શ્યામ રંગ....લગ્ન ભંગ....6 Heena Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્યામ રંગ....લગ્ન ભંગ....6

 લગભગ આઠેક દિવસ થઇ ગયા ,અનંત અને આરાધના વચ્ચે કોઈ  જ વાતચીત થઈ નથી.  નાનપણની મિત્રતામાં કોઈ દિવસ એવો નતો આવ્યો કે અનંત અને આરાધનાની નારાજગી આટલી લાંબી ચાલી હોય.બન્ને ઝધડતા, ખૂબ ઝધડતા, પરંતુ સાંજ થતા થતા આ અબોલા કે ઝધડો ક્યાંય હવામાં ઓગળી જતો બન્ને એકબીજાને મનાવી જ લેતા અને ફરીથી પાક્કા મિત્રો બની જતા.તેમની યુવાન મિત્રતા પર આજુબાજુના લોકો શું કહેશે કે શું વિચારશે તેની આ બન્ને મિત્રોને કોઈજ પરવાહ ન હતી, પરવાહ હતી તો એકબીજાની ખુશીની.સાથે હસવુ.. સાથે રડવુ...અને સાથેજ દરેક મુશ્કેલી માંથી બહાર આવવુ.હવે, તમે જ કહો શુધ્ધ અને પક્કી મિત્રતાનુ આનાથી રુડૂ બીજુ ક્યુ રૂપ હોય  શકે,કે જ્યા સ્વરૂપ ને કોઈ સ્થાન નથી.પરંતુ આ વખત પહેલા જેવુ કઈજ બન્યુ નહી, દરવખતના ઝધડમાં કે વાતમાં માત્ર તે બન્ને જ હતા.પરંતુ આ વખતના ઝધડામાં કોઈ ત્રીજુ વ્યકિત જ કારણ બનીને આવ્યુ છે.આરાધનાના જીવનમાં આ ત્રીજા વ્યકિતનો પ્રવેશ અનંતને કેમ ખૂંચી રહ્યો છે તે અનંતને સમજાતુ નથી , કોઈ અજાણી લાગણીનો  તેના હ્રદય માં પગરવ થઈ રહ્યો હતો. પોતાની દરેક પરિસ્થિતિમાં તેની સાથે રહેનારી તેની દોસ્ત હવે તેનાથી દુર થઇ  રહી હતી.નાનપણની તેની આ દોસ્ત તેની સાથે નારાજ છે એટલે કે કોઈ અદ્રશ્ય તિરાડ તેની મિત્રતા ને તોડી રહી છે.  અનંત ને તો જે બની રહ્યુ છે તેનાથી ખૂબ હર્ટ થઈ રહ્યુ હતુ. .આરાધના તો રીતસર અનંતને નજરઅંદાજ જ કરી રહી હતી.  મિત્રોની જેમ પણ આરાધનાને અનંત સાથે વાત કરવી ગમતી નથી. એવુ હોય શકે કે અનંત સિવાય કોઈ  જ આજ સુધી  વિજાતીય મિત્ર આરાધના ની નજીક આવ્યુ ન હતુ.અને એવા સમયે આરાધનાના જીવન માં એન્ટ્રી કરી હતી,જ્યારે આરાધના ખરેખર કોઈનુ પોતાના તરફ અટેન્સન ઈચ્છતી હતી.હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે આરાધના આખો આખો દિવસ અમનના જ ગુણગાન ગાયે રાખે .અનંત વાત કરવાની કોશીશ કરે તો પણ આરાધના વાત કરવાનુ  પણ ટાળે છે. થોડા દિવસ માં  સમાચાર મળ્યા કે અમન અને આરાધનાની સગાઈ થવા જઈ રહી છે.આ સાંભળી અનંત તો આશ્ચર્ય મા પડી ગયો.આરાધના તો માત્ર થોડા મહિના થી જ અમન ના સંપર્ક માં આવી છે.આટલા ટુંકા ગાળા મા શું જાણી શકી હશે અમન અને તેના કુટુંબ વિશે.અનંતે તો મનોમન નક્કી કરી લીધુ છે કે એક મિત્ર તરીકે તે જાણીને રહેશે કે આ અમન ખરેખર આરાધનાને લાયક છે કે નહી.સગાઈ, લગ્ન આ તો જીંદગીભરના સંબંધો છે, કંઈ ઢીંગલા- ઢીંગલીની રમત થોડી છે. આરાધના ના કુટુંબીજનો જે નિર્ણય લે તે પણ મને આ અમનના વ્યક્તિત્વમાં કઈક કાળુ લાગે છે.

અનંતે , મિત્રો પાસેથી જાણ્યુ તો ખબર પડી કે ,અમન નં-1 ઊઠીયાણ છોકરો છે.તેના સમાજ માં તેનુ નામ ખરાબ થઈ ગયુ હોવાથી અત્યારે આરાધનાને ફસાવી છે.અને દારુ ,જુગાર જેવા વ્યસનો પણ કરે છે.અનંતે વિચાર્યુ પણ , કે આરાધનાના પપ્પાને અમનની સચ્ચાઈ વિશે જણાવામાં આવે.અનંત આરાધના જેવી ડાહી છોકરી જો અમન જેવા છોકરા સાથે લગ્ન કરશે તો ,હેરાન થઈ જશે.અનંતે ફરી આરાધના સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ આરાધના પર તો અમનનુ જ ભૂત ચડ્યુ હતુ. ક્યારેક એમ પણ કહેતી કે મારા જેવી શ્યામવર્ણ છોકરીને આવો પ્રેમ કરવા વાળો મળ્યો એ ખરેખર તો મારા ભાગ્ય જ કહેવાય. આરાધનાને અત્યારે અમન સિવાય બીજુ કશુ જ દેખાઈ રહ્યુ ન હતુ.

          આરાધના એક એવુ જીવન જીવી રહી હતી, જેમા તેણી તેના શ્યામ રંગને લઈ ખૂબ જ નાનપ એમ કહો કે પોતાને અન્ય કરતા ઉતરતી કક્ષાની જ માનવા લાગી હતી.

 આવી મનોદશા સાથે જીવન જીવતી આરાધનાના જીવનમાં એક મહત્ત્વનો વળાંક કહી શકાય....તે છે તેના લગ્ન....પણ થઈ કોની સાથે રહ્યા છે?????......આરાધનાનુ જીવન કેવા કેવા વળાંક લે છે, જાણવા માટે વાંચતા રહો..શ્યામ રંગ..લગ્ન ભંગ...