સરકારી પ્રેમ - ભાગ 31 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 31

એ રાત્રે નવનીત સુવા માટે જેમ જ આંખ બંધ કરતો તો એને મહેચ્છા જ દેખાતી. એ સમજી જ ન શકતો કે શું ચાલી રહ્યું હતું? દરેક ઘડી તેને મહેચ્છા ને મળવાની તાલાવેલી લાગી રહેતી. 

આ તરફ મહેચ્છા આજે સરિતા અને મધુકર બન્નેને નવનીત સાથે ઘટેલી ઘટના વિષે જણાવે છે તો મધુકર મહેચ્છા ની પ્રશંસા કરે છે પણ‌ સરિતા તો મહેચ્છા ને હવે વિષય પણ અલગ અલગ હોવાથી થોડા સમય માટે જ નવનીત સાથે અભ્યાસ કરવા માટે સમજાવે છે.

બીજા દિવસે સવારે જ મહેચ્છા નવનીત ને મેસેજ કરી પુસ્તકાલયમાં બોલાવે છે. નવનીત ને તો જાણે લોટરી લાગી જાય છે. મહેચ્છા તો મુખ્ય પરિક્ષામાં નવા વિષયો પર માહિતી વધારવા માટે નવનીત ને પુસ્તકાલયમાં બોલાવે છે.

"શું તમને આ પુસ્તકાલય ખબર છે?" મહેચ્છા નવનીત ને પુસ્તકાલય ના મુખ્ય દરવાજા પર પુછે છે.

"હા અંહી રિતેશ જતો હતો. પણ‌ સમયનું નક્કી ન હતું." નવનીત કહે છે.

"એ જ તો ફેર હતો. તમને સમજાયું કે નહીં?" મહેચ્છા પુછે છે.

"શું?" નવનીત સમજ્યો નહીં.

"આ મુખ્ય પરિક્ષા વર્ણનાત્મક હોવાથી આ પરિક્ષા માં સારો દેખાવ કરવા માટે આપણા મુખ્ય વિષય સિવાય પણ તમારી પાસે બીજા વિષયો નું સારું એવું જ્ઞાન હોવું જરૂરી છે. ખાસ કરીને સાંપ્રત સમયમાં આર્થિક નીતિઓ તેમજ સામાજિક નીતિઓ વિષે સારી એવી માહિતી હોવી જોઈએ." મહેચ્છા કહે છે.

"હા હું સમજી ગયો." નવનીત કહે છે.

"મને ટગર ટગર જોવાથી કંઈ નહીં થાય. હું એક વાત સ્પષ્ટ રીતે કહી આપું છું કે પ્રેમમાં પડવાનો મારી પાસે સમય નથી. તમને પણ એ જ સમજાવું છું કે આ બધી વાતો ચોપડીઓ માં જ સારી લાગે. આપણે એક ટીમ તરીકે આ પરિક્ષા પાસ કરવાની અને આઈ.એ.એસ બનવાની તરફ ધ્યાન આપવું જોઈએ." મહેચ્છા સ્પષ્ટ રીતે કહે છે.

"હા."નવનીત ને નથી ગમતું પણ એ ગંભીર બની જાય છે.

નવનીત અને મહેચ્છા સાંપ્રત સમયમાં ચાલી રહેલા વિષયો ને લગતા પુસ્તકો શોધીને પછી એક આખી લિસ્ટ બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે.  થોડીવાર પછી દિનકર દાસગુપ્તા પણ પુસ્તકાલયમાં પહોંચી જાય છે.

"જો નવનીત અને મહેચ્છા તમે બન્ને ધારો તો વિક્રમો ની વણઝાર સર્જી શકો છો. પણ‌ તમારી પાસે સમય ઓછો છે. છ મહિના પછી જ પરિક્ષા છે.

તમે બન્ને આ વીસ પુસ્તકો ની અંદરથી દસ દસ પુસ્તકો બે મહિના ના સમયમાં વાંચો. પછી એ ના મુદ્દાઓ બનાવી એકબીજાને આપી દો. આમ તમને બે મહિના પછી વીસ પુસ્તકો વાંચવાનો લાભ મળશે. " દિનકર દાસગુપ્તા સમજાવે છે.

"અરે પણ રિતેશ આ બધી તૈયારીઓ તો કરતો ન હતો. " નવનીત કહે છે.

"રિતેશને પહેલા થી જ વાંચન કરવાની ટેવ હોવાથી એ ખુબ સરસ રીતે આ બધી તૈયારી મહેચ્છા ની જેમ જ કરી ચુક્યો હતો. એ ફક્ત ઈતિહાસ જ ની તૈયારી તારી સાથે કરતો હતો. " દિનકર દાસગુપ્તા કહે છે.

"હવે આજથી જ એક સમયપત્રક બનાવી પછી એ પ્રમાણે જ તૈયારી કરવાની જેથી આપણે લક્ષ્યાંક સુધી પહોંચી શકીએ. " મહેચ્છા ભાર મૂકે છે.

નવનીત અને મહેચ્છા એ દિવસે પુસ્તકાલયના રીડર થી બે મહિના માટે પુસ્તકો અલગ અલગ રાખવા માટે વિનંતી કરી પછી તૈયારીઓમાં લાગી જાય છે. નવનીત ને ઈજનેરી ના પ્રશ્નો જોઈ ખુબ મજા આવી રહી હતી.

એ સાંજે દિનકર દાસગુપ્તા પાસે પોતાના સમય કરતાં પણ પહેલા પહોંચી જાય છે અને પછી પોતાના વિષય ની તૈયારીની ખુબ સરસ રીતે પૃથક્કરણ અને વાતચીત કરે છે.

