ગુરુચરણે અર્પિત અમર આયુષ્ય
એક ભિક્ષુકે ગુરુને એક સિક્કો નહીં, પણ પોતાની બાકીની આખી આયુષ્ય ભેટ આપી દીધી... અને અમર થઈ ગયો! આ કથા વાંચશો તો હૃદય ભરાઈ જશે અને ગુરુભક્તિનો અનુભવ થશે.
કાશીના પવિત્ર ઘાટો પાસે, જ્યાં ગંગામાતા અવિરત વહે છે, એક પ્રાચીન મંદિરની બહાર એક વૃદ્ધ ભિક્ષુક બેઠો હતો. તેનું નામ હતું કૃપારામ. કોઈને ખબર ન હતી કે આ ફટેલા વસ્ત્રોમાં છુપાયેલો માણસ મહાત્મા નિર્મલાનંદનો ભક્ત છે. તેની ઉંમર પચાસ વર્ષ વટાવી ચૂકી હતી, પરંતુ તેની આંખોમાં એક અજીબ શાંતિ વસી હતી.
કૃપારામ કદી પણ આંખ ખોલીને જોતો નહીં કે કોણ શું નાખે છે. તેનો હાથ તો સતત ભગવાન ના નામનો જપ કરતો. આ નિર્લેપતાનો લાભ તેની આસપાસના અન્ય ભિક્ષુકો લઈ લેતા. તેઓ તેના પાત્રમાંથી ચોરીથી સિક્કા ઉઠાવી જતા. કોઈ કહેતું, “આંખ ખોલી રાખ, નહીં તો બધું ચોરાઈ જશે.” કૃપારામ ભિક્ષુક માત્ર મલકાતો અને કહેતો, “જે લેવું હોય તે લઈ લે, પ્રભુ આપતા રહેશે.”
એક દિવસ ઊંડા ધ્યાનમાં તેને જાણવા મળ્યું કે અત્યારે તેની ઉમર પચાસ વર્ષ છે પરંતુ તેની આયુષ્ય નવ્વાસી વર્ષ સુધી પહોંચશે. આ સાંભળી તેનું હૃદય ભારે થઈ ગયું.
जरामरणबन्धनात् प्रमुक्तिर्भवति यस्य नित्यम्।
स एव धन्यः पुरुषः संसारसागरम् तरति॥ ભર્તૃહરિ
જે મનુષ્યને ઘડપણ (જરા) અને મૃત્યુના બંધનોમાંથી સદા માટે મુક્તિ મળી જાય છે, તે જ પુરુષ ખરેખર ધન્ય છે અને તે જ આ સંસારરૂપી સાગરને પાર કરી શકે છે.
પરંતુ આજે તેના મનમાં ઉદાસી છવાઈ ગઈ. “આટલી લાંબી ઉંમર... આ કષ્ટો વચ્ચે?” તે વિચારતો. ત્યાં જ તેને તેના ગુરુદેવ નિર્મલાનંદની યાદ આવી. જેઓ અત્યારે સાઈઠ વર્ષ ના છે પણ ધ્યાનમાં તેને જાણવા મળ્યું કે ગુરુદેવ હવે માત્ર બે વર્ષ જીવશે. આ સમાચારે તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ગુરુએ જ તેને પ્રભુ મંત્ર જાપ આપ્યો હતો. ગુરુ કઈ આપે છે તે તેની બુદ્ધિ સમજી સકે તેટલું જ આપે છે.
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥ શ્રીમદ્ ભગવદ્ ગીતા (૨.૨૭)
જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામ્યો છે તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. આથી, આ અટળ (જેને ટાળી શકાતું નથી તેવા) વિષયમાં તારે શોક કરવો યોગ્ય નથી.
એક દિવસ સવારે એક પતિ-પત્ની દંપતી મંદિર આવ્યાં. તેઓ પણ ગુરુદેવ નિર્મલાનંદના શિષ્ય હતા. કૃપારામે ભિક્ષુકે તેમને જોઈને બંને હાથ જોડીને પ્રણામ કર્યા. તેના પ્રણામમાં એવો પ્રેમ હતો કે દંપતી અભિભૂત થઈ ગયાં. પતિએ પૂછ્યું, “કંઈ કહેવું છે ભાઈ?”
કૃપારામે પોતાના પાત્રમાંથી એક સિક્કો કાઢીને કાગળમાં વીંટાળીને આપતાં કહ્યું, “ગુરુદેવના ચરણોમાં મારી તરફથી આ ભેટ મૂકજો.” તેની આંખોમાં આંસુ હતાં. દંપતી આશ્ચર્યમાં પડી ગયાં. એક સિક્કો! પરંતુ ભક્તિની શુદ્ધતા જોઈને તેમણે સ્વીકાર કર્યો.
