સોલમેટસ - 13 Priyanka દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રઘુવંશ - ભાગ 3

    "જેના નામ પરથી આ ધરા 'પૃથ્વી' કહેવાઈ, એ પ્રથમ ચક્રવર...

  • પત્ર

    વહાલા પપ્પા આજે પાંચ વર્ષ પછી તમારી સામે દિલ ખોલીને વાત કરવા...

  • સફળતા?? - 3

    રોહનને અટકાવતા કહ્યું , “હા ! મને ખબર છે  , પણ મારે હવે તારા...

  • સરકારી પ્રેમ - ભાગ 28

    પરિક્ષા ના દિવસે સવારે જ મધુકર મહેચ્છા ને બધું જ ભુલી સાવ સા...

  • પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.3

    મને એમનો વાર્તાલાપ સાંભળી જરાય હસવું નહોતું આવ્યું. હું એમને...

શ્રેણી
શેયર કરો

સોલમેટસ - 13

આગળ તમે જોયું કે આરવ પણ અદિતિની જેમ તેના મનના વિચારો અદિતિની ડાયરીમાં શબ્દ સ્વરૂપે લખે છે. અને પછી સુઈ જાય છે. ઊંઘમાં એને કાઈક સપનું આવે છે અને એ જાગી જાય છે. હવે જોઈએ આગળ.
આજે ઘણા ટાઈમ પછી આરવ ઘ-૪ના ગાર્ડન આવીને બેઠો હતો. ઘણા ક્યાં, છેલ્લે જયારે એણે અદિતિને પ્રોપોઝ કર્યું પછી પહેલી વખત તે આવ્યો હતો. જ્યાં એની નજર જતી ત્યાં બસ અદિતિ જ એને દેખાતી હતી અને કેમ ના દેખાય! જેટલી પણ ક્ષણો એ જીવ્યો હતો અદિતિ સાથે એમાં ઘ-૪ ના ગાર્ડનની ઘણી બધી યાદો પણ એમાં જોડાયેલી હતી.
કાલ રાત્રે જોયેલા સપનાને તે હજુ ભુલાવી નહોતો શક્યો. સપનામાં ધવલ અને રુશી બંને અદિતિનું ગળું દબાવી રહ્યા હતા અને અદિતિ ‘આરવ....આ...ર...વ..’ કહીને આરવને બોલાવી રહી હતી. થોડીજ ક્ષણોમાં અદિતિનો ખુલી આંખ, નિસ્તેજ ચહેરો એના આંખ સામું આવી ગયો. એ રડી રહી હતી અને આરવ સામું જોઈ રહી હતી. આરવે આંસુ લુછવા હાથ લાંબો કર્યો તો એ અદ્રીશ્ય થઇ ગઈ અને આરવ ‘અદિતિ...અદિતિ..’ ના નામની બુમો પડતો રહ્યો.. આરવ ડરી ગયો હતો. એણે અદિતિને ખોઈ દીધી ફરીથી બસ એ જ વિચારો એના મગજમાંથી જતા નહોતા.
એ એકલા થોડો ટાઈમ રહેવા માંગતો હતો એટલે એ બીજા દિવસ સાંજે ઘ-૪ ના ગાર્ડનમાં આવ્યો..
તે ફરી એ જગ્યા પર આવીને બેઠો જ્યાં એણે અદિતિને પ્રપોઝ કર્યું હતું. આ એ જ જગ્યા હતી જ્યાં પહેલી વખત બંને સાથે એકલા બેઠા હતા. અદિતિને સુર્યાસ્ત નિહાળવો ખુબ જ ગમતો, એટલે એ જયારે પણ સાંજના સમયે અહિયાં આવતી ત્યારે બરાબર આ જ જગ્યા પર બેસવાનો આગ્રહ રાખતી કેમકે ત્યાંથી સુર્યાસ્તને નિહાળવાની મજા જ કાઈક અલગ હતી.
ઘ-૪નુ ગાર્ડન આમ તો બે ભાગમાં વહેચાયેલું હતું. નાના નાના ટેકરાઓ અને લીલીછમ ધરતી, ખુલ્લા આકાશને સ્પર્શતી હતી. એમાં પણ સાંજનું વાતાવરણ એકદમ આહ્કાદક બની જતું. ગાર્ડનની કિનારીઓ ઉપર તથા ક્યાંક ક્યાંક ફરતે ફૂલો વાવેલા હતા જે વ્યવસ્થિત માવજતના કારણે એકદમ ખીલેલા ખીલેલા હતા.
આજે રવિવાર હોવાથી ચહલપહલ થોડી વધારે હતી. કોઈ બેડમિન્ટન તો કોઈ ઘરેથી લાવેલા બોલ્સથી ગ્રુપ બનાવી અને રમી રહ્યું હતું. સાંજ હોવાથી ઘરના લોકો પણ પીકનીક હોઈ એમ કુંડાળું વાળીને બેઠા બેઠા ગપ્પા મારી રહ્યા હતા.
