સરકારી પ્રેમ - ભાગ 32 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 32

બન્ને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હવે પછી નો દોઢ મહિનો પોતાની ભુલો સુધારવા સાથે નવી નવી માહિતી અને જ્ઞાન વધારવાનું જ હતું. આમ જ સમય વીતતો જાય છે.

દોઢ મહિના પછી 
એક અઠવાડિયા પછી મુખ્ય પરિક્ષા નો સમય આવી ગયો હતો. હવે દિનકર દાસગુપ્તા બન્ને ની તૈયારી નું છેલ્લું અવલોકન કરી બન્નેને રોજ સવારે અડધી કલાક યોગાસન તેમજ ધ્યાન કરી પોતાની ઉપર ટેન્શન ઓછું કરવા માટે સમજાવે છે.

આજે પણ એ જ સમયે મહેચ્છા અને નવનીત પરિક્ષા ના પેપર લખે છે.  નવનીત ખુબ સમજદારી થી અને મહેચ્છા ઝડપથી પોતાના પેપર પુરા કરે છે. દિનકર દાસગુપ્તા એ દિવસ ની રજા આપી પછી બીજા દિવસે બન્નેને એકીસાથે મુદ્દા સમજાવવા માટે બોલાવે છે.

મધુકર આ વખતે પણ છેલ્લા અઠવાડિયામાં તૈયારી માટે રજા લે છે.પણ આ વખતે મહેચ્છા કોઈ પણ કસર છોડવાની ન હતી. નવનીત પણ‌ પોતાની છેલ્લી તક પ્રમાણે સારી એવી તૈયારી કરી રહ્યો હતો.

એ દિવસે સાંજે મધુકર, મહેચ્છા અને નવનીત મુખ્ય પરિક્ષા પહેલા છેલ્લીવાર જ તેમને મળવા માટે પહોંચી જાય છે.

દિનકર દાસગુપ્તા જાણે છેલ્લી સલાહ આપતા હોય એમ કહે છે:
" આ બન્ને વિધાર્થીઓ જાણે એકબીજાની સાથે એક ટીમ તરીકે શું જોરદાર કામ કરી રહ્યા છે એ કદાચ એક શિક્ષક તરીકે હું સમજી શકું છું.

આજથી પાંચ મહિના પહેલા નવનીત ની તૈયારી નું લેવલ આ સરપ્રાઈઝ પેપર થી ખબર પડશે. એ જ પ્રમાણે મહેચ્છા ખુબ સરસ રીતે તૈયારી કરી રહી હતી પણ એની એ તૈયારી કેટલી આગળ વધી ગઈ છે એ આ સરપ્રાઈઝ ટેસ્ટ થી ખબર પડશે.

તમે બન્ને જ આ પરિક્ષામાં ઉત્તમ દેખાવ કરશો. મારો ભરોસો તોડતા નહીં. બસ હવે થોડા દિવસ પોતાના મગજને ચિંતામુક્ત રાખીને તૈયારી કરો. તમે બન્ને એક ટીમ તરીકે બધા જ પ્રકારના કામ કરી શકો છો. "

મધુકર પણ બન્નેને સાથે લઈ દિનકર દાસગુપ્તા સર સાથે ફોટો પડાવે છે. મહેચ્છા અને નવનીત પણ હવે થોડા દિવસ ફક્ત મેસેજ માં જ વાતચીત કરવાનું નક્કી કરે છે.

મુખ્ય પરિક્ષા 
સમય તો નદીની જેમ જ વહી જાય છે. પરિક્ષા નો દિવસ પણ આવી પહોંચ્યો. આ વખતે નવનીત કદાચ પોતાની તૈયારી ની લીધે જરા પણ ટેન્શન માં ન હતો. આ તરફ  મહેચ્છા પણ પોતાના પ્રથમ પ્રયત્ન તરીકે ખુબ જ આત્મવિશ્વાસ થી ભરપુર હતી.

સવારે જ નવનીત ના પપ્પા ફોન કરી શુભેચ્છાઓ પાઠવે છે. પછી શ્રવણ, રિતેશ તેમજ ઐયર અને મારિયા પણ નવનીત ને શુભેચ્છાઓ આપે છે. દિનકર દાસગુપ્તા તો પરિક્ષા હોલમાં જ મળવાના હતા.

આ તરફ સરિતા સવારે જ મહેચ્છા ને દહીં ખાંડ ખવડાવી મીઠું મોઢું કરાવી મોકલવા ની તૈયારી કરે છે. મધુકર તેમજ સરિતા ના આશીર્વાદ લઈને મહેચ્છા ખુબ ખુશ હતી. પણ સરિતા મનોમન બીજા કારણોસર ખુશ હતી. નવનીત માટે આ કદાચ છેલ્લી વખત મહેચ્છા સાથે પરિક્ષા આપવાની તક હતી. સરિતા ને પાકો વિશ્વાસ હતો કે નવનીત પસંદગી નહીં પામે.

પણ મહેચ્છા ની આગળ આ વાત તે કરતી ન હતી. મહેચ્છા નો મુડ બગડી જાય તો આ પેપર પર અસર પડી શકે. સરિતા પોતાની સખીઓ ને મહેચ્છા માટે કોઈ સારો યોગ્ય વર શોધવા માટે પણ સમજાવે છે.

સવારે નવ વાગ્યે પરિક્ષા હોલ ખાતે બધા ભેગા થયા. પહેલા તો મુખ્ય વિષય નું પેપર હતું. નવનીત માટે ઈજનેરી તો મહેચ્છા માટે ઈતિહાસ. આ પણ મહેચ્છા નો જ ખેલ હતો. 

