સુવર્ણમય ભવિષ્યની વાત Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુવર્ણમય ભવિષ્યની વાત

સુવર્ણમય  ભવિષ્યની વાત
 

"पिता स्वर्गः पिता धर्मः पिता परमकं तपः।

पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवताः॥"

"પિતા સ્વર્ગ છે, પિતા ધર્મ છે, પિતા જ પરમ તપ છે. પિતા પ્રસન્ન થાય ત્યારે સર્વ દેવતાઓ પ્રસન્ન થાય છે."

 

2004 ના વર્ષમાં એક સરદારજી તેમના આખા કુટુંબ સાથે, જેમાં વૃદ્ધ માતા-પિતા પણ સામેલ હતા. કેનેડાથી ભારત પાછા ફર્યા. તેમની આ વાત એક એવી કથા છે, જે પિતૃભક્તિ અને જીવનના મૂલ્યોની સાર્થકતા દર્શાવે છે.

"જે ઝાડને સમયસર કાપછાટ કરવામાં ન આવે, તે ઊગે તો ખરું, પણ ફળે નહીં."

સરદારજીનો એકનો એક દીકરો, જે દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, કેનેડામાં શરાબના રંગે રંગાઈ ગયો હતો. એક દિવસ, શરાબના નશામાં ચૂર દીકરાને જોઈ, પિતાનું હૃદય દ્રવી ઊઠ્યું. પ્રેમથી, પણ કડકાઈથી, તેમણે દીકરાને એક થપ્પડ ઝીંકી. આ થપ્પડ નહોતું માત્ર શિક્ષા, પણ એક બાપની ચિંતા, એક સુનહેરું ભવિષ્ય આપવાની ઝંખના. પણ દીકરાએ, કેનેડાના કાયદાનો આશરો લઈ, પોલીસ બોલાવી લીધી.

અગાઉ પણ આવા એક-બે પ્રસંગો બની ચૂક્યા હતા. આ વખતે પોલીસે સરદારજીને પકડી લીધા. જેલની હવા ખાવી પડી, દંડ ભરવો પડ્યો, અને ખુબ મુશ્કિલથી  તેઓ છૂટ્યા. ઘરે પાછા ફર્યા તો હૃદય ભાંગેલું હતું, મન ઉદાસ હતું. પણ દીકરો સુધર્યો નહીં. થોડા દિવસોમાં જ તે ફરી બીયરના નશામાં ઘરે આવ્યો. દારુ ના નશા માં ચટકી જી બેફામ વર્તન  કરવા લાગ્યો. સરદારજીનો પિત્તો ગયો ને  આ વખતે, બે થપ્પડ ઝીંકાઈ. દીકરાએ ફરી પોલીસ બોલાવી.

સરદારજી કોઈ સામાન્ય માણસ નહોતા. જમીન-જાયદાદ, ધંધો, બંગલો, સમાજમાં માન-સન્માન – બધું જ હતું. તેમણે પોલીસને લાખ સમજાવ્યું: "આ અમારો દીકરો છે, અમારી સર્વસ્વ જાયદાદનો વારસદાર. અમે તેને શિક્ષણ આપીએ છીએ, કારણ કે શરાબી બનશે તો બધું બરબાદ થઈ જશે. અમારો બુઢાપો તેની જ છત્રછાયામાં વીતવાનો છે." પણ કેનેડાના કાયદા ન માન્યા. આ વખતે 15 દિવસની જેલ, ભારે દંડ અને કાઉન્સેલિંગનો મારો.

સરદારજીનું હૃદય નિર્ણય લઈ ચૂક્યું હતું. ઘરે પાછા ફરતાં જ તેમણે કેનેડાની સમગ્ર જાયદાદ ઓછા ભાવે વેચી દીધી. મહિના-બે મહિનામાં આખું કુટુંબ, વૃદ્ધ માતા-પિતા સહિત, ભારત – બેંગલોર – પાછું ફર્યું. બેંગલોરમાં એક હોટેલમાં ઉતર્યા. સીધા બજાર ગયા, એક મજબૂત લાકડી ખરીદી. હોટેલમાં પાછા ફરી, દીકરાને એવી રીતે શિક્ષણ આપ્યું કે તેનું હૃદય સુધરે.

પિતા ની હાજરી સુરજ જેવી હોય છે, સુરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે.

 

હોટેલના સ્ટાફે ઘોંઘાટ સાંભળી પોલીસ બોલાવી. પણ ભારતની પોલીસે વાત સાંભળી. સમજ્યા કે આ બાપ પોતાના દીકરાના ભવિષ્ય માટે લડી રહ્યો છે. ઉલટું, પોલીસે દીકરાને સાત-આઠ થપ્પડ ઝીંકીને કહ્યું: "આ તારો બાપ તારા સારા જીવન માટે આટલું દુ:ખ સહન કરે છે, અને તું પોલીસ બોલાવે છે?"

હોટેલ મેનેજમેન્ટે સરદારજીને મફત રહેવા-જમવાની ઓફર આપી, જ્યાં સુધી તેઓ ભારતમાં સ્થાયી ન થાય. સરદારજીએ કહ્યું: "આ બધું સંપત્તિ હું કોના માટે સાચવું? આવો દીકરો મોટો થઈને બધું બરબાદ કરી દેત." બીજે દિવસે બેંગલોરના અખબારોમાં આ વાત છપાઈ. એક સોસાયટીએ સરદારજીનું સન્માન કર્યું, કહ્યું: "આપે દીકરાના ભવિષ્યને બચાવવા ઉમદા કામ કર્યું."

ભારત માં આવી દીકરાને ખબર પડી ગઈ. અહી વ્યાસન માટે કેટલો વિરોધ છે. હવે પોતાને સાથ આપનારું કોઈ નથી.

આ બાજુ તેને સમજાવનાર તેના હિતનું કહેનાર આવ્યા. વાત કૈક મગજ માં ઘુસી. વ્યસન દુર કરવાની શિબિર માં જોડાયો.

આજે એક પિતાનું ભારત આવવું સાર્થક થયું.

આ વાત એક પિતાની પ્રેમની ગાથા છે, જે બતાવે છે કે સાચો પિતા  એ જ છે, જે પોતાના સંતાનના ભવિષ્ય માટે કઠોર નિર્ણયો લેવાથી પણ ડરતો નથી.