સ્વપ્ન્સમ - ભાગ 1 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વપ્ન્સમ - ભાગ 1

નોંધ : આ કહાની સંપૂર્ણ રીતે કાલ્પનિક છે, 

મેઘની ગર્જના વચ્ચે રાતના 1:30 વાગ્યાં હતા,હોસ્પિટલની બિલ્ડિગના દરવાજાઓ અને બારીઓ ભાન ભૂલેલી અવસ્થામાં હતી, ડોક્ટરે આંખો ઉપર પ્રકાશ ફેંક્યો ગાલ ઉપર ચીમટી ભરી ત્યાં જ કરરાઈને અવાજ છૂટ્યો, જય, અને ફરીથી એ યુવાન શરીર મંડદા જેવું થઇ ગયું..... 
 
ડોકટર અનુએ વોડની બહાર આવી લાંબો શ્વાસ લીધો અને ફરીથી અવાજ આવ્યો .... અનુએ ઇન્જેકસન તૈયાર કરવા કહ્યુંને જમણાં હાથની નસમાં ખુમ્પી દીધું..... , ફરીથી એક લાંબા શ્વાસ સાથે ડોક્ટરે કહ્યું , આવનારી કાલે આને હોશ આવી જશે , જીભ અને આંખો કામ કરવા લાગી છે.....
 
વોર્ડનને જવાબદારી સોપાઈ મરીઝની દેખભાળ કરવાની, અને ડોક્ટર અનુની એક આંખમાં ભીનાશ જોઈ શકાતી હતી પણ તેને કર્મચારીઓ સામે આવવા ન દીધી....
 
પાર્કિંગમાં લાગેલી કારમાં બેસીને ડોક્ટર અનુ ઘરે નીકળી , રસ્તામાં નદી ઉપર બનેલા પૂર ઉપર ગાડી રોકાઈ, દરવાજો બંધ થયો, છત્રીમાં અનુ અને હાથમા સિગરેટ નીકળી વરસાદ મંદ પડતો હતો એને લાઈટર ચાલુ કરતા પણ ન આવડ્યું, જેમતેમ કરતા સિગરેટ સળગી પણ હોઠ સુધી ન પહોંચી ફરીથી ગાડી સ્ટાર્ટ થઇ અને ક્યારે વિચારોમા ઘર આવ્યુંએ અનુને ખબર ન રહી.....
 
રાત્રીના 3 વાગ્યાં હતા, ઊંઘ આવી ન આવી ક્યારે સવાર પડી અને એલાર્મ વાગ્યું , અનુએ ફોનમાં જોયું સવારના 8 વાગ્યાં હતા બ્રશ બાદ એને કોફી કપમાં લીધી, ફ્રેશ થયાં પછી , મમ્મી - પપ્પા જોડે નાસ્તો કર્યોં અને એ હોસ્પિટલમાં વિઝિટમાં નીકળી, હોસ્પિટલ પહોંચતા જ એને વોર્ડનને સિગરેટ સાથે લાઈટર આપ્યું ત્યાંજ વોર્ડને કહ્યું મને ખબર હતી તમે ધુણામાં કયારેય ખુદને નહિ જોકો હું જાણતી હતી, આ લાઈટર. કચરો સળગાવવા કામે લાગશે... ના આ લાઈટર. સિક્યોરિટી વાળા ભાઈનું છે એમને આપી દો મેં કાલે એમને સિગરેટ સાથે જોયા એટલે ત્યાંજ લઇ લીધેલું પણ ટેન્શન માટે સિગરેટનો સહારો મને ન રાસ આવે હિમ્મત જ ના થઇ મારી પીવાની.... ઓકે ડોક્ટર...
 
ડોક્ટર અનુએ વોડમાં પ્રવેશ લીધો..... આંખો અનુ સામે જોઈ રહેલી યુવાન છોકરીની હતી જે હોસ્પિટલના બેડ ઉપર ખામોશ હતી, વૃંદા હું તારી ઘણી મોટી ફેન છુ, તારા બધા જ લેખ મેં વાંચ્યા છે અને મને તારું લખાણ પણ એટલું જ ગમે છે, તું બોલી શકીશ?.... વૃંદાના ગાળામાંથી અવાજ નીકળ્યો જય..... અને એની આંખો ભીની થયેલી હતી.....
 
વોર્ડનને વૃંદાનું ધ્યાન રાખવાનું કહીને અનુએ બીજા પેસન્ટને તપસ્યા, ત્યારબાદ અનુએ વિઝીટ પુરી કરી ફરીથી ઘર તરફ જવાનો નિર્ણય કર્યોં....., 
 
અનુના મનમાં જય નામ જ ખૂંચતું હતું, જેટલી વાર વૃંદા બોલવાની કોશિશ કરતી હતી એટલી વાર તે જય બોલીને મૂકી જ દેતી હતી, આગળ એનાથી કઈ જ બોલાતું ન હતું, અનુ જાણતી હતી જય એક રિસર્ચર હતો એજ ન્યુઝ એજન્સીમાં જ્યાં વૃંદા પણ હતી, એથી વધુ ક્યાય મીડિયામાં પણ આ બાબત વિશે ચર્ચા ન હતી કે ના અખબારોમાં માત્ર વૃંદાના સોશિઅલ મીડિયામાં જય સાથેના સગાઈના ફોટોસ હતા....
 
વિચારોને એકબાજુ મૂકીને અનુએ કારને સ્ટાર્ટ કરી, બપોરનું જમવાનું જમ્યા પછી અનુએ આરામ કરવાનું નક્કી કર્યું, રાત્રીએ ફરીથી ચેકીંગમાં જવાનુ હોવાથી એને આરામ કરવો જ ગમ્યો....
 
હોસ્પિટલમાં ઇમેર્જન્સી સીવાય લોડ હોતો નથી, સરકારી હોસ્પિટલમાં અલગ -અલગ સીફ્ટમાં ઘણા જ ડોક્ટરો હોવાથી અનુને માત્ર 2 ટાઈમ ડ્યુટી હોય છે , બાકીના ટાઈમમાં બીજા ડોક્ટર ત્યાં આવેલેબલ હોય છે , તો પણ વૃંદા માટે અનુએ સ્પેસીઅલ પોતાની દેખરેખ રાખેલી.....
 
અનુને ઘાઢ નિંદ્રા આવી... પણ સ્વપ્નની દુનિયામાં એને કંઈક અલગ જ નજારો દેખાયો, જય..............
 
 
 
વધુ આવતા અંકમાં.....