પિટકાર્ન ટાપુ Gautam Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિટકાર્ન ટાપુ

પિટકાર્ન ટાપુ

પૃથ્વી પરનો એક એવો ટાપુ જ્યાં માત્ર 50 લોકો જ રહે છે!
વિચાર કરો, એક એવું વતન જે દુનિયાના નકશામાં પણ માંડ દેખાય છે. પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલો 'પિટકાર્ન ટાપુ' (Pitcairn Island) એટલે રહસ્યો અને કુદરતનો ખજાનો. આ ટાપુની શોધ કોઈ વૈજ્ઞાનિકે નહીં, પણ બ્રિટિશ જહાજ 'બાઉન્ટી'ના બળવાખોર ખલાસીઓએ કરી હતી!
📍 નજીકનું શહેર પણ 2200 કિમી દૂર!
📍 આખું પાટનગર 45 મિનિટમાં ચાલીને પૂરું થઈ જાય.
📍 આવકનું સાધન? માત્ર ટપાલ ટિકિટો!
જાણો આ અનોખા 'અજ્ઞાતવાસ' જેવી દુનિયા વિશે... 👇

આ ધરતી પર કેટલાક ટાપુરૂપી પ્રદેશો એવા છે કે જ્યાં
વસતા ગણ્યાગાંઠ્યા લોકોને બાકીનું જગત મોટે ભાગે યાદ જ
કરતું નથી. ભૌગોલિક રીતે એ પ્રદેશો આપણા સાતેય ખંડો
કરતાં સેંકડો કે હજારો કિલોમીટર છેટે આવેલા છે. મધદરિયે
હંકારનારાં જહાજોના ધોરી માર્ગ કરતાં પણ ખાસ્સા દૂર છે,
માટે પૃથ્વીના ગોળા પર તેઓ જાણે કે અટૂલા ‘ખૂણા’માં પડી
જાય છે. આ ટાપુરૂપી પ્રદેશોના વતની પૃથ્વીને બદલે કો'ક
બીજા ગ્રહ પર રહેતા હોય તેવું અલિપ્ત જીવન ગુજારે છે--
એટલે કે તેઓ ભલા અને તેમનું ખોબા જેવડું વતન ભલું!
વાયરલેસ દ્વારા તેઓ બાહ્ય જગતનો સંપર્ક રાખી શકે અને
વર્ષમાં એકાદ-બે વખત માલસામાનના પુરવઠા સાથેનું જહાજ
પણ તેમના કાંઠે લંગર નાખે, પરંતુ એ સિવાય તેમને મુખ્ય
ભૂમિની સાત અબજ જેટલી
વસ્તી જોડે સહેજે
લેવાદેવા નહિ.
ઑક્સફોર્ડનો કે બીજો
ગમે તે સ્કૂલ એટલાસ
હાથવગો રાખો અને
તેમાં પ્રશાન્ત
મહાસાગરનો નકશો
તપાસો. પિટકાર્ન નામના
ટાપુને એ મેપમાં શોધી
કાઢો ! ઢૂંઢતે રહ જાઓગે,
કેમ કે ઘણા ખરા
નકશામાં પિટકાર્નની
નોંધ જ લેવાતી નથી. આ
ટાપુનું ક્ષેત્રફળ માંડ પાંચ ચોરસ કિલોમીટર છે. પડોશના
બેએક વસ્તીરહિત છતાં લીલાછમ ટાપુઓ સાથે માપ ગણો
તો ૨૭ ચોરસ કિલોમીટર છે. વિશાળ મહાસાગરના નકશામાં
વસ્તીવાળા માત્ર પિટકાર્નને ટુ-ધ-સ્કેલ એટલે કે સપ્રમાણ
માપે દેખાડી શકાય નહિ. રાજકીય તેમજ આર્થિક રીતે પણ
ટચૂકડા પિટકાર્નનું ઝાઝું મહત્ત્વ નથી. પરિણામે જગતના બધા દેશો તેને અને તેના વતની પ્રજાજનોને અવગણે છે. અલબત્ત, પિટકાર્ન ટાપુનો એક રેકોર્ડ એવો છે કે જેને અવગણી શકાય નહિ. ભૌગોલિક રીતે જગતના સાતેય ખંડોના સંદર્ભમાં મહત્તમ અંતરે હોવાનો રેકોર્ડ !
