સ્વપ્ન્સમ - ભાગ 2 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વપ્ન્સમ - ભાગ 2

ગત. અંકથી શરુ......



અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં ગુંજી રહ્યું હતું, એને  વિન્ડો ખોલી એક લાંબી શ્વાસ લીધા બાદ એકગ્લાસ પાણી લીધું.... વોલ પર લાગેલી ઘડિયાળમાં સમય નજદીક આવી રહ્યો હતો એને  ફ્રેશ થવું પસંદ કર્યું......




ઘરની બહારનું વાતાવરણ માદક હતું વરસાદી મોસમ સાથે , પંછીઓની કલરવ કરતી  જીવંત તસવીરો તે જોઈ શકતી હતી, અનુએ  ઘરની બહાર નીકળતાની સાથે જ  હોસ્પિટલમાં કોલ કર્યોં  પેસન્ટ વિશે માહિતી લીધી  અને  કારનો દરવાજો એને બંધ કર્યોં, સોન્ગ એને સોન્ગ લગાડ્યું  માદક ધુનમા એને એ ગીત સાંભળવું ગમ્યું.... ફરીથી કાર આજે પુલ ઉપર ઉભી રહી... એને  ગાડીનો કાચ નીચો કરી નીચેથી નીકળતી નદીને જોવાનું પસંદ કર્યું..... અને ફરીથી કરે ગતિ પકડી 




અનુ હોસ્પિટલ પહોંચી એને  વૃંદાના વોડમાં જવું પસંદ કર્યું, એને વૃંદાએ લખેલા લેખો વિશે વાત કરી વોર્ડનને પણ રસ જાગ્યો, 


એક અનાથ છોકરીએ દુનિયા કઈ રીતે જોઈ એ પણ આટલી વિશાળ જાણે કોઈ ગુજરતી જિંદગી એમ જ ઢળી રહી હોય એવુ ફીલ થાય છે, વોર્ડને અનુએ કહ્યું સમય રુકતો નથી એજ તો દુવિધા છે, સમય હંમેશા નીકળી જ જાય છે માસી, અનુના શબ્દો વોર્ડનને ઓચિંતા લાગ્યા.....



અનુએ વૃંદાને તપાસી અને ફરીથી એને બીજા પેસન્ટને તપસ્યા  એટલામાં સમય વીત્યો, ગાડીનો દરવાજો ખુલ્યો ફરીથી કાર નદી કિનારે આવી અને ફરીથી એ વિચારોમા ખોવાઈ,.....



ત્યાંથી એક બિલાડી ગુજરી એના અવાજ સાથે કારને સરકીને ઉભેલી અનુ સભાન થઇ, હસીને એને કહ્યું જિંદગી પણ બે રંગી છે.... બધું છીનવીને ખુદ  હશે છે, જીવતા શીખવે છે અને રોજે મારી નાંખે છે.... એજ જિંદગી જેના માધ્યન્તરે વૃંદા છે...




કારનો દરવાજો બંધ થયો અચાનક રેડિયો શરુ થયો અને સત્સંગ શરુ થયો..... ચાલતી ગાડીએ નદી ઉપરનો પુલ પાર કર્યોં હવે કાર થોડી ફાસ્ટ થઇ અને ફરીથી ધીમી થઇ.... અને ફરીથી મધ્ય ગતીએ ચાલી અનુના વિચારો એને ખાઈ રહ્યા હતા કારણ કઈ ન હતું પરંતુ એને વૃંદાના જીવનમાં જોઈલી ક્રૂરતા આંખો ખોલી રહી હતી.....



અનુ ઘરે પહોંચી રાત્રી થવામાં થોડી જ વાર હતી, એને ફરીથી વિચારો કર્યા અને એમાં ખોવાયા સીવાય એને કઈ ન સુજ્યું.... પણ એ વિચારીને એને હાશ હતી કે વૃંદાની સ્થિતિ ધીરે -ધીરે સારી થતી હતી....



અનુએ આંખો બંધ કરી બધું જ પીગળેલા દિવસો જેવું આંખો સામે હતું, અનુએ ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કર્યોં પણ ત્યાં અચાનક અંધારું થયું ને દિવસ શરુ થયો, અનુએ આંખો ખોલી, એક નવો દિવસ, એને ફ્રેશ થઇ નાસ્તો કર્યોં અને ફરીથી કારનો દરવાજો ખુલ્યોને બંધ થયો..... નદી ઉપરથી પસાર થતી કાર આખરે નદી ઉપર આજે ન અટકી, હોસ્પિટલ તરફ ગાડી આવી ગેટ ખુલ્યો સફેદ કપડામાં અનુને જોઈ વોર્ડન  મલકી, અનુમા એક ઉજાસ હતી આજે એનો ચહેરો કંઈક અલગ લાગતો હતો.... ગુડ મોર્નિંગ માસી એના શબ્દો હોસ્પિટલને ગુંજવી દેતા હતા...



વૃંદાની તરફ અનુએ હાથ લાંબાવ્યો, વૃંદાની આંખો ચમકતી હતી જાણે અનુથી ગહેરો નાતો હોય એ રીતે....અનુએ એનું ચેકઅપ કર્યું અને ફરીથી વૃંદાનો હાથ પકડ્યો અને એના કાન જોડે કંઈક કહ્યું પણ વોર્ડનને કઈ સંભળાયું નહિ, અનુએ એના માથે હાથ મૂકી વહાલ કર્યોં અને સ્માઈલ આપી....



અનુએ બીજા દર્દીઓ તપાસવાનું શરુ કર્યું અને ફરીથી તેના કામમાં વ્યસ્ત થઇ ગઈ, અનુને જાણે વિશ્વાસ હતો વૃંદા જલ્દી ઉભી થઇ જશે એટલે જ તે ખુશ હતી અને એનામા એક તેજ હતું એવુ વોર્ડનને લાગ્યું.... અનુએ વૃંદાની ફાઈલ મંગાવી.... અને પેનથી કંઈક લખ્યું...


જયની વૃંદાએ હવે મારી જિમ્મેદારી એને વોર્ડનને કહ્યું.....


વધુ આવતા અંકમાં