પેપર શરૂ થયું. મહેચ્છા કે નવનીત ને તો લાગ્યું જ નહીં કે તેઓ મુખ્ય પરિક્ષા આપી રહ્યા છે કારણ કે તેમણે છેલ્લા બે મહિનાથી આ જ તૈયારી કરી હતી. પેપર લખવાની અને સમય પણ એ જ સવારે દસ થી બપોરે એક વાગ્યા નો. 

નવનીત માટે તો ઈજનેરી ના અલગ અલગ વિષયો આંખ આગળ આવી રહ્યા હતા. જ્યારે ઈતિહાસ નો વિષય એણે રાખ્યો હતો ત્યારે એ જવાબ લખતો પણ ગોખેલા મુદ્દાઓ પર. 

આ તરફ મહેચ્છા માટે તો આ ચાર વર્ષની તૈયારી હતી. એ ઈતિહાસ વિષય વિષે તો કોલેજ ના પ્રથમ વર્ષથી જ તૈયારી કરી રહી હતી. લગભગ ઘણા પ્રકરણ તો એને મોઢે હતા. ઈતિહાસ એનો પસંદગી નો વિષય હતો.

એક વાગ્યે જ પરિક્ષા પુરી થઈ. બ્રેક દરમિયાન નવનીત અને મહેચ્છા મધુકર સાથે જ લંચ કરે છે. હવે બે વાગ્યા પછી સામાન્ય જ્ઞાન નું પેપર હતું.

આ પેપર માટે પણ પુસ્તકાલયમાં તેમજ વર્તમાન પત્ર ના વિવિધ વિષયોમાં બનાવેલા મુદ્દાઓ નવનીત અને મહેચ્છા બન્ને ને ખુબ જ મદદરૂપ થાય છે. વળી બપોરે બે થી પાંચ નો સમય દરમ્યાન જ પેપર લખવાની પ્રેક્ટિસ અંહી પણ કામમાં આવે છે.

સાંજે પાંચ વાગ્યે નવનીત અને મહેચ્છા આઈ.એ.એસ ની મુખ્ય પરિક્ષા નું પેપર આપી ફ્રી થઈ જાય છે. જાણે કે એમના મગજ પરથી કેટલો મોટો બોજ ઉતરી ગયો હોય.મધુકર પણ એક પિતા તરીકે રાહત નો શ્વાસ લે છે. નવનીત અને મહેચ્છા એકબીજાની સામે જોઈ ઘણું કહેવા માંગતા હતા પણ‌ મધુકર ની હાજરી હોવાથી ચુપચાપ " ઓલ ધ બેસ્ટ" કહીને નીકળી જાય છે.

મુખ્ય પરિક્ષા પુરી થયા પછી ની રાત 

એ રાત્રે નવનીત શ્રવણ ના આગ્રહવશ ઘણા સમય પછી દારૂનું સેવન કરે છે. નવનીત સાવ જ નવરો થઈ જવાથી ખોરાકનું અને દારૂનું અતિશય સેવન કરી લે છે. પછી રાત્રે નવનીત અને શ્રવણ‌ વાતચીત કરી રહ્યા હતા ત્યારે જ મહેચ્છા ગુડ નાઈટ નો મેસેજ કરે છે.

"યાર આ યુવતી કેવી છે? એક તરફ તો મેસેજ કરે છે અને પછી કહે છે કે આઈ.એ.એસ બન્યા સુધી ફક્ત મિત્રતા જ રાખવી." શ્રવણ મેસેજ જોઈ નવનીત ની ટીખળ કરે છે.

"એ મને ગંભીરતાથી લેતી જ નથી. હું એને અનહદ પ્રેમ કરું છું. હવે બાકી દિવસો કેવી રીતે કાઢીશ ?" નવનીત કહે છે.

"તો કર ફોન અને કહી દે પોતાના મનની વાત." શ્રવણ‌ સમજાવે છે.

નવનીત રાત્રે બાર વાગ્યે મહેચ્છા ને ફોન કરે છે. મહેચ્છા ફોન પણ ઉપાડી લે છે.તેને એમ કે કોઈ ઈમરજન્સી હશે.

"મહેચ્છા આજે આપણે બન્ને સાવ નવરા થઈ‌ ગયા. કાલથી તું તારા રસ્તે એમ જ ને.."

"ના. હજી આપણું પરિણામ બાકી છે." મહેચ્છા કહે છે.

"શું પરિણામ? હું તો તને કંઈક કહેવા માગું છું." નવનીત કહે છે.

"તે દારૂ પીધો છે?" મહેચ્છા પુછે છે.

"તને કેમ‌ ખબર?" નવનીત કહે છે.

"ફોન મુકી દે હમણાં જ. " મહેચ્છા ગુસ્સે થઈ.

"આઈ..આઈ લવ યુ." નવનીત કહી જાય છે. પણ મહેચ્છા તરત જ ફોન કાપી નાખે છે.

શ્રવણ દારૂના નશામાં જોરથી હસવા લાગ્યો.  નવનીત પણ ફરીથી ફોન લગાવે છે પણ મહેચ્છા ફોન સ્વીચ ઓફ કરી દે છે.

આ તરફ સરિતા અને મધુકર મહેચ્છા ના રૂમમાં થી અવાજ આવતા પહોંચી જાય છે. પણ મહેચ્છા ઉલ્ટી થતી હોવાનું નાટક કરે છે.
મહેચ્છા મનોમન એક તરફ તો ખુશ થાય છે પણ બીજી તરફ પોતાની મંઝીલ હજી અધુરી હોવાથી પ્રેમમાં આગળ વધવું કે નહીં એ વિષે અસમંજસ માં હતી.