હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો Anwar Diwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો

જ્યારે ઉત્તમ ફિલ્મની ખાસ કરીને હોલિવુડની ફિલ્મની ચર્ચા થાય ત્યારે કેટલાક નિર્દેશકોનાં નામ ચર્ચાતા જ હોય છે અને મોટાભાગે દરેકની પસંદ સમાન ન હોવાનું પણ બનતું હોય છે તેવામાં પોતાની પસંદગીનાં નિર્દેશકનું નામ યાદીમાં કેમ નથી તેવું વાચકો સતત પુછતા રહે છે તેવામાં સિનેમેટોગ્રાફીમાં બેસ્ટ એવી ફિલ્મોની વાત કરવાનું કામ જોખમી બની રહે છે.

૧૯૯૯માં બનેલી અમેરિકન બ્યુટી એ એલન બોલ દ્વારા લિખિત અને સેમ મેન્ડેસ દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ હતી.કેવિન સ્પેસીએ આ ફિલ્મમાં લેસ્ટર બર્હામની ભૂમિકા ભજવી હતી જે યુવાન પુત્રીની મિત્ર તરફ ખેંચાય છે.આ ભૂમિકા મીના સુવારીએ ભજવી હતી જ્યારે તેની પત્નીની ભૂમિકા એનેટટ્ટ બિનિંગે ભજવી હતી.થોરા બીચે અસલામત પુત્રીની ભૂમિકા નિભાવી હતી.વેસ બેન્ટલની, ક્રીસ કુપર અને એલિસન જેની આ ફિલ્મનાં અન્ય કલાકારો હતા.ં આ ફિલ્મમાં તે સમયનાં અમેરિકન મિડલ કલાસની માનસિકતાને દર્શાવવાનો પ્રયાસ થયો હતો.ફિલ્મમાં રોમાન્સની સાથે માતા પિતાનો પ્રેમ, સેક્સુઆલિટી, ઉપભોક્તાવાદ, સ્વતંત્રતાની ચર્ચા કરાઇ છે.આમ તો આ ફિલ્મને બોલે ૧૯૯૦નાં ગાળામાં એક નાટક તરીકે લખવાનો પ્રારંભ કર્યો હતો પણ ત્યારે કોઇએ તેને નાટક તરીકે સ્વીકાર્યુ ન હતું.જો કે ત્યારબાદ ઘણા સમય બાદ તેના પરથી ફિલ્મ બનાવવામાં આવી હતી અને તે ૧૭ સપ્ટેમ્બર ૧૯૯૯માં રિલીઝ થઇ હતી જેને ત્યારે આશ્ચર્યજનક રીતે જોરદાર સફળતા હાંસલ થઇ હતી.આ ફિલ્મ ત્યારે પંદર મિલિયન ડોલરનાં બજેટમાં બની હતી અને તેણે વર્લ્ડવાઇડ ૩૫૦ મિલિયન ડોલરની કમાણી કરી હતી.

૧૯૨૯માં નવ વર્ષની ચિયોને ક્યોટોના ગેઇશા હાઉસને વેચી દેવાય છે જ્યાં તેને ખાસ્સી ક્રુરતાનો સામનો કરવો પડે છે.જો કે તેની ક્રુરતાથી તેને તેની હરીફ માહેમા બચાવે છે જે તેને ઉત્તમ ગેઇશા બનવાની તાલિમ આપે છે.સાયુરી તરીકે તે તમામ કલાઓમાં નિપુણ બની રહે છે જે ગેઇશા માટે જરૂરી હોય છે.જો કે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનાં પરાજયની સાથે જ ગેઇશાઓના જીવનમાં પણ ભયાનક પરિવર્તન આવવાની શરૂઆત થાય છે.મેમરીઝ ઓફ ગેઇશા એ ૨૦૦૫માં બનેલી અમેરિકન એપિક પિરીયડ ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન રોબ માર્શલે કર્યુ હતું જે આર્થર ગોલ્ડનની એ જ નામે લખાયેલી નવલકથાનું ફિલ્મ વર્ઝન હતું.ફિલ્મમાં જેંગ જીઇએ કેન વાતાન્બે, ગોન્ગ લિ, મિશેલ યો, યુકી કુદોહ, સુઝુકા ઓગો અને સામન્થા ફ્યુટરમેન સાથે અભિનય આપ્યો હતો.ફિલ્મનાં નિર્માતાઓમાં સ્ટીવન સ્પીલબર્ગ પણ એક હતા.આ ફિલ્મને આમ તો વિવેચકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો પણ બોક્સ ઓફિસ પર તે સફળ રહેવા પામી હતી.તેને એકેડેમી એવોર્ડની છ કેટેગરીમાં નોમિનેટ થઇ હતી અને ત્રણમાં તેને વિજેતા જાહેર કરાઇ હતી.બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ આર્ટ ડિરેક્ટર અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એવોર્ડ તેને અપાયો હતો.ફિલ્મની એક્ટિંગ, વિઝ્‌યુઅલ્સ, સેટ, કોસ્ચ્યુમ અને સંગીની તારીફ કરાઇ હતી પણ ફિલ્મનાં કેટલાક કલાકારો જે જાપાની ન હતા તેમને જાપાની પાત્રમાં પસંદ કરાયાને કારણે તેની ટીકા પણ કરાઇ હતી.જાપાનીઝ ભાષામાં આ ફિલ્મને સાયુરી તરીકે રજુ કરાઇ હતી.

