શ્યામા Jayesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્યામા

શ્યામા :
"તું તો મારી ફ્રેન્ડ હતી ? તારે શા માટે આવું કરવું પડ્યું? મારી જિંદગી નું કશું જ ના વિચાર્યું?-શ્યામા રડતી હતી અને એની ફ્રેન્ડ સીમા ને લડતી હતી.
અત્યારે  અમદાવાદ માં ચારેકોર નવરાત્રી નો માહોલ છે. આજે ચોથો દિવસ છે.શહેર  માં ઉત્સવ નો માહોલ છે.માત્ર  પોળ માં રહેતી શ્યામા એન્ડ ફેમિલી પર મુસીબત નો પહાડ તૂટી પડ્યો હતો.શ્યામા ગ્રેજ્યુએટ યુવતી,થોડીક શ્યામ હતી, ઘાટીલી અને સુંદર દેખાવ ધરાવતી સંસ્કારી અને સમજદાર છોકરી હતી.એના પપ્પા ગુણવંતરાય માધ્યમિક સ્કૂલ માં પ્રિન્સીપલ હતા.મમ્મી  સારી ગૃહિણી હતી.પરિવાર સાથે જોડાયેલ એક નામ એટલે સીમા.શ્યામા ની ક્લોઝ ફ્રેન્ડ. (અંગત મિત્ર).
ઘરમાં બધા સભ્યો બેઠાછે.એક આરોપી ની જેમ સીમા ઉભી છે.શ્યામા એને પૂછે છે કે તે શા માટે આવું કર્યું.?
સીમા એ કહેવા નું ચાલુ કર્યું. પહેલા  મારી એક્ટીવા  બગડી હતી ત્યારે આ ઇમરાન એક્ટીવા રિપેર ના બહાને મને ગેરજ માં લઇ ગયો બેહોશી વાળું ડ્રિન્ક પીવડાવી મારા અશ્લીલ ફોટા તેને મોબાઈલ માં લઇ લીધા અને પછી મને બ્લેક મેલ કરવા લાગ્યો
તે શ્વાસ લેવા અટકી..ફરી ચાલુ કર્યું..શ્યામા યાદ છે તે મને કીધું હતું કે તને આપનો ફ્રેન્ડ માધવ બહુ ગમે છે.તે ત્રીજા ધોરણ થી તને છોડી ને ગયો હતો.હાલ કેનેડા ની કંપની માં જોબ કરે છે.તેને હું એકલી જ ઓળખું છું ચહેરા થી પણ અને સ્વભાવ થી પણ..તમે કોઈ એને મળ્યા જ નથી.
"મેં તને નવરાત્રી ના ચાર દિવસ પહેલા જેની સાથે ભેટ કરાવી એ ઇમરાન હતો,માધવ નહિ.એને મને કહ્યું હતું કે મારે શ્યામા ના પપ્પા એટલે કે ગુણવંત રાય સાથે બદલો લેવો છે. સ્કુલ માં બધા ની હાજરી માં એક સિગરેટ પીવા ને લીધે મને માર્યો હતો. એ સારી રીતે જાણતો હતો કે શ્યામા એ એના પપ્પા ની લાડકી છે.તને બરબાદ કરવા એને મને બ્લેક મેલ કરી. મારા અશ્લીલ ફોટા મીડિયા માં વાયરલ કરવા ની ધમકી આપી. હું ડરી ગઈ અને તેની સાથે તારી ઓળખાણ -માધવ ના નામ થી કરાવી. અને એને તને પણ વાતો વાતો માં બેહોશી ની દવા પીવડાવી.અને પછી તારી સાથે અપકૃત્ય કર્યું.એને ખબર છે કે તમે બદનામી ના ડર થી ફરિયાદ નહીં કરો.
"હું તારી બેસ્ટી ના બની શકી..તારી જિંદગી બરબાદ થઇ ગઈ..મને માફ કરી દેજે...કહી ને રડતી ત્યાંથી જતી રહી.
બીજે દિવસે સીમા ના આત્મહત્યા ના સમાચાર ન્યુઝ માં વાંચી..શ્યામા બેવડા આઘાત થી બેહોશ થઇ ગઈ એને દવાખાના માં દાખલ કરવી પડી.
પિતા પોતાની જાત ને કોસતા હતા.મારી ભૂલ ને મારી દીકરીએ ભોગવવી પડી.તે પણ એક સિગરેટ ને લઇ ને ..
એટલા માં એક બ્રાઉન સૂટ પહેરી ને યુવાન આવ્યો." સર,પ્લીઝ મને કહેશો,મિસ શ્યામા ક્યાં છે.."
"પેલા અંદર ના વોર્ડ માં છે.. કહી ને આંગળી ચીંધી." યુવાન ઝડપ થી વોર્ડ માં પહોંચી ગયો.. અને ખિસ્સા માંથી રૂમાલ કાઢી શ્યામા ના આંસુ લુછવા લાગ્યો.
"જો શ્યામા, તારી સાથે જે થયું,બધું જ આ પેપર માં પ્રિન્ટ છે.સીમા એ મરતા પહેલા મારી પાસે વચન માગ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ...મને તારા અતીત માં કોઈ રસ નથી..બસ અહીં થી ચાલ ..કેનેડા ..હું માધવ તારો બચપણ નો ક્રશ ..કહી ને તે હસ્યો..સાથે શ્યામા પણ રડતી રડતી હસવા માં જોડાઈ.
તેને હાથ માધવ ના હાથ માં મૂકી દીધો. બારી બહાર થી ચાર આંખો માં ખુશી ના આંસુ હતા.
 





આ વાર્તા ન્યુઝ એક સાથે અલગ અલગ ન્યુઝ પેપર માં છપાય હતી...
સમાજ માં જે છોકરીઓ ની અસલામતી ઊભી થઈ છે ..તેના  પર એક ફોકસ પાડવા માટે લખી છે
જોડણી દોષ... સ્વીકાર્ય છે










સમાપ્ત : જયેશ ગાંધી