ધડામ....
એને જોરથી બુક પછાડી અને આખી લાઇબ્રેરીની શાંતિ ભંગ થઈ ગઈ...
લાઈબ્રેરીયન સાથે એક છોકરી લડાઈ કરી હતી...
ખભા સુધી આવે એટલે વાંકડીયા વાળ, મોટી મોટી આંખો, ગાલ ઉપર એક ડિમ્પલ...લગભગ 5.6 હાઈટ.. ટૂંકમાં કહું તો પરફેક્ટ
બુકના 2 પાના ફાટેલા હતા એ કારણે લડાઈ, 2 પાના માટે કોઈ લડાઈ કે ગુસ્સો કરે એટલે કદાચ એ સારી રીડર હશે.. હાઈ હિલ, ટી શર્ટ અને જીન્સ ઉપરથી લાગ્યું કોઈ વર્કિંગ વુમન હશે..પણ નાનકડી લેધર બેગ થઈ નક્કી થઈ ગયું કે કોલેજ સ્ટુડન્ટ છે..
લગભગ 15 16 દિવસ ના અવલોકનથી ખબર પડી કે સનકી છે..
દર 2 દિવસે એનો ઝગડો જોવા મળે,ક્યારેક બુક માટે, ક્યારેક બુકના કવર માટે...તો અમુક વાર તો બુકના ઓથર માટે લડાઈ...
પછી એક દિવસ પેલ્લી મૂલાકાત અત્યાર સુધી માત્ર દૂરથી જોઈ હતી..પણ પેલ્લી વાર વાતચીત બસની મુસાફરી દરમિયાન થઈ..
એના સાથેની વાતચીત પછી મારા સમીકરણો ખોટા પડ્યા
એના કરતાં અલગ જ નીકળ્યું..
એની વાત કરવાની રીત જુદી જ હતી દરેક વાત માં લોજિક શોધતી હતી...
થોડી ઓળખાણ પછી રોજ લાઈબ્રેરી માં મુલાકાત થવા લાગી અને રોજ બસમાં સાથે મુસાફરી...
એવી ઇચ્છા હતી કે બસ આખો દિવસ એની સાથે વાતો કર્યા કરું.. એને જ જોયા કરું, બસ એને જ સાંભળું....
પણ એનો મોબાઈલ નંબર મારી પણ નહોતો..સાચું કહું તો મારે નંબર જોઈતો હતો પણ એના સાથે મિત્રતા પછી ખબર પડી ગઈ કે, આ નંબર માંગીશ તો ઉંધુ જ વિચારી લેશે અને વાતચીત પણ બંદ થઈ જશે..
રોજની મુલાકાત, રોજ સાથે મુસાફરી અને વિચારોની આપ-લે, વગેરે ના કારણે હું ધીરે ધીરે એને જાણવા લાગ્યો.. મિત્રતા વધુ ગાઢ થતી ગઈ અને એ દિવસ આવી જ ગયો જ્યારે એને મને પોતાનો મોબાઈલ નંબર આપ્યો પણ એક શરતે કે, હું ગુડ મોર્નિંગ કે ગુડ નાઈટના ફાલતુ મેસેજ નહિ કરું..
હવે આપણી પાસે એનો નંબર હતો.. અને WhatsApp ઉપર થયેલી પેલ્લી વાતચીત
હું : હેલ્લો
એ : હેલ્લો
હું : શું કરે છે ?
એ : તારી સાથે વાત..!
આ એક મેસેજ બસ મનમાં અજીબ લાગણી અલગ ખુશી ઉભરાઇ ગઈ.. મેસેજ નો જવાબ આપવો હતો પણ ઇંટરનેટે દગો આપી દીધો..
vi ના થાંભલા ગાયબ થઈ ગયા.. એ દિવસે બહુ જ ગુસ્સો આવ્યો.. જ્યારે જરૂર હતી ત્યારે જ થાંભલા ગાયબ થઈ ગયા..
બીજા દિવસે એ જ વાત થઈ કે કીધા વગર ઓફલાઇન કેમ થઈ ગયો હતો.. અને મે જે હતું એ કહી દીધું..એના વર્તન ને જોઈને મે એને એક બૂક સજેસ્ટ કરી..
The Fault in Our Stars - by John Green
બુક ની સ્ટોરી સારી છે.. હિન્દીમા 'દિલ બિચારા' મૂવી ની સ્ટોરી એના પણ આધારિત છે..
એને મને પૂછ્યું તે બૂક વાંચી છે? તો આપણે કહી દીધું હા વાંચી छे..
એનો બીજો પ્રશ્ન, જો વાંચી છે તો આ લવસ્ટોરીની નોવેલ મને કેમ સજેસ્ટ કરી..?
હવે પત્યું,આપણે ઉતાવળ કરી નાખી, હું જે વિચારતો હતો એવું એ વિચારતી નહોતી, એના મતે અમે સારા મિત્રો હતા..!!
હિમત કરીને કહી દીધું, કે હું એને પસંદ કરું છું અને એ જ કારણ હતું કે, મે બૂક સજેસ્ટ કરી..
થોડી વાર એ ચૂપચાપ મારી સામે જોતી રહી, મને લાગ્યું હવે
થોડી વાર એ ચૂપચાપ મારી સામે જોતી રહી, મને લાગ્યું હવે નક્કી ગાલ ઉપર 1 2 પડશે..
પણ એને મારી સાથે પ્રેમથી વાત કરી કે, એ મારા વિશે એવું કઈ વિચારતી નથી..એને કહ્યું મને થોડો સમય જોઈએ, જો ઠીક લાગસે હા કહીશ, બાકી આપણી મિત્રતા રહેશે..
