
તે દાર્શનિકએ તે પત્થરને ઉપાડ્યો. તેની આંખો ચમકી ઊઠી. તે હીરાઓને ઓળખતો હતો. તેણે તેને કહ્યું કે ચાલ તારા ખેતર પર! તેઓ ખેતર પર ગયા. ત્યાં એક નાનું પાણી નું વહેણ વહેતું હતું , જેના પર સફેદ રેત હતી. તે રેતમાં શોધખોળ શરૂ કરી અને સાંજ થતાં-થતાં તેઓને કેટલાક હીરા હાથ લાગી ગયા.
તે સુખદેવ ની જમીન હતી, જે બીજાઓની જમીનો પર હીરા શોધવા ચાલ્યો ગયો હતો.
દર્શનીકે સુખદેવ નું તર્પણ કર્યું.
સુખદેવ સંતોષે જીવતો, ખુશીથી હસતો રહેતો,
દાર્શનિકની વાતે લોભે, હીરાની શોધે નીકળી ગયો.
બાર વર્ષ ભટક્યો દુનિયા, ભીખારી બનીને મરી ગયો,
પણ તેની જ જમીનમાં હીરા, ચમકતા પડ્યા હતા.
સંતોષ છોડ્યો તે દિવસે, સુખ પણ ગુમાવી બેઠો!
એવું તત્વજ્ઞાન ન કહેવું જે સમાજ ન સમજી સકે અને જે વાતો ન સમજાય તો ગુરુ કરી સમજી લેવી.
तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् ।
समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ॥
તે પરમ તત્વ કે ગૂઢ જ્ઞાનને (જે આપણી મેળે સમજાતું નથી) યથાર્થ રીતે જાણવા માટે, મનુષ્યે હાથમાં સમિધા (નમ્રતાનું પ્રતીક) લઈને વેદોના જ્ઞાતા અને પરબ્રહ્મમાં લીન એવા 'ગુરુ'ના શરણમાં જ જવું જોઈએ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ ઈશાવાસ્યોપનિષદ