સ્પર્શ - ભાગ 6 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પર્શ - ભાગ 6

રાતનાં લગભગ ૯ વાગ્યા હતા. કૈલાશબેન રસોડામાં છેલ્લી રોટલી ચડવતા બોલ્યા :-" ખુશી , રવિ... ચાલો આવી જાવ જમવા..., પપ્પા ને આવતા મોડું થશે." ખુશીએ ફકરાની છેલ્લી લીટી વાંચીને પુસ્તક બંધ કર્યું અને જમવા ડાઇનિંગ ટેબલ પર બેસી. મમ્મીએ રિંગળાનો ઓળો અને રોટલી બનાવી હતી એની સાથે પાપડ અને છાસ તો ખરી જ. રવિએ તો કોઈ પણની રાહ જોયા વિના જ ઓળો અને રોટલી પર તૂટી પડ્યો.
કૈલાશબેન આવીને પોતાની થાળી લેતા બોલ્યા :-" કેમ શું થયું? તે હજી જમવાનું શરૂ નથી કર્યું." 
ખુશી થાકેલા અવાજે બોલી :-" પપ્પા ક્યારે આવશે? 
કૈલાશબેન :-" હમણાં એનો ફોન આવેલો કહેતા હતા કે આજે ઘરે આવતા થોડુક મોડું થઈ જશે તો તમે જમી લેજો.." ખુશી ઉદાસ થઈ ગઈ. પેટમાં રહેલી એ વાત જ્યાં સુધી મમ્મી પપ્પાને ન કહે ત્યાં સુધી રોટલીનો એક નીવાળો પણ ગળે ઉતરે એમ નહતો. ખુશીએ ઉદાસ મન સાથે જેમ તેમ કરીને બે રોટલી પૂરી કરી અને પોતાના રૂમ તરફ જઈને વાંચવા લાગી.

રાતનાં દસ વાગી ગયા પણ હજી મહેશભાઈ ઘરે નહોતા આવ્યાં. ખુશી નું મન પુસ્તકમાં લાગતું નહોતું. ખુશીથી હવે ન રહેવાયું. એ ઝડપથી મમ્મી પાસે ગઈ.

કૈલાશબેન સેટી પર બેસીને કપડા હકેલતા હતા. ખુશી બોલી :-" મમ્મી મારે તમને એક વાત કરવી છે."
" હ..બોલ.." કૈલાશબેન ધ્યાન આપ્યા વિના જ બોલ્યા. ત્યાં જ ખુશીના પપ્પા ઓફીસેથી આવી ગયા અને આવતા જ બોલ્યા :-" કૈલાશ પૈસાનું ઇન્તજામ થઈ ગયું."
કૈલાશબેન :-" કઈ રીતે અને કોણે કરી આપ્યું ??"
મહેશભાઈ :-" બીજું કોણ.. કેનિલભાઈ.."
કૈલાશબેન અને મહેશભાઈ નું ટેન્શન મટી ગયું. મહેશનો દોસ્ત રિષભ જે કેટલાય દિવસોથી પૈસા માંગતો હતો. આખરે મહેશભાઈ ને એને દેવા માટે પૈસા મળી ગયા.

ખુશી ત્યાં જ ઉભી બધું સાંભળી રહી હતી. ખુશીના કાનમાં કેનિલ નામ સંભળાતા એનો અંદરનો ગુસ્સો બહાર આવી ગયો અને બોલવા લાગી. :-" મમ્મી એ અંકલ બિલકુલ સારા નથી મને એ કેનિલ અંકલ બિલકુલ ગમતા નથી. એ મને ગંદી ગંદી નજરથી જુએ છે અને તમને ખબર છે આજે જ્યારે તું ઘરે નહોતી ત્યારે હું એ અંકલના ઘરે હતી. એણે  મારા ગાલ અને હાથ ,પગ ,કમર બઘી જગ્યાએ સ્પર્શ કરવા લાગ્યા. ખુશીથી આગળ કઈ બોલાયું નહિ એનું મોં એટલું બોલતા જ સુકાઈ ગયું. ખુશી ત્યાં રડવાનું શરૂ કર્યું. અને રડતા રડતા બોલી :-" મમ્મી , હું હવે એ અંકલની ઘરે કોઈ દિવસ નહિ જાવ.." કૈલાશબેન ને કઈ ન સમજાયું કે ખુશી આવું કેમ બોલે છે?? ખુશી મમ્મી ને ગળે વળગીને રડવા લાગી. કેનિલભાઈ દરવાજે ઉભી બધું સાંભળી ગયા. જેનો ખ્યાલ ખુશીને ન હતો. મહેશભાઈ ખૂબ ક્રોધે ભરાયા. કેમ કે કેનિલભાઈ ઉપર આવો ગંભીર આરોપ મૂક્યો હતો. એ  કેનિલભાઈ જેને મહેશભાઈ ની એટલી બધી મદદ કરી હતી. મહેશભાઈએ ખુશીને  એના મમ્મી પાસેથી છૂટી કરીને ખુશીને જોરથી લાફો માર્યો. 
કૈલાશબેન બોલ્યા :-" આ શું કરો છો?? હજી એ નાની છે? એને શું ખબર પડે ? ખુશીના કાન સુન પડી ગયા. ખુશી નું આખું શરીર ડરના કારણે ધ્રુજવા લાગ્યું. અને ધ્રુસકે ધ્રુસકે રડતી બીજા રૂમમાં ચાલી ગઈ એની પાછળ પાછળ કૈલાશબેન પણ ગયા.