વિટો કોર્લિયોન એ માફિયા પરિવારનો વડો છે તેનો યુવાન પુત્ર માઇકલ તેની બહેનનાં લગ્ન સમયે જ બીજા વિશ્વયુદ્ધમાંથી પાછો ફરે છે.આખો પરિવાર આમ તો માફિયાની કામગિરીમાં સામેલ છે પણ માઇકલને સામાન્ય જીવન પસંદ છે તે આ બધાથી દુર રહેવા માંગે છે.ડ્રગ ડિલર વર્જિલ સોલોજો આ પરિવાર પાસે ડ્રગનાં વેચાણમાં નફાની ઓફર લઇને આવે છે.જો કે ડોન કોર્લિયોન ડ્રગ્ઝની વિરૂદ્ધ હોય છે અને તે આ ઓફરનો ઇન્કાર કરે છે.સોલોઝો ડોન પર હુમલો કરાવે છે જેમાં ડોન તો બચી જાય છે પણ માઇકલ ખુની ખેલનો પ્રારંભ કરે છે.ગોડ ફાધર એ ૧૯૭૨માં રિલીઝ થયેલી અમેરિકન ક્રાઇમ ફિલ્મ છે જેનું નિર્દેશન ફ્રાંસીસ ફોર્ડ કપોલોએ કર્યુ હતું જેની સ્ક્રીનપ્લે મારિયો પુઝોની બેસ્ટ સેલિંગ નોવેલ પરથી લખાઇ હતી.ફિલ્મમાં માર્લન બ્રાન્ડો, અલ પચીનો, જેમ્સ કેન, રિચાર્ડ કેસ્ટેલો, રોબર્ટ ડ્યુવેલ, સ્ટર્લિંગ હેડન, જહોન માર્લે, રિચાર્ડ કોન્ટે અને ડિએન કીટને અભિનય આપ્યો હતો.પેરેમાઉન્ટ પિકચર્સે આ નવલકથાના રાઇટ મેળવ્યા હતા અને તેના માટે તેમણે ૮૦,૦૦૦ ડોલર ચુક્વ્યા હતા.આ ફિલ્મને જ્યારે બનાવવાની શરૂ કરાઇ ત્યારે તેનું નિર્દેશન કરવાનો ઘણાં દિગ્દર્શકોએ ઇન્કાર કર્યો હતો.ફિલ્મનું પ્રિમિયર ચૌદ માર્ચ ૧૯૭૨માં લોયે થિયેટરમાં રખાયું હતું. તેના દસ દિવસ બાદ આખા અમેરિકામાં તેને રિલીઝ કરાઇ હતી.ત્યારના સમયમાં આ ફિલ્મે સૌથી વધારે કમાણી કરી હતી.આખા વિશ્વમાં બ્રાન્ડો અને અલ પચીનોની અભિનય શક્તિનાં વખાણ થયા હતા.ત્યારે માર્લન બ્રાન્ડોનો થોડો ખરાબ સમય ચાલતો હતો પણ આ ફિલ્મને કારણે બ્રાન્ડો ફરીથી ચર્ચાસ્પદ બન્યો હતો અને તેની ગાડી પાટે ચડી હતી.૪૫માં એકેડેમી એવોર્ડમાં આ ફિલ્મને બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર,બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો હતો જ્યારે સાત અન્ય કેટેગરીમાં તેને નોમિનેટ કરાઇ હતી.આ ફિલ્મને વિશ્વની મહાનતમ ફિલ્મોની યાદીમાં સામેલ કરાય છે જેણે અનેક ફિલ્મો પર પોતાની છાપ છોડી છે.આ ફિલ્મને કોંગ્રેસ લાઇબ્રેરીની યુએસ નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં જાળવી રાખવા માટે પસંદ કરાઇ હતી.આ ફિલ્મને સિટીઝન કેન બાદની બીજી મહાન અમેરિકન ફિલ્મ ગણવામાં આવે છે.આ ફિલ્મની સફળતા બાદ ૧૯૭૪માં તેનો બીજો અને ૧૯૯૦માં તેનો ત્રીજો ભાગ પણ બન્યો હતો અને આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ્સી સફળ મનાય છે.

થોમસ માનની નવલકથા ડેથ ઇન ધ વેનિસમાં ગુસ્તાવ આસેનબાક વેનેશિયન સી સાઇડનાં એક રિસોર્ટની મુલાકાત લે છે.જો કે અહી પણ તેને શાંતિ મળતી નથી તે અહી એક તરૂણ તાઝિયો તરફ આકર્ષાય છે જે તેના પરિવાર સાથે વેકેશન ગાળવા અહી આવ્યો હોય છે.જો કે આસેનબાકને ત્યારબાદ ધમકીઓનો દૌર ચાલુ થઇ જાય છે.ડેથ ઇન વેનિસ ( ઇટાલિયન : મોર્ટે અ વેનેઝીયા) એ ૧૯૭૧ની હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ છે જેને ઇટાલિયન ફિલ્મકાર લ્યુસિનો વિસ્કોન્ટીએ દિગ્દર્શિત કરી હતી.આ ફિલ્મ ૧૯૧૨માં જર્મન લેખક થોમસ માનની નવલકથા પરથી બનાવાઇ હતી જેમાં તાઝીયો તરીકે જોર્ન એન્ડરસન અને ગુસ્તાવ વોનની ભૂમિકા ડિર્ક બોગાર્દે નિભાવી હતી.ફિલ્મનાં અન્ય કલાકારોમાં માર્ક બર્ન્સ, મારિસા બેરેનસન અને સિલ્વાના માન્ગાનો હતા.આ ફિલ્મનાં સાઉન્ડ ટ્રેકમાં પ્રખ્યાત કલાસિકલ કમ્પોઝરો ગુસ્તાવ માહલેર, લુડવિગ વાન બિથોવન અને મોડેસ્ટ મુસોરગસ્કીની રચનાઓનો ઉપયોગ કરાયો હતો.આ ફિલ્મનું પ્રિમિયર લંડનમાં પહેલી માર્ચ ૧૯૭૧માં કરાયું હતું અને તે જ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ તે ફિલ્મ પસંદ કરાઇ હતી.આ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ પ્રોડકશન ડિઝાઇન, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન અને બેસ્ટ સાઉન્ડનો બાફટા એવોર્ડ મળ્યો હતો.તેને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્શન અને બેસ્ટ લિડિંગ એકટરની કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું.

