હું નો અહંકાર Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું નો અહંકાર

હું નો અહંકાર

 

દુનિયાનું કોઈ પણ કામ કોઈના વગર અટકી શકે નહીં, તેથી પોતાના પર ઘમંડ ન કરો.

એક ઘરના ગૃહપતિને અભિમાન થઈ ગયું કે તેના વિના તેના પરિવારનું કામ ચાલી શકે નહીં. તેની નાની દુકાન હતી. તેમાંથી જે આવક થતી, તેનાથી જ તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું. કેમ કે કમાનાર તે એકલો જ હતો. મનમાં ગણી વાર વિચાર આવતો કે જો હું પૈસા ન આપું તો બધું અટકી જશે. તેથી તેને લાગતું કે તેના વિના કશું થઈ શકે નહીં. તે લોકો સામે પોતાના આ મહાનતાની ડીંગ હાંકતો હતો.

ઘરના લોકો આ સ્વભાવથી ખુબજ કંટાળી ગયા હતા. કેમકે દિવસમાં કેટલી વાર તે આ બાબત નો ઉલ્લેખ કરી પરિવારને લગુગ્રંથી મૂકી દેતો.

સારા વિચારો માણસને ઉન્નતી ની તરફ લઇ જાય છે. પરંતુ ગ્રંથી માં ફસાયેલો માણસ ચક્ર ગતિ માં ફરતો જ રહે છે.

अयं निजः परो वेति गणना लघु चेतसाम् ।

उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥

તારું-મારું કરનારા લોકોની વિચારસરણી તેમને ખૂબ ઓછું આપે છે અને તેમને નાનું બનાવે છે. જ્યારે જે વ્યક્તિ સૌના હિતનું વિચારે છે અને ઉદાર ચરિત્ર ધરાવે છે, તેના માટે આખું વિશ્વ જ તેનું કુટુંબ બની જાય છે.

એક દિવસ તે એક સંતના સત્સંગમાં પહોંચ્યો. સંત કહી રહ્યા હતા, “દુનિયામાં કોઈના વિના કોઈનું કામ અટકતું નથી. આ અભિમાન વ્યર્થ છે કે મારા વિના પરિવાર કે સમાજ થંભી જશે. દરેકને તેના ભાગ્ય અને કર્મ પ્રમાણે મળે છે.”

સત્સંગ પૂરો થયા પછી ગૃહપતિને સંતને કહ્યું, “હું આખો દિવસ કમાઈને જે પૈસા લાવું છું, તેનાથી જ મારા ઘરનો ખર્ચ ચાલે છે. મારા સિવાય આ ઘરનો કોઈ મોભી નથી. મારા વિના તો મારા પરિવારના લોકો ભૂખે મરી જશે. આજે ઘરના ચાર સભ્યોનું જીવન મારી આવક પર ચાલે છે.”

સંતે  કહ્યું, “આ તારો ભ્રમ છે. દરેક પોતાના ભાગ્યનું ખાય છે.”

આના પર ગૃહપતિએ અભિમાનથી કહ્યું, “તમે સંત મહારાજ આને સાબિત કરી બતાવો.”

સંતે કહ્યું, “ઠીક છે. તું કોઈને કહ્યા વિના  ત્રણ મહિના માટે ઘરેથી ગાયબ થઈ જા.” તેણે એવું જ કર્યું. સંતે અફવા ફેલાવી કે તેને વાઘે ખાઈ લીધો. ગૃહપતિના પરિવારના લોકો ઘણા દિવસ સુધી શોકમાં રહ્યા. ગૃહપતિ સારા દિલનો માણસ હતો. તેને ગામ લોકોને ગણી મદદ કરી હતી. આમ ગામના લોકો તમના પરિવારની  મદદ માટે આગળ આવ્યા. એક સેઠે તેના મોટા દીકરાને પોતાની ત્યાં નોકરી આપી. ગામના લોકોએ મળીને દીકરીના લગ્ન કરાવી દીધા. એક વ્યક્તિ નાના દીકરાના ભણતરનો ખર્ચ ઉપાડવા તૈયાર થયો.

ત્રણ  મહિના પછી ગૃહપતિ રાતના સમયે છુપાઈને પોતાના ઘરે આવ્યો. ઘરના લોકોએ ભૂત સમજીને દરવાજો ન ખોલ્યો. જ્યારે તે ખૂબ વીનતી કરી અને તેણે બધી વાત કહી, તો તેની પત્નીએ દરવાજાની અંદરથી જ જવાબ આપ્યો, “અમને તારી જરૂર નથી. હવે અમે પહેલાં કરતાં વધુ સુખી છીએ.”

ઘરવાળા નો આવો જવાબ કુદરતી હતો કારણ ભૂતકાળમાં ગૃહપતિએ દરેકને ખુબ ખુબ સંભળાવ્યું હતું.

ગૃહપતિનું બધું અભિમાન ચૂરચૂર થઈ ગયું. સંસાર કોઈના માટે અટકતું નથી!! અહીં બધાના વિના કામ ચાલી શકે છે, સંસાર હંમેશાંથી ચાલ્યો આવે છે અને ચાલતો રહેશે. જગતને ચલાવવાની હામ ભરનારા મોટા મોટા સમ્રાટો માટી થઈ ગયા, જગત તેમના વિના પણ ચાલ્યું છે. જો તમારે સુખી રહેવું હોય તો કોઈની સાથે પોતાની સરખામણી ન કરો. ‘તું’ તું જ છે. તારા જેવું કોઈ નથી. તો પછી બીજા સાથે સરખામણી કેમ કરવી, ઈર્ષા કેમ કરવી?

 

स्वार्थं परित्यज्य परं हि चिन्तति, यः सर्वं विश्वं परिवारति स्वयम्।
न स्वार्थचिन्ता सुखदायिनी कदा, उदारचित्तं विश्वबन्धु भवति॥


જે વ્યક્તિ સ્વાર્થનો ત્યાગ કરીને બીજાના હિતનું ચિંતન કરે છે, તે આખા વિશ્વને પોતાનું કુટુંબ માને છે. સ્વાર્થની ચિંતા ક્યારેય સુખ આપતી નથી, પરંતુ ઉદાર હૃદયવાળો વ્યક્તિ વિશ્વનો બંધુ બની જાય છે.

 

 

 

 

 

"नहि कार्यं विना पुरुषं, पुरुषो वा विना कार्यम् ।

उभयोरप्यन्योन्यं, कार्यं च पुरुषो न हि ॥"

કાર્ય વિના પુરુષ અને પુરુષ વિના કાર્ય, બંને અધૂરાં છે. બંને એકબીજાના પૂરક છે, અને બંને વિના કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી.

यथा ह्येकेन चक्रेण न रथस्य गतिर्भवेत्।

एवं पुरुषकारेण विना दैवं न सिध्यति॥

જેમ એક પૈડાંવાળા રથની ગતિ શક્ય નથી, તેમ જ પુરુષાર્થ વિના માત્ર ભાગ્યથી જ કાર્યસિદ્ધિ થતી નથી.