મહેશભાઈએ કેનિલભાઈની સામે હાથ જોડીને  માફી માંગતા બોલ્યા :-" નાદાન છે, મારી દીકરી.., હજી નાની છે ને કોની સામે શું બોલવું  હજી એને ખ્યાલ નથી , માફ કરી દયો.."

કેનિલ હસતા હસતા બોલ્યો :-" અરે કાઈ નહિ એમાં શું? તમે સમજદાર છો ને.., બસ તમે સમજો એ જ  મારા માટે ઘણું છે."
" આલ્યો આ પચાસ હાજર રૂપિયા , તમારા દોસ્તને આપી દેજો પછી ક્યારેય હેરાન નહિ કરે.."
મહેશ :-" તમારો ખૂબ ખૂબ આભાર.."
કેનિલ :-" એમાં આભાર શું ? મહેશભાઈ , તમે મારા ખાસ મિત્ર છો હું મિત્ર માટે એટલું ન કરી શકું.., ચાલો હવે હું રજા લવ.."
" કેનિલભાઈ જમીને જજો.."
" ના ના મારે ઘરે રસોઈ બની ગઈ હશે , અત્યારે હું જાવ છું અને હા, તમારી  લાડકી દીકરી ને સમજાવી દેજો.."
હા, હા, ચોક્ક્સ બીજી વાર આવી ભૂલ નહિ થાય..,"

બીજા રૂમ માં કૈલાશબેન ખુશીને શાંત રાખવાની કોશિશ કરતા હતા. પણ ખુશીનું રડવાનું બંધ ન થયું. કૈલાશબેન વિચારમાં મુકાયા કે ખુશી એ જરૂર કોઈ ભયાનક સપનું જોયું હશે? બાકી કેનિલભાઈ કોઈ દિવસ આવું ન કરે.., એ તો એને પોતાની દીકરી જ માને છે. આવું વિચારતા વિચારતા કૈલાશબેન ખુશીના કપાળને હેતથી હાથ ફેરવતા હતા. થોડીવારમાં ખુશીનું રડવાનું બંધ થયું અને ત્યાં જ સૂઈ ગઈ. કૈલાશબેન ખુશીને બરોબર સુવડાવી પોતાના રૂમ તરફ ગયા.

ખુશી એક કલાક પછી નીંદરમાંથી ઉઠી. આજુબાજુ મમ્મીને ન જોતાં એ બીજા રૂમ માં ગઈ. બીજા રૂમના દરવાજા પાસે ઊભી ગઈ જોયું તો મહેશભાઈ અને કૈલાશબેન બંને ખુશી વિશે જ વાતો કરતા હતા. ખુશી ત્યાં ઉભી ચૂપચાપ સાંભળતી હતી.
કૈલાશબેન મહેશભાઈ ને સમજાવતા હોય એમ બોલ્યા :-" ખુશી એ જરૂર કોઈ ડરાવનું સપનું જોયું હશે એટલે આવો બનાવ બન્યો ."
મહેશભાઈ થોડાક ગુસ્સાથી બોલ્યા :-" હા તો પણ આવું બોલાતું હશે?? કેનિલભાઈ પોતાના મનમાં શું વિચારતા હશે? આજે આપણે અહીંયા આરામથી સૂતા છે એ એની તો દેન છે., એને ખરા સમય પર મદદ ન કરી હોત તો આજે આપણે રસ્તા પર આવી ગયા હોત., અને આજે જોવો મારે પચાસ હજારની જરૂર હતી તો એને એ જ સેકન્ડે પચાસ હજાર આપી દીધા., કઈ નહિ તો ૧૦ થી ૧૨ લાખ રૂપિયાની હેલ્પ કરી છે કેનિલભાઈ એ."
મહેશભાઈ  કેનિલે કરેલી મદદના ગુણગાન કૈલાશબેન સામે ગાતા રહ્યા. કૈલાશબેન ને પણ એમની વાત યોગ્ય લાગી.

ખુશી ત્યાંથી નિરાશ થઈને  પોતાના રૂમ તરફ ગઈ. ત્યાં ટિંગાડેલો પોતાની પહેલી મા નો ફોટો હાથમાં લીધો જે દસ વર્ષ પહેલાં જ સ્વર્ગવાસ થઈ ગઈ હતી. અવાજ કર્યા વિના આંખોમાંથી નીકળેલા આંસુ એ માની તસ્વીર પર પડતા હતા. એ તસ્વીરને ગળે વળગીને સૂઈ ગઈ.

દુઃખ ,દર્દ કે પીડામાં આંખોમાંથી આંસુ નીકળવા સ્વાભાવિક છે. પણ એ આંસુ સાથે જો મૌન જોડાઈ જાય અને માત્ર આંસુ જ રહે ત્યારે સમજી જવું કે એ વ્યક્તિ હવે પૂરી રીતે હારી ચૂક્યો છે.

ક્રમશઃ