અઢારમી સદીનાં આઇરિસ એડવેન્ચરર બેરી લિન્ડનનાં જીવનની કથા પરથી પરથી સ્ટેન્લી કુબ્રીકે બેરી લિન્ડન નામે ૧૯૭૫માં ફિલ્મ બનાવી હતી.ફિલ્મનાં મુખ્ય પાત્રની ભૂમિકા રયાન ઓનિલે ભજવી હતી.ફોટોગ્રાફર આલ્કોટે આ ફિલ્મ માટે જે લેન્સનો ઉપયોગ કર્યો હતો તેનો વપરાશ નાસા દ્વારા એપોલો મુન લેન્ડિંગ અભિયાનમાં કરાયો હતો.આ લેન્સનો ઉપયોગ તદ્દન ઓછો પ્રકાશ હોય તે પરિસ્થિતિમાં શુટિગ માટે કરાતો હોય છે. ફોટોગ્રાફરને તેના આ ઉત્તમ કાર્ય બદલ ઓસ્કાર મળ્યો હતો.કુબ્રીકે આ ફિલ્મ તેની જાણીતી ફિલ્મ અ કલોકવર્ક ઓરેન્ઝ બાદ શરૂ કરી હતી.તે પહેલા તો નેપોલિયનનાં જીવન પરથી ફિલ્મ બનાવવા માંગતો હતો પણ એ પ્રકારની ફિલ્મને ત્યારે નિષ્ફળતા મળતા કુબ્રીકને નાણાં મળ્યા ન હતા.જો કે આ ફિલ્મ માટે તેણે કરેલા સંશોધન દરમિયાન જ તેને બેરી લિન્ડનનો પણ આઇડિયા આવ્યો હતો.ફિલ્મનો પ્રાંરભ ૧૯૭૩માં થયો હતો અને કુબ્રીકે આઠ મહિના જેટલો સમય ઇંગ્લેન્ડ, આયરલેન્ડ, ઇસ્ટ જર્મની અને વેસ્ટ જર્મનીમાં વિતાવ્યો હતો.ફિલ્મની સિનેમેટોગ્રાફીને આજે પણ કલાસિક ગણાવાય છે.કુબ્રીકે લોંગ ડબલ શોટ જે સ્લો બેકવર્ડ ઝુમમાં અંત પામતા હોય છે તેનો ઉપયોગ કર્યો હતો.કેટલાક સીન કેન્ડલ લાઇટમાં ફિલ્માવાયા હતા.ફિલ્મનાં સેટ વિલિયમ હોગાર્થનાં ચિત્રો પરથી પ્રેરિત હતા.ફિલ્મનાં બાહ્ય દૃશ્યો આયરલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેસ્ટ જર્મનીમાં ફિલ્માવાયા હતા જ્યારે આંતરિક દૃશ્યો લંડનમાં શુટ થયા હતા.અડતાલીસમાં એકેડેમી એવોર્ડમાં બેરી લિન્ડનને બેસ્ટ સ્કોરિંગ : ઓરિજિનલ સોન્ગ સ્કોર અને એડોપ્શન કે સ્કોરિંગ : એડેમ્પશન, બેસ્ટ કોસ્ચ્યુમ, બેસ્ટ આર્ટ ડિરેકશન અને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો.

