ખુલ્લા આકાશ સામે જોઈ અનંતના આંખમા આંસુ શા માટે આવ્યા તે લાગણી તો કદાચ તે પોતે પણ સમજી શકતો ન હતો.આવો અહેસાસ તે કદાચ પહેલીવાર જ મહેસુસ કરી રહ્યો હતો.
પરંતુ આ આંસુ અનંતના પપ્પાની નજરથી છૂપા રહી શક્યા નહી.
બેટા, અનંત શું થયુ છે દિકરા? અત્ત્યારે તુ રડી રહ્યો હતો?
ના પપ્પા એવી કોઈ વાત નથી
તુ ભલે ને ના પાડે, પણ તારી આ આંખની ભીનાશ મને કહી રહી છે કે કઈક તો બન્યુ છે.આમ,તો મને અંદાજ તો છે જ.પણ તુ ખુલીને મારી સાથે વાત કરીશ એ મને વધુ ગમશે.
અરે, ના પપ્પા શું તમે પણ ખોટેખોટા તુક્કા મારો છો .કઈ જ થયુ નથી.
બેટા, હું તારો બાપ છુ.મારી નજર સામે તુ મોટો થયો છે.તુ પહેલેથી જ ખૂબ લાગણીશીલ છોકરો રહ્યો છે.મે તારુ નાનપણ જોયુ છે અને જુવાની પણ જોવ છુ.તને કઈ વાતોથી રડવુ આવે.કઈ વાતોથી હસવુ આવે , આ બધોજ ખ્યાલ મને હોય જ છે.સંતાન ગમે તેટલા મોટા થાય, પણ માતાપિતા માટે તો બાળક જ રહે છે
અત્યારે તારા અવાજ અને આંખ બન્નેમા ભીનાશ છે.તુ થોડાક દિવસ થી આમ, અપસેટ થઇ ફરી રહ્યો છે. હું થોડા દિવસથી તને જોઈ રહ્યો છુ.કોઈ વાત તને સતાવી રહી હોય તો તુ વિના સંકોચ મારી સાથે શેર કરી શકે છે.જો કે મારી આંખો જે જોઈ રહી છે, એ મુજબ મારો અંદાજ સાચો જ છે.છતાંય, જો તુ ખુલ્લા દિલે મારી સાથે વાત કરીશ, તો મને વધુ ગમશે.આમ, પણ કહેવાય છે ને કે દિકરાના પગ બાપના બુટમાં આવવા લાગે ,ત્યારે સમજી જવુ કે હવે દિકરાનો પપ્પા મટીને મિત્ર બનવાના દિવસો આવી ગયા છે.અને તુ તો નાનપણથી જ મારો દોસ્ત છે.
આજ એ દિવસ હતો જ્યારે પિતા- પુત્ર એકબીજા સાથે ખુલ્લા આકાશ ની નીચે ,ખુલ્લા દિલે યાદોની પેટી ખોલી વાતો કરી રહ્યા હતા.
અનંત તેના પપ્પા સાથે આવી લાગણીસભર વાત કરતાની સાથે જ તેના પપ્પાને ભેટીને ભાંગી પડે છે અને કહે છે.
પપ્પા આજથી પહેલા મે એવુ ક્યારેય વિચાર્યુ જ નહોતુ કે , ક્યારેય આરાધના જેવી મારી બેસ્ટ ફ્રેન્ડ મને છોડી દેશે ,તો હું કેવી રીતે મારી લાઈફને હેન્ડલ કરીશ.અમે નાનપણથી સાથે જ હસ્યા, સાથે જ રડ્યા, સાથે જ જમ્યા અને સાથે જ મોટા થયા.અમે એટલા પાક્કા મિત્રો હતા કે સ્કૂલ અને કોલેજમાં અમારી ફ્રેન્ડનીપની બીજા વિદ્યાર્થીઓ ને ઈર્ષા આવતી. જ્યારે જ્યારે કોઈ ત્રીજી વ્યકિત એ અમારી ફ્રેન્ડશીપ ની વચ્ચૈ આવી , અમારી ફ્રેન્ડશીપ તોડવાની કે ખોટા ભ્રમ કે ગલતફેમી ઉભી કરવાની કોશીશ કરી છે. ત્યારૈ ત્યારે મે અને આરાધનાએ અમે બે યે મળી , આવા લોકોના પ્લાન ચોપ્પટ કર્યા છે.અને અમારી પાક્કી દોસ્તીનુ ઉદાહરણ આવા લોકો સમક્ષ મુક્યુ છે.
નાનપણથી અમે બન્ને એકબીજા સાથે નાનામાં નાની વાત, સિક્રેટ શેર કરતા આવ્યા છીએ.આટલા વર્ષોમાં આજે પેલીવાર એવુ બન્યુ છે કે, આરાધના કોઈ ત્રીજી વ્યકિતની વાતમાં આવી ગઈ.અને મને એક નજર જોવા પણ તૈયાર નથી.એને લાગે છે ,હું તેનો દુશ્મન છું, હું તેનો દુશ્મન કઈ રીતે હોઈ શકુઅને અમન એટલો ખરાબ વ્યકિત છે, જે આરાધના જેવી ભોળી છોકરીઓને ફસાવે , કામ પત્યા પછી તરછોડી દે છે. આરાધના અમનના આવા વ્યવહાર ને પ્રેમ સમજી રહી છે
અનંત આજ તેના પપ્પા સાથે એકદમ ખરી અને લાગણીસભર વાતો કરી રહ્યો હતો.
અનંત અને આરાધનાની ફ્રેન્ડશીપમાં પડેલી આ તિરાડ ખરેખર બે સાચ્ચા મિત્રોને અલગ કરી નાખશે? આ મિત્રતામાં આવતા ચડાવ ઉતાર ને તમારે પણ જોવો હોય જાણવો હોય તો વાંચતા રહો.. શ્યામ રંગ...લગ્ન ભંગ...9