એક હતો કાગડો. Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતો કાગડો.

 

પ્રાણીઓમાં શિયાળ અને પક્ષીઓમાં કાગડો, આ બંને ખુબ લુચ્ચા. બંને એક બીજાથી ચડે.

કાગડો બુદ્ધિશાળી હોવા છતાં આડીલખણો અને અવળચંડો પણ. ધોમધખતા કાળે ઉનાળે માણસ ઘેધૂર ઝાડવાને છાંયે બેઠું હોય કે સૂતું હોય તો કાગડો બરોબર એના માથા પર સવા પાશેરનો લપ્પો ચરકે છે. પનિહારી પાણી ભરીને ઘેર જતી હોય. તળાવ આખું ખુલ્લું અને ભર્યું હોય છતાં કાગડો પનિહારી ના બેડા માંથી પાણી પીવા વલખા મારે. કોઈ એને ઉડાડે તો ઉડીને પાછો એ જ જગ્યા પર બેસીને કા…કા… કા… કર્કશ ગીત આરડયા કરે છે. જ્યાં તેના બચ્ચા હોઈ ત્યાંથી કોઈ પસાર થાય તો પણ તેને ચાંચ મારે. જાણે તેના રુપારા કાળા બચ્ચા ને કોઈ લઇ લેશે. દુર દર્શી એવો કે કોઈના ઉપર વિશ્વાસ ન રાખે. તે પક્ષીઓમાં ચતુર ગણાતો હોવા છતાં કોયલ તેના ઇંડા કાગડાના માળામાં સિફતપૂર્વક મૂકીને એના બચ્ચાં કાગડી પાસે ઉછેરાવે છે. અતિ ચતુર માણસ જ્યારે છેતરાય ત્યારે મોંભરિયા છેતરાય છે એવું જ કાગડાનું છે. ડાહી કોયલ એને ભૂપાઈ દે છે

એક જ નબળાઈ. કોઈ તેના વખાણ કરે કે તે તરત ફુલાઈ જાય.

ઈ ગામમાં ભરવાડ નો છોકરો સવાર ના પહોરમાં પૂરી ખાતો હતો. હાથમાં વાટકો હતો. સુઘંધી પૂરી ની સુવાસ આવતી હતી. આ ફૂલણજી  કાગડો સુઘંધ ગોતતો ગોતતો આવી ચડ્યો. મફતનું લેવાય નહિ આ કાગડાભાઇ ને ક્યાંથી ખબર? કોઈ દિવસ સ્વાધ્યાય જ ન કર્યો હોય તો એટલે. તેણે તો પેલા છોકરાના કટોરામાં થી એક પૂરી ઉચકી લીધી.

ખી...ખી...ખી... હસતો હસતો દુર ડાળી પર બેસી ગયો. મોટું પરાક્રમ કર્યું . જયારે પણ માણસ મફતનું આચકી લે છે ત્યારે તેને આવો જ આનદ થાય છે. રામ કાલ માં આવું ન હતું તે સંખ અને લિખિત ની વાત પરથી ખ્યાલ આવે છે. જીવન માંથી રામાયણ, મહાભારત અને ગીતા ગયા એટલે જીવન સુન્ય નહિ પણ સત્યાનાશ થયું જ સમજો. વેદો ને પચાવવા તો બહુ દૂરની વાત છે.

 

स्वाध्यायान्मा प्रमदः સ્વાધ્યાય માં પ્રમાદ નહિ કર , નહિ તો માનવ અને પશુ માં ફરક નહિ રહે. 

આ તરફ થી શિયાળ આવ્યું. તેણે કાગડા ના મોમાં પૂરી જોઈ અને તેને પડાવી ...ખાઈ અને પૂરી કરવાનો વિચાર કર્યો. એ પણ કોઈ જાતના જગડા કર્યા વગર. શિયાળે કહ્યું: “ કેમ છો કાગડા ભાઈ ? મજામાં.” કાગડો શું બોલે . મોમાં પૂરી.

શિયાળે ફરી કહ્યું. કાગડા ભાઈ તમારા માતાજીએ કોયલ ના માળા માં ઈંડા મુક્યા અને તમારો ઉછેર તેમાં થયો. સાક્ષાત સરસ્વતી માતા જેમના કંઠ માં બિરાજે અને મધુર કંઠ માંથી આહ્લાદક સ્વર નીકળે. આવી કોયલ પાસે ઉછેર થવાથી તમે પણ અદ્ભુત કંઠેસ્વરી બન્યા છો. હવે થોડો આલાપ કરો તો તમારા મધુર સ્વર થી જંગલ ખીલી ઉઠે. તમારા કંઠ ને માણવા હવે મારા કાન તલપાપડ થઇ રહ્યા છે. 

જેમ ફુગ્ગા માં હવા ભરાય તેમ ફુલાઈ ગયો. અને રાગ આલાપવા લાગ્યો. અને મહેનત કર્યા વગર મેળવેલી પૂરી નીચે પડી ગઈ. શિયાળ તે લઈને ગાયબ જ થઇ ગયું. વિલે મોઢે કાગડો દુખાણો.

આ વાતને વર્ષો વિતતા ગયા. તેણે પોતાના છોકરાને પોતાના જીવનનો બોધ આપ્યો. બેટા શિયાળ થી બચીને રહેજે. તને ગાવાનું કહે તો ગાઈશ નહિ જયારે તારા મોઢામાં પૂરી હોય.  

છોકરાના જીવનમાં સુચિતા આવે તેના બદલે તેનામાં લુચ્ચાઈ કેમ આવે તેજ લોકો જુએ છે.   

अद्भिर्गात्राणि शुद्ध्यन्ति मनः सत्येन शुध्यति ।  

विद्यातपोभ्यां भूतात्मा बुद्धिर्ज्ञानेन शुद्ध्यति ॥109॥ મનુસ્મૃતિ

શરીર ની શુદ્ધિ જળ થી થાય છે.
મન ની શુદ્ધિ સત્ય બોલવાથી થાય છે.
જીવાત્મા ની શુદ્ધિ માટે માર્ગ છે વિદ્યા અને તપ.
અને બુદ્ધિ ની શુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિથી થાય છે.

 

છોકરો મોટો થયો. તે પણ બાપા ને પગલે ચાલવા લાગ્યો. જે સંસ્કાર બાપા માં હોય તે છોકરામાં આવે. બાપા બીડી પીએ તો છોકરો સિગરેટ પીએ ને પોત્રો ચરશી. છોકરાને નાનપણ થી જ સંસ્કાર આપવા જોઈએ.

આ કથા નું ફરી પુનરાવર્તન થયું. તેના છોકરાને ફરી પૂરી ક્યાંકથી ઉઠાવી. જંગલમાં ડાળ ઉપર બેઠો. ને ફરી પેલા શિયાળ નું વંસજ આવ્યું. આ જોઈ કાગડાને પોતાના પિતાની શિખામણ યાદ આવી. શિયાળ કઈ કહે તેની પહેલા જ કાગડાએ પૂરી પોતાના પગમાં દબાવી કહ્યું “ શિયાળ ભાઈ હું તમારા ફાશા માં નથી આવવાનો.”

“ અરે કાગડા ભાઈ, તમારો કંઠ તો જગ જાહેર છે. અને એને કારણે જ તમે પાંજરામાં નથી પુરાતા. કેટલા ભાગ્યવાન છો.” શિયાળે કહ્યું.

“ પણ એક વાત છે, પેલો મોરલો કહેતો હતો કે.....”

“ શું કહેતો હતો?”

“ તે કહે.....જવા દો ને, મારે શું ઉપાધી કરવી.”

“ નાં કહો , મને” કાગડા ની હવે ઉત્સુકતા વધી.

“ એ કહેતું હતું કે....કાગડા ની જમાત ગમ્મે તેટલું કરે તો પણ અમારા જેવું નૃત્ય ન કરી શકે.”

વાત વાત મેં લાંબી વાત માં શિયાળે કાગડાને લપેટ માં લઇ લીધો. ને કાગડો જેવું નૃત્ય કરવા ગયો કે પૂરી પડી ગઈ. શિયાળ લઇ ને તે પૂરી ઉડાન છુ થઇ ગયો.

વાર્તા તો ગણી લાંબી છે. અને લાંબે લાંબે આપણી સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ જાય છે. ફક્ત જાગૃત એ વાતનું છે. नाहं पशु नाहं पक्षी अहं मनुष्य:..હું પશુ પણ નથી પક્ષી પણ નથી હું મનુષ્ય છુ ને ભગવાનને રસ્તે ચાલીસ.

મફત માં પડાવેલી ચીજ મફતમાં જ જાય છે. મફત નું લઈશ નહિ. મહેનત નું તારા કર્મ થી જશે નહિ એ પ્રભુ પર વિશ્વાસ રાખ.   

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥  श्रीमद्भगवद्गीता 2.47
કર્મ કર અને મફતનું લઈશ નહિ.