પિટકાર્નની ફરતે હજારો
કિલોમીટર સુધી
મહાસાગર છે. સૌથી
નજીકનો બીજો ટાપુ
તાહિતી પણ ૨,૨૦૦
કિલોમીટરના અંતરે છે.
પિટકાર્નની ચોતરફ એ
રીતે ૧,૫૨,૦૦,૦૦૦
ચોરસ કિલોમીટરના
ભારતના ક્ષેત્રફળ
કુલ કરતાં પોણા પાંચ ગણા
મોટાસર્કલમાં ક્યાંય
ભૂમિ છે જ નહિ. ક્યાંક
ખરાબા કે પછી સમુદ્રી
જ્વાળામુખીનાં બહાર ડોકાતાં
શિખરો હોય તે વાત જુદી,
પરંતુ વસ્તીવાળી જમીન નથી.
પશ્ચિમમાં ન્યૂ ઝિલેન્ડ દેશ
લગભગ ૫,૦૦૦ કિલોમીટર
છેટે આવેલો છે, તો પૂર્વ તરફ
દક્ષિણ અમેરિકાના ચીલી
દેશનો કાંઠો ૫,૫૦૦
કિલોમીટર જેટલો દૂર પડી
જાય છે.
આમ પ્રશાન્ત મહાસાગરના 
અફાટ પાણી વચ્ચે પિટકાર્નના
ટાપુવાસી લોકો પાંડવોની જેમ
અજ્ઞાતવાસમાં રહે છે એવું
કહો તો પણ ચાલે. ટાપુનો કુલ
વસ્તીઆંક છે. માત્ર
પચાસનો! આ સંપૂર્ણ
વસ્તી અઢા૨ કુટુમ્બોમાં
વહેંચાયેલી છે.
કુટુમ્બોની અટક પણ
વૉરેન, યંગ, બ્રાઉન અને
ક્રિશ્ચિયન એમ ફક્ત
ચાર જાતની છે. નામથી
અને ચહેરાથી અહીં
બધાં જણા એકમેકને
સારી રીતે ઓળખે છે. પિકનિક માટે રમણીય ટાપુની મુલાકાતે
આવેલી મંડળી જેવું તેમનું જૂથ છે જ એટલું નાનું કે ઓળખ
માટે એકેય જણે વિઝિટિંગ કાર્ડ્ઝ છપાવવાં પડે નહિ. વળી
બધાં જ કુટુમ્બો પિટકાર્નના આદમ્સટાઉન નામના પાટનગરમાં
રહે છે. આદમ્સટાઉનમાં રહેતી ગમે તે વ્યક્તિ માત્ર પોણો
કલાક ચાલીને છેક પૂર્વ છેડે સેન્ટ પૉલ નામના કાંઠા સુધી
પહોંચી શકે છે. પશ્ચિમ તરફ ક્રિશ્ચિયન પોઇન્ટ કહેવાતા છેડે
પહોંચવામાં લગભગ એટલો જ સમય વીતે છે. આમ છતાં
હરવાફરવા માટે કેટલાક જણા પાસે મોટરસાયકલો છે, જેમને
હંકારવા તેમણે લેન્ડિંગ-આદમ્સટાઉન-લેન્ડિંગ એવા રૂટવાળો
કાચો રસ્તો પણ બનાવ્યો છે. ઍટલાન્ટિક મહાસાગરના સેબલ
ટાપુને બાદ કરો તો પિટકાર્ન જેટલી ઓછી વસ્તી જગતના
બીજા એકેય ટાપુ પર નથી. પ્રશાન્ત મહાસાગરમાં તેના જેવડા
ઘણા ખરા ટાપુઓ તો સદંતર નિર્જન છે. પિટકાર્ન ટાપુ પણ
હંમેશ માટે નિર્જન રહી ગયો હોત, પરંતુ વર્ષો પહેલાના એક
વિચિત્ર પ્રસંગે તેને આકસ્મિક રીતે જ વસ્તીવાળો કરી દીધો.
અઢારમી સદીમાં બ્રિટનનું એક લડાયક વહાણ
‘બાઉન્ટી’ પ્રશાન્ત મહાસાગરમાં પ્રવાસ ખેડી રહ્યું
હતું. વહાણનો સરદાર કેપ્ટન વિલિયમ બ્લાઈ
પોતાના ખલાસીઓ પર સખત જોહૂકમી ચલાવતો
હતો. એપ્રિલ ૧૮, ૧૭૮૯ ના રોજ ફ્લેચર
ક્રિશ્ચિયન નામના ખલાસીએ કેપ્ટન સામે બળવો
કર્યો. બીજા કેટલાક ખલાસીઓ પણ બળવામાં
સામેલ થયા અને તેમણે ભેગા મળી વિલિયમ
બ્લાઇને પદભ્રષ્ટ કર્યો. એક બચાવનૌકામાં તેને
પરાણે બેસાડી દીધો. આ કેપ્ટનને વફાદાર એવા ૧૮
ખલાસીઓ બળવામાં સામેલ થયા ન હતા, એટલે તેમને પણ
એ નૌકાના હવાલે મૂકી સમુદ્ર પર રઝળતા છોડી દેવાયા અને
લેચર ક્રિશ્ચિયન સહિત સૌ બળવાખોરો જુદી દિશા તરફ
‘બાઉન્ટી’ સાથે નાસી છૂટ્યા.
બ્રિટિશ નૌકાદળના કાયદા મુજબ બળવો અત્યંત ગંભીર
અપરાધ ગણાતો હતો, જેના માટે હંમેશાં ફાંસીની સજા અપાતી
હતી. ફલેચર ક્રિશ્ચિયન જરા મૂંઝાયો કે આવડા મોટા પ્રશાન્ત
મહાસાગરમાં ભાગીને જવું ક્યાં ? સૌ પ્રથમ તેણે ‘બાઉન્ટી’ને
તાહિતી ટાપુ તરફ હંકાર્યું, જ્યાં પોલિનેશિયન જાતિના
સાગરખેડુઓ રહેતા હતા. અહીં સૌ ખલાસીઓ રોકાયા અને
ઘરબાર માંડીને વસી ગયા. પરંતુ બ્રિટિશ વહાણો તે અરસામાં
તાહિતીના જળવિસ્તારમાં અવરજવર કરતાં હતાં, એટલે
બળવાખોરોને પકડાઇ જવાની બીક લાગી. કોઇ અજાણ્યા
સ્થળે જતા રહેવાનું તેમણે નક્કી કર્યું. એક સવારે તાહિતીને
હંમેશ માટે તજીને તેઓ ‘બાઉન્ટી’માં સહકુટુમ્બ નીકળી પડ્યા.
દિવસો સુધી પ્રવાસ ખેડ્યા બાદ છેવટે તેમણે દક્ષિણ-પૂર્વે
મકરવૃત્ત નજીક આવેલા પિટકાર્ન ટાપુના કાંઠે લંગર નાખ્યું.
દરિયાઇ મુસાફરી ખેડતાં વહાણો ફળફળાદિનો અને તાજા
પાણીનો નવો પુરવઠો લેવા માટે આવા નિર્જન સ્થળે રોકાવાનું બહુ પસંદ ન કરે. એટલે પકડાવાનો ડર ન હતો. ખલાસીઓ પોતાનું અસ્તિત્વ તદન ખાનગી રાખવા માગતા હતા, કેમ કે પ્રશાન્ત મહાસાગરમાં માનવવસ્તીવાળા ટાપુઓ પર તેમની શોધ ચાલતી હતી. બ્રિટિશ રાજદરબારે ગમે તે ભોગે તેમને શોધી કાઢી ફાંસી આપવાનો હુકમ નૌકાદળને ફરમાવ્યો હતો.
આથી પિટકાર્નને નવું વતન બનાવવાનું નક્કી કર્યા પછી
બળવાખોરોએ તેમના વહાણ ‘બાઉન્ટી’ને આગ ચાંપી દીધી.
વહાણ જો કાંઠા નજીક તરતું રહે તો ટાપુ પર તેમની હાજરી
છતી થયા વિના રહે નહિ. ‘બાઉન્ટી’નો નાશ થયો એ જ
ઘડીએ બાહ્ય જગત સાથે બળવાખોરોનો સંબંધ હંમેશ માટે
જાણે કટ થયો.
હવે આસપાસના ૧,૫૨,૦૦,૦૦૦ ચોરસ કિલોમીટરના
ભેંકાર સમુદ્ર વચ્ચે તેમણે હંમેશ માટે એકલા રહેવાનું હતું.
મધદરિયે હંકારતું કોઇ વહાણ કદાચ તેમને અનાયાસે શોધી
કાઢે તો જુદી વાત, બાકી તેઓ કદી પિટકાર્ન છોડી શકવાના
ન હતા. ઓગણીસ વર્ષ જેટલો સમય તેમને માટે તદન
અજ્ઞાતવાસમાં વીત્યો. વ્હેલનો શિકાર કરવા નીકળેલું એક
મોટું અમેરિકન વહાણ ૧૮૦૮ માં પિટકાર્ન નજીક પસાર
થયું અને તેના કેપ્ટને દૂરબીન વડે ટાપુ પર માણસો દીઠા.
નકશામાં એ ટાપુ વસ્તીરહિત બતાવવામાં આવ્યો હતો, એટલે કેપ્ટનને કુતૂહલ જાગ્યું. ટાપુની રૂબરૂ મુલાકાત લીધા પછી આશ્ચર્ય પણ થયું. મૃત્યુની સજા જેમના માટે જાહેર કરાયેલી એ ‘બાઉન્ટી’ના ખલાસીઓ ક્યાં અલોપ થયા તેનો ભેદ આટલાં વર્ષ અકબંધ રહ્યો હતો--અને હવે સાવ અણધારી રીતે ખૂલ્યો!
આ ટાપુ પર આશરો લેનારા નવ ભાગેડુ ખલાસીઓ પૈકી હવે જો કે માત્ર જ્હોન આદમ્સ નામનો ખલાસી જીવતો રહ્યો હતો. બાકીના સૌ મૃત્યુ પામ્યા હતા. ટાપુની કુલ વસ્તી ૩૪ જેટલી હતી, જેમાં મુખ્યત્વે નવી પેઢીનાં યુવક-યુવતીઓ હતાં. બ્રિટિશ સરકારને પિટકાર્ન અંગે સમાચાર મળ્યા પછી સાત વર્ષે તેનું એક વહાણ ત્યાં પહોંચ્યું. જ્હોન આદમ્સ ત્યારે બુઝુર્ગ વયે પહોંચ્યો હતો. હવે તેને ફાંસીના માંચડે ચડાવવાનું સરકારને
યોગ્ય ન લાગ્યું. ભલે તેને મોતના હવાલે ન કરી શકાયો,
છતાં કાળાપાણીની સજા મળી એ પણ ક્યાં ઓછી હતી ?
આ ટાપુનું કદ અને ખાસ તો મુખ્ય ભૂમિ કરતાં તેનું અંતર
જોતાં બ્રિટન, ફ્રાન્સ, પોર્ટુગાલ, સ્પેન વગેરે સામ્રાજ્યવાદી
 રાષ્ટ્રોને તેમાં રસ ન હતો. આમ છતાં
વર્ષો પછી અંગ્રેજો ન્યૂ
ઝિલેન્ડમાં તથા
ઑસ્ટ્રેલિયામાં વસવા
માંડ્યા ત્યારે બ્રિટનને
થયું કે એ તરફના
એકાદ ટાપુ પર તેનું
વર્ચસ્વ હોય તો સારૂં.
પિટકાર્નને તેણે
૧૮૨૩ માં પોતાની
માલિકીનો ટાપુ જાહેર
કર્યો.
પિટકાર્ન આજે
પણ બ્રિટનની
માલિકી હેઠળનો ટાપુ
ગણાય છે, પરંતુ એક
પણ અંગ્રેજ ત્યાં
રહેતો નથી.
ટાપુવાસી લોકો બધી
રીતે સ્વતંત્ર છે.
કુદરતના ખોળે તેઓ
શાંતિમય જીવન ગુજારે
છે.
જવાળામુખી એ
ફળદ્રુપ બનાવેલી જમીન પર તેઓ
રતાળુ, સંતરાં, કેળાં, શેરડી, બટેટા
વગેરે પેદાશો મેળવે છે. કેટલીક PITCAIRN ISLAND
જાતનાં શાકભાજી પણ ઉગાડે છે.
નાળિયેરીનાં તેમજ આંબાનાં વૃક્ષો
પણ ટાપુ પર અસંખ્ય છે. જીવવા
માટે બીજું શું જોઇએ ?
સાવ પછાત જીવન ગુજારવું ન
હોય તો ઘણું બધું જોઇએ. 
પિટકાર્નના લોકો આજકાલ સહેજ
મોડર્ન બન્યા છે. ઘરમાં વીજળીના
બલ્બ વાપરે છે અને તેના માટે
જનરેટર ચલાવે છે. જનરેટરમાં
પેટ્રોલ કે ડીઝલ વાપરવાનું થાય,
મોટરસાયકલ પણ બળતણ વગર
ન ચાલે, રોજેરોજ ખોરાક રાંધવા
માટે કેરોસીનનો ખપ પડે, પરિણામે
આ બધો પુરવઠો વર્ષમાં ચાર વખત
જહાજ મારફત ટાપુ પર આવે છે.
પિટકાર્નના એકમાત્ર વાયરલેસ
સંદેશો મળે એટલે ટાપુ પર ધમાચકડીનો પાર રહેતો નથી.
લોકો આંબાવાડીમાં, ખેતરોમાં અને
બગીચામાં હાથ લાગે તે બધાં ફળફળાદિ એકઠાં કરે છે. અમુક
જણા માછલાં પકડવા જાય છે. લાકડાની કલાત્મક ચીજોનું
અધૂરૂં કોતરકામ ઝટપટ પૂરૂં કરવામાં આવે છે.
થોડા કલાકો પછી જહાજ ક્ષિતિજ પર નજરે ચડે ત્યારે
પાટનગર આદમ્સટાઉનના ચોતરા પરનો ઘંટ કુલ પાંચ વાર
વાગે, એટલે લોકોએ સમજી લેવાનું કે હવે સમય નથી. એકઠી
કરાયેલી ચીજવસ્તુઓ ટોપલામાં ભરી બધા લોકો લેન્ડિંગ
નામના સ્થળ તરફ દોડે છે. બાઉન્ટી બૅ નામના ઉપસાગરમાં
કુદરતી બારા જેવું એ સ્થળ પિટકાર્ન માટે બંદર છે. અંગ્રેજી,
પોલિનેશિયન અને પછાત સાગરખેડુ લોકોના શબ્દોવાળી
‘કોકટેઇલ’ ભાષા બોલતા પિટકાર્નના રહીશોને બીજો શબ્દ
ન સૂઝચો, એટલે તેમણે જહાજોના પડાવસ્થળનું નામ લેન્ડિંગ
રાખ્યું. આખરે
બેંતાલીસ ફીટ લાંબી નૌકામાં બેસી તેઓ જહાજને સામા
મળવા જાય છે. નૌકાને જહાજના પડખા નજીક ગોઠવ્યા બાદ
નાવિકો સમક્ષ ફળફળાદિ, માછલાં, શાકભાજી, કલાત્મક શિલ્પો
વગેરે પ્રદર્શિત કરે છે. પિટકાર્ન સુધી એ જહાજ સતત આઠ
દિવસનો પ્રવાસ ખેડીને પહોંચ્યું હોય, માટે નાવિકોએ
ખોરાકપાણીનો નવો સ્ટોક ખરીદવો
જ રહ્યો. ખરીદીની પદ્ધતિ એ જ કે
એક હાથ સે દેના ઔર જે હાથ સે
લેના ! નાવિકો અવનવી વસ્તુના
સાટામાં અમેરિકન ડૉલર ચૂકવે, પણ
ત્યાર બાદ એ ચલણના બદલામાં
તેમને રેડિ-મેડ કપડાં, હજામતની
બ્લેડ, ટુથપેસ્ટ, સાબુ વગેરે ચીજો
વેચી દે છે. પિટકાર્નના રહીશો પાસે
ત્યાર પછીયે જે ડૉલર બાકી રહે
તેમાંથી તેઓ કેટલોક જરૂરી સરંજામ
બાય પૉસ્ટ મંગાવે છે. મનીઑર્ડરના
પૈસા ત્યાં જહાજના કપ્તાન પાસે
જમા કરાવવાના અને ત્રીજે મહિને
આવનારા જહાજ સાથે બધો
સરંજામ હાજર !
નવાઇ પમાડતી એક વાત પણ
 આ ટચૂકડા
કદના ટાપુ માટે કમાણીનું મુખ્ય
સાધન ફળફળાદિ નથી. તાજાં
શાકભાજી કે માછલાં પણ નથી.
ટપાલ ટિકિટોના વેચાણ દ્વારા તેને વધુમાં વધુ આવક મળે છે!
પિટકાર્નની ટપાલ ટિકિટો દુર્લભ ગણાય છે. સ્ટેમ્પ્સ કલેક્શનના
શોખીનો પોતાના સંગ્રહમાં તેમનો સમાવેશ કરવા માટે ખાસ્સા
પૈસા ખર્ચે છે. ટિકિટોનું છાપકામ કરે છે બ્રિટન, પરંતુ બ્રિટનમાં
એ ટિકિટો વેચાતી નથી. પિટકાર્નને જ પરબારી મોકલી દેવાય
છે, જ્યાંથી પરબિડિયાં સાથે તેઓ જુદી જુદી પોસ્ટ ઑફિસોના
સરનામે પરદેશ જાય ત્યારે જ છેવટે પત્ર મેળવનારના હાથમાં
પહોંચે. પિટકાર્નની ટપાલો મોટે ભાગે બાય-પોસ્ટ એટલે કે
મેઇલ-ઑર્ડર પદ્ધતિએ ચીજવસ્તુઓ વેચતી જે તે કંપનીના
નામે લખાતી હોય છે, જેના કર્મચારીઓ પહેલું કામ પરબીડિયાં
પરથી ટિકિટ ઉખાડી લેવાનું કરે છે. અલબત્ત, પિટકાર્નના
રહીશો ઘણી ખરી ટપાલ ટિકિટો તો જહાજના નાવિકોને જ
બારોબાર વેચી દે છે. અહીંની પોસ્ટ ઑફિસ પણ ફર્સ્ટ-ડે
કવરોને વેચીને આવક મેળવે છે.
ઇતિહાસમાં બની ગયેલો એક સામાન્ય ગણાતો બનાવ
ઘણી વાર કેવું વિચિત્ર પરિણામ લાવતો હોય છે. એપ્રિલ,
૧૭૮૯ માં ‘બાઉન્ટી' નામના બ્રિટિશ વહાણના પેલા
ખલાસીઓ બળવો કરીને નાસી છૂટ્યા ન હોત તો આજે
પિટકાર્નની ટપાલ ટિકિટો તો શું, જગતના બીજા બધા દેશોની સરખામણીએ ટપાલ ટિકિટ જેવા દેખાતા પિટકાર્ન ટાપુનું નામ પણ નકશા પર જોવામાં આવત નહિ !_