લવ યુ યાર - ભાગ 73 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 73

કિસ્મત પણ રુઠે ત્યારે બધી બાજુએથી રુઠી જાય છે.. સાંવરીએ પોતાના મિતાંશને ખૂબજ હિંમત આપી પરંતુ તેને એકલો ઓફિસમાં મૂકીને ઘરે જવાની તેની હિંમત ન ચાલી તેણે મિતાંશને પોતાની સાથે ઘરે આવવા માટે તૈયાર કર્યો અને બંને પોતાના ઘરે જવા માટે નીકળ્યા. મિતાંશ ખૂબજ ડિસ્ટર્બ હતો એટલે કાર પણ પોતે ચલાવવા માટે લઈ લીધી અને સાંવરી રસ્તામાં તેને સાંત્વના આપતી રહી કે, "બધું બરાબર થઈ જશે, તું ચિંતા ન કરીશ મિતાંશ અને ડેડીને પણ સારું થઈ જશે હમણાં મોમનો ફોન આવશે જોજેને..." અને મિતાંશ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. હવે આગળ....બરાબર અડધા કલાક પછી મિતાંશના મોબાઈલમાં અલ્પાબેનનો ફોન આવ્યો કે, તારા ડેડીને આઈ સી યુ માં રાખ્યા છે ડૉક્ટર સાહેબે ચોવીસ કલાક કહ્યા છે મેં ઘરે ફોન કરીને રામુકાકાને આપણી કુળદેવીમાંનો અખંડ દિવો માતાજીના ગોખમાં ચાલુ કરાવી દીધો છે. પોતાની મોમ સાથે વાત કરતાં કરતાં પણ મિતાંશ રડી પડ્યો એટલે તેના હાથમાંથી ફોન સાંવરીએ પોતાના હાથમાં લીધો અને સામે અલ્પાબેન પણ રડી રહ્યા હતા એટલે તેણે પોતાના સાસુમાને પણ સાંત્વના આપી કે, "મોમ આપણાં ડેડીને બિલકુલ સારું થઈ જશે તમે જરાપણ ચિંતા કરશો નહીં અને બધું બરાબર થઈ જશે આપણે ખૂબ હિંમત રાખવાની છે અને આ હારેલી બાજી જીતીને બતાવવાની છે." સાંવરીની હિંમત દાદ માંગી લે તેવી હતી. 'હિંમતે મર્દા તો મદદે ખુદા' સાંવરીના આ શબ્દોથી અલ્પાબેનને ઘણી રાહત મળી પરંતુ મિતાંશનું મન માનતું નહોતું અને તેણે સાંવરી આગળ પોતે ઈન્ડિયા જવા ઈચ્છે છે તેમ જણાવ્યું, સાંવરી પણ મિતાંશની ફીલીન્ગ્સ સમજી શકતી હતી તેણે પણ મિતાંશને કહ્યું કે, તારી ઈચ્છા છે ઈન્ડિયા જવાની તો તું જઈ આવ અહીંની ઓફિસનું બધુંજ કામ હું સંભાળી લઈશ અને મિતાંશે પોતાનું થોડું પેકીંગ કર્યું અને સાંવરીને તેમજ પોતાના નાના દિકરાને ખૂબજ વ્હાલ કરીને ઈન્ડિયા જવા માટે નીકળી ગયો. ઓફિસનું બધુંજ કામ સાંવરીએ સંભાળી લીધું હતું અને મિતાંશ હેમખેમ ઈન્ડિયા પહોંચી પણ ગયો હતો કમલેશભાઈને હવે ઘણું સારું હતું અને તે ખતરાથી બહાર હતા એટલે મિતાંશે અને અલ્પાબેને રાહતનો શ્વાસ લીધો અને સાંવરીના મનને પણ ઘણી શાંતિ થઈ. જીવનમાં ક્યારે કઈ પળ માણસની પરિક્ષા લઈ જાય છે તેની કોઈને પણ ખબર પડતી નથી અને એક પળમાં શુંનું શું થઈ જાય છે?? કોઈ પળ હસાવી જાય છે તો કોઈ પળ રડાવી પણ જાય છે...