આરવ આ બધું બેઠા બેઠા જોઈ રહ્યો. અદિતિને ગમતું, બધુંજ જે અદિતિને ગમતું તે અહિયાં હાજર હતું. આરવ મનમાં જાણે અદિતિને કહી રહ્યો હતો, ‘જો અદી, બધું જ તને ગમતું અત્યારે આ જગ્યાએ છે. ઢળતી સાંજ, દુર દુર સુધી ફક્ત લીલુછમ ઘાસ, પક્ષીઓનો કલરવ, અને તારો...’ અટકી પડ્યો આરવ. આંખમાં આવેલા આંસુને રોકી ના શક્યો એ. ભૂલી ગયો એ કે આજુબાજુ માણસો છે, બસ એકલો એકલો રડતા રડતા પણ હસી પડતો અને ક્યારેક હસતા હસતા રડી પડતો. આ આખા ગાર્ડનમાં તો શું જાણે આખી દુનિયામાં એકલો થઇ ગયો હોઈ એવું એને લાગતું હતું. એનો પ્રથમ પ્રેમ એની અદિતિ, એના મિત્રો જાણે બધા જ એને છોડીને જતા રહ્યા એને એકલો મુકીને.
અદિતિ એને જાણે કહી રહી હતી કે “હું ત્યાં જ છું એ સુર્યાસ્તમાં, એ ઢળતી સંધ્યામાં, એક એક કિરણ જે ઢળતા સૂર્યના કિરણમાંથી નીકળી અને તને પહોચે છે એ દરેક કિરણમાં હું છું, તારી અદિતિ.”
એ જેટલું અદિતિની સાથે વિતાવેલી ક્ષણો યાદ કરતો ત્યારે જાણે અદીતીજ એની સામે આવી જતી પણ ત્યારે ત્યારે એ ડાયરી અને એમાં રહેલી વીંટી પણ એને દેખાય આવતી. હજુ એને એ પ્રશ્ન થતો હતો. ક્યારેક એ અદિતિને પણ જાણે એ એની સામે હોઈ એમ પૂછી બેસતો કે ‘કેમ અદિતિ, કેમ તું મને તારો પોતાનો સમજતી તોઈ કેમ મને એવું લાગે જાણે તું એક અજનબી જ રહી? કેમ? મારી દરેક જરૂરિયાત, મને ગમતી- ના ગમતી બધીજ વસ્તુ, ક્ષણો બધું જ તને મેં કહેલું છે અલબત તે એ જાણ્યું છે મારી પાસેથી. તોઈ કેમ મને એવું લાગે છે કે હું જાણે તને જાણતો જ ના હોવ.’ ડૂબતા સુરજને જોતા એ ફરી એની એ જ વાત અદિતિને મનમાં પૂછી રહ્યો હતો.’અદી, તે એકવાર મારી સાથે શેર કરી હોત તારી વાતને તો હું તારી સાથે જ હોત. તને ખબર છે? આ ડાયરી હું વાંચું છુને તો મને એમ જ થાય છે કે હું આ બીજી વખત બધું વાંચી રહ્યો છું કેમ કે આ બધું તે મારી સાથે બધું શેર કરેલું જ છે. તોઈ કેમ તારી ડાયરી અને તું જે મારી સાથે રહી એ સત્યમાં મને અંતર જણાય છે? ‘
આરવ બધું અદિતિ જાણે સામે જ કેમ હોઈ એમ પૂછી રહ્યો હતો. આજુબાજુથી પસાર થતા લોકો એને જોઈને ત્યાંથી જતા રહેતા. કોઈક આ ‘દુખીઆત્મા’ તો કોઈક ‘બિચારો’ તો કોઈક એની ઉપર હસીને ત્યાંથી નીકળી જતુ. આરવને અત્યારે એ કશાની પડી નહોતી કે આજુબાજુ લોકો છે, એ બધા એની સામે જોઈ રહ્યા છે.
એ બેઠો હતો ત્યાં પાછળથી કોઈકે એના ખભા પર હાથ મુક્યો. આરવે પાછુ વળીને જોયું તો એ ચોંકી ગયો. ખભા પરનો હાથ હટાવી અને પોતાની જગ્યા પરથી ઉભો થઈને ત્યાંથી ચાલવા માંડ્યો. ‘આરવ...આરવ...ઉભો રે મારે તારી સાથે વાત કરવી છે.’ રુશી આરવને કહી રહી હતી, પણ આરવ જાણે કશું સંભાળતોજ ના હોય એમ ત્યાંથી જવા માંડ્યો.
***
રુશી? એ ક્યાંથી આવી? રુશીને જોઇને આરવનું શું રીએક્શન હશે?