લવ યુ યાર - ભાગ 74 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 74

રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડીમાં બેઠેલી વ્યક્તિએ તેને ગાડીમાં અંદર પોતાની તરફ ખેંચી લીધો ખેંચનાર વ્યક્તિએ પોતાના મોં ઉપર માસ્ક પહેરેલું હતું અને તેણે મિતાંશને પોતાની બાજુમાં સીટ ઉપર બેસાડી દીધો તેને આંખે અને મોં ઉપર પણ પટ્ટી બાંધી દેવામાં આવી અને તેના બંને હાથ પણ બાંધી દીધાં. મિતાંશ બોલવાની કોશિશ કરતો રહ્યો પરંતુ નાકામિયાબ રહ્યો. આ બાજુ પરમેશ તેને શોધતો ઉભો રહ્યો થોડીવાર રાહ જોયા પછી તેણે સાંવરીને ફોન કર્યો કે મિતાંશસર ઘરે તો નથી પહોંચી ગયા ને અને આ જ ફ્લાઈટમાં આવવાના છે કે પછી બીજી કોઈ ફ્લાઈટમાં? તે પણ તેણે ખાત્રી કરી લીધી.અને સાંવરીના કહેવા પ્રમાણે તે મિતાંશસરની આવવાની રાહ જોતો ત્યાં જ એરપોર્ટ ઉપર ઉભો રહ્યો....હવે આગળ....આ બાજુ પરમેશે સાંવરીને જણાવ્યું કે, મિતાંશ સર હજી તો એરપોર્ટની બહાર નથી આવ્યા... તે સાંભળીને તે ચોંકી ઉઠી અને તે કંઈ વિચારે કે કંઈક એક્શન લે તે પહેલાં તેના સેલફોનમાં રીંગ વાગી જોયું તો મિતાંશનો ફોન...!!તેણે ફોન ઉઠાવ્યો તો સામેથી દર્દસાથેનો મિતાંશનો અવાજ હતો કે, "હું સહીસલામત છું મારી ચિંતા કરીશ નહીં અને હું રાત સુધીમાં ઘરે પહોંચી જઈશ અને પોલીસ કમ્પલેઈન તો ભૂલથી પણ કરીશ નહીં નહીંતર આ લોકો મને મારી નાંખશે."સાંવરી કંઈ બોલવા જાય તે પહેલા ફોન કટ થઈ ગયો અને પછી ફોન સ્વીચ ઓફ થઈ ગયો..ઑ માય ગોડ.. હવે શું કરવું સાંવરીના પગ નીચેથી તો જાણે ધરતી જ ખસી ગઈ... તેની સમજમાં કંઈજ નહોતું આવતું તેને જાણે ચક્કર આવવા લાગ્યા અને આંખે અંધારા આવવા લાગ્યા મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું તેનો દીકરો લવ પોતાની મોમ સાથે બીજી રૂમમાં સૂતો હતો તે બેડ ઉપર ફસડાઈ પડી.. શું કરવું? તે કાંઈજ તેની સમજમાં આવતું નહોતું તે કોઈને કંઈ કહી શકે તેમ પણ નહોતી. થોડીવાર તે ચૂપચાપ બસ આમજ પડી રહી અને પછી ઉભી થઈ તેણે પોતાનો સેલફોન હાથમાં લીધો અને ફરીથી મિતાંશને ફોન લગાવ્યો પરંતુ મિતાંશનો ફોન સ્વીચ ઓફ જ હતો હવે તેનાં દિલોદિમાગમાં કંઈ કેટલાય વિચારો આવવા લાગ્યા કે, મિતાંશ સહીસલામત તો હશે ને? આ કોણ છે જેણે મિતાંશને કીડનેપ કર્યો છે? આ કોણ છે જે અમારા પરિવારની પાછળ પડી ગયું છે? નાણાવટી પરિવાર સાથે તેને શું દુશ્મની છે? આવા અનેક વિચારો તેના દિલોદિમાગને ઘેરી રહ્યા હતા અને ત્યાં ફરીથી તેનો સેલફોન રણક્યો.. તે સખત ગભરાયેલી હતી..‌ જોયું તો અલ્પાબેનનો ફોન.. સાંવરી વિચારી રહી હતી કે, ફોન ઉપાડુ કે ન ઉપાડુ? ફોન ઉપાડીને મોમને હું શું જવાબ આપીશ અને મિતાંશ સાથે વાત કરવાની કહેશે તો ક્યાંથી કરાવીશ? એક આખી રીંગ પૂરી થઈ ગઈ સાંવરી ફોન ન ઉપાડી શકી.. ફરીથી રીંગ વાગી અલ્પાબેનનો જ ફોન હતો..ઑહ નો.. હવે તો ફોન ઉપાડવો જ પડશે.. તેણે ફોન ઉપાડ્યો. સામેથી અલ્પાબેન બોલ્યા, "બેટા, મિતાંશ શાંતિથી ઘરે પહોંચી ગયોને એનો ફોન સ્વીચ ઓફ આવે છે??"સાંવરી જવાબ આપી શકે તેવી પરિસ્થિતિમાં નહોતી પરંતુ પોતાના સાસુ સસરાને ચિંતામાં મૂકવા પણ નહોતી માંગતી તેણે જરા સ્વસ્થ થવાની કોશિશ કરી અને પછીથી તે બોલી, "મોમ મિતાંશ શાંતિથી પહોંચી ગયા છે, તેમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે તે વોશરૂમમાં ગયા છે હું પછીથી તેમની સાથે તમારી વાત કરાવું...""સારું બેટા વાંધો નહીં" અને અલ્પાબેને ફોન મૂક્યો. સાંવરીની આંખોમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી તે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, "હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે? મારી તો કંઈજ સમજમાં આવતું નથી અમારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કર પ્રભુ અને અમને આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો બતાવ.."એટલામાં ડોરબેલ વાગ્યો તે ઝડપથી દોડી અને દરવાજો ખોલ્યો, સામે મિતાંશ હતો તે મિતાંશને વળગી પડી તેની આંખો આંસુથી ભરેલી હતી.... મિતાંશ પણ ખૂબજ ડરેલો અને ગભરાયેલો હતો તે પણ સાંવરીને ચોંટી પડ્યો અને પોતે હેમખેમ ઘરે પાછો આવ્યો છે તેનો જાણે મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગ્યો.... બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા અને આ બધું શું થઈ રહ્યું છે તે પ્રશ્ન પૂછી રહ્યા...‌વધુ આગળના ભાગમાં....કોણ હશે જેણે મિતાંશને કીડનેપ કર્યો હશે? મિતાંશ સાથે કે નાણાવટી પરિવાર સાથે તેને શું દુશ્મની હશે? મિતાંશને કીડનેપ કરીને તેણે શું ધમકી આપી હશે? શું મિતાંશ અને સાંવરી તેને શોધી શકશે અને સજા અપાવી શકશે? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે.....~ જસ્મીના શાહ 'જસ્મીન'     દહેગામ 
9/1/25