લવ યુ યાર - ભાગ 96 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 96

જૂહી પ્રશ્નાર્થ નજરે લવની સામે જોવા લાગી અને શું જવાબ આપું તેમ વિચારી જ રહી હતી અને એટલામાં તો લવ તુરંત જ બોલી પડ્યો કે, "એ તો મેં જ જૂહીને બોલાવી હતી અહીંયા..""ઓહ આઈ સી.." એટલું જ બોલ્યા દાદૂ અને મનોમન મુસ્કુરાઈ રહ્યા...જૂહી લવની સામેની ચેરમાં બેઠી અને દાદૂ, એ બંનેને સ્પેશ આપવાના ઇરાદાથી પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યા...દાદૂ કેબિનમાંથી બહાર નીકળ્યા કે તરત જ લવે જૂહીની સામે જોયું અને તે બોલ્યો કે, "બોલો મેડમ, કેવું રહ્યું કાલે, મારી સાથે તમને ફાવ્યું કે નહીં,‌ મારી કંપની તમે એન્જોય કરી કે નહીં..? તમે તો કંઈ ફોન કરીને આ બાબતે જણાવ્યું નહીં એટલે મને એમ થયું કે તમને રૂબરૂ જ બોલાવીને પૂછી લઉં.."જૂહીના ચહેરા ઉપર સ્મિત છલકાઈ રહ્યું હતું.."ઑહ અચ્છા, તો એટલે તમે મને અહીં બોલાવી હતી..? આ વાત તો તમે મને ફોન ઉપર પણ પૂછી શક્યા હોત..!""ફોન ઉપર તમારા ચહેરાના એક્સપ્રેસન જોવા ન મળત ને.. અને તેને માટે મારે પછી વિડિયો કોલ કરવો પડે.. જે કદાચ તમે ઓફિસમાં હોય એટલે પોસિબલ નથી.." લવ મલકાતાં મલકાતાં બોલી રહ્યો હતો."યુ આર રાઈટ... બાય ધ વે તમારી સાથે ખરેખર ખૂબ મજા આવી ગઈ, પહેલી જ વાર હું કોઈ છોકરા સાથે આ રીતે બહાર નીકળી એટલે મને થોડો ડર અને થોડી શરમ અને થોડી ગભરાહટ બધું જ હતું..પણ તમારી સાથે મને પારકા કરતાં કોઈ પોતીકું હોય તેવો અહેસાસ થયો.. ખરેખર ખૂબ મજા આવી.. તમારી કંપની મેં ખૂબ એન્જોય કરી.." જૂહી બધું જ એક જ શ્વાસે બોલી ગઈ."ઓકે ઓકે, થેન્ક યુ..થેન્ક યુ..બહુ વખાણ ન કરીશ મારા નહીં તો હું ફૂલાઈ જઈશ.." અને લવ તેમજ જૂહી બંને એકબીજાની સામે જોઈને હસી પડ્યા."તો મેડમ, તમારે બીજું મારું એક કામ કરવાનું છે.." લવ રિક્વેસ્ટ કરતો હોય તેમ જૂહીની સામે જોવા લાગ્યો."હા બોલો ને સર..""આપણે કઈ કઈ જગ્યા જોવાની બાકી રહી ગઈ છે તેનું લિસ્ટ મારે જોઈએ છે.""એ તો આ રહ્યું મારા મોબાઈલમાં જ છે." જૂહીએ લવની આંખોમાં આંખો પરોવીને કહ્યું."હા તો બોલો ને.."જૂહીએ પોતાનો ફોન અનલોક કર્યો અને તે જોવા લાગી અને બોલી..."જૂઓ સર આપણે એક તો અડાલજની વાવ અને ત્રિમંદિર આ બે જગ્યા જોવાની બાકી છે.""હા તો પછી જઈએ ને કાલે..?""કાલે..યુ મીન આવતીકાલે.. મને નહીં ફાવે.. મારે જોબ ચાલુ છે અને મને રજા નહીં મળે..""એ તો રજા માટે હું દાદૂ પાસે ફોન કરાવી દઈશ..""ના ના એવું નથી કરવું.. એમ તો હું રજા માંગુ તો મળી જાય પણ મારે એવી ખોટી ખોટી રજાઓ નથી લેવી.. આપણે રવિવારે જઈએ ને.. ઓફિસમાં મારું કામ પણ ઘણું પેન્ડિંગ છે અને રજા..નો નો.."જૂહી કચવાતા મને બોલી રહી હતી.તે જોઈને લવ સમજી ગયો હતો કે જૂહી પોતાના કામ પ્રત્યે અને પોતાની જવાબદારી પ્રત્યે ખૂબ સભાન છે અને તેને જૂહીની આ વાત ખૂબ ગમી હતી."ઓક ઓક બાબા, તમે ચિંતા ના કરશો આપણે સન્ડે બહાર જઈશું.." લવે હસતાં હસતાં કહ્યું.જૂહીએ પણ એક ઊંડો શ્વાસ લીધો.કમલેશ સરે કેબિનના દરવાજા ઉપર નોક કર્યું અને તે કેબિનમાં પ્રવેશ્યા અને સાથે સાથે બોલતા પણ હતા કે, "તમારી બંનેની વાતો પૂરી થઈ હોય તો હું આવી શકું છું ને હવે..""દાદૂ, શું તમે પણ અમારી કોઈ એવી ખાનગી વાત નથી એ તો મારે એક બે જગ્યા જોવાની બાકી રહી ગઈ છે એટલે તે જોવા માટે ક્યારે જવું તેમ અમે ડિસ્કસ કરી રહ્યા હતા."અચ્છા તો એવું છે.. તો ક્યારે નક્કી કર્યું..?""નેક્સ્ટ સન્ડે દાદૂ..""ઓકે વેરી ગુડ.."અને કમલેશ સરે જૂહીની સામે જોયું અને તેને પૂછવા લાગ્યા કે, "બેટા આ મારા દિકરા સાથે તને ફાવે છે ને તે તને હેરાન તો નથી કરતો ને..?""ના ના એવું કંઈ નથી, ફાવે છે સર મને..""એવું કંઈ હોય તો મને કહી દેજે હોં બેટા..""જી સર""શું દાદૂ તમે પણ.. મેં એને બધું જ પૂછી લીધું છે, યુ ડોન્ટ વરી અબાઉટ ઈટ..""અચ્છા તો મારા કરતાં આગળ છે મારો દિકરો એમ જ ને...!"અને કેબિનમાં હાજર ત્રણે ત્રણ જણાં ખડખડાટ હસી પડ્યા.હસતા ચહેરે ટેબલ ઉપર પડેલો પાણીનો ગ્લાસ જૂહીએ ઉઠાવ્યો તેની ઉપર ઢાંકેલી ડીસ બાજુમાં મૂકી અને, "એસ્ક્યુઝમી.." કહીને તે બધું જ પાણી એક સાથે ગટગટાવી ગઈ જાણે વર્ષો જૂની તરસ છીપાવી રહી હોય તેમ...!!અને પછી પોતાની જગ્યાએથી ઉભી થઇ અને બોલી, "હા તો મળીએ સર સન્ડે એ..?""હા, હું તમને ફોન કરું છું.""ઓકે સર.."અને જૂહી કેબિનમાંથી બહાર નીકળી ગઈ.તેના ગયા પછી કમલેશ સરે પોતાના પૌત્ર લવને પૂછ્યું, "જૂહી, બહુ ડાહી છોકરી છે કેમ બેટા.. તને ગમે છે..આઈ મીન તું એને પસંદ કરે છે..?"વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ    13/5/26