ઉર્મિલા - ભાગ 11 Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉર્મિલા - ભાગ 11

ઉર્મિલા અને આર્યન અંતિમ વંદનના દરવાજા પાર કરીને એક વિશાળ, ભવ્ય ખંડમાં પ્રવેશ્યા. આ જગ્યા સૌપ્રથમ દ્રષ્ટિએ રાજવંશના મહેમાનખંડ જેવી લાગતી હતી, પણ તેના અજાણ્યા અંધકારમય વાતાવરણમાં એક ભયાનક પ્રભા હતી. મહોલમાં બધું થંભાયેલું લાગતું હતું; ઘડિયાળના ટેકાં સંભળાતા હતા, જે જાણે શિલાલેખો પર લખેલી વાર્તાઓના સમયને ટકોરતા હતા.

મધ્યમાં એક પ્રાચીન મંડપ હતો, જે ચાંદની શિલાઓથી બાંધેલો હતો. મંડપની આજુબાજુ ચિહ્નો કોતરેલા હતા—કોઈક અજનબી ભાષામાં લખાણ સાથે. ઉર્મિલાએ તે લખાણને વાંચવાનો પ્રયાસ કર્યો. "જો શાપ તોડવો હોય, તો આ વિધિ કરવી પડશે," તે ઠંડા અવાજે ઊંચે આકાશ તરફથી સાંભળ્યું.

"વિધિ?" આર્યને ઉર્મિલા તરફ જોયું. "હવે આપણે પાછળ વળવાનું નથી. આ જ આપણો અંતિમ પ્રયાસ છે."

વિધિ શરૂ કરવી જરૂરી હતી, અને જરૂરી વસ્તુઓ ત્યાં જ બાંધીને મુકેલી હતી—એક મણકાવાળી માળા, એક દિપક, અને ચાંદની શિલાઓની હારમાળા. મહેમાનખંડના ચાર કૂણાઓમાં ટાંકેલા પ્રાચીન ચિહ્નો અને શિલ્પો આજુબાજુના વાતાવરણને વધુ ગુહ્ય અને ભયાનક બનાવી રહ્યા હતા.

ઉર્મિલાએ શિલાલેખના સત્તાવાર સંકેત પર નજર કરી. "વિધિ કરનારનું હ્રદય શુદ્ધ હોવું જોઈએ," તેણે ઠંડા અવાજે વાંચ્યું, "નહીં તો શાપ વધારે ઘાતક બની શકે છે."

"શુદ્ધ હ્રદય?" આર્યન વિચારવા લાગ્યો. "તેનો અર્થ કે વિધિ દરમિયાન કોઈ લાલચ કે ભય રાખી શકાય નહીં."

ઉર્મિલાએ વિચાર્યું: "શું હું આ માટે યોગ્ય છું? શું મારો અહંકાર કે ભૂતકાળનો ભય વિધિ પર અસર નહીં કરે?"


વિધિની શરૂઆત થતાં જ, આર્યને દિપકને પ્રજ્વલિત કર્યું અને માળાને ચિહ્નોની આગળ મૂકી. તેણે પ્રાચીન ભાષામાં લખાયેલું મંત્ર વાંચવાનું શરૂ કર્યું, જે શિલાલેખ પરથી ઉર્મિલાએ શોધી કાઢ્યું હતું. મંત્રોનું ઉચ્ચારણ શરૂ થતાં જ મંડપની આસપાસની હવા થનગનવા માંડી. જાણે કોઈ અદૃશ્ય શક્તિને આકર્ષવામાં આવી રહી હોય.

હોલમાં અચાનક તીવ્ર પવન ફૂંકાવા લાગ્યો. દીવટીઓના જ્યોત ડોલવા લાગી અને છુપાયેલી અવાજોની ગુંજ સંભળાઈ.

"તમે વિધિ પૂરી કરી શકો, પણ તમારું શૌર્ય અજમાવવું પડશે!" આકાશમાંથી ઉંચી ચીસ ઉપસી.

ઉર્મિલાએ આગળ જોયું, અને તેને અચાનક ઝાકળ જેવા ફુલારા દેખાયા. ઝાકળની સાથે, કેટલાક અદૃશ્ય આકાર ઉપસ્થિત થયા. તે આત્માઓની છબીઓ હતી, જેઓ ભયાનક અવાજો સાથે આ તરફ આગળ વધી રહ્યા હતા. 

"તમે કોણ છો?" ઉર્મિલાએ હિંમત સાથે પૃથ્થવન કર્યું.
"અહીંથી આગળ જવું સહેલું નથી," એક મહિલાના અવાજે કહ્યું.

આત્માઓમાંની એક મખમલી છબી ઉર્મિલાને આઘાતમાં મૂકી ગઈ. તે છબી એટલી ઓળખાય તેવી હતી, જાણે કોઈ પુનર્જીવિત પાત્ર હોય. 

"આ રાણી છે," આર્યને કહ્યું, "શું એ જ રાણી, જેના શાપના કારણે આ મહેલ શાપિત બન્યો હશે?"

ઉર્મિલાએ ડરીને આગળ વધીને તેનો સામનો કર્યો. "તું કોણ છે?"

સામેથી કોઈ વળતો જવાબ આવ્યો નહીં.

ઉર્મિલાના મગજમાં ઘડિયાળના ઘંટાનો અવાજ ગુંજાયો. તેણે પોતાના ભૂતકાળના કોઈ લપકાનું સંકેત અનુભવું શરૂ કર્યું. તે કડવો ક્ષણ હતો, પણ તે જાણતી હતી કે હવે પાછળ વળવાની કોઈ રીત નહોતી.


મંત્રો પૂરા થયા, અને મંડપમાં આવેલી ચાંદની શિલાઓ ચમકવા માંડી.

 "વિધિનું આ છેલ્લું પગલું છે," આર્યને કહ્યું. "ઉર્મિલા, તું શાંતિ માટે તારા મનના ડર અને અહંકારનો ત્યાગ કર."

"મારે આ શાપનો અંત લાવવો જ પડશે," ઉર્મિલાએ કહ્યું. તે મધ્યમાં ઉભી રહી અને ચાંદની શિલાઓના તેજસ્વી પ્રકાશમાં તલ્લીન થઈ ગઈ.

વિધિ ચાલુ હતી, અને તે દરમિયાન ઉર્મિલા અને આર્યન શાપગ્રસ્ત આત્માઓનો સામનો કરવા લાગ્યા તેમના ચહેરાઓ શોક અને ક્રોધથી ભડકતા લાગતા હતા.

ઉર્મિલા, ભય અને સંવેદનશીલતા વચ્ચે ગભરાઈ ગઈ. "આ શાપ ક્યાંથી શરુ થયો?" તેનામાંથી સહેજ ધબકારા સાથે પ્રશ્ન નીકળ્યો.

"રાજમહેલના લાલચી શાસન અને રાજકુમારીની ન્યાયવિમુખ નિર્ભિકતાના કારણે," પ્રથમ આત્માએ જણાવ્યું. "રાજાએ અમારી ભૂમિ પર હુમલો કર્યો અને અમારું જીવન લૂંટી લીધું."

બીજાએ કહ્યું, "પણ શાપ મોકલ્યો તે વ્યકિત કોઈ શત્રુ નહીં પણ પોતાના રાજમહેલનો ધર્મગુરુ હતો. તે ગુસ્સામાં આવીને આ મહેલ અને તેના વસવાટ કરનારાઓને મરણ શાપ મુકીને ચાલ્યો ગયો."

આકસ્મિક રીતે, આર્યને શિલાલેખ પરથી મંત્રોના નવા ભાષાંતર શોધ્યાં, જેમાં રાજમહેલના ગુરુ અને શાપનો ઉલ્લેખ હતો. "વિધિમાં મંત્રોથી તમે આત્માઓને મુક્ત કરી શકો છો," તેણે ઉર્મિલાને કહ્યું. 

ઉર્મિલાએ આત્માઓને આશ્વાસન આપ્યું: "આ વિધિ તમારું દુઃખ દૂર કરવા માટે કરું છે. હું આ શાપને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છું."

તેના શબ્દોએ આત્માઓને થોડી શાંતિ આપી. "તમે ઈમાનદારીથી પ્રયાસ કરી રહ્યા છો, તો અમે તમને મદદ કરીશું," એક ભીષણ શિલ્પ જેવી દેખાતી મહિલાની છબી બોલી. "પણ તમારે શાપ મૂકનારનો સામનો કરવો જ પડશે."

"શાપ મૂકનાર કોણ છે?" આર્યને તાકીદથી પૂછ્યું.

"તે મહંત છે, જેના ગુસ્સા અને હતાશાએ સમગ્ર મહેલનો નાશ કર્યો. તે આજે પણ અહીં પ્રત્યક્ષ છે. જો તમે તેને પરાજય ન આપો, તો વિધિ અધૂરી રહેશે અને શાપ વધુ મજબૂત થઈ જશે."

વિધિ આગળ વધતી હતી, અને આખી જગ્યા ધબકારા સાથે કંપી ઉઠી.

મનમાં શ્રદ્ધાની સાથે, તે શાપ મૂકનારનો સામનો કરવા માટે તૈયાર થઈ. આત્માઓના દુખના શબ્બદ અને વિધિના પ્રાચીન મંત્રો સાથે, હવે સૌથી મોટો પડકાર આગળ હતો—શાપ મૂકનારના વિવાદનું અંતિમ સમાધાન.