દિનકર દાસગુપ્તા નવનીત ની અંદર આવી રહેલા પરિવર્તન થી ખુબ ખુશ થાય છે.‌ અડધી કલાક પછી મહેચ્છા પણ પહોંચી જાય છે અને ઈતિહાસ વિષય વિષે વાતચીત શરૂ થાય છે. આ સમય દરમિયાન નવનીત પુસ્તકાલય થી લેવામાં આવેલ પુસ્તક ને વાંચી ‌પછી મુદ્દાઓ બનાવે છે. 

આમ જ દિવસ અને રાત મહેચ્છા ને નવનીત સતત ત્રણ મહિના સુધી પોતાના વિષય સાથે પુસ્તકાલય ની બીજી ચોપડીઓ વાંચી મુખ્ય પરિક્ષા માટે તૈયારી કરે છે.


ત્રણ મહિના પછી 
એક સાંજે દિનકર દાસગુપ્તા મધુકર, મહેચ્છા અને નવનીત ને બોલાવે છે. એ પરિક્ષા ના બીજા ચરણ માટે તૈયારી સમજાવવા માટે બોલાવે છે.

"જો નવનીત અને મહેચ્છા તમે બન્ને પોતાના મુખ્ય વિષય ની સાથે બીજા પ્રશ્નો માટે પણ સારી એવી તૈયારી કરી લીધી છે. પણ‌ હવે બે મહિના આપણે એ તૈયારી ને લેખિત રૂપ આપવાનું છે." 

"શું? સમજ્યા નહી સર.." મહેચ્છા અને નવનીત બન્ને કહે છે.

"જો તમારી પાસે જ્ઞાન નો ભંડાર હોય પણ તમે ચોક્કસ સમયમર્યાદામાં પેપરમાં લખી ન શકો તો શું ફાયદો? ઘણા બધા વિદ્યાર્થીઓ ત્રણ‌ કલાક ના સમયગાળામાં પેપર પુરું નથી કરી શકતા.

વળી પેપરમાં જે વસ્તુ જેટલી પુછી એટલું જ તેના માર્ક પ્રમાણે તમારે લખવાનું હશે. જો વધુ કે ઓછું લખાય તો માર્ક પણ ઓછા મળે. હવે આપણે બે મહિના પેપર સેટ લખવાની પ્રેક્ટિસ કરીશું. " દિનકર દાસગુપ્તા સમજાવે છે.

"સર મારી સ્પીડ તો સારી છે. " નવનીત કહે છે.

" એ તને લાગે પણ એક અઠવાડિયા સુધી તમે બન્ને એકબીજાના પેપર ચેક કરી પછી માર્કે આપજો. આ ચકાસણી તમારે પ્રામાણિકતા થી કરવાની રહેશે. " દિનકર દાસગુપ્તા કહે છે.

"પણ ઈજનેરી અને હું?" મહેચ્છા પુછે છે.


"આન્સર કી આપીશ." દિનકર દાસગુપ્તા કહે છે.

"હા દીકરી દિનકર દાસગુપ્તા એકદમ સાચી વાત કહે છે. એ સમયે મને સમજાવવા વાળા કોઈ ન હોવાથી આ તકલીફ અમને ઘણી પડી. " મધુકર સમજાવે છે.

"પેપર લખવાનો સમય?" નવનીત પુછે છે.

" એક પેપર સવારે દસ થી એક અને બીજું બપોરે બે થી પાંચ વાગ્યા સુધી લખવાનું રહેશે." દિનકર દાસગુપ્તા સમજાવે છે.

"અરે સર બપોર પછી તો ઊંઘ આવે." નવનીત કહે છે.

"એ જ તો આપણે રોકવું છે. જ્યારે ખરેખર પરિક્ષા હશે તો જ જો પેપર લખવાની એ જ સમયે પ્રેક્ટિસ કરી હશે તો કોઈ ઊંઘ નહીં આવે. " દિનકર દાસગુપ્તા કહે છે.

"વાહ સર વાહ. " મહેચ્છા ખુબ ખુશ થાય છે.

"નવનીત કાલ થી અમારા ઘરમાં જ આવી જજે." મધુકર કહે છે.

"ના અંકલ. હું અને મહેચ્છા પુસ્તકાલયમાં જ મળી પછી પેપર લખી લંચ પણ કરી લેશું." નવનીત કહે છે.

"હા પપ્પા. કાલથી હું સાંજે ક્લાસ પછી જ ઘરમાં આવીશ. સવારે અને બપોરે બે પેપર લખીશ અને સાંજે દિનકર સર ને‌ મળી પછી આવીશ.‌" મહેચ્છા જણાવે છે.

"તારી મમ્મીને કોણ સમજાવે?" મધુકર કહે છે.

"એ મારી પર છોડી દો. " દિનકર દાસગુપ્તા કહે છે.ચારેય હસી પડ્યા.

એક અઠવાડિયા પછી 

આજે દિનકર દાસગુપ્તા નવનીત અને મહેચ્છા ના અઠવાડિયા પછી અવલોકન વિષે વાતચીત કરી રહ્યા હતા.

" મહેચ્છા ના કીધા પ્રમાણે નવનીત તારી ઝડપ સારી છે. પણ જવાબોમાં ઊંડાણ નથી. અમુક જગ્યાએ જરૂર કરતાં વધુ અને અમુક જગ્યાએ ઓછું એમ લખવું યોગ્ય નથી. 

નવનીત ના કીધા પ્રમાણે મહેચ્છા ની ઝડપ ઓછી છે. જો આ જ ઝડપ રાખીશ તો વીસ માર્ક નું તો લખતા જ રહી જશે."