અંકલેશ્વર જ્યાં ભૂખ મોંઘી પડે છે Munavvar Ali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંકલેશ્વર જ્યાં ભૂખ મોંઘી પડે છે

મારા શહેરમાં ખાવાનું આટલું મોંઘુ કેમ છે?

ઘણીવાર મને પ્રશ્ન થાય છે. કેમકે ઘણીવાર મને છેતરાયાનો અનુભવ થયો છે. 

કેમકે નકલી જાની માં હું જ્યારે એકવાર નાસ્તો લેવા ગયો હતો ત્યારે તે નાસ્તો તો ન મળ્યું પરંતુ તેને જબરજસ્તી મને પાત્રાનું બંડલ વેચી માર્યું.

થયું એમ હતું કે મેં કોઈ ફરસાણનો ભાવ પૂછ્યો હશે તેણે કહ્યું કે હાલમાં ઉપલબ્ધ નથી પછી મેં પૂછ્યું કે આ પાત્રાને શું ભાવ છે ત્યારે તે ઘેરવર્તણુક કરવા લાગ્યો, અને બોલ્યો કે ખરીદવું પડશે હો? 
ત્યારે મેં પણ ઉત્સાહમાં કહી દીધું હા હા ખરીદી લઈ ભાવ તો કહો ત્યારે તેણે જબરજસ્તી 60 રૂપિયાનું રોલ મને વેચી માર્યું. 

પછી એકવાર જોલી જીકી ને ત્યાં હું મિક્ચર ભુસુ લેવા ગયો. 
ત્યાં મેં કહ્યું કે મને વીસનું મીક્ચર આપો.
જ્યારે તેણે ફક્ત 50 ગ્રામ જ મિક્ચર ભરી આપ્યું મેં તેને કહ્યું કે કેમ આટલું મોંઘુ છે તો તેણે ખરાબ વર્તન સાથે કહ્યું કે હવેથી વીસનું પણ બંધ થઈ જશે.

ત્યાં બે ગાંડા આવ્યા અને કહેવા લાગ્યા કે હવે ગીત ગાવાનું બંધ કેમ કરી દીધું છે? 
ક્યારે મેં એમને કહ્યું તમારું કામ કરો ને?

પછી એકવાર મોડી રાતે મને ખૂબ ભૂખ લાગી હતી અને મારા સાવકા માતા પિતા રાતે પોણા 11 સુધી ઘરે આવ્યા ન હતા. 

તેથી મેં ફળિયામાં જઈને જમવાનું વિચાર કર્યો. 
હવે મારે કશું પોષણયુક્ત ખોરાક ખાવું હતું કેમ કે પેકેટના ફરસાણમાં પામોલીન તેલનો બેફામ ઉપયોગ થવા લાગ્યો છે.
એક લારી જોઈ જ્યાં દાળ પુલાવ મળતો હતો, મેં તને 50 રૂપિયા આપ્યા ખાવાના અને તેણે ભાતની ઉપર દાળ રેડીને આપી દીધી અને દાળ ઓછી હતી એટલે બીજી વાર નખાવી અને કચુંબર પણ આપ્યું હતું. 
પરંતુ અહીં કડવો અનુભવ એ થયો કે ના તો દાળમાં દૂધી હતી કે નહીં ચિકન.

પછી એક અઠવાડિયા પછી પિતાજી સાથે બિરયાની ખાવા ગયો ત્યાં અમે સ્વર્ણિમ બગીચાની બહાર મોદીના બિરયાની માં ગયા. 

જ્યાં અમને 60 રૂપિયામાં બિરયાની પીરસવામાં આવી જેમાં તેરી ખૂબ ઓછું નાખ્યું હતું અને બીજી વાર સલાડ માંગ્યું તે આપ્યું પણ નહીં. 
અને પાણી માટે પણ તમને દસ વાર કહેવું પડ્યું ત્યારે જગ ભરીને આપ્યું. 
આમ, અહીં પણ કડવો અનુભવ થયો
અલબેટ રેસ્ટોરન્ટ મારા માટે કાયમ બદનસીબી લાવે છે, આવે ત્યારે, 
એકવાર હું ઘેરથી બહાર જમવા આવ્યો હતો કેમકે ભેલથી મારુ પેટ ભરાયું ન હતું. 

ત્યારે મેં ભૂલ થી અલબેટમાં ચાલ્યો ગયો ત્યાં મને 60 નું ચિકન બર્ગર 50 માં આપવામાં આવ્યું. 

ટેસ્ટ સારો હતો પરંતુ કોન્ટીટી ખૂબ ઓછી હતી ફક્ત દાબેલી જેટલો પાઉં હતો અને તેમાં પેટીસ મૂકી હતી. 

એકવાર હું રાત્રે 9:00 વાગ્યાના સુમારે શનિવાર હોવાથી જમવા નીકળ્યો ત્યારે હું ભૂલથી અલબેટમાં ચાલ્યો ગયો અહીં મેં પીઝા ખાવાનું વિચાર્યું જે સો રૂપિયાનું હતું. 

