આગલા દિવસે કેનિલ ૧૧ વાગ્યે જાગ્યો. નોર્મલ રૂટિન પતાવીને કેનિલ પોતાના ઓફિસના વર્ક ના કામ માં લાગી ગયો. મહેશભાઈ જેને કેનિલ પોતાનો પ્રિય મિત્ર માનતો હતો એણે ખુશીના અવસાન ના ૨૪ કલાક પણ નહોતા થયા ને કેનિલે મહેશને છોડી દીધો. મહેશના ઘરે સાંજે એક વાર જઈને આશ્વાસન આપી કેનિલ પાછો ઘરે આવતો રહ્યો.
કૈલાશબેન માટે તો શું દિવસ અને રાત. ખુશીનું આમ અચાનક અવસાનથી આખી રાત એણે આંખનું પલકુ પણ માર્યું નહોતું. ખુશીની યાદો અને પછતાવા નાં કારણો આંખોના આંસુ બન્યા હતા.
કેનિલ ની પત્ની રોજની જેમ જોબ પર જતી રહી અને સુમિત પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમવા જતો રહ્યો. કેનિલ ઘરે એકલો હતો. મહેશભાઈ નું ઘર કેનિલનાં ઘર પછી આવતું હોવાથી મહેશના ઘરે આવતા મહેમાનો કેનિલ નાં ઘર પાસેથી થઈને નીકળતા. આ રસ્તામાં ખુશી વિશેની વાતો થતી. જે કેનિલ સાંભળવા માંગતો નહોતો. આખી રાત બરાબર નીંદ ન થવાના કારણે પરેશાન કેનિલ હવે ખુશી વિશેની વાતો સહન કરી શકે એમ નહોતો. એથી એણે કંટાળી ને દરવાજો અને બારી બંધ કરી અને પોતાના કામ માં લાગી ગયા. છેલ્લા દસ વર્ષથી એક ને એક કામ કરતો કેનિલથી આજે કામો માં ભૂલ પાડવા લાગી. મન અશાંત અને બેચેની એના શ્વાસોની ગતિને વધારતી હતી. જાણે હમણાં ખુશીનું ભૂત આવશે અને એને પરેશાન કરશે કે મારી નાખશે. આનાથી બચવા એને સિગરેટ ફૂંકવાની શરૂવાત કરી. એક પછી એક એમ થોડાક જ સમયમાં એક બોક્સ ખાલી કરી ગયો. ભૂખ્યા પેટે, અધૂરી નીંદ અને સિગારેટના કારણે એની આંખો લાલ થઇ ગઇ. ચહેરામાં પરસેવો તથા ઉધરસ આવવા લાગી.
ઓફિસનું કામ યોગ્ય થતું ન હોવાથી તેને થોડોક આરામ કરવાનું વિચાર્યું અને સોફા પર લેટી ગયો. માંડ દસ મિનિટ આરામ કર્યો કે ત્યાં જ દરવાજો થપકારવાનો અવાજ આવ્યો. કેનિલ ઉધરસ ખાતો ખાતો સોફા પરથી ઉઠ્યો અને દરવાજો ખોલ્યો.
દરવાજો ખોલતા જ સામેથી જોરથી એક થપ્પડ કેનિલ ને પડી. થપ્પડ ના કારણે કેનિલ નાં કાન સુન પડી ગયા. થોડોક સમય તો એને હોશ ન રહ્યો કે આ શું થયું? આ થપ્પડ ના કારણે બધો નશો અને નીંદ ઉડી ગઈ. એણે ગુસ્સે થી એ વ્યક્તિને જોયો જેણે થપ્પડ મારી હતી.
જેમ કેનિલે સામે જોયું તો કેનિલનાં હોશ ઊડી ગયા. સામે ચાર - પાંચ પોલીસ હાથમાં દંડા લઈને ઊભા હતાં. એક પોલીસે કેનિલની કોલર પકડીને ઘરની બહાર કાઢ્યો અને પોલીસ સ્ટેશન લઈ જવા નીકળી જ રહ્યા હતા કે ત્યાં મહેશભાઈ આવ્યા અને બોલ્યા :-" આ શું કરો છો? કેનિલ ભાઈ તમે ઠીક તો છો? મહેશે કેનિલનાં ખભા ઉપર હાથ મૂક્યો. કેનિલ તો થપ્પડ ના કારણે કંઈ બોલી શકે એવી હાલતમાં ન હતો. મહેશભાઈ ગુસ્સાથી બોલ્યા :-" આમ જોઈ શું રહ્યા છો? શું કર્યુ છે કેનિલભાઈએ? જો આમ તમે એની સાથે વ્યવહાર કરો છો?? ત્યાં ઉભેલા પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યા :-" તમને નથી ખબર આણે શું કર્યું છે? એણે તમારી દીકરી ખુશી સાથે બળાત્કાર કર્યો છે." મહેશભાઈ જાણે પગ લપસીને ઊંડા ખાડા માં પડી ગયા હોય એવી હાલત થઈ ગઈ. કેનિલે પોતાનો દાવ પેચ રમવાનું શરૂ કર્યું અને બોલ્યો :-" આ શું અનાપ - શનાપ બોલો છો? શું પ્રૂફ છે તમારી પાસે કે મેં આવું તુચ્છ કામ કર્યું છે? અને એ કોણ છે જેણે મારી ઉપર કેસ કર્યો??
ઇન્સ્પેક્ટર :- "કોણે કેસ કર્યો છે એમ તમે જાતે જ જોઈ લો."
કેનિલભાઈએ વ્યક્તિ ને જોતા જ આશ્ચર્યચકિત થઈ ગયા. એની આંખો પર એને વિશ્વાસ ન આવ્યો કે આ વ્યક્તિ મારી સાથે આવું કરી શકે.?? કોણ હતું એ ??
ક્રમશઃ