થોડે દુર આશ્રમ માં બીજા દિવસે ગુરુદેવના જન્મોત્સવનું ભંડારા હતું. કૃપારામ ભિક્ષુક સવારે જ આશ્રમ પહોંચી ગયો. પરંતુ ફટેલા વસ્ત્રો અને ગરીબીને કારણે દ્વારપાળે તેને અંદર જવા દીધો નહીં. તે એક વૃક્ષની છાયામાં ઊભો રહ્યો. તેનું હૃદય ગુરુદર્શન માટે તલપાપડ હતું.
દરમિયાન દંપતી અંદર પહોંચ્યાં અને અનેક ભેટો ગુરુદેવને અર્પણ કરી. અચાનક પત્નીએ યાદ કરાવ્યું. પતિએ કાગળમાં વીંટેલો સિક્કો ગુરુદેવના ચરણો તરફ વધાર્યો. અચાનક ગુરુદેવ આસન પરથી ઊભા થયા, સિક્કો હાથમાં લીધો, તેને મસ્તકે લગાવ્યો અને ભાવવિભોર થઈને બોલ્યા, “આ ભેટ આપનાર ક્યાં છે? તેને અંદર લાવો.”
કૃપારામને અંદર લાવવામાં આવ્યો. તેણે ગુરુદેવને પ્રણામ કર્યા અને કહ્યું, “હે ગુરુદેવ, હું એક ભેટ વધુ લાવ્યો છું. પ્રભુના ઘરેથી એ જ માગું છું કે આ ભેટ પણ સ્વીકાર થાય.”
ગુરુદેવે પૂછ્યું, “કઈ ભેટ છે?”
ભિક્ષુક કૃપારામે બંને હાથ જોડીને કહ્યું, “હું સમાજ માટે બોજ છું. હું તો ભિક્ષા માંગીને જીવું છું. પરંતુ આ સમાજને તમારી જરૂર છે. તમે રહેશો તો અનેક આત્માઓને પાર ઉતારશો. તેથી હું મારી બાકીની આયુષ્ય તમને ભેટ આપું છું. કૃપા કરીને સ્વીકાર કરો. પ્રભુ મારું સત્ય સ્વીકાર કરો.”
આટલું કહેતાં જ તે ગુરુદેવના ચરણોમાં ઢળી પડ્યો અને ઊઠ્યો નહીં. આખો આશ્રમ સ્તબ્ધ થઈ ગયો.
न क्षुद्रः क्षुद्रतां याति, न महान् महतां गतः।
उदये सर्वजन्तूनां मस्तके धर्म एव हि॥ ચાણક્ય
કોઈ મનુષ્ય કેવળ પરિસ્થિતિ બદલાવાથી ક્ષુદ્ર (નીચ) નથી બની જતો, અને કોઈ પોતાની મહાનતા ગુમાવી દેતો નથી. દરેક જીવના ઉત્કર્ષ કે ઉદયના સમયે તેમના મસ્તક પર (જીવનના સર્વોચ્ચ સ્થાને) કેવળ ધર્મ જ બિરાજમાન હોય છે, એટલે કે ધર્મ જ સાચી મહાનતા નક્કી કરે છે.
ગુરુદેવે આંસુ સાથે કહ્યું, “ભગવાને તેના જપ ની આમાન્યા જાળવી. તેની ઈચ્છા ની પુરતી કરી.”
ગુરુચરણે ઢળી ગયો, આયુષ્ય અર્પીને,
ભક્તિના અમૃતમાં તરી ગયો, જીવન તર્પીને.
સિક્કો નહીં, આત્મા આપીને મહાન બન્યો,
કૃપારામ અમર થયો, ગુરુપ્રેમમાં રંગાઈને.
ભક્તિની અપાર શક્તિનું આ ઉદાહરણ છે. ભિક્ષુકે તત્વજ્ઞાન જાણ્યા વગર પણ નામ જપ કર્યો, જો જાની ને કર્યો હોત તો કેટલું મહાન હોત? ચાત તેની બુદ્ધિ વિશેષ એ હતું કે તેને સત્ય ની સમજણ હતી.સાચા શિષ્યનું આત્મસમર્પણ ગુરુને પણ અભિભૂત કરી દે છે. કૃપારામનું જીવન આપીને તેણે દેખાડ્યું જીવન થી વિશેષ વિચારો છે જે જીવન ને ગતિ આપે છે.
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि॥ શ્રીમદ ભગવદ ગીતા
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને 'નિષ્કામ કર્મયોગ' સમજાવતા કહે છે કે જીવનમાં પરિણામની ચિંતા કર્યા વિના માત્ર પોતાના સાચા કર્તવ્ય પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે માણસ સુખ-દુઃખ કે હાર-જીતની આસક્તિ છોડીને કર્મ કરે છે, ત્યારે તે માનસિક તણાવ અને પાપના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.