જ્યારે પ્રિન્સ જુડાહને એ ખબર મળે છે કે તેનો બાળપણનો મિત્ર મેસ્સાલા જેરૂસાલેમની રોમન ગેરિસનનો કમાંડર તરીકે પસંદ થયો છે ત્યારે તે સાંભળીને બહુ પ્રસન્ન થાય છે પણ જ્યારે તે તેને મળે છે ત્યારે તેને સમજાય છે કે તે ઘણો બદલાઇ ગયો છે અને તે એક ઘમંડી યોદ્દા બની ગયો છે.જ્યારે જુડાહે રોમન સત્તાનો ઇન્કાર કરનારા યહુદીઓનો નામ આપવાનો ઇન્કાર કર્યો ત્યારે મેસ્સાલા તેને ગુલામ બનાવે છે.જો કે જુડાહ ત્યાંથી બચીને પોતાની માતા અને બહેનને શોધવા માટે જેરૂસલેમ આવે છે જેને મેસ્સાલાએ કેદમાં રાખ્યા હતા.ત્યારબાદ તે પોતાના બાળપણનાં મિત્રની સામે બદલો લે છે.બેનહર વિલિયમ વ્યાલાર દિગ્દર્શિત અને સેમ ઝીમ્બાલિસ્ટ દ્વારા નિર્મિત અમેરિકન ધાર્મિક એપિક ફિલ્મ છે જેમાં ચાર્લ્ટન હેસ્ટને મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મ આમ તો ૧૯૨૫માં બનેલી મુંગી ફિલ્મની રિમેક હતી.આ ફિલ્મ ૧૮૮૦માં લ્યુ વોલેસે લખેલી નવલકથા બેન હર : અ ટેલ ઓફ ધ ક્રાઇસ્ટ પરથી બની હતી.આ ફિલ્મ તે સમયે ૧૫.૧૭૫ મિલિયન ડોલરનાં વિશાળ બજેટમાં બની હતી જેના સેટસ અત્યંત ભવ્ય હતા.કોસ્ચ્યુમ ડિઝાઇનર એલિઝાબેથ હેફનડમે કોસ્ચ્યુમ બનાવવા માટે ૧૦૦ જેટલા નિષ્ણાંતોને રોક્યા હતા.ફિલ્મનો આરંભ ૧૮ મે ૧૯૫૮માં થયો હતો અને તે સાતમી જાન્યુઆરી ૧૯૫૯માં તૈયાર થઇ ગઇ હતી.જો કે ફિલ્મ બારથી ચૌદ કલાક શુટ કરાતી હતી અને અઠવાડિયાનાં છ દિવસ શુટિગ ચાલતુ હતું.ફિલ્મની શુટિંગમાં ૨૦૦થી વધારે ઉંટ અને ૨૫૦૦થી વધારે ઘોડાઓનો ઉપયોગ કરાયો હતો અને એકસ્ટ્રાઓની સંખ્યા દસ હજારથી વધારે હતી.આ ફિલ્મની નવ મિનિટની રથોની રેસ ફિલ્મ ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત એકશન સિકવન્સ ગણવામાં આવે છે.આ ફિલ્મને ન્યુયોર્કનાં લોવે થિયેટરમાં ૧૮ નવેમ્બર ૧૯૫૯માં પ્રિમિયર કરાઇ હતી અને આ ફિલ્મને જે સફળતા મળી હતી તે પણ અકલ્પનીય હતી તે સમયની તે સૌથી વધારે કમાણી કરનાર બીજી ફિલ્મ બની રહી હતી.પહેલી ફિલ્મ ગોન વિથ ધ વિન્ડ હતી.આ ફિલ્મે તે સમયે અગિયાર એકેડેમી એવોર્ડ મેળવ્યા હતા.આ ઉપરાંત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મેળવ્યો હતો.આ ફિલ્મને પણ નેશનલ ફિલ્મ પ્રિઝર્વેશન બોર્ડે સંભાળી રાખવા લાયક ફિલ્મ તરીકે પસંદ કરી હતી.

એપોકોલિપ્સે નાઉ એ ૧૯૭૯માં બનેલી વોર ફિલ્મ હતી જેનું દિગ્દર્શન અને નિર્માણ ફ્રાંસિસ ફોર્ડ કપોલોએ કર્યુ હતું.ફિલ્મમાં માર્લન બ્રાન્ડો, રોબર્ટ ડુવેલ, માર્ટિન શીન, ફેડરિક ફોરેસ્ટ, આલ્બર્ટ હોલ, સેમ બોટમ્સ, લ્યોરેન્સ ફિશબર્ન અને ડેનિસ હુપરે અભિનય આપ્યો હતો.જહોન મિલસ અને કપોલોએ ભેગા મળીને સ્ક્રીનપ્લે લખી હતી.ફિલ્મ આમ તો જોસેફ કોન્રાર્ડની હાર્ટ ઓફ ડાર્કનેશ પર આધારિત હતી જેમાં સમયગાળાને કોંગોથી બદલીને વિયેટનામ કરાયું હતું.ફિલ્મમાં કેપ્ટન બેન્જામિન વિલાર્ડ કર્નલ કુર્ટઝને શોધીને મોતને ઘાટ ઉતારવાનાં સિક્રેટ મિશન પર જાય છે.પ્રારંભે આ ફિલ્મનું દિગ્દર્શન જર્યોજ લુકાશ કરવાના હતા પણ તે ત્યારે અન્ય પ્રોજેક્ટમાં બિઝી હતા આ કારણે જ કપોલોએ જ દિગ્દર્શનની બાગડોર સંભાળી હતી.આ ફિલ્મ બનતી હતી ત્યારે અનેક પ્રકારની વિચિત્ર ઘટનાઓ બનવા પામી હતી.ફિલ્મના સેટ અનેક વખત નષ્ટ થયા હતા.બ્રાન્ડોનું વજન ખુબ જ વધી ગયું હતું અને તે અભિનય માટે પણ તૈયાર નહી હોવાનું લાગતું હતું.શીન બ્રેકડાઉનનો શિકાર બન્યો હતો અને લોકેશન પર જ તેને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો.ફિલ્મ તૈયાર થયા બાદ પણ અનેક કારણોસર રિલીઝ થતાં અટકી હતી.જો કે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં આ ફિલ્મને પાલ્મે ડીઓરથી સન્માનિત કરાઇ હતી.આ ફિલ્મ ૧૫ ઓગસ્ટ ૧૯૭૯માં રિલીઝ થઇ હતી.ફિલ્મ ત્યારે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને વર્લ્ડ વાઇડ તેણે ૧૦૦ મિલિયન ડોલરથી વધારેની કમાણી કરી હતી.આ ફિલ્મ આજે મહાનતમ ફિલ્મોની યાદીમાં સામેલ કરાય છે.તેણે ત્યારે બે એકેડેમિક એવોર્ડ પ્રાપ્ત કર્યા હતાં.આ ફિલ્મને પણ નેશનલ રજિસ્ટ્રી દ્વારા સંભાળી રાખવા માટે પસંદ કરાઇ છે.