જે મામા મુક્તા વેત જ મારા સાવકા માસાજી આવી પહોંચ્યા, અને અડધું પિઝ્ઝા તેઓ ઝાપટી ગયા, જેના કારણે મારું પેટ અડધું જ ભરાયું અને મને ભૂકું રહેવું પડ્યું. 

આમ, ઉપયુક્ત કારણોસર આલ્બેટ મને બદનસીબ હોટેલ લાગી.
એકવાર મોડી સાંજે હું જોબથી આવી રહ્યો હતો ત્યારે મેં નિહાળ્યું કે કાકા હલવાઈ કરીને એક મીઠાઈ વાળો છે, તને ત્યાં બેસનના લાડવા હતા. 
જે બે નંગ જ હતા.
મેં પૂછ્યું કે લાડુનો શું ભાવ છે? 
કાકાએ કહ્યું,"વિસનો એક આવે."

મેં કહ્યું લાવો આપી દો. 
તેથી તેમણે ફક્ત એક જ લાડુ આપ્યું. 
જ્યારે તેના સોકેસમાં બે લાડુ હતા. 
હવે શું તે એક લાડુ બીજા દિવસે વેચતો? મને લાગ્યું. 
અને તે લાડુ મને આપવા કરતા ફેકવાનું વધારે સારું લાગશે એને. 

આમ, અહીં પણ છેતરામણી નો અનુભવ થયો. 

મેં ઘણી વાર સાંજે રાઉન્ડ પર જોયું કે એક સ્ટોલ ઉપર ગાયના દૂધમાંથી બનાવેલું ફલેવરવાળું મસાલા દૂધ મળે છે.

હવે ફરીથી એકવાર જ્યારે હું નોકરીથી પરત આવી રહ્યો હતો રિક્ષાના 10 રૂપિયા બચાવવા માટે હું ચાલતો આવી રહ્યો હતો. 

આજે મને અહીં ફ્લેવર વાળું દૂધ પીવાનું મન થઈ ગયું તેથી મેં પૂછ્યું કે શું ભાવ છે તો તેમણે કહ્યું 60 ની બોટલ તમારે પાર્સલ લઈ જવી હોય તો અને 50 માં અહીં પીવી હોય તો. 

મેં કહ્યું કે ઘરે લઈ જઈને શું કરીશ બોટલ ફૂટી જશે એના કરતાં અહીં જ આપી દો. 

પછી તેમણે 12 અલગ અલગ ફ્લેવર બતાવ્યા. 

તેમાંથી મેં પિસ્તાક્યો સિલેક્ટ કર્યો.
દૂધ સારું હતું પરંતુ જથ્થો ખૂબ ઓછો હતો. 
ફક્ત બે ઘૂટ માર્યા તેમાં તો બોટલ પૂરી પણ થઈ ગઈ. 

પછી મને લાગ્યું કે દસ રૂપિયા નું સ્મૂધ આવે તે દૂધ પીધો તો સારું રહેતું, અથવા તો અમૂલ કુલ દૂધ સારું રહેતું.

અહીં પણ મને કડવો અનુભવ થયો.

એમ નથી કે મને કડવા અનુભવ થાય ઘણીવાર તો મીઠા અનુભવ એટલે કે સારા અનુભવ પણ થયા છે.

જેમ કે રાજકમલ ડેરીની મસાલા છાશ હું ત્રણ વાર પીને આવી ચૂક્યો છું 10 રૂપિયામાં એક ગીલાસ આપે છે પરંતુ પાર્સલ લ્ય તો વધારે મળે છે.

પછી બીજા શહેર ભરૂચમાં, જે એન ના વડાપાઉ,
20 રૂપિયામાં તમને માયોનીસ વાળો વડાપાઉં આપશે વળો તો ખૂબ જ મોટો અને આ વડાપાઉ ગોળ પાઉંમાં નહીં પરંતુ બર્ગરના પાવમાં બનાવીને આપે છે એટલે વડાપાઉ ખૂબ મોટો હોય છે.

જ્યાં અંકલેશ્વરમાં પણ "ભાવ વધારે, માલ ઓછો" વાળી ફરિયાદ કોમન છે. નકલી જાની, જોલી જીકી, અલબેટ, મોદીના બિરયાની - નામ બદલાય, પણ ગ્રાહકની વેદના સેમ.

"આમ, અંકલેશ્વર મને શીખવે છે કે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પગાર વધે પણ નાસ્તાની સાઈઝ ઘટે. 60નું પાત્રાનું બંડલ હોય કે બે ઘૂંટમાં પૂરું થતું પિસ્તા દૂધ - દરેક કડવા ઘૂંટ પછી રાજકમલની છાશ જેવી રાહત પણ મળી જાય છે. હવે હું 'વીસનું આપો' કહેતા પહેલા 'કેટલું ગ્રામ?' પૂછી લઉં છું. બાકી ભરૂચનો JN વડાપાઉં છે ને, એક ખાધો એટલે અંકલેશ્વરના બધા કડવા અનુભવ ધોવાઈ જાય."