કમલેશભાઈને હવે સારું હતું એટલે મિતાંશને બીજો એક વિચાર આવ્યો કે, પપ્પાના મોબાઈલમાંથી રેકોર્ડિંગ કાઢીને આ અવાજ કોનો છે તે શોધી કાઢવામાં આવે તો ગુનેગાર પકડાઈ જાય માટે આ વિચાર આવતાંની સાથે જ તે પોલીસ સ્ટેશને ગયો અને પોલીસ ઇન્સ્પેકટર મિ.રાઘવ શર્માને તેણે તમામ હકીકત જણાવી અને કમલેશભાઈના મોબાઈલમાંથી રેકોર્ડિંગ કાઢીને તેમને સંભાળાવ્યુ. મિ.રાઘવે પોલીસ ઈન્કવાયરી કરી તો આ અવાજ જુદી જુદી રીતે કાઢવામાં આવ્યો હતો અને મોબાઈલ નંબર પણ અલગ અલગ હતાં અને વળી તે આઉટ ઓફ ઈન્ડિયાના નંબર હતાં જે કંઈ પકડાઈ શકે તેમ નહોતું છતાં મિતાંશે નક્કી કર્યું કે, હું આ બધું જ રેકોર્ડિંગ મારી સાથે લંડન લઈ જઈશ અને ત્યાં જઈને પોલીસ કમ્પલેઈન કરીશ. કમલેશભાઈને હવે હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે લાવી દીધા હતા. મિતાંશ અને અલ્પાબેન સતત તેમની સાથે રહેતા હતા. મિતાંશને અહીં આવે એક વીક થઈ ગયું હતું અને કમલેશભાઈની તબિયત પણ સારી હતી તેથી તેમણે અને અલ્પાબેને તેને હવે લંડન પાછા જવા સમજાવ્યું કારણ કે સાંવરી ત્યાં એકલી હતી. મિતાંશ લંડન પાછો આવવા માટે નીકળી ગયો. અને તે લંડન પહોંચે એટલે ત્યાં તેને લેવા માટે પરમેશ આવવાનો હતો મિતાંશ લંડનના એરપોર્ટ ઉપર પહોંચી ગયો તેની પાસે લગેજમાં ફક્ત એક લેપટોપ બેગ હતી અને બીજી એક નાની બેગ હતી જે તેણે પોતાની બેકસાઈડ ભરાવેલી હતી અને બીજી એક હાથમાં પકડેલી હતી...હજુ તો તે પરમેશ કઈ જગ્યાએ ઉભો છે તે જુએ કે પરમેશને શોધે કે તેને ફોન કરે તે પહેલાં તો રહસ્યમય રીતે એક ગાડી તેની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડીમાં બેઠેલી વ્યક્તિએ તેને ગાડીમાં અંદર પોતાની તરફ ખેંચી લીધો ખેંચનાર વ્યક્તિએ પોતાના મોં ઉપર માસ્ક પહેરેલું હતું અને તેણે આને પોતાની બાજુમાં સીટ ઉપર બેસાડી દીધો તેને આંખે પટ્ટી બાંધી દીધી તેના મોં ઉપર પણ પટ્ટી બાંધી દેવામાં આવી અને તેના બંને હાથ પણ બાંધી દીધાં. તે બોલવાની કોશિશ કરતો રહ્યો પણ નાકામિયાબ રહ્યો. વધુ આગળના ભાગમાં....આ કોણ છે જેણે મિતાંશને કીડનેપ કર્યો છે? આ કોણ છે જે સાંવરી અને મિતાંશની પાછળ પડી ગયું છે? નાણાવટી પરિવાર સાથે તેની શું દુશ્મની છે? જેણે મિતાંશને કીડનેપ કર્યો છે તે તેને મારી તો નહીં નાંખે ને? તેને જીવતો તો છોડી દેશે ને? તેને કંઈ મોટું નુક્સાન તો નહીં પહોંચાડેને?તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    30/12/24