આ વાક્ય એ નક્કી કરી દીધું કે એની 'ના' માં પણ 'હા' છે...
જ્યાં લાગણીથી સંબંધ બંધાય છે ત્યાં શબ્દોની જરૂર નથી હોતી..
અમારા કિસ્સામાં એવું જ હતું.. પ્રેમ નો ઇઝહાર નહોતો કર્યો પણ પ્રેમ હદથી વધારે હતો...
સમય વીતી રહ્યો હતો..બંને નોકરી એ લાગી ગયા..રોજની કલાકોની વાતો મિનિટોમાં ફેરવાઈ ગઈ..
મને એમ કે, એ કામ ઉપરથી થાકીને આવી હશે તો આરામ કરવા દઉં..ફોન પછી કરીશ..
સામે એ પણ એવું જ વિચારતી હતી...હવે મિનિટની વાતો પણ ઓછી થઈ ગઈ હતી...
અને પછી એક દિવસ લગભગ 2 કલાક સુધી વાતચીત થઈ..વાત એમ હતી કે, એના પપ્પા એની માટે છોકરો શોધતા હતા..
ભાગીને લગ્ન કરવા એ મને મંજુર નહોતું કે ના એને મંજુર હતું.. હવે એના પપ્પાને કઈ રીતે મનાવવા એ જ મોટો પ્રશ્ન હતો..
એના પપ્પાના વિચારો જોઈએ તો એમને સરકારી નોકરી વાળો જમાઈ જોઇતો હતો..
અને આજ કાલ સરકારી નોકરી એટલે સૂકા રણમાં પાણી નું સરોવર..કદાચ રણમાં પાણી મળી જાય પણ સરકારી નોકરી ના મળે..
સ્પર્ધા એટલી બધી છે કે 1000 જગ્યા માટે 100000+ કરતા વધારે લોકો પરીક્ષા આપે છે..
હવે માની લો કે સરકારી નોકરી મળી ગઈ પણ સૌથી મોટો પ્રશ્ન હતો જાતિ... બે અલગ અલગ જાતિમાં લગ્ન અહીંયા કોઈને મંજુર નથી..
તો અમે નક્કી કર્યું કે એના પપ્પા સાથે સાથે વાત કરીશું.. અને માનાવવાનો પ્રયત્ન કરીશું..
હવે એના પપ્પા જોડે વાત કરતાંય ડર લાગતો હતો અને લગ્નની વાત કેમની કરવી..
પણ ખબર નહિ કેમ એના પપ્પા માની ગયા..
મારી ખુશીનું કોઈ ઠેકાણું નહોતું પણ મનના કોઈ ખૂણામાં શંકા હતી કે મારી પાસે સરકારી નોકરી નથી.. અને રૂઢિચુસ્ત વ્યક્તિ આંતરજ્ઞાતિય લગ્ન માટે રાજી કાઈ રીતે થઈ ગયા..
બધું જ સારી રીતે ચાલતું હતું..અને એક દિવસ અમે સાથે ચા પીતા હતા અને અચાનક એ બેભાન થઈને ઢળી પડી..
હું ગભરાઈ ગયો કે શું થયું..?
એને હોસ્પિટલમાં દાખલ કરી એના ઘરવાળાને બોલાવ્યા..અને પછી મને ખબર પડી કે એને લોહીનું કેન્સર છે.. લાસ્ટ સ્ટેજ...
એના પપ્પાએ મારી સાથે વાત કરી કે એની બીમારી વિશે એને જાણ નથી અને એની ખુશી માટે એમને લગ્નને મંજૂરી આપી હતી.
લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ.બધી જ વસ્તુ એની પસંદની હતી.બધા જ ખુશ હતા માત્ર હું વિચારોમાં ખોવાયેલો હતો. એ હવે મારી થઈ જશે એ વાતની ખુશી તો એ મારાથી દૂર થઈ જશે એ વાતનો ડર.
મેં નકકી કર્યું કે જે થાય એ થાય.અત્યારે હું બધી જ ખુશી आपीश...
અને લગ્નના 3 દિવસ પહેલા જ એને ખબર પડી ગઈ કે એને લોહીનું કેન્સર છે..તો એને લગ્ન માટે ના પાડી દીધી.પણ મે એને સમજાવીને હા મેળવી લીધી
ત્યારે મને સમજાયું કે લોકો સાચું જ કહે છે પ્રેમ એટલે સમર્પણની ભાવના..
એને ખબર પડી એના પછી હું દુઃખી થઈશ તો એને ના પાડી દીધી.એ એની હયાતીમાં કે હયાતી પછી મને દુઃખી જોવા નહોતી માંગતી..
ફાઇનલી એ લગ્નનો દિવસ આવી ગયો..
સમય સવારે 10: 14 મુહૂર્ત હતું..
લગ્ન થઈ ગયા અને એ ફરી ઢળી પડી.. એના શ્વાસ બંદ થઈ ગયા...
ભગવાને મને આપેલી બધી જ ખુશીઓ એક જ પળમાં પાછી લઈ લીધી..
સમય એજ હતો સવારે 10:35 જ્યારે મેં એને પેલ્લી વાર લાઈબ્રેરીમાં જોઈ હતી અને આજ પછી ક્યારેય જોઈ નહિ શકું...
કોઈ પોતાનું જ્યારે દૂર થઈ જાય ત્યારે એ વ્યક્તિનું દુઃખ કોઈ સમજી નથી શકતું..
આજે એ વાતને લગભગ 2 વર્ષ વીતી ગયા....
છતાંય હું એને લાયબ્રેરીમાં, ચા પીતા સમયે, બસની મુસાફરીમાં મહેસુસ કરું છું.લાઈફ નોર્મલ છે તો ક્યાંક એની હાજરી પણ છે..!!