ક્રાઉચિંગ ટાઇગર હિડન ડ્રેગનને ઉત્તમ વોર ફિલ્મોની યાદીમાં સામેલ કરાય છે જેનું નિર્દેશન આંગ લિએ કર્યુ હતું.આ ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય કલાકારોએ અભિનય આપ્યો હતો જેમાં ચાઉ યુન ફેટ, માઇકલ યેહો, જાંગ જીઇ અને ચાંગ ચેન સામેલ હતા.વાંગ ડાલુએ ૧૯૪૧ - ૪૨માં લખેલી આ જ નામની નવલકથા પરથી આ ફિલ્મ બનાવાઇ હતી.આ ફિલ્મને ત્યારે ૧૭ મિલિયન ડોલરનાં ખર્ચે બનાવાઇ હતી.આ ફિલ્મને ત્યારે આશ્ચર્યજનક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મળી હતી અને તેણે ૨૧૩.૫ મિલિયન ડોલરની કમાણી કરી હતી.આ ફિલ્મને ૨૦૦૦માં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રજુ કરાઇ હતી.આ ફિલ્મને ચાલીસ જેટલા એવોર્ડ મળી ચુક્યા છે.આ ફિલ્મને એકેડેમી ઉપરાંત ચાર બાફ્ટા એવોર્ડ મળ્યા હતા અને બે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ તેના નામે છે.ફિલ્મને તેની સ્ટોરી, ડાયરેકશન, સિનેમેટોગ્રાફી અને માર્શલ આર્ટ સિક્વન્સ માટે ખાસ વખાણવામાં આવે છે.ફિલ્મમાં લિ એક મહાન યોદ્દા છે જે તેની પાસે રહેલી પ્રાચીન તલવાર તેના જુના મિત્રને ભેટમાં આપવાનો વિચાર કરે છે પણ તે તલવાર રહસ્યમય રીતે ચોરાઇ જાય છે  અને ચોરી કરનાર માર્શલ આર્ટનો નિષ્ણાંત હોય છે.લિ આ ચોરીનો ભેદ ઉકેલીને તે તલવાર તેના સાચા માલિકની પાસે લાવવા માટે અભિયાન આદરે છે.

શિન્ડલર્સ લિસ્ટ એ ૧૯૯૩માં બનેલી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ હતી જેનું નિર્માણ અને દિગ્દર્શન સ્ટીવલ સ્પીલબર્ગે કર્યુ હતું.આ ફિલ્મ ઓસ્ટ્રેલિયન લેખક થોમસ કેનેલીની નોન ફિક્સન નવલકથા સિન્ડર્સ આર્ક પરથી બનાવાઇ હતી.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઓસ્કાર શિન્ડલરે હજાર કરતા વધારે પોલેન્ડ નિવાસી યહુદીઓને નરસંહારમાંથી કેવી રીતે બચાવ્યા હતા તે આ નવલકથામાં દર્શાવાયુ હતું.શિન્ડલરની ભૂમિકા લિયામ નિશાને, રાલ્ફ ફિન્નસે એસએસ ઓફિસર એમોન ગોથ અને બેન કિંગ્સલેએ શિન્ડલરનાં યહુદી એકાઉન્ટન્ટ ઇત્ઝાક સ્ટર્નની ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મનો આઇડિયા આમ તો ૧૯૬૩માં રજુ કરાયો હતો.આ નવલકથાને જ્યારે સ્પીલબર્ગને રિવ્યુ માટે મોકલવામાં આવી ત્યારે તેમને તેના પરથી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.યુનિવર્સલ પિકચરે તે નવલકથાના અધિકાર મેળવ્યા હતા.જો કે સ્પીલબર્ગે ફિલ્મ બનાવવાની તૈયારી દર્શાવી તે પહેલા ઘણાં દિગ્દર્શકોએ તેને રિજેક્ટ કરી હતી.આ ફિલ્મ માત્ર ૭૨ દિવસમાં તૈયાર થઇ હતી અને તેને બ્લેક એન્ડ વાઇટમાં બનાવાઇ હતી સ્પીલબર્ગ તેને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તરીકે રજુ કરવા માંગતા હતા.આ ફિલ્મ ત્રીસ નવેમ્બર ૧૯૯૩માં વોશિંગ્ટન ડીસીમાં પ્રિમિયર કરાઇ હતી.આ ફિલ્મને મહાનતમ ફિલ્મોની યાદીમાં સામેલ કરાય છે.આ ફિલ્મને બાવીસ મિલિયન ડોલરનાં બજેટમાં તૈયાર કરાઇ હતી અને તેણે ૩૨૨ મિલિયન ડોલરની કમાણી કરી હતી.તે બાર એકેડેમી એવોર્ડ માટે નોમિનેટ કરાઇ હતી જેમાંથી સાતમાં વિજેતા જાહેર થઇ હતી.આ ઉપરાંત સાત બાફટા એવોર્ડ, ત્રણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ તેને મળ્યા છે.૨૦૦૭માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટીટ્યુટે આ ફિલ્મને તેની સો શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં આઠમું સ્થાન આપ્યુ હતું અને તેને નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં પણ સ્થાન અપાયું છે.

સેવન સમુરાઇ એ ૧૯૫૪માં બનેલી જાપાનીઝ એપિક સામુરાઇ ડ્રામા ફિલ્મ છે.આ ફિલ્મ અકીરા કુરાસાવાની ફિલ્મ હતી જેનું લેખન, દિગ્દર્શન, એડિટિંગ કુરાસાવાએ જ કર્યુ હતું.આ ફિલ્મ ૧૫૮૬નાં સમયગાળાને દર્શાવે છે જ્યારે એક ગામના લોકો ડાકુઓના ત્રાસમાંથી બચવા માટે સાત સમુરાઇઓને કામે રાખે છે.જે તેમને ડાકુઓનો સામનો કરવા માટે હથિયાર ચલાવતા શિખવે છે.જ્યારે આ ફિલ્મ બની ત્યારે તે જાપાનની સૌથી મોંઘી ફિલ્મ હતી આ ફિલ્મને તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો અને તેને ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.જો કે ફિલ્મે તે સમયે આવક પણ જોરદાર મેળવી હતી.આ ફિલ્મને વૈશ્વિક સિનેમા ઇતિહાસમાં ટોચના ક્રમે રખાય છે.આ ફિલ્મ પરથી ઘણી ફિલ્મો બની હતી જેમાં બોલિવુડની શોલે અને ચાઇના ટાઉનનો સમાવેશ થાય છે.હોલિવુડની ફિલ્મોની ખાસ કરીને તેની ભવ્યતાની ચર્ચા મોટાભાગે થતી જ રહે છે પણ ઘણી એવી ફિલ્મો બની છે જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યુ છે.ફિલ્મોમાં કથા, સ્ક્રીપ્ટ, સંગીત, સિનેમેટોગ્રાફી જેવી બાબતોમાં ઘણી ફિલ્મોએ ઉત્તમ કાર્ય કર્યુ છે.આમ તો સેક્સ એ ફિલ્મને મસાલેદાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને વિશ્વની મોટાભાગની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ વિષય પર ફિલ્મો બનતી જ રહે છે.જો કે આજે જેટલી સહજતાથી આ પ્રકારના દૃશ્યો પરદા પર દર્શાવાય છે તે પ્રકારના દૃશ્યો પ્રારંભિક સમયમાં ફિલ્માવી શકાતા ન હતા તે માટે તેમણે અનેક પ્રકારના નિયમોનું પાલન કરવું પડતું હતું.તે સમયે ૧૯૬૦માં પ્રોમિસ પ્રોમિસમાં તે સમયનાં મહત્વનાં કલાકાર જેયન મેન્સફિલ્ડને પરદા પર નગ્ન દર્શાવાયા હતા.આમ તો ફિલ્મ પુરી થયા બાદ જ્યારે પરદા પર છેલ્લા સમયે ટાઇટલ બતાવવામાં આવે છે ત્યારે મોટાભાગના દર્શકો બહાર નિકળવાનો પ્રયાસ કરતા હોય છે.જો કે આયર્ન માસ્ક જેવી ફિલ્મે તેના છેલ્લા દૃશ્યોમાં ઘણાં એકસ્ટ્રા સીન દર્શાવવાનું ચાલુ કર્યા બાદ હાલમાં દર્શકો છેલ્લે કશું બતાવાશે કે નહી તે જોવા માટે રોકાતા હોય છે.માર્વેલની ઘણી ફિલ્મોમાં આ પ્રકારના સીન દર્શકો માટે અપાતા હોય છે.જેમ્સ બોન્ડની ફિલ્મ ફ્રોમ રશિયા વીથ લવમાં છેલ્લે દર્શકોને સંબોધીને કહેવાયું હતું કે જેમ્સ બોન્ડ વુડ રિટર્ન.આમ તો આ પ્રકારની શરૂઆત ૧૯૬૦ની ઓસન ઇલેવનમાં કરાઇ હતી જેમાં સિનાત્રા, ડેવિસ અને અન્ય કલાકારો લાસ વેગાસની ગલીઓમાં ઘુમતા બતાવાયા હતા.

સ્ટાર વોર્સની ફિલ્મોએ ફિલ્મ મેકિંગનાં ક્ષેત્રમાં ઘણાં પરિવર્તન લાવ્યા હતા ખાસ કરીને સ્પેશિયલ ઇફેક્ટ, પ્રેક્ટિકલ સેટનો ક્રિએટીવ ઉપયોગ ઉપરાંત એક વાત પર લોકોનું ધ્યાન જતું નથી કે આ ફિલ્મમાં ટાઇટલ ફિલ્મનાં આરંભે નહી પણ અંતમાં દર્શાવાયા હતા.અહી ફિલ્મનો આરંભ કઇ સદીઓ પહેલેના ડાયલોગ સાથે થાય છે જેમાં ફિલ્મની કથાને લેખિતમાં દર્શાવાય છે.જો કે ડાયરેક્ટર્સ ગિલ્ડને આ આઇડિયા તમામ ફિલ્મ માટે સારો લાગ્યો ન હતો અને તેમણે જર્યોજ લુકાસને આ ટાઇટલને બદલવાની તાકિદ કરી હતી.જો કે લુકાસે તે વાત પર ધ્યાન આપ્યું ન હતું અને આ સ્ટાઇલ ત્યારબાદ તો મોટાભાગે આઇકન બની જવા પામી હતી.

ડિપ થ્રોટ આમ તો પહેલી પોર્નોગ્રાફિક ફિલ્મ ન હતી પણ તે પહેલાની મોટાભાગની ફિલ્મોમાં દસ મિનિટનું ફુટેજ શુટ કરાતું હતુ જેને ત્યારબાદ આખી ફિલ્મમાં દર્શાવાતું હતું.આ ્પ્રકારની ફિલ્મો મોટાભાગે તો એડલ્ટ બુક્સનાં સ્ટોર્સ કે એડલ્ટ કલબમાં મળતી હતી.આ પ્રકારની ફિલ્મોનો સમયગાળો પણ એક કલાક જેટલો રહેતો હતો.જો કે ડિપથ્રોટ એ ફિલ્મ હતી જેણે આ પ્રકારની ફિલ્મોને સ્વીકૃત્તિ અપાવવાનું કામ કર્યુ હતું.એ સમયે આ પ્રકારની ફિલ્મો ડેટ પર જવા માટે યોગ્ય મનાતી હતી અને સામાન્ય દંપત્તિઓ પણ આ ફિલ્મોને જોવા માટે જતા હતા.જો આ ફિલ્મે યુવાનોમાં ક્રેઝ ન જન્માવ્યો હોત તો તંત્ર દ્વારા આ પ્રકારની ફિલ્મો પર કડક પગલા લેવાયા હોત પણ યુવાનોએ આ ફિલ્મો તરફ લોકોનો દૃષ્ટિકોણ બદલ્યો હતો અને યુવાનોનો દૃષ્ટિકોણ આ ફિલ્મે બદલ્યો હતો.

ડિઝનીની ૧૯૩૭માં રિલીઝ થયેલી સ્નો વ્હાઇટ એન્ડ ધ સેવન ડવાર્ફને પહેલી એનિમેશન ફિલ્મ ગણાવાય છે પણ કેટલાક લોકો તેમ માનવાનો ઇન્કાર કરે છે પણ હકીકત છે કે આ પહેલી એનિમેશન ટેકનીકલર ફિલ્મ હતી.આ ફિલ્મ જે સમયે બની ત્યારે તેમની પત્ની પણ આ ફિલ્મ માટે લાંબો સમય આપવા માંગતી ન હતી અન્ય લોકો પણ કાર્ટુન ફિલ્મ પ્રત્યે એટલો ઉંચો અભિપ્રાય રાખતા ન હતા.આ ફિલ્મ બનાવવા માટે ડિઝનીએ દોઢ મિલિયન ડોલરની લોન લીધી હતી જો કે તે સમયે આ ફિલ્મે ગ્રેટ ડિપ્રેશનનો ગાળો ચાલતો હોવા છતાં આઠ મિલિયન ડોલરની કમાણી કરી હતી.આ ફિલ્મે એનિમેશન ક્ષેત્રમાં ક્રાંતિ આણી હતી.આ ફિલ્મની સફળતાને પગલે જ હન્ના બાર્બરા, પિક્સાર અને ડોન બ્લુથ પ્રોડક્સન જેવી કંપનીઓની સ્થાપના થઇ હતી.આ ફિલ્મ દ્વારા જ સીજીઆઇનો આરંભ થયો હતો જેણે થીમ પાર્કનો આરંભ કર્યો હતો અને સ્ટારવોર્સ અને માર્વેલ પણ તેની જ દેન ગણી શકાય.

યંગ શેરલોક હોમ્સ એ ૧૯૮૫માં બનેલી પહેલી કોમ્પ્યુટર એનિમેશન ફિલ્મ હતી.આ ઉપરાંત તે એનિમેશન પાત્રને રિયલ બતાવનાર પણ પહેલી ફિલ્મ હતી.શેરલોક હોમ્સ સ્ટેન ગ્લાસનાં ચિત્રમાંથી પેદા થયેલ એક પાત્રની સાથે ફાઇટ કરે છે જે દૃશ્યને કારણે જ આપણને ટોય સ્ટોરી અને ફ્રોજન જેવી ફિલ્મો મળી છે.આ ફિલ્મને કારણે જ સ્ટારટ્રેક પણ મળી છે.લોર્ડ ઓફ ધ રિગ્ઝનો ગોલમ આ સીન વિના જન્મી શક્યો જ ન હોત.આ સ્ટેનગ્લાસ પાત્રનો ઉપયોગ જહોન લેસેસ્ટર સિવાય બીજા કોઇએ કર્યો ન હતો. તેમણે જ પિક્સારની સ્થાપના કરી હતી અને આપણને વુડી અને બઝ લાઇટઇયર જેવા પાત્રો આપ્યા હતા.આ કંપની ત્યારબાદ ડિઝનીએ ખરીદી હતી.

ડી.ડબલ્યુ ગ્રિફિથની ૧૯૧૫માં આવેલી ધ બર્થ ઓફ નેશન એ પહેલી ફુલ લેન્થ ફીચર ફિલ્મ હતી.આ માત્ર સિમ્પલ ક્લિપ ન હતી પણ તેમાં રસપ્રદ રીતે કથા કહેવાઇ હતી.જો કે ત્રણ કલાક લાંબી આ ફિલ્મ પર રંગવાદી હોવાનો આરોપ લગાવાય છે.આમ તો આ ફિલ્મનું મુળ શિર્ષક ધ કલેન્સમેન હતું.આ ફિલ્મમાં ગોરા કલાકારોએ ચહેરા પર કાળો રંગ લગાવીને અશ્વેત પાત્રોની ભૂમિકા ભજવી હતી.જો કે આ ફિલ્મને તેની રંગવાદી વિચારસરણીને કારણે નહી પણ તેની સૌંદર્યપુર્ણ અભિવ્યક્તિને કારણે સફળ રહી હતી.આ ફિલ્મમાં મલ્ટીપલ પ્લોટ, ઝડપી ગતિ, સ્ટ્રકચર અને ઉત્તમ કેમેરાવર્કનો ઉપયોગ કરાયો હતો જે તે સમયે ખુબ જ અલગ વાત હતી.ત્યારે કોઇએ તેની આઘાતજનક કન્ટેન્ટ પર વધારે ધ્યાન આપ્યું ન હતું.

આજે તો ફિલ્મોમાં સેક્સ, ડ્રગ્ઝ કે ન્યુડિટીને આઘાતજનક માનવામાં આવતી નથી પણ  એક સમયે પરદા પર આ તમામ વાતોનું ચિત્રણ સરળ ન હતું.તે સમયે ૧૯૬૯માં મોશન પિક્ચર એસોએશશન ઓફ અમેરિકાએ નોન પોર્નોગ્રાફિક ફિલ્મ એક્સ રેટિંગ સાથે રિલીઝ કરવાનું સાહસ ખેડ્યું હતું. તે સમયે એકસ રેટ ફિલ્મ પ્રત્યે લોકો સુગ ધરાવતા હતા પણ મિડનાઇટ કાઉબોયે લોકોની વિચારસરણી બદલવાનું કામ કર્યુ હતું.આ એકમાત્ર એકસ રેટેડ ફિલ્મ છે જેને બેસ્ટ પિક્ચરનું ઓસ્કાર નોમિનેશન  મળ્યું હતું.તે સમયે તેને સાત કેટેગરીમાં નોમિનેટ કરાઇ હતી અને ત્રણ તેને મળ્યા હતા.આ પછીના વર્ષે તેને આર ગ્રેડ મળ્યો હતો.આ ફિલ્મે જ લોકોને એડલ્ટ કન્ટેન્ટની સાથે સાથે આર્ટિસ્ટીક સેન્સને વિકસિત કરવાનું કામ કર્યુ હતું.ત્યારબાદ એમપીએએ રેટિંગ આપવામાં થોડી નરમાશ દાખવવાનું શરૂ કર્યુ હતું.

આજે પણ ત્રણ કલાકની ફિલ્મ જોવા માટે દર્શકોને ઝકડી રાખનાર કન્ટેન્ટની જરૂર પડે છે નહિતર દર્શકો ફિલ્મને ફલોપ કરી દેતા વાર લગાડતા નથી તેવામાં ચાર કલાક લાંબી ફિલ્મ હોય તો તેણે તો દર્શકોની ઘણી અપેક્ષાઓમાંથી પાર ઉતરવું પડે તેમ હોય છે. આ પ્રકારની પ્રથમ કસોટી એરિક વોન સ્ટોરીમની ૧૯૨૪માં બનેલી ફિલ્મ ધ ગ્રીડે આપી હતી.તેમણે આ ફિલ્મને લોકપ્રિય નવલકથા પરથી બનાવી હતી અને નવલકથાની દરેક વિગતોને પરદા પર સાકાર કરવાનો નિર્ણય લીધો હતો.અમેરિકન નવલકથા મેકટીગને પરદા પર ઉતારવા માટે તેમણે તે સમયે બે વર્ષનો સમય લીધો હતો.તે માટે તેમણે સિયારા નેવાડાનાં પર્વતાળ સ્થળો થી ડેથ વેલી સુધીનો પ્રવાસ કર્યો હતો.આમ તો પહેલા આ ફિલ્મ આઠ કલાક લાંબી બની હતી.જો કે સ્ટુડિયોએ તેમાં કાપકુપ કરવાનો નિર્દેશ આપ્યો અને દિગ્દર્શકે અરધી ફિલ્મ કાપી નાંખી.જો કે તેમ છતાં સ્ટુડિયોને સંતોષ થયો ન હતો તેમણે અઢી કલાકની ફિલ્મ કાપી નાંખવાનો આદેશ આપ્યો હતો.જો કે તેની ૩૨ નેગેટિવ સિલ્વર નાઇટ્રેટને કારણે ઓગળી ગઇ હતી અને આ કારણે ફિલ્મને ખાસ્સુ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો.ત્યારબાદ હોલિવુડે જ્યારે પણ કોઇ પુસ્તક પરથી ફિલ્મ બનાવી છે ત્યારે એવો આગ્રહ રાખ્યો નથી કે તે આખા પુસ્તકને ફિલ્મમાં રૂપાંતરિત કરશે.

૧૯૦૩માં બનેલી ધ ગ્રેટ ટ્રેન રોબરી એ માત્ર બાર મિનિટ લાંબી ફિલ્મ હતી પણ આ ફિલ્મે ફિલ્મ નિર્માણને બદલી નાંખવામાં મહત્વની ભૂમિકા ભઝવી છે.આ ફિલ્મમાં દર્શકોએ પહેલીવાર હિંસક દૃશ્યો જોયા હતા.તેમાં ગન ફાયરનાં વાસ્તવિક અવાજો રેકોર્ડ કરાયા હતા.આ ફિલ્મે ઘણી ફિલ્મિંગ અને એડિટિંગ ટેકનીકની પેટન્ટ કરાવી હતી.આ ફિલ્મ અનેક રીતે ક્રાંતિકારી નિવડી હતી જેણે પાછળનાં ફિલ્મકારો પર ઉંડી